KTouch/S1/Configuring-Settings/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલ માં, તમે:
00:08 તાલીમ સ્તર બદલવું

ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું

00:13 શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું.

ટૂલબાર રૂપરેખાંકિત કરવું. ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું.

00:20 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:27 KTouch ખોલો.
00:33 આપણે સ્તર 1 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે.
00:40 તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો.
00:48 નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ?
00:52 Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે!
00:56 New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે!
01:02 પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે.
01:07 હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ.
01:09 હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ.
01:14 Student Line લાલમાં બદલાય છે.
01:17 તમે બીજું શું જુઓ છો?
01:19 Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે.
01:23 બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો.
01:27 હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ.
01:31 તાલીમ વિકલ્પો શું છે?
01:33 આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
01:41 આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ.
01:47 મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો.
01:52 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
01:56 Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો.
02:02 જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે.
02:06 Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો.
02:13 Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો:
02:15 Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો.
02:24 અંતે Workload માટે 1 સુયોજિત કરો.
02:27 આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે.
02:31 આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું.
02:36 જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો.
02:46 Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો.
02:50 Limits to decrease a level હેઠળ:
02:53 Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો.
03:00 Remember level for next program આ બોક્સ ચેક કરો.
03:06 Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
03:09 આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ.
03:14 Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો.
03:20 ફરી લખવાનું શરૂ કરીએ.
03:23 નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે.
03:30 Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે.
03:38 ફરી ટાઈપીંગ શરૂ કરીએ.
03:40 નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે.
03:47 આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે.
03:54 હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી.
03:59 Student’s Line લાલ થાય છે.
04:02 Correctness ની ટકાવારી પણ ધટી છે.
04:05 શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો?
04:11 હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ.
04:15 Student’s Line ફરીથી લાલ થઇ છે!
04:18 આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ.
04:22 Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો.
04:31 લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે!
04:33 લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે.
04:39 તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ.
04:47 નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે.
04:52 શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો?
04:55 Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે.
05:02 "Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ.
05:07 Current Training Session પર ક્લિક કરો.
05:12 આ general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે.
05:22 Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે.
05:31 Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે.
05:38 સંવાદ બોક્સ બંધ કરો.
05:41 તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો.
05:45 "short cut keys" શું છે?
05:47 શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે.
05:56 Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો.
06:01 મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો.
06:06 Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
06:10 શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો.
06:16 Lecture Statistics પર ક્લિક કરો.

Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો. ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે.

06:24 હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો.
06:30 નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો.
06:38 હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે.
06:45 બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો.
06:49 KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે.
06:53 ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે.
06:58 મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો.
07:03 Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
07:07 ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો.
07:15 આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો.
07:22 Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે.
07:26 KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
07:30 આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા.
07:38 આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા.
07:43 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
07:46 Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો.
07:50 Complete whole training level before proceeding box ચેક કરો.
07:56 હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો.
08:00 અંતે, lecture statistics તપાસો.
08:04 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08:07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08:17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:23 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:41 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
08:52 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble, Sakinashaikh