KTurtle/C3/Control-Execution/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 હેલો.
00:03 KTurtle માં Control Execution પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00:13 'while' loop અને
00:15 'for' loop
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00:32 હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:38 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00:45 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00:48 Dash home ઉપર ક્લિક કરો.
00:50 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00:53 option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે.
00:59 ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું.
01:05 કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે.
01:10 પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે.
01:16 લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે.
01:25 ઉદાહરણ તરીકે “while” loop અને “for” loop
01:30 ચાલો while લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ
01:34 while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી boolean ની વેલ્યુ 'false' થાય.
01:42 ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું.

'while લુપ કન્ડીશન {

કંઈક કરો

લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે }

01:56 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે.
01:59 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
02:07 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
02:13 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
02:18 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
02:25 હું કોડ સમજાવીશ.
02:27 # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
02:32 આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં.
02:38 “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
02:43 $x=0 x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
02:52 પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર message કીવર્ડ પછી આપવામાં આવે છે message કમાંડ ઈનપુટ તરીકે string લે છે.
03:04 તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે.
03:11 while $x<30 “while” કન્ડીશન તપાસે છે.
03:17 $x=$x+3 $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે.
03:27 fontsize 15 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
03:35 Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.
03:42 forward 20 “Turtle” ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે.
03:52 print $x કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
04:01 પ્રોગ્રામ રન કરવા માટે “Run” બટન પર ક્લિક કરો.
04:05 મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
04:11 3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
04:17 “Turtle” કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે.
04:22 આગામી ચાલો “for” લુપ સાથે કામ કરીએ.
04:26 “for” લુપ કાઉન્ટિંગ લૂપ છે.
04:29 દરેક સમયે “for” લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે,
04:34 વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે.
04:41 ચાલો હું for લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
04:46 for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ }
04:55 ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું.
04:59 ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું.
05:05 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
05:14 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
05:20 પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
05:25 ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
05:32 હું કોડ સમજાવીશ.
05:34 "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
05:39 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
05:44 $r=0 r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
05:52 for $x= 1 to 15 “for” કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે.
06:01 $r=$x*($x+1)/2 r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે.
06:12 fontsize 18 પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.
06:19 print $r કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
06:26 forward 15 “Turtle” ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે.
06:34 go 10,250 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે.
06:48 “Turtle” કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે.
06:54 “Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે.
07:04 “print” કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે.
07:13 પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો.
07:17 પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
07:27 Turtle કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે.
07:32 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:37 સારાંશ માટે,
07:40 આ ટ્યુટોરીયલમાં આપણે,
07:44 “while”' લૂપ અને “for” લૂપનો ઉપયોગ કરતા શીખ્યા.
07:47 એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો
07:54 “while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો.
07:58 “for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો.
08:03 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
08:08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:12 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
08:20 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:27 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:36 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:41 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
08:54 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble