Joomla/C2/Categories-in-Joomla/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Categories in Joomla પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
Joomla માં Category Manager categories બનાવવી તથા એડીટ કરવી અને sub-categories બનાવવી |
00:16 | સાથે જ આપણે શીખીશું કે કેવી રીતે:
categories માં articles એસાઇન કરવા articles ને વિભિન્ન category માં ખસેડવા કે કોપી કરવા અને category ને રદ્દ કરવી અથવા અપ્રકાશિત કરવી. |
00:27 | આ ટ્યુટોરીયલને આપેલ વાપરી રેકોર્ડ કરવામાં આવ્યું છે:
Ubuntu Linux OS 14.04 Joomla 3.4.1 XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP |
00:43 | આ ટ્યુટોરીયલ શીખનારને Joomla માં article બનાવતા આવડવું જોઈએ. |
00:48 | જો નથી આવડતું, તો કૃપા કરી Spoken Tutorial વેબસાઈટ પરના સંબંધિત Joomla ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:55 | ચાલો Joomla control panel પર જઈએ. |
00:58 | ડાબી બાજુના મેનુમાં Article Manager પર ક્લીક કરો. |
01:01 | આપણી પાસે અત્યારે 2 articles છે - Vitamin A અને Benefits of Sodium. |
01:08 | Joomla માં categories સમજવા માટે, ચાલો સેજ વધુ articles બનાવીએ. |
01:14 | આ ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેન્ટ કરો. |
01:17 | આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવેલી assignment-text ફાઈલ ખોલો. |
01:21 | 4 નવા articles બનાવવા માટે સૂચનાઓને અનુસરો: Vitamin B, :Benefits of Nutrients, :Fish અને, :Green Vegetables. |
01:31 | Article Manager માં આપણી પાસે અત્યારે 6 articles છે: Vitamin A, :Vitamin B, :Benefits of Sodium, :Benefits of Nutrients , :Fish અને, :Green Vegetables. |
01:43 | Vitamins પરના 2 articles એ કન્ટેન્ટ (ઘટક) માં સમાન છે. |
01:47 | તો, આપણે તેમને એકસાથે જૂથમાં કરવું જોઈએ. |
01:50 | Joomla માં Categories એ articles ને તર્કસંગત ક્રમમાં ગોઠવવામાં મદદ કરે છે. |
01:55 | ડાબી બાજુએ આવેલ મેનુમાં Categories પર ક્લીક કરો. |
01:59 | એકાંતરે, ટોંચે આવેલ Content Menu પર ક્લીક કરો અને ત્યારબાદ Category Manager પર. |
02:06 | નોંધ લો Category Manager એ Article Manager જેવું જ લેઆઉટ ધરાવે છે. |
02:11 | Categories ને ફિલ્ટર કરવા માટે તે Search બોક્સ અને Search Tools બટન ધરાવે છે. |
02:17 | મૂળભૂત રીતે, આપણી પાસે Uncategorized કહેવાતી એક category છે. |
02:21 | ધ્યાન આપો કે આપણા તમામ articles એ Uncategorized તરીકે દેખાય છે. |
02:26 | એક નવી category બનાવવા માટે, ટોંચે ડાબી બાજુએ New બટન પર ક્લીક કરો. |
02:31 | એક category બનાવવા માટે જોઈતું અનિવાર્ય ફિલ્ડ ફક્ત Category Title છે. |
02:36 | હું શીર્ષક ટેક્સ્ટબોક્સમાં શીર્ષક તરીકે Vitamin લખીશ. |
02:40 | Save and Close પર ક્લીક કરો. |
02:43 | તમે જોઈ શકો છો કે નવી category હવે બની ગઈ છે. |
02:47 | category ને એડીટ કે રિનેમ (ફરી નામ આપવું) કરવા માટે, category ના શીર્ષક પર ક્લીક કરો. |
02:52 | હું શીર્ષકનું નામ બદલીને Vitamins કરીશ. |
02:56 | આ વખતે ચાલો Save and New બટન પર ક્લીક કરીએ. |
03:00 | આપણને એક નવી category ઉમેરવા માટે પ્રોમ્પ્ટ કરાય છે. |
03:03 | શીર્ષક તરીકે ચાલો Minerals ટાઈપ કરીએ. |
03:06 | ત્યારબાદ Save and Close પર ક્લીક કરો. |
03:09 | હવે, Minerals અને Vitamins એ પોષકતત્વો છે જેની આપણા શરીરને જરૂર છે. |
03:13 | ચાલો તેને વ્યાપક category Nutrients માં મૂકીએ. |
03:17 | ન્યુ પર ક્લીક કરો શીર્ષક તરીકે ટાઈપ કરો Nutrients. |
03:23 | ત્યારબાદ Save and Close પર ક્લીક કરો. |
03:26 | ચાલો Vitamins અને Minerals ને Nutrients કેટેગરી (શ્રેણી) અંતર્ગત મૂકીએ. |
03:31 | એક category અંતર્ગત આવેલ બીજી category ને subcategory કહેવાય છે. |
03:36 | બે categories પસંદ કરો તે માટે status કોલમની ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સ પર ક્લીક કરો. |
03:42 | આપણે આ 2 categories ને બેચ પ્રોસેસ (પ્રક્રિયા) કરી શકીએ છીએ. |
03:45 | બેચ પ્રોસેસિંગ એટલે કે જૂથમાં વસ્તુઓ પર કામ કરવું. |
03:48 | ટોંચે ટૂલબારમાં Batch બટન પર ક્લીક કરો. |
03:52 | Batch Process the Selected Categories શીર્ષક સાથે એક નવો વિન્ડો ખુલે છે. |
03:58 | તે ઘણા વિકલ્પો ધરાવે છે. |
04:00 | હમણાં માટે, આપણે ફક્ત આ categories ની parent category ને બદલી કરી રહ્યા છીએ. |
04:05 | તો, Select Category for Move/ Copy ડ્રોપ-ડાઉનમાં પસંદ કરો Nutrients. |
04:11 | ડ્રોપ-ડાઉનની નીચે અહીં 2 radio buttons છે, નામ છે: Copy, Move |
04:17 | Copy એ પસંદ કરેલ category માં પસંદિત categories ની કોપી બનાવશે. |
04:22 | Move એ પસંદ કરેલ category માં તેમની પાછલી category થી category ખસેડશે. |
04:27 | ચાલો Move પસંદ કરીએ અને ત્યારબાદ Process પર ક્લીક કરો. |
04:31 | Vitamins અને Minerals categories ના સામે હાયફનની નોંધ લો. |
04:35 | આ સૂચવે છે કે તે મુખ્ય category Nutrients ની subcategories છે. |
04:41 | અહીં ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેન્ટ કરો. |
04:44 | એક નવી category Carbohydrates બનાવો, જમણી બાજુએ આવેલ Parent ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને Nutrients પસંદ કરો, Save and Close પર ક્લીક કરો. |
04:54 | નોંધ લો એક parent category ને categories અને subcategories એસાઇન કરવાની આ બીજી એક રીત છે. |
05:01 | હવે, આપણી પાસે એક Category tree છે. |
05:03 | અહીં 2 મુખ્ય categories છે: Uncategorized, અને Nutrients. |
05:09 | Nutrients અંતર્ગત. આપણી પાસે 3 sub-categories છે: Vitamins, Minerals અને Carbohydrates |
05:16 | હવે, ચાલો વિભિન્ન categories અંતર્ગત વિવિધ articles ને ગોઠવવાનું શીખીએ. |
05:22 | Category Manager માંથી, ડાબી બાજુના મેનુમાં Articles પર ક્લીક કરો. |
05:27 | બે vitamin articles પસંદ કરો, આ માટે Status કોલમની ડાબી બાજુના ચેક-બોક્સમાં ક્લીક કરો. |
05:34 | ટોંચે ટૂલબારમાં Batch બટન પર ક્લીક કરો. |
05:38 | Batch Process the Selected Articles શીર્ષક સાથે એક નવો વિન્ડો ખુલે છે. |
05:44 | Select Category for Move/ Copy ડ્રોપ-ડાઉનમાં Vitamins પસંદ કરો. |
05:49 | ચાલો Move પસંદ કરીને અને ત્યારબાદ Process બટન પર ક્લીક કરો. |
05:53 | નોંધ લો આપણા articles Vitamin A અને Vitamin B ની category બદલાઈ ગયી છે. |
06:00 | ચાલો Benefits of Sodium ની category બદલીને Minerals કરીએ. |
06:05 | શીર્ષક Benefits of Sodium પર ક્લીક કરો. |
06:09 | જમણી બાજુએ આવેલ Category ડ્રોપ-ડાઉનમાં, Minerals પસંદ કરો, ત્યારબાદ Save and Close પર ક્લીક કરો. |
06:17 | નોંધ લો Benefits of Sodium ની category બદલાઈને Minerals થઇ ગયી છે. |
06:23 | ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેન્ટ કરો.
Benefits of Nutrients article પર ક્લીક કરો category બદલીને Nutrients કરો. Save and Close પર ક્લીક કરો. |
06:35 | હવે Digital India વેબપેજ પર આ તમામ ફેરફારોને તપાસ કરવાનો સમય છે. |
06:40 | તે પહેલા, ખાતરી કરી લો કે articles માટે Show Category એ Show પર સુયોજીત છે કે નહી. |
06:45 | ટોંચે જમણે ખૂણે ટૂલબારમાં Options બટન પર ક્લીક કરો. |
06:50 | Show Category ને Show સુયોજિત કરો અને Link Category ને Yes કરો. |
06:57 | Save and Close પર ક્લીક કરો. |
07:00 | હવે, ટોંચે જમણી બાજુએ આવેલ Digital India લીંક પર ક્લીક કરો. |
07:05 | નોંધ લો કે articles તેમના header માં વિભિન્ન Category નામો ધરાવે છે. |
07:10 | Benefits of Nutrients ના article હેડર (મથાળા) માં Category Nutrients પર ક્લીક કરો. |
07:16 | અવલોકન કરો તે સૂચિત કરે છે એક article અને 2 subcategories – Vitamins અને Minerals. |
07:23 | આ રીતે આપણે categories ને ગોઠવી હતી. |
07:27 | નોંધ લો અહીં Carbohydrates કેટેગરી (વર્ગ) દેખાતી નથી. |
07:31 | એક category જે ના articles અથવા subcategories ધરાવે તે એક ખાલી Category છે. અને તેથી તે વેબપેજ પર દેખાતી નથી. |
07:40 | શું આપણે આ પ્રતિબંધમાં છૂટછાટ આપી શકીએ? |
07:42 | ચાલો જોઈએ ખાલી categories ને દર્શાવવા માટે સેટિંગ્સ (સુયોજન) માં ફેરફાર કેવી રીતે કરવા છે. |
07:48 | Article Manager વેબપેજ પર જાવ. |
07:51 | Category Manager પર જવા માટે ડાબી બાજુના મેનુમાં Categories પર ક્લીક કરો. |
07:56 | જમણી બાજુએ ટૂલબારમાં Options બટન પર ક્લીક કરો. |
08:00 | નોંધ લો Category Manager Options પુષ્ઠ એ Article Manager Options ના જેવું જ છે. |
08:06 | શીર્ષક પણ દર્શાવે છે Article Manager Options. |
08:10 | articles, categories, menus વગેરેની સેટિંગ્સ (સુયોજન) ને નિયંત્રિત કરવા માટે આ પુષ્ઠમાં ટેબો છે. |
08:17 | Category ટેબ પર ક્લીક કરો. |
08:20 | ટેબ પુષ્ઠની સેટિંગ્સ (સુયોજન) ને દર્શાવશે, જે ચોક્કસ category અંતર્ગત તમામ articles દર્શાવે છે. |
08:26 | Empty Categories વિકલ્પ જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
08:30 | આને Show તરીકે સુયોજિત કરો. |
08:32 | Save and Close પર ક્લીક કરો. |
08:35 | ‘Digital India’ વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
08:40 | જુઓ, હવે Carbohydrates subcategory દૃશ્યમાન છે. |
08:44 | Category Manager વેબપેજ પર પાછા જઈએ. |
08:47 | subcategory Carbohydrates તેના અંતર્ગત કોઈપણ articles ધરાવતી નથી. |
08:52 | આપણે કાં તો તેને: Unpublish કરી શકીએ અથવા તેને રદ્દ કરી શકીએ છીએ. |
08:57 | ચાલો આ બે વિકલ્પો વચ્ચે તફાવત સમજીએ. |
09:01 | આપણે જ્યારે એક category ને unpublish કરીએ છીએ ત્યારે: તે category ને કોઈપણ નવો article એસાઇન થઇ શકતો નથી. |
09:07 | તેની તમામ subcategories આપમેળે અપ્રકાશિત થઇ જાય છે અને category અંતર્ગત આવેલ Articles, પ્રકાશિત હોય તે છતાં પણ, વેબસાઈટ પર દેખાતા નથી. |
09:18 | આપણે જ્યારે એક category ને રદ્દ કરીએ છીએ ત્યારે: તે તેના અંતર્ગત આવેલ તમામ articles સહીત, Trash માં ખસેડાઇ જાય છે. |
09:24 | રદ્દ થયેલી category ને ફરીથી પુનઃસ્થાપિત કરી શકાય છે નહી તો તે કાયમી રૂપે રદ્દ થઇ શકે છે. |
09:31 | Category Manager વેબપેજ પર પાછા આવીએ. |
09:34 | જો કે આપણે category Carbohydrates નો ઉપયોગ કરી રહ્યાં નથી તો, ચાલો તેને હમણાં માટે અપ્રકાશિત કરીએ. |
09:40 | Categories Manager પુષ્ઠ પરથી category Carbohydrates શોધો. |
09:45 | હવે તેને પસંદ કરો તે માટે Status કોલમની ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સ પર ક્લીક કરો. |
09:50 | ટોંચે આવેલ ટૂલબારમાં Unpublish બટન પર ક્લીક કરો. |
09:54 | તુરત જ, એક સફળતા સંદેશ દ્રશ્યમાન થાય છે. |
09:58 | અવલોકન કરો કે category Carbohydrates ની સ્થિતિ બદલાઈને Unpublished થઇ છે. |
10:04 | ચાલો પાછા Digital India વેબપેજ પર જઈએ અને આ ચકાસીએ. |
10:08 | Digital India વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો. |
10:12 | નોંધ લો category Carbohydrates હવે દેખાતી નથી. |
10:16 | આવું એટલા માટે કારણ કે તે unpublished થઇ છે. |
10:20 | ચાલો સારાંશ લઈએ. |
10:22 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
Joomla માં Category Manager categories ને બનાવવી તથા એડીટ કરવી અને sub-categories બનાવવી. |
10:32 | સાથે જ આપણે શીખ્યા કે કેવી રીતે:
categories ને articles એસાઇન કરવા articles ને વિભિન્ન category માં ખસેડવા અથવા કોપી કરવા અને category ને રદ્દ કરવી કે અપ્રકાશિત કરવી. |
10:43 | અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે: એક નવી category Food Sources બનાવો. |
10:48 | category Food Sources અંતર્ગત બનાવો 2 subcategories Veg Sources and Non-veg Sources. |
10:55 | Non-Veg સ્ત્રોતોને એસાઇન કરો article Fish. |
10:59 | Veg Sources ને article Green Vegetables એસાઇન કરો. |
11:03 | Homepage રિફ્રેશ કરો. |
11:05 | ફેરફારોનું અવલોકન કરો અને સમજો કે શું થયું છે. |
11:09 | category Veg Sources ને રદ્દ કરો. |
11:11 | તેને પાછું પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરો. |
11:14 | Trashed categories જોવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરવાની હિંટ (ઈશારો) છે. |
11:18 | વિવરણ ઉમેરવા માટે category Vitamins ને એડીટ કરો. |
11:22 | category માં articles નું વિવરણ અને ક્રમાંક દર્શાવવા માટે સેટિંગ્સ (સુયોજનો) બદલો. |
11:27 | Homepage રિફ્રેશ કરો. ફેરફારોનું અવલોકન કરો અને સમજો કે શું થયું છે. |
11:33 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:40 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
11:50 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
12:01 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |