Joomla/C2/Article-Options-in-Joomla/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Article Options in Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
article ની સ્થિતિ article માટે પબ્લીશીંગ વિકલ્પો અને Articles માટે ગ્લોબલ વિકલ્પો |
00:17 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરીશ:
Ubuntu 14.04 Joomla 3.4.1 XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP |
00:34 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે: તમને Joomla માં articles કેવી રીતે બનાવવું તેની જાણકારી હોવી જોઈએ એ ખાતરી કરી લો. |
00:40 | જો નથી તો, Spoken Tutorial વેબસાઈટ પર આવેલ સંદર્ભિત Joomla ટ્યુટોરીયલો તપાસો. |
00:46 | અગાઉ, આપણે Joomla માં article ને બનાવવું, એડીટ કરવું, કોપી કરવું અને રદ્દ કરવું શીખ્યા. |
00:53 | હવે, ચાલો આ articles માટે કેટલાક અન્ય વિકલ્પો શીખીએ. |
00:57 | ચાલો Joomla Control Panel પર જઈએ. |
01:00 | Article Manager પર ક્લિક કરો. |
01:03 | અહીં આપણે બનાવેલા પહેલાના articles છે: “Benefits of Sodium” અને “Vitamin A” |
01:10 | ચાલો તપાસ કરીએ કે તે homepage પર દેખાય છે કે નહી. |
01:14 | પુષ્ઠની ટોંચે જમણી બાજુએ Digital India પર ક્લિક કરો. |
01:22 | તમે અહીં “Benefits of Sodium” જોઈ શકો છો પણ “Vitamin A” દેખાતું નથી. આવું શા માટે થયું? આ એટલા માટે કારણ કે આપણે “Benefits of Sodium” ને એક featured article બનાવ્યું હતું. |
01:33 | ચાલો હવે article “Vitamin A” ને પણ featured તરીકે બનાવીએ. |
01:38 | Article Manager page પર પાછા જાવ. |
01:42 | Featured એટ્રીબ્યુટ ક્લિક કરો, એટલે કે, ફીચર્ડ કૉલમમાં તારાનું ચિન્હ, article “Vitamin A” માટે. |
01:49 | ચાલો હું Featured એટ્રીબ્યુટ પર ફરીથી ક્લિક કરીને આ ફેરફારને અનડુ કરું. |
01:54 | article ને આપણે feature આપેલ દ્વારા પણ કરી શકીએ છીએ: article title ની ડાબી બાજુએ આવેલ પહેલી કૉલમમાં ચેકબોક્સને ચેક કરીને. |
02:01 | અને ત્યારબાદ ટોંચનાં મેનુમાં Featured બટન પર ક્લિક કરીને. |
02:05 | featured કૉલમમાં એક પીળા રંગનું તારાનું ચિન્હ દ્રશ્યમાન થયું છે. |
02:09 | હવે, Digital India વેબપેજ ટેબ પર જાવ અને તેને રીફ્રેશ કરવા માટે F5 દબાવો. |
02:15 | આપણે જોઈ શકીએ છીએ કે હવે બંને articles દેખાય છે. |
02:19 | ચાલો પાછા Article Manager પુષ્ઠ પર આવીએ. |
02:22 | આપણે હવે થોડા વધુ Article attributes શીખીશું. |
02:26 | Edit Article પુષ્ઠ પર પહોંચવા માટે article “Vitamin A” પર ક્લિક કરો. |
02:31 | અહીં Status નામનું ફિલ્ડ છે. તે શું સૂચવે છે? |
02:36 | જ્યારે પણ કોઈ article બને છે ત્યારે, સ્ટેટસ (સ્થિતિ) એ મૂળભૂત વેલ્યુ “Published” લે છે. |
02:42 | featured આર્ટીકલ (લેખ) વેબસાઈટ પર દેખાય છે કારણ કે તેનું સ્ટેટસ (સ્થિતિ) Published છે. |
02:48 | હવેથી, જે અમારા બે articles છે. |
02:51 | article નું સ્ટેટસ (સ્થિતિ) Unpublished હોવાથી શું થાય છે? |
02:56 | Article Manager પુષ્ઠ પર પાછા જઈએ. |
02:59 | આપણે “Vitamin A” નાં Edit Article માં છીએ. |
03:02 | ચાલો આપણા આર્ટીકલ “Vitamin A” નું સ્ટેટસ (સ્થિતિ) બદલીને Unpublished કરીએ. |
03:07 | Save & Close બટન પર ક્લિક કરો. |
03:10 | Digital India વેબ પેજ પર જાવ અને પુષ્ઠને રીફ્રેશ કરો. |
03:14 | નોંધ લો article “Vitamin A” હવે અહીં દેખાતું નથી. |
03:19 | ફરીથી article manager પુષ્ઠ પર જાવ. |
03:23 | ચાલો Status ની ત્રીજી વેલ્યુ વિશે શીખીએ, એટલે કે Archived. |
03:28 | અત્યાર માટે, ચાલો “Benefits of Sodium” નું સ્ટેટસ (સ્થિતિ) ને મોડીફાય કરીને Archived કરીએ. |
03:34 | શીર્ષક “Benefits of Sodium” પર ક્લિક કરો. |
03:38 | હવે Status ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને Status ને Archived પર સુયોજિત કરો. |
03:43 | સેવ એન્ડ ક્લોસ બટન પર ક્લિક કરો. |
03:46 | આપણે પાછા Article Manager પર આવ્યા છીએ. |
03:49 | “Benefits of Sodium” હવે Article Manager ની Articles યાદીમાંથી નીકળી ગયું છે. |
03:55 | સાથે જ તે homepage પર, પણ દેખાતું નથી તે તપાસો. |
04:00 | તો article ક્યા જતું રહ્યું છે? |
04:02 | Article Manager પર પાછા આવીએ. |
04:05 | archived articles જોવા માટે, આપણે ફિલ્ટર વાપરવું પડશે. |
04:10 | સર્ચ બોક્સની જમણી બાજુએ, આપણે Search Tools બટન જોઈ શકીએ છીએ. |
04:15 | તેના પર ક્લિક કરો. તે ઘણા સર્ચ ફિલ્ટરો દેખાડશે. |
04:20 | Select Status ફિલ્ટર પર ક્લિક કરો. |
04:23 | ચાલો ફિલ્ટરને Archived પર સુયોજિત કરીએ. |
04:26 | હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું article “Benefits of Sodium” અહીં સૂચીબદ્ધ છે. |
04:31 | article ને જ્યારે પણ આર્કાઇવ કરવામાં આવે છે ત્યારે તે હિસ્ટોરીકલ ડેટા (ઐતિહાસિક માહિતી) નો ભાગ બની જાય છે. |
04:36 | તમે તેને જોઈએ ત્યારે રી-પબ્લીશ (ફરી પ્રકાશિત) કરી શકો છો. |
04:40 | archived article નું સ્ટેટસ (સ્થિતિ) સીધે સીધું Unpublished કે Published પણ સુયોજિત કરી શકાય છે. |
04:47 | આવું કરવા માટે, દર્શાવ્યા પ્રમાણે, પહેલા Status કોલમ (સ્તંભ) પર માઉસને ફેરવો. |
04:52 | તમે અહીં એક નાની ટૂલટીપ જોઈ શકો છો, જે દર્શાવે છે “Unpublish Item”. |
04:57 | Status કોલમ (સ્તંભ) માં ડાબા આઇકોન પર ક્લિક કરો. |
05:00 | નોંધ લો આપણે હવે article જોઈ શકતા નથી. |
05:04 | આ એટલા માટે કારણ કે Status ફિલ્ટર હજુ સુધી Archived પર સુયોજિત છે. |
05:09 | Search Tools આગળ આવેલ Clear બટન પર ક્લિક કરીને ચાલો ફિલ્ટરને રદ્દ કરીએ. |
05:15 | આપણે હવે જોઈ શકીએ છીએ કે article “Benefits of Sodium” અહીં સૂચીબદ્ધ છે. |
05:20 | નોંધ લો status આઇકોન હવે બદલાઈ ગયું છે. |
05:24 | નવી હસ્તગત સ્થિતિ સૂચવે છે કે article હવે પ્રકાશન માટે તૈયાર છે. |
05:30 | સમાન પ્રકારે, તમે Published, Unpublished અને Trashed articles ની યાદી મેળવી શકો છો. |
05:37 | ચાલો પહેલા હું article “Benefits of Sodium” ની સ્થિતિ બદલીને પાછું Archived કરું. |
05:43 | શીર્ષકની ડાબી બાજુએ આવેલ ચેકબોક્સ પર ક્લિક કરો. |
05:46 | હવે ટોંચે આવેલ ટૂલબારમાં Archive બટન પર ક્લિક કરો. |
05:51 | એક મેસેજ દેખાય છે જે જણાવે છે કે આર્ટીકલ (લેખ) આર્કાઇવ કરવામાં આવ્યો છે. |
