Java/C3/Static-Variables/Gujarati
From Script | Spoken-Tutorial
00:01 | Static Variables પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: static variables શું છે |
00:10 | static variables બનાવવા અને static variables ને કેવી રીતે વાપરવા. |
00:17 | અહીં, આપણે વાપરી રહ્યા છીએ: Ubuntu 12.04 ,JDK 1.7 અને Eclipse 4.3.1 |
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java અને Eclipse IDE નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:35 | સાથે જ તમને જાવામાં classes, objects અને instance variables ની જાણકારી હોવી જોઈએ. |
00:42 | જો નથી, તો સંદર્ભિત જાવા ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો. |
00:49 | static variable એ એક વેરીએબલ (ચલ) છે જે કે સમગ્ર class સાથે સંકળાયેલ છે. |
00:55 | તેને class variable પણ કહેવાય છે. |
00:58 | તેને static કીવર્ડ વાપરીને ઘોષિત કરાય છે. |
01:02 | આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં static variable વિશે સંક્ષિપ્તમાં જોયું છે. |
01:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે તેને વિગતમાં જોશું. |
01:11 | હવે, આપણે Eclipse પર જશું અને StaticVariableDemo નામનો એક નવો project બનાવીશું. |
01:18 | આ project અંતર્ગત, આપણે Static variables નાં વપરાશને ડેમોનસ્ટ્રેટ કરવા હેતુ જરૂરી ક્લાસેસ (વર્ગો) બનાવીશું. |
01:26 | તો, src ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને ક્લિક કરો New > Class અને ક્લાસનું નામ StudentEnroll તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
01:37 | ચાલો ઉદાહરણ સાથે static variables નાં વપરાશને દર્શાવીએ (સમજાવીએ). |
01:42 | સંસ્થામાં વિદ્યાર્થીઓની નોંધણીને રજુ કરવા માટે બનેલ એક class ને ધ્યાનમાં લો. |
01:49 | આ ક્લાસ Name, Id , Branch અને નોંધણીકૃત થયેલ વિદ્યાર્થીઓનું Total Count ધરાવે છે. |
01:56 | હવે, ચાલો વિદ્યાર્થી નોંધણી પૂર્ણ થયા બાદ શું થાય છે તેની કલ્પના કરીએ. |
02:02 | મૂળભૂત રીતે, Total Count એ 0 છે. પહેલા વિદ્યાર્થીનું Name એ ADIL છે. |
02:09 | Id છે IT101, Branch છે IT. |
02:14 | હવે Total Count એ 1 તરીકે અપડેટ (સુધારિત) થાય છે. |
02:18 | એજ પ્રમાણે જ્યારે બીજા વિદ્યાર્થી AMAL નાં નોધણીકૃત થવા પર, Total Count એ 2 તરીકે અપડેટ (સુધારિત) થાય છે. |
02:25 | ત્રીજા વિદ્યાર્થી CAROL નાં નોધણીકૃત થવા પર, Total Count એ ૩ તરીકે અપડેટ (સુધારિત) થાય છે. |
02:32 | હવે આપણે ઓળખી શકીએ કે વેરીએબલ Total Count એ તમામ objects માટે સમાન છે અને એકલ વેલ્યુ ધરાવે છે. |
02:40 | તