LaTeX/C2/Beamer/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | લેટેક અને બીમરનો ઉપયોગ કરી પ્રસ્તુતીકરણના મૌખીક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | ચાલો મને પહેલા ગોઠવણી સમજાવવા દો જે મારી પાસે સ્ક્રીન પર છે. |
00:14 | મારી પાસે અહીં સ્ત્રોત ફાઈલ છે, હું અહીં 'પીડીએફલેટેક' આદેશ વાપરીને સંકલન કરીશ. |
00:21 | અને પરિણામી આઉટપુટ અહીં આ ખૂણે દેખાશે. |
00:28 | ચાલો પહેલા આ જોઈએ, આપણે આના પર તરતજ પાછા આવશું. |
00:33 | ચાલો પહેલા આ કરીએ, અહીં પ્રથમ સ્લાઇડ આ સ્ત્રોતથી આવે છે - 'શરૂઆતની ફ્રેમ', 'છેવટની ફ્રેમ', 'શીર્ષક પૃષ્ઠ'. |
00:45 | અને શીર્ષક પૃષ્ઠને શીર્ષક, લેખક અને તારીખ, આ શબ્દોમાં વ્યાખ્યાયિત કર્યા છે. |
00:55 | હું જે ડોક્યુમેન્ટ વર્ગ વાપરી રહ્યો છું તે છે બીમર. અમે ડોક્યુમેન્ટ અહીંયા શરૂ કર્યું છે. |
01:01 | ઠીક છે, આ પહેલી સ્લાઇડ છે, ચાલો બીજી સ્લાઇડ પર જઈએ, આ એક રૂપરેખા (આઉટલાઈન) છે, આ કેવી રીતે બનાવી છે? |
01:13 | શરૂઆતની ફ્રેમ, છેવટની ફ્રેમ એક સ્લાઇડને વ્યાખ્યાયિત કરે છે. ફ્રેમ શીર્ષક રૂપરેખા છે. જે અહીં આવે છે. |
01:20 | ત્યારપછી હું સામાન્ય 'આઈટમાઈઝ' આદેશ વાપરું છું. ચાલો ત્રીજી સ્લાઇડ પર જઈએ. |
01:28 | આ સ્લાઇડ લેટેકના અન્ય ટ્યુટોરિયલો વિશે વાત કરે છે. લેટેકના પહેલેથી જ ઘણા ટ્યુટોરિયલો ઉપલબ્ધ છે. |
01:36 | તેને જોવા તમને પ્રોત્સાહિત કરીએ છીએ જો તમે લેટેક વાપરવામાં અનુકુળ ન હોવ. |
01:43 | આ સમજાવે છે કે લેટેક કેવી રીતે વાપરવું, આ સમજાવે છે કે કેવી રીતે વિન્ડોઝ પર લેટેક સંસ્થાપિત કરવું અને ચલાવવું. |
01:50 | અને અમે 'ફોસ્સી ડોટ ઇન' વાપરી હજુ કાયમી લીંક આપવાની આશા રાખીએ છીએ. |
01:58 | તો આપણે આના અંતમાં આવ્યા છીએ, તો આ સ્લાઇડ માટે સ્ત્રોત, આ છે. |
02:10 | તમે જોઈ શકો છો કે આપણે આ ડોક્યુમેન્ટના અંતમાં આવ્યા છીએ. |
02:15 | હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે આ ડોક્યુમેન્ટને બીમરના ઘણા બીજા અન્ય લક્ષણો વડે સુશોભિત કરવું. |
02:22 | ચાલો શરૂઆતમાં જઈએ. ચાલો આ ફાઈલના ટોચ પર જઈએ. હવે હું શું કરવા જઈ રહ્યો છું કે, કોઇપણ જાતના બદલાવ, |
02:31 | જે પણ જાતની સુધારણા જે હું આમાં કરવા જઇ રહ્યો છું તે અહીં છે. હું એક સમયે એક ઉમેરીશ અને સમજાવીશ. |
02:39 | ચાલો જોઈએ શું થાય છે જયારે હું આ આદેશ ઉમેરું છું - 'બીમર થીમ સ્પ્લીટ'. |
02:47 | હું તે કાપું, અહીં પાછો આઉં, તેનો સંગ્રહ કરું, અને ત્યારબાદ તે સંકલન કરું - 'પીડીએફલેટેક બીમર'. |
03:02 | હું આને દબાઉં છું, તો તમે જોઈ શકો છો કે તેણે અહીંયા આ જાહેરાત બનાવી છે અને થોડી જાહેરાતો અહીંયા. |
03:12 | અહીંયા પણ, ઠીક છે. પછી આપણે શું કરીએ કે, તમે અહિયાં આવો અને પેકેજ વાપરો. |
03:23 | ચાલો આ ઉમેરો - 'બીમર થીમ શેડો'. હું તેને કાપું, અહીં જાઉં, તે ચોંટાડું, આ તમામ ડોક્યુમેન્ટ આદેશ ઉપર ચોંટાડ્યા છે. |
03:38 | હું આનું સંકલન કરું. ઠીક છે, ચાલો જોઈએ શું થાય છે જયારે હું આ દબાવું છું. તે મોટું બન્યું છે. |
03:49 | તમે જોઈ શકો છો કે અહીં રંગમાં બદલાવ છે. તો આ -'બીમર થીમ શેડો' આદેશ દ્વારા કરવામાં આવ્યું છે. |
04:00 | આવા ઘણાં બધાં પેકેજો છે, હું હમણાં અમુક અન્ય લક્ષણોને સ્પષ્ટ કરવા જઇ રહયો છું. |
04:06 | અમે આ પરિચયના એક ભાગ રૂપે ભવિષ્યના વાચન માટે સંદર્ભો આપીશું જેવું કે આપણે અહીં જોઈ શકીએ છીએ - 'રેફરેન્સિઝ ફોર ફર્ધર રીડીંગ'. |
04:17 | આ વાતની રૂપરેખા નીચે પ્રમાણે છે. આપણે અમુક સમય શીર્ષક પૃષ્ઠ, લેખકનું નામ, રંગ, લોગો (ચિન્હ) વગેરે પર પસાર કરીશું. |
04:25 | ન્યૂનતમ એનિમેશન જેનો પ્રયોગ તમે તમારી વાતને પ્રસ્તુત કરવા માટે ઉપયોગ કરી શકો છો, બે કોલમ (સ્તંભ) બંધારણ, આકૃતિ (ફીગર્સ) અને કોષ્ટકો (ટેબલ), સમીકરણો, વર્બેટીમ એટલે કે શબ્દશઃ વગેરે. |
04:36 | ઠીક છે, ચાલો શરૂઆતમાં પાછા આવીએ. આગળ જોઈશું લોગો. ચાલો અહીંથી લોગોને કાપીએ અને ચોંટાડીએ. |
04:49 | આને પણ શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશના ઉપર ચોંટાડવું પડે છે. આ લોગો, ચાલો જોઈએ આ શાના જેવું દેખાય છે. |
04:59 | હું તેને આઈઆઈટીબી લોગો.પીડીએફ દ્વારા ખોલીને જોઉં. હું અહીં એજ નામ આપી રહ્યો છું. |
05:08 | જ્યારે હું તેને ખોલું છું, ત્યારે તમે જોઈ શકો છો કે હું જેના વિશે હું કહી રહ્યો છું તે આ ઇમેજ ફાઇલ છે. |
05:15 | ૧ સે.મી. ઊંચાઈ આપતો આ લોગોના આદેશનો સમાવેશ કરતા, તે આ ખૂણામાં દેખાશે. |
05:24 | તો ચાલો જોઈએ તે શાના જેવું દેખાય છે. ચાલો આ દબાવીએ. તમે જોઈ શકો છો કે આઈઆઈટીબી લોગો આવી ગયો છે. |
05:35 | હવે પછીથી આ, હવે પછીના દરેક પુષ્ઠ પર આવશે. |
05:42 | આપણે આગળ આ આદેશ ઉમેરીશું. ક્યારેક પ્રસ્તુતિકરણ માટે આનો ઉપયોગ બધા લખાણને જાડું બનાવવા થાય છે. |
05:55 | તો તેને ધ્યાનમાં રાખીને, હું આ સમાવેશ કરીશ, કાપીએ, ચોંટાડીએ. |
06:08 | ખરેખરમાં મારે આને શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશ પછી સમાવેશ કરવો પડશે. |
06:15 | હું આનો સંગ્રહ કરું. આ સંકલન કરું. ઠીક છે હવે, આ જુઓ જેમ હું આ દબાઉં છું આ બધાજ અક્ષરો જાડા બનશે. |
06:28 | તમે જોઈ શકો છો કે તે જાડા બન્યા છે. |
06:37 | પછી, હું હવે અહીં લખાણમાં સુધારા કરીશ. |
06:43 | ઉદાહરણ તરીકે, તે અહી ઘણી બધી વસ્તુઓ ભરવા જાય છે. અહીંયા શીર્ષક અહીં આવે છે, અહીં લેખકની જાણકારી આવે છે, પણ ઘણી બધી જાણકારી આવી રહી છે. |
06:54 | ક્યારેક મને અહીં નાનું શીર્ષક જોઈતું હોય, ઉદાહરણ તરીકે આ જગ્યા આટલી મોટી ન હોવી જોઈએ. |
07:02 | તો આપણે શું કરશું કે, આને વાપરીને તે ઉકેલાયુ છે. |
07:07 | ઉદાહરણ તરીકે, આ ચાલી રહેલ શીર્ષક છે. |
07:13 | હું આ કાપું. આ આદેશ શીર્ષક પછી આવવું જોઈએ, શીર્ષક આદેશ અને વાસ્તવિક શીર્ષકના વચ્ચે. |
07:29 | તો તેને અહીં ચોંટાડું. તમે જોઈ શકો છો કે મેં જે કઈ હમણાં ચોંટાડ્યું તે ચોરસ કૌંસમાં છે. |
07:36 | તો ચાલો તે સંગ્રહ કરીએ. તે ચલાવીએ. |
07:46 | તો જેમ હું તે કરું, ચાલો આ દબાવીએ, અહીં જુઓ જેમ હું દબાઉં છું, આ ભાગને શું થાય છે. |
07:51 | શીર્ષક હવે બદલાઈ ગયું છે તમે તે જોઈ શકો છો. મેં ફક્ત નીચલો ભાગ રાખ્યો છે કારણ કે હું તેને ચોરસ કૌંસમાં આપી રહ્યો છું - "પ્રેઝેન્ટેશન યુઝીંગ લેટેક એન્ડ બીમર". |
08:03 | પછી હું કહી રહ્યો છું કે એચ-સ્પેસ અર્ધી સેમી છે. હું અહીં ખાલી જગ્યા આપી રહ્યો છું. અને પછી હું અહીંયા પુષ્ઠ ક્રમાંક ધરાવું છું. |
08:12 | તે અહીં કહે છે ૧ X ૩ (એક બાય ત્રણ). ત્યારબાદ ૨ X ૩. ૩ X ૩ અહીં, વગેરે. |
08:21 | તે પ્રાપ્ત કરાય છે 'શામેલ ફ્રેમ ક્રમાંક ભાગ્યા શામેલ કુલ ફ્રેમ ક્રમાંક' વાપરીને. |
08:28 | હવે હું આવું જ લેખક માટે કરીશ. તો ચાલો અહીં આવીએ. |
08:37 | ચાલો આ કાપીએ. અને લેખક પછી, આ આવે છે. |
08:49 | હું તે સંગ્રહ કરું. સંકલન કરું. આ દબાઉં. |
08:56 | તમે જોઈ શકો છો કે કન્નન મોઉદગલ્યા આવ્યું છે. આ જ મેં ચોરસ કૌંસમાં આપ્યું છે. હવે આ દરેક પુષ્ઠો પર આવશે. |
09:05 | ચાલો બીજા વિષય પર જઈએ. આ "સમીકરણોના સમાવેશ" પર છે. |
09:19 | સમગ્ર બાબતો એક ફ્રેમના સ્વરૂપમાં છે - "એક સંપૂર્ણ ફ્રેમ". |
09:24 | તો હું શું કરીશ કે, હું આ સમગ્ર બાબત કાપીશ. |
09:30 | અહીં પાછા આવીએ; આ ડોક્યુમેન્ટના અંતમાં જઈએ. સંગ્રહ કરીએ. |
09:38 | તો મેં એક નવી સ્લાઈડ બનાવી છે. ચાલો જોઈએ કે આ કેવી દેખાય છે. |
09:45 | તો અહીંથી આ ફ્રેમ શરૂ થાય છે. |
09:51 | ચાલો આને સંકલન કરીએ, હવે તમે તે જોઈ શકો કે ૪ પુષ્ઠો છે. જયારે કે તે હજુપણ ત્રણજ કહે છે, તેથી જો આ વધુ એક વાર દબાવીએ, તો તે ૪ બને છે. |
10:07 | તો આ સમીકરણ ધરાવતી સ્લાઈડ છે. આ સમીકરણો કેવી રીતે લખવા તે હું નહિ સમજાઉં. |
10:15 | આ બધું મેં અગાઉ બનાવેલ મૌખીક ટ્યુટોરીયલ-"સમીકરણો કેવી રીતે બનાવવા" તેના પર સમજાવ્યું છે. |
10:21 | મેં આ બધું કર્યું છે કે, હું તે લેટેક ડોક્યુમેન્ટ પર ગયો, તેને અહીંથી કાપ્યું અને ચોંટાડ્યું, બસ. |
10:28 | અને હા, મેં સમીકરણ ક્રમાંકો રદ્દ કરી દીધા છે. સ્લાઈડમાં સમીકરણ ક્રમાંકો આપવાનો કોઈ અર્થ નથી. |
10:36 | વળી, આવા વખતે રંગને હાઈલાઈટ એટલે કે જુદી રીતે દર્શાવવું તમારા માટે ઉપયોગી થઈ શકે છે. |
10:44 | ઉદાહરણ તરીકે, જો મને આ બદલીને ભૂરામાં કરવું છે, તો હું આ પ્રમાણે કરીશ, અહીં આવીએ. |
10:54 | આદેશ છે -"કલર", "બ્લ્યૂ"- અને પછી આ બંધ કરશું. |
11:05 | તે સંગ્રહ કરીએ. સંકલન કરીએ. અને આને દબાવીએ, અને જુઓ આ ભૂરું થઇ ગયું છે. |
11:16 | તો તમે સમીકરણને ક્રમાંકો દ્વારા સંદર્ભિત કરવા ન ઈચ્છો પરંતુ તમે કહી શકો છો કે ભૂરા રંગવાળા સમીકરણને ધ્યાનમાં રાખો અથવા તમે કહી શકો છો કે સામૂહિક સંતુલન સમીકરણ જુઓ, વગેરે. |
11:29 | તમે તેને કંઈક એવી રીતે સંદર્ભિત કરી શકો છો કે જે લોકો સહેલાયથી યાદ રાખી શકે. |
11:35 | આગળ આપણે શું કરીશું કે, હવે હું એનિમેશનનો સમાવેશ કરીશ. |
11:50 | જે માહિતીને વિચાર દર વિચાર પ્રસ્તુત કરવા માટે ઉપયોગી છે. |
11:58 | તો મેં આ કાપ્યું, ચાલો તે અહીં ચોંટાડીએ. ચાલો જોઈએ આ કેવું દેખાય છે. |
12:08 | પ્રથમ તેને સંકલન કરીએ અને જોઈએ કે શું થાય છે. |
12:17 | આ મૌખીક ટ્યુટોરીયલ "પત્ર લેખન" તરફથી છે. આ માહિતી ત્યાં પણ છે. |
12:21 | એક માત્ર તફાવત જે મેં હમણાં કર્યો તે શરૂઆતની ગણતરી (બીગીન ઈન્યુમરેટ) અને છેવટની ગણતરી (એન્ડ ઈન્યુમરેટ) વચ્ચે મેં "આઈટમ પ્લસ માઈનસ એલર્ટ" (વસ્તુ વત્તા ઓછા ચેતવણી) મુક્યો છે. |
12:33 | ચાલો જોઈએ આ શું કરે છે. અહીં જુઓ મેં 'પોઝ' (વિરામ) કહેવાતો આદેશ મુક્યો છે, જે ક્ષણે હું પોઝ આદેશ મુકું છું, તે ત્યાં અટકી જાય છે, હવે શરૂઆતની ગણતરી શરૂ થાય છે. |
12:45 | તો ચાલો હું થોડો આગળ જઉં. પૃષ્ઠ નીચે, આગળનું પૃષ્ઠ, આગળનું પૃષ્ઠ, આગળનું પૃષ્ઠ. |
12:53 | જેમ હું નીચે જઉં તો તમે જોઈ શકો છો કે તાજેતરની માહિતી લાલમાં છે બાકી બધી મૂળભૂત રંગમાં છે જે છે કાળો. હું ડોક્યુમેન્ટના અંતમાં આવ્યો છું. |
13:05 | તો આ એનિમેશન બનાવવા માટે એક સરળ રસ્તો છે જ્યાં તમે એક સમયે થોડીક માહિતી રજૂ કરવા ઈચ્છતા હોવ. |
13:18 | આગળ હું ચેતવણી રંગને ભૂરા રંગમાં પરિવર્તિત કરવા ઈચ્છું છું. ઉદાહરણ તરીકે, અહીં ચેતવણી રંગ લાલ છે, જે ચેતવણી રંગ તરીકે ઓળખાય છે. |
13:32 | હું આ ચેતવણી રંગને ભૂરો બનાવવા ઈચ્છું છું. જેથી મારા પસંદ કરેલા રંગ સાથે આ સુસંગત રહે. |
13:41 | ઠીક છે ચાલો હું અહીં આઉં, આ કાપું. |
13:52 | આ ડોક્યુમેન્ટના શરૂઆતમાં, ડોક્યુમેન્ટ શરૂઆતના આદેશ પહેલા જવું જોઈએ. |
14:00 | હું તે સંકલન કરું, મારા આ દબાવવાથી તમે હવે જોઈ શકો છો કે ચેતવણી રંગ હવે ભૂરો બની ગયો છે. |
14:12 | તેને "સેટ બીમર કલર -એલર્ટેડ ટેક્સ્ટ" આદેશ દ્વારા પ્રાપ્ત કરાય છે. અહીં એક ખાલી જગ્યા છે "ફોરગ્રાઉન્ડ ઈકવલ્સ બ્લુ", "એફજી ઈકવલ્સ બ્લુ". |
14:24 | હવે હું દર્શાવવા જઈ રહ્યો છુ કે સમગ્ર ડોક્યુમેન્ટના રંગને બદલવું કેટલું સરળ છે. |
14:33 | તો હું શું કરીશ કે, હું અહીં આવીશ, આ સ્લેશ ડોક્યુમેન્ટ વર્ગ પછી બીમર વાકયાંશ શરૂ થવાના પહેલા હું અહીં બ્રાઉન (ચોકલેટી) લખીશ. |
14:46 | તે સંગ્રહ કરીએ. સંકલન કરીએ. |
14:52 | તમે જોઈ શકો છો કે કોઈપણ વધારાના કામ વિના તે ચોકલેટી થઇ ગયું છે. |
15:03 | પછી હું શું કરીશ કે, આને ફરી પાછુ મૂળભૂત રંગમાં લઇ જઈશ. |
15:09 | મૂળભૂત રંગ ભૂરો છે જેથી મને તે ટાઈપ કરવાની જરૂર નથી. હવે આપણે ભૂરા રંગમાં પાછા આવ્યા છીએ. |
15:21 | તો ચાલો અહીં આવીએ, હું આને રદ્દ કરું. હું હવે ફીગર્સ એટલે કે આકૃતિઓનો સમાવેશ કરીશ. |
15:30 | આ કાપીએ. અહી આવીએ. આના અંતમાં જઈએ. |
15:41 | છેલ્લાવાળું, ચાલો આને સંકલન કરીએ. ચાલો બીજા પુષ્ઠ પર જઈએ. તો અહીંયા આકૃતિઓનું ઉદાહરણ આપ્યું છે. |
15:53 | ઠીક છે, આને મુકવામાં શું માર્ગદર્શિકાઓ છે? અહીં કેટલીક મહત્વની માર્ગદર્શિકાઓ છે. આપણે તેને થોડીક વાર પછી જોઈશું. |
16:05 | ચાલો આ કાપીએ. આ ચોંટાડીએ. અને સંકલન કરીએ. |
16:21 | તો મને આ મળ્યું છે, "હીન્ટ્સ ફોર ઈનકલુડીંગ ફીગર્સ" (આકૃતિઓના સમાવેશ માટે સંકેતો). |
16:28 | ચાલો સ્ત્રોત પર આવીએ જ્યાં આપણે આકૃતિ બનાવી છે. આપણે આ રીતે આ આકૃતિ બનાવી હતી. તો આના માટે માર્ગદર્શિકાઓ કઈ છે? |
16:37 | પ્રસ્તુતિકરણોમાં ફ્લોટેડ એન્વાર્નમેન્ટોનો ઉપયોગ કરવો નહીં, ઉદાહરણ તરીકે, બીગીન ફીગર (શરૂઆતની આકૃતિ), એન્ડ ફીગર (છેવટની આકૃતિ) ન કહો જેની તમને લેટેક ડોક્યુમેન્ટમાં જરૂર પડે છે. |
16:46 | તે છતાં જો તમને કેવી રીતે આકૃતિઓનો સમાવેશ કરાવાય અને એના વિશે વધુ જાણવું હોય તો તમને "કોષ્ટકો અને આકૃતિઓ" પરના મૌખીક ટ્યુટોરીયલમાં જવું પડશે. |
17:01 | તો આનો પ્રયોગ ન કરો, સીધું "ઈનક્લુડ ગ્રાફિક્સ" (સમાવિષ્ટ ચિત્રકામો) પ્રયોગમાં લો. |
17:08 | તો ઉદાહરણ માટે, "ઈનક્લુડ ગ્રાફિક્સ" આદેશનો ઉપયોગ થયો છે અને હું લખાણની પૂરી પહોળાઈ વાપરવા માટે કહી રહ્યો છું અને ફાઈલ આઈઆઈટીબી (iitb) છે. |
17:19 | અલબત, બીમર પહેલેથીજ જરૂરી પેકેજો સાથે આવે છે તો તમને કોઈપણ પેકેજનો સમાવેશ કરવાની જરૂર નથી, કોઈપણ પેકેજ વાપરો, તે પહેલેથીજ સમાવેશ કરાયેલું છે. |
17:30 | અને પછી આપણે આ સમગ્રને સેન્ટર(કેન્દ્ર) એન્વાર્નમેન્ટમાં મુકીએ છીએ. અને આ ફ્રેમ પતે છે. |
17:40 | કેપ્શન (મથાળું), આકૃતિ ક્રમાંક વગેરેનો સમાવેશ ન કરો. |
17:44 | ફરી કહું છું લોકો આ ક્રમાંકોને યાદ નહીં રાખી શકે. |
17:51 | જો તમે અગાઉં દર્શાવેલી આકૃતિનો સંદર્ભ લેવા ઈચ્છો છો, તો ફરીથી તેને બતાવો. |
17:56 | હજી એક સ્લાઇડ બનાવવા માટે કોઈ પૈસા ખર્ચ નથી થતા. પહેલા દર્શાવેલી સ્લાઇડની નકલ કરીએ અને તે પ્રકિયા ફરીથી કરીએ. |
18:05 | ઠીક છે, તે આકૃતિ અને માર્ગદર્શિકાઓને પૂર્ણ કરે છે. અને આપણે આ ડોક્યુમેન્ટના અંતમાં આવી ગયા છીએ. |
18:12 | ચાલો આપણે હવે જોઈએ કે કેવી રીતે બે કૉલમ (એટલેકે સ્તંભ) એન્વાર્નમેન્ટ સમાવેશ કરાય. |
18:24 | ચાલો અહીં આવીએ. ડોક્યુમેન્ટના અંતમાં જઈએ. તેને સંગ્રહ કરીએ. |
18:32 | તેને સરળ બનાવવા હું શું કરીશ કે, હું પહેલા આને રદ્દ કરીશ જેથી તે સરળ બને. |
18:42 | તો હું શું કરવા જઈ રહ્યો છું કે, હું માહિતીનો થોડો ભાગ આપવા અને દર્શાવવા જઈ રહ્યો છું. ચાલો આ સંકલન કરીએ અને જોઈએ શું થાય છે. |
18:57 | તો મારી પાસે આ બે કોલમો છે. |
19:28 | આનો સંગ્રહ થયો નથી, એટલા માટે જ. જુઓ સ્ટાર (તારાનું ચિન્હ) સ્ટાર. હું શું કરીશ કે, હું તેને પહેલા સંગ્રહ કરું. |
19:35 | જો તમે સંગ્રહ કર્યા વિના સંકલન કરવાનો પ્રયત્ન કરો છો તો આ સમસ્યા થાય છે, અહીં દેખાતી પીડીએફ ફાઈલ જે તમારી પાસે અહીં છે એના અનુરૂપ નથી. |
19:45 | તો ચાલો આને સંકલન કરીએ. અહીં આવીએ. હવે અહીં જે તમે જુઓ છો તે આના અનુરૂપ છે જે તમારી પાસે અહીંયા છે. |
19:58 | ચાલો હું તેને મધ્યમાં લઇ આઉં. ફ્રેમ શીર્ષક છે, બે કોલમો, અને હું "મીની પેજ" આદેશ ઉપયોગમાં લઇ રહ્યો છું, અને હું તેને મધ્યમાં કરી રહ્યો છું અને હું લખાણની પહોળાઇના ૪૫ ટકા ઉપયોગમાં લઇ રહ્યો છું. |
20:15 | બીગીન એન્યુમરેટ (શરૂઆતની ગણતરી). આ બે અને ત્યારબાદ એન્ડ એન્યુમરેટ (છેવટની ગણતરી). અને પહેલાની જેમ હું આને વિશેષ દર્શાવી રહ્યો છું. |
20:25 | આ બેને જુઓ. અહીં ડોક્યુમેન્ટનો અંત છે. હવે હું શું કરીશ કે, હું આવીશ અને જે કઈ પણ મારી પાસે આના અંતમાં છે તેને સાથે જોડીશ. |
20:37 | અહિ ગત નાનું પુષ્ઠ (મીની પેજ) સમાપ્ત થાય છે. હવે હું બીજું એક નાનું પૃષ્ઠ બનાવવા જઈ રહ્યો છું અને આ નાના પૃષ્ઠમાં હું આ આઈઆઈટીબી મુકીશ, એજ ચિત્ર જે આપણે પહેલા જોયું હતું. |
20:52 | અને આ નાનું પૃષ્ઠ પણ ૪૫ ટકા માપનું છે. ચાલો આનું સંકલન કરીએ, આને પહેલા સંગ્રહ કરીએ. |
21:07 | ચાલો હું આને દાબુ. તમે હવે જોયું કે તે આવી ગયું છે. પણ તેમાં એક નાની સમસ્યા છે કે જયારે હું આ પુષ્ઠ પર જાઉં છું, તે પ્રથમ વસ્તુ બતાવે છે અને આ આકૃતિને પણ. |
21:22 | જયારે કે આકૃતિ પછી આવે છે, તે આ બતાવે છે કારણ કે ક્યાં પણ આપણે લેટેકને કહ્યું નથી કે આ પછી બતાવે. તે કદાચ આ વિશે અસ્પષ્ટ છે. |
21:35 | તો ઉદાહરણ તરીકે, જો તમે કહો,જો તમે આ માહિતીને આ વસ્તુના અંતર્ગત મુકશો તો આપણે કહેશું કે આ પહેલા બતાવો અને પછી આ બતાવો. |
21:44 | પણ આપણે ક્યાંય પણ નથી કહી રહ્યા કે આ પછી આવવું જોઈએ. |
21:50 | તો આપણે આવી દેખતી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સમસ્યાને ઉકેલવા માટે એક સરળ માર્ગ છે કે "પોઝ" મુકીએ. |
21:59 | ચાલો હું આ સંકલન કરું. આ સંગ્રહ કરું. તો હવે આ ઠીક છે. |
22:08 | આ સમસ્યાનો ઉકેલ થઇ ગયો છે. પહેલાવાળું, બીજાવાળું, અને પછી વધુ એક, તે એકવાર પસાર થાય છે, અને તમે જોઈ શકશો કે તેનો ઉકેલ થઇ ગયો છે. |
22:24 | ઠીક છે, ચાલો અહીં આવીએ. આગલું છે ટેબલ (કોષ્ટક). |
22:39 | આ સંગ્રહ કરીએ. ચાલો આનું સંકલન કરીએ. તમે જોઈ શકશો કે કોષ્ટક આવી ગયું છે. |
22:51 | આ કોષ્ટક કેવી રીતે બનાવાય તે હું સમજાવી રહ્યો નથી,આને પહેલેથી જ "કોષ્ટકો પર"ના મૌખીક ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. |
22:57 | મેં તેને બસ અહીંયા કાપીને ચોંટાડ્યુ છે. ચાલો ફ્રેમની શરૂઆતમાં જઈએ. |
23:12 | આ એજ કોષ્ટક છે જેને આપણે પહેલા ઉપયોગમાં લીધું હતું, મેં ફક્ત તેને કાપ્યું અને ચોંટાડ્યુ છે. તમે કેન્દ્ર વાતાવરણોના અંતર્ગત બીગીન ટેબ્યુલર (શરૂઆતના કોઠા) અને એન્ડ ટેબ્યુલર (છેવટના કોઠા) આદેશોને આવતા જોઈ શકો છો. |
23:22 | માર્ગદર્શિકાઓ શું છે? માર્ગદર્શિકાઓ આકૃતિઓની માર્ગદર્શિકાઓ સમાન છે. |
23:28 | તો ચાલો તેને પણ જોઈ લઇએ. જુઓ અહીં માર્ગદર્શિકાઓ છે. |
23:44 | ચાલો હું સંકલન કરું. આ જોઈએ, આગળ વધીએ. |
23:51 | એક વાર ફરી કહું ફ્લોટેડ એન્વાર્નમેન્ટોનો પ્રયોગ પ્રસ્તુતિકરણમાં ન કરો. |
23:56 | કોષ્ટકો પરના મૌખીક ટ્યુટોરીયલમાં, આપણે કોઠાને ટેબલ એન્વાર્નમેન્ટના અંતર્ગત મુકીએ છીએ. |
24:02 | ટેબલ એન્વાર્નમેન્ટ એક ફ્લોટેડ એન્વાર્નમેન્ટ છે, તેનો સમાવેશ અહીં ન કરો. તેને સીધુ જ શામેલ કરો. |
24:11 | ઉદાહરણ તરીકે, આપણે તેને સેન્ટર એન્વાર્નમેન્ટમાં સીધેસીધું મુકીએ છીએ. |
24:17 | મથાળું, કોષ્ટક ક્રમાંક વગેરેનો સમાવેશ ન કરો. જરૂર પડતા તેની નકલ બનાવો. |
24:25 | અહીંયા હવે હું બતાવવા ઈચ્છું છું કે એનીમેશન કેવી રીતે થાય છે. ઉદાહરણ તરીકે, આ સ્લાઈડમાં, તે જુદા રંગથી સાવચેત (એલર્ટ) થઈ નથી. |
24:40 | યાદ કરો કે આપણે ભૂરા રંગનો ઉપયોગ એલર્ટ કરવા માટે કર્યો હતો. તે કેમ થયું? |
24:46 | તેનું કારણ એ છે કે આપણે અહીં જુદા જ પ્રકારનું એન્વાર્નમેન્ટ ઉપયોગમાં લીધું છે. |
24:52 | શરૂઆતનું આઈટમાઈઝ, છેવટનું આઈટમાઈઝ, તેના અંતર્ગત આપણે વસ્તુ વત્તા ઓછા (આઈટમ પ્લસ માઈનસ) વાપર્યું છે. પહેલા આપણે એલર્ટ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા. |
25:01 | આને યાદ રાખો. આપણે હવે તેનો ઉપયોગ નથી કરી રહ્યા. પરિણામસ્વરૂપે, તે ફક્ત કાળા રંગમાં જ આવે છે. એનીમેશનને સમાવવા માટે આ એક સરળ માર્ગ છે. |
25:12 | તમે ચૂંટી શકો છો અને પસંદ કરી શકો છો. તો આ છે જે મેં અહીં લખ્યું છે. "શો ડીફરન્ટ એનીમેશન ઈન ધ પ્રીવીઅસ સ્લાઇડ" (જુદા જુદા એનીમેશનોને પાછલી સ્લાઈડમાં બતાવો). |
25:22 | આને હવે એક હેન્ડઆઉટ એટલેકે વક્તવ્ય અહેવાલમાં પરિવર્તિત કરવાની જરૂરીયાત છે. ઉદાહરણ તરીકે, જો તમે આને છાપવાનો પ્રયત્ન કરશો, |
25:28 | તો જે કઈ પણ આપણી પાસે અહીં છે, તેના ૨૪ પુષ્ઠો બનશે જયારે કે પુષ્ઠો ફક્ત ૧૦ છે. |
25:40 | વિશિષ્ટ ફ્રેમો ફક્ત ૧૦ છે પણ પુષ્ઠો ૨૪ છે. પણ જો તમે પ્રિન્ટઆઉટ કાઢવાનો પ્રયત્ન કરશો, તો તેના ૨૪ પુષ્ઠો નીકળશે. |
25:49 | એક સરળ માર્ગ એ છે, કે આનું ધ્યાન રાખવા અહીં એક 'હેન્ડઆઉટ' કહેવાતું સાદું સ્વીચ વાપરીએ. |
26:00 | જો હું આ કરું,ચાલો હું તે સંકલન કરું, અહિયાં હવે ફક્ત ૧૦ પૃષ્ઠો છે. ચાલો આને ફરી એક વાર સંકલન કરીએ. |
26:13 | એનીમેશન હવે, ત્યાં નથી. જો હું જાઉં છું બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે, બીજા પૃષ્ઠે અને ક્રમશ. |
26:24 | જો આપણે રંગ બદલવા ઈચ્છીએ છીએ, તો હું ફરીથી ચોકલેટી રંગ મુકું છુ. |
26:35 | તમે જોઈ શકો છો કે તે બદલાઈ ગયું છે. તો બધાજ પરિમાણો જેનો અહીં સમાવેશ કરવો છે તે અલ્પવિરામો દ્વારા જુદા કરવામાં આવે છે. |
26:42 | તો ચાલો હું આને ફરી ભૂરું કરું. તેનુ સંકલન કરીએ. |
26:52 | આપણે હવે શું કરીશું કે, કેટલીકવાર તમને વર્બેટીમ એન્વાર્નમેન્ટ (શબ્દશઃ વાતાવરણ)નો સમાવેશ કરવો પડે છે. |
27:06 | તો ચાલો હું આ દ્રંષ્ટાત લઉં. |
27:13 | ચાલો અહીં જઈએ, અંતમાં જઈએ, તેને સંગ્રહ કરીએ. તો અહીંથી વર્બેટીમ શરૂ થાય છે. |
27:24 | તો તમે જોઈ શકો છો કે વર્બેટીમ બની ગયું છે. |
27:30 | મેં તેને અહીંયા થોડાક 'સાઈલેબ' આદેશો વડે વિશેષ વ્યાખ્યાયિત કર્યા છે. અહીં મેં રંગને ભૂરો કર્યો છે, વગેરે. |
27:39 | એક માત્ર વિશિષ્ટ વસ્તુ જે તમારે કરવી પડી તે હતું કે શરૂઆતની ફ્રેમને ચોરસ કૌંસમાં મુકવું - ફ્રેજાઈલ |
27:52 | જો તમે તે ન કરો, તો એક સમસ્યા થશે. ઠીક છે તમે પછી આ જુઓ, આપણે પાછા આવીને તે તપાસશું. |
28:01 | પછી ધારોકે હું આ રદ્દ કરું. તેને સંગ્રહ કરું. અને સંકલન કરું. |
28:09 | તે આવીને કહેશે કે કશુક બરાબર નથી. |
28:14 | તો ચાલો આ પાછું મુકીએ - "ફ્રેજાઈલ". તે સંગ્રહ કરીએ, અને અહીંથી બહાર આવીએ. |
28:21 | તેને ફરીથી સંકલન કરીએ. તે હવે આવી ગયું છે. |
28:30 | બીમર વર્ગ પાસે ઘણી બધી માહિતીઓ છે. આપણને આ બીજી બધી વસ્તુઓ વિશે કેવી રીતે જાણ થશે. |
28:40 | તો મારી પાસે અહીં કેટલીક માહિતીઓ છે, ચાલો નીચે જઈએ. |
28:48 | તો તે વધારાની માહિતી આ સ્લાઈડમાં છે. |
28:54 | આપણે તે સંકલન કરીશું અને તેને જોઈશું. "બીમર યુઝર ગાઈડ ડોટ પીડીએફ" બીમરનું અધિકૃત સ્ત્રોત છે. |
29:08 | મેં તેનો અહીં ઉલ્લેખ કર્યો છે પણ તે બીમર વર્ગના લેખકો દ્વારા આ બીમર પરિયોજના વેબસાઈટ મારફતે પણ ઉપલબ્ધ છે. |
29:21 | હું જરા આ સ્પષ્ટ કરીશ, મેં આ પહેલેથીજ ડાઉનલોડ કરેલી છે. અગાઉ ઉલ્લેખ કરેલી આ સાઈટમાં તે છે. |
29:32 | ઉદાહરણ તરીકે, આ ૨૨૪ પૃષ્ઠોનું એક ડોક્યુમેન્ટ છે. આ એક વિશાળ ડોક્યુમેન્ટ છે. |
29:39 | હું અહીં બતાવવા ઈચ્છું છું કે તમે અહીંથી માહિતીઓ પ્રત્યક્ષ રીતે વાપરી શકો છો. |
29:45 | તો ચાલો અહીં આવીએ. લેખક પ્રથમ પૃષ્ઠમાં સાદી સ્લાઈડો કેવી રીતે બનાવવી એના પર મંત્રણા કરે છે અને એમણે સ્ત્રોત પણ આપ્યા છે. |
29:57 | આપણે આ કાપીશું,નકલ કરીએ, ચાલો હું આ મીનીમાઈઝ કરું. હું આ ડોક્યુમેન્ટના અંતમાં જઉં. |
30:09 | તો ચાલો આપણે તેને ચોંટાડીએ. સંગ્રહ કરીએ. અને સંકલન કરીએ. તો ચાલો આગલા પૃષ્ઠ પર જઈએ. |
30:21 | તમે જોઈ શકો છો કે જે કઈ આપણે ત્યાં જોએલુ તે બધું અહીં આવી ગયું છે. લેખકે અહીંયા પ્રમેય એટલેકે થીઅરમ એન્વાર્નમેન્ટ વાપર્યું છે. |
30:33 | તો ઉદાહરણ તરીકે, શરૂઆતનું પ્રમેય, છેવટનું પ્રમેય, અહીંયા આવે છે. લેખકે નાના અક્ષરોમાં અહીં આવેલા ફ્રેમ ઉપશીર્ષકો પણ ઉપયોગમાં લીધા છે. |
30:42 | અને પછી શરૂઆતની સાબિતી (બીગીન પ્રૂફ), છેવટની સાબિતી અહીંયા આવે છે. લેખકના પ્રૂફ કહેવાથી, એક બીજી બારી ખુલે છે, જે 'પ્રૂફ ડોટ' કહેવાય છે. |
30:52 | આ રીતે તે વ્યાખ્યાયિત થાય છે, આમ આ એન્વાર્નમેન્ટ વ્યાખ્યાયિત થાય છે. લેખક એક જુદી જ એલર્ટ યંત્રરચના ઉપયોગમાં લે છે. |
31:01 | તો જો તમે આ જોવા ઈચ્છતા હોવ તો જરા પાછળ જાઓ, આ હેન્ડઆઉટ રદ્દ કરો, જેથી આપણે એનીમેશન જોઈ શકીએ. તેને સંકલન કરીએ. |
31:21 | તો ચાલો પૃષ્ઠ ક્રમાંક ૩૪ પર જઈએ. |
31:31 | પાછળની બાજુ જઈને હવે ચાલો એનિમેશનને જોઈએ. તમે આ જુઓ,આ જુઓ. |
31:37 | તો લેખક અહીં શું કરે છે કે, આ બે વસ્તુઓને ક્રમાંક આપે છે એક, અને બીજાઓને બે અને ત્રણ. |
31:51 | બીજા શબ્દોમાં કહીએ તો, તમારી સ્લાઈડમાં રહેલ વસ્તુઓને અનુક્રમ આપી દ્રશ્યમાન કરવું શક્ય છે. |
32:00 | આમાં વધુ વિગતવાર જવા માટે આપણી પાસે સમયનો અભાવ છે. તે વિષે વધુ જાણવા માટે હું તમને અહીં આપવામાં આવેલ સંદર્ભ મારફતે જવાનું સુચન આપીશ. |
32:10 | આ માર્ગદર્શિકા ઘણા લક્ષણો ધરાવે છે, આ બીમર વર્ગ પાસે ખૂબ મોટી સંખ્યામાં વર્ગો છે, અને તમે તેમાંના કેટલાક પ્રયત્ન કરવા ઈચ્છી શકો છો. |
32:20 | ઠીક છે. હું આને પાછું હેન્ડઆઉટમાં બદલું. |
32:36 | પ્રસ્તુતિકરણ ઢબ (પ્રેઝેન્ટેશન મોડ) સાથે એક સમસ્યા છે. આપણે હવે હેન્ડઆઉટ મોડમાં જઈ રહ્યા છીએ, |
32:42 | પ્રેઝેન્ટેશન મોડમાં જ્યાં તમે એનિમેશનો બતાવો છો સામાન્ય રીતે સંકલન કરવા ઘણો બધો સમય લે છે. |
32:48 | તેથી ખાસ કરીને તમે હેન્ડઆઉટ મોડ સાથે બને એટલું કામ કરવા ઈચ્છશો અને ક્યારેક જ જયારે તમે ખરેખર તેને ચકાસવા ચાહો ત્યારે તમે પ્રેઝેન્ટેશન મોડ વાપરશો. |
32:59 | છેવટે ચોક્કસ, જ્યારે તમે પ્રેઝેનટેશન બનાવો, ત્યારે તમે પ્રેઝેનટેશન મોડનો ઉપયોગ કરવા ચાહી શકો. |
33:06 | અને જો તમને પ્રિન્ટઆઉટ લેવું છે, તો હેન્ડઆઉટ મોડ ઉપયોગમાં લો. ચાલો અંતમાં જઈએ. આપણે લગભગ મૌખીક ટ્યુટોરીયલનાં અંતમાં આવી ચુક્યા છીએ. |
33:15 | ચાલો સ્વીકૃતિ જણાવીએ, હકીકતમાં હું આ સમગ્ર વસ્તુ કોપી કરીશ, અહીં આવો. |
33:31 | હંમેશાની જેમ હું તેને સંકલન કરું. ઠીક છે. |
33:42 | આ મૌખીક ટ્યુટોરીયલ માટે નિધિ આઇસીટીના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન દ્વારા આવી છે. આ અભિયાનની આ વેબસાઈટ છે. |
33:53 | અમને જોડાવાબદ્દલ હું તમારો આભાર માનું છું. હું ભરત સોલંકી વિદાઈ લઉં છું. તમારો અભિપ્રાય kannan@iitb.ac.in પર મેળવવો અમને ગમશે. તમારો ઘણો આભાર. |