05:56 | Archived અથવા Unpublished article ને Article Manager માં હજી પણ જોઈ શકાય છે અને એડીટ કરી શકાય છે. |
06:03 | ચાલો status ફિલ્ટરને બદલીને પાછું Archived કરીએ. |
06:07 | આર્કાઇવ્ડ article “Benefits of Sodium” પર ક્લિક કરો. |
06:11 | આ વાક્યને ચાલો આપેલ ટેક્સ્ટના અંતમાં જોડાણ કરીએ. |
06:15 | “The daily consumption of sodium, however, depends on a number of factors.” |
06:21 | હું આ article ની સ્થિતિ Archived થી બદલીને Published કરીશ. |
06:26 | ત્યારબાદ Save & Close પર ક્લિક કરો. |
06:29 | ચાલો હવે Select Status ફિલ્ટરમાં All પસંદ કરીએ. |
06:34 | આનાથી તમામ articles, તેમની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર દેખાશે. |
06:39 | તમામ articles નાં સ્થિતિની અહીં નોંધ લો. |
06:42 | એ સાથેજ article “Sodium” ની પણ નોંધ લો જે આપણે અગાઉનાં ટ્યુટોરીયલમાં રદ્દ કર્યો અથવા કાઢી નાખ્યો હતો. |
06:49 | તમે પોતેથી તેની સ્થિતિ બદલી શકો છે કે નહી તેનું અન્વેષણ કરો. |
06:53 | અહીં બીજા અન્ય ઉપલબ્ધ ફિલ્ટરો છે Category, Levels, Access, Author, Language અને Tag. |
07:02 | તેમના વિશે આપણે પછીના ટ્યુટોરીયલોમાં શીખીશું. ચાલો આગળ વધીએ. |
07:08 | Articles યાદીમાંથી “Vitamin A” પર ક્લિક કરો. |
07:12 | આપણે Edit Article પુષ્ઠમાં છીએ. |
07:15 | ચાલો article ની સ્થિતિ બદલીને Published કરીએ. |
07:19 | Content ટેબની જમણી બાજુએ, આપણે Publishing ટેબ જોઈ શકીએ છીએ. |
07:24 | તેના પર ક્લિક કરો. આ article નાં મેટા-ડેટાને રેકોર્ડ કરે છે. |
07:29 | આપણે આમાંથી કેટલાક મહત્વપૂર્ણને જોશું. |
07:33 | Created by વિકલ્પ, બનાવનારનું નામ દર્શાવે છે. |
07:37 | આપણા કિસ્સામાં આ છે Super User. |
07:40 | આપણે પછીથી તેને Select User બટન વાપરીને બદલવાનું શીખીશું. |
07:45 | અહીં 3 વિભિન્ન તારીખ ફીલ્ડો (ક્ષેત્રો) છે તેની નોંધ લો- Created Date, Start Publishing, Finish Publishing |
07:53 | Created Date મૂળભૂત રીતે, એ તારીખ છે જ્યારે article બન્યું હતું. |
07:58 | Start Publishing એ તારીખ છે જ્યારે article પ્રકાશિત થશે અથવા કે હોમપેજ પર દ્રશ્યમાન કરવામાં આવશે. |
08:05 | એનો અર્થ એ કે, એ તારીખ જેમાંથી તેની સ્થિતિ આપમેળે Published સુયોજિત થશે. |
08:11 | મૂળભૂત રીતે, આ તારીખ Created Date પર સુયોજિત હોય છે. |
08:16 | Finish Publishing એ તારીખ છે જ્યારે article નો હોમપેજ પર દૃશ્યમાન રહેવાનો અંત આવશે. |
08:22 | એનો અર્થ એ કે, એ તારીખ જેમાંથી તેની સ્થિતિ આપમેળે Unpublished સુયોજિત થશે. |
08:28 | મૂળભૂત રીતે, તે ખાલી પર સુયોજિત છે. |
08:31 | એનો અર્થ એ કે, article મૂળભૂત રીતે, હમેશા માટે ઉપલબ્ધ છે. |
07:36 | અહીં નોંધ લો, કે Created Date અને Start Publishing તારીખ એકસમાન છે. |
08:41 | આ તારીખો બદલવા માટે, અત્યંત જમણી બાજુએ આવેલ, calendar આઇકોન પર ક્લિક કરીને calendar ખોલો. |
08:48 | ચાલો હું Created Date બદલીને આજની તારીખ કરું: 18 જાન્યુઆરી 2016. |
08:55 | Save & Close બટન પર ક્લિક કરો. |
08:58 | homepage પર જાવ અને તેને રીફ્રેશ કરો. |
09:01 | article નાં બનવાની તારીખ હવે 16 જાન્યુઆરી 2016 છે. |
09:07 | અહીં તમારી માટે 2 નાના એસાઈનમેંટો છે. |
09:10 | Assignment 1 છે Start Publishing તારીખનું કૅલેન્ડર (તારીખિયું) ખોલવું. |
09:15 | તારીખ તરીકે ભવિષ્યની તારીખ પસંદ કરો. ફેરફારોને સંગ્રહો. |
09:20 | હોમપેજ પર જાવ અને તેને રીફ્રેશ કરો. |
09:23 | article યાદીને તપાસો અને સમજો કે શું થયું છે. |
09:28 | Assignment 2. હવે પાછા આવો અને તારીખને બદલીને Creation Date પહેલાની તારીખ કરો. |
09:35 | ફરી એકવાર, ફેરફારોને સંગ્રહો અને Homepage પર ફેરફારોનું અવલોકન કરો. |
09:40 | શું થયું છે તેને સમજો. |
09:43 | આગળ અન્વેષણ કરતા પહેલા, ચાલો article નાં સંદર્ભમાં સેજ વધુ વિગતમાં શીખીએ. |
09:50 | homepage પર જાવ અને તેને રીફ્રેશ કરો. |
09:54 | તમામ articles અહીં સૂચીબદ્ધ છે, સાથે તેમની વિગતો હેડર (મથાળા) માં છે. |
09:58 | બરાબર શું બતાવવામાં આવ્યું છે? |
10:01 | અવલોકન કરો કે article નું Title ક્લિક કરી શકાય એવું છે. |
10:05 | ચાલો હું Vitamin A પર ક્લિક કરું. |
10:08 | હવે આર્ટીકલ Vitamin A પૂર્ણ પુષ્ઠ પર ખુલ્યું છે. |
10:13 | નીચેની તરફે, Next article માટે એક લીંક છે. |
10:17 | આ article ની કેટેગરી (શ્રેણી) તેને Uncategorised દર્શાવે છે અને આ પણ એક હાયપરલીંક છે. |
10:24 | હું Uncategorised પર ક્લિક કરીશ. |
10:27 | અને હવે આપણે Uncategorised કેટેગરી (શ્રેણી) ને સંદર્ભિત તમામ articles સહીત એક પુષ્ઠ પર રી-ડાયરેક્ટ (ફરી નિર્દેશિત) થયા છીએ. |
10:34 | અહીં આપણા articles છે અને તે બંને મૂળભૂત રીતે, Uncategorised છે. |
10:39 | જોઈએ કે તમામ articles માંથી આપણે આ header information કેવી રીતે નીકાળી શકીએ છીએ. |
10:45 | Article Manager પુષ્ઠ પર પાછા આવીએ. |
10:48 | અહીં ટૂલબારમાં, અત્યંત જમણી બાજુએ આવેલ Options બટન પર ક્લિક કરો. |
10:54 | તે “Article Manager Options” શીર્ષક સાથે, બીજું એક પુષ્ઠ ખોલશે. |
11:00 | ટોંચે ડાબી બાજુએ, આ વિન્ડો પર કરેલ ફેરફારોને Save, Save & Close અને Cancel કરવાના વિકલ્પો છે. |
11:08 | આ સેટિંગ્સ (સુયોજનો) global વિકલ્પો છે અને બધા articles પર લાગુ થાય છે, જ્યાં સુધી નિશ્ચિત રીતે બદલવામાં આવતી નથી. |
11:15 | Show Title એ article નું Title દર્શાવે છે. |
11:18 | મૂળભૂત રીતે, તે Show પર સુયોજિત છે. |
11:21 | ચાલો તેને Hide પર સુયોજિત કરીએ અને Save પર ક્લિક કરો. |
11:25 | Digital India વેબ પેજ પર જાવ અને પુષ્ઠને રીફ્રેશ કરો. |
11:29 | નોંધ લો Title હવે દેખાતું નથી. |
11:33 | Article Manager page પર પાછા જાવ. |
11:36 | Show Title ને Show સુયોજિત કરો. |
11:39 | આગળ ચાલો Linked Titles ને No તરીકે સુયોજિત કરીએ. |
11:43 | આનાથી Title hyperlink રદ્દ થઇ જશે. |
11:46 | હમણાં માટે આપણે Show Intro text વિકલ્પ અવગણીશું. |
11:50 | Show Category અને Link Category. હેડરમાં category દર્શાવવી અને સાથે જ તેને એક હાયપરલીંક બનાવવું. |
11:58 | ચાલો પસંદ કરીએ Linked Category માટે No વિકલ્પ. Show Category માટે Hide વિકલ્પ. |
12:05 | આ ફેરફારોને સંગ્રહો. |
12:07 | Digital India વેબપેજ પર જાવ અને પુષ્ઠને રીફ્રેશ કરો. |
12:11 | category માહિતી હવે દેખાતી નથી તેનું અવલોકન કરો. અને Title હવે hyperlink રહ્યું નથી. |
12:19 | article manager પુષ્ઠ પર પાછા જાવ. |
12:22 | settings માં તમામ અન્ય વિકલ્પોનું પોતેથી અન્વેષણ કરો અને શું થાય છે તેની નોંધ લો. |
12:28 | હવે settings વિન્ડોનાં છેલ્લા વિભાગને જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો. |
12:32 | આ વિકલ્પો આપણને print અને email આઇકોનોને દર્શાવવા કે છુપાવવા માટે સક્ષમ કરે છે. |
12:38 | ચાલો Digital India વેબ પેજ પર જઈએ. |
12:42 | article ની અત્યંત જમણી બાજુએ, એક નાના પૈડાવાળા અને ડાઉન એરોવાળા બટનની નોંધ લો. |
12:49 | આ બટન પર ક્લિક કરો. |
12:51 | આપણે 2 વિકલ્પો જોઈ શકીએ છીએ: Print, Email. |
12:55 | print આઇકોન પર ક્લિક કરો. |
12:57 | આનાથી એક નવો વિન્ડો ખુલશે જેમાં ફક્ત જમણી બાજુએ article અને print બટન રહેશે. |
13:03 | print બટન પર ક્લિક કરવાથી મૂળભૂત print ડાયલોગ બોક્સ ખુલશે. |
13:08 | આગળની પ્રક્રિયા કોઈપણ પ્રિંટ કાર્ય માટે, સમાન છે. |
13:12 | ચાલો અત્યારે પ્રિન્ટિંગને રદ્દ કરીએ. |
13:15 | email વિકલ્પ વિશે આપણે પછીથી, બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. |
13:20 | control panel પર પાછા આવીએ. |
13:24 | Show Icons, Show Print Icon અને Show Email Icon આ તમામ મૂળભૂત રીતે, Show પર સુયોજિત છે. |
13:29 | તમે તમારી જરૂર મુજબ સેટિંગ્સ (સુયોજનો) બદલી શકો છો. |
13:33 | નોંધ લો, Hits ની સંખ્યા દર્શાવવા માટે અહીં એક વિકલ્પ છે. |
13:37 | article કેટલી વાર જોવાયું છે તેને આ સૂચવે છે. |
13:41 | Show Unauthorised Links and Positioning of the Links ને આપણે બીજા ટ્યુટોરીયલમાં ચર્ચા કરીશું. |
13:47 | Save & Close પર ક્લિક કરીને તમામ settings સંગ્રહીએ. |
13:52 | આપણે કરેલ તમામ ફેરફારોને જોવા માટે, વેબપેજ પર જાવ અને પુષ્ઠને રીફ્રેશ કરો. |
13:58 | ચાલો રીકેપ કરીએ (સંક્ષેપમાં જાણીએ). આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
article ની સ્થિતિ article માટે Publishing વિકલ્પો અને articles માટે Global options. |
14:11 | અહીં તમારી માટે બીજું એક એસાઈનમેંટ છે. |
14:13 | Article Manager માં Options પર ક્લિક કરો. |
14:16 | Create Date અને Modify Date દર્શાવવા માટે ફેરફારો કરો. |
14:21 | આ સેટિંગ્સ (સુયોજનો) ને Save & Close કરો. |
14:23 | આર્ટીકલ Benefits of Sodium પર ક્લિક કરો. |
14:26 | આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવેલ assignment-text ફાઈલમાંથી ટેક્સ્ટનાં બ્લોક (ખંડ) ને, આ article નાં અંતમાં જોડાણ કરો. |
14:33 | આર્ટીકલ (લેખ) ને Save કરો. |
14:35 | શું તમને homepage માં article ની હેડર (મથાળા) માહિતીમાં કોઈ ફેરફારનું અવલોકન થાય છે? |
14:40 | આ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
14:48 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
14:58 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. |
15:05 | આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
15:10 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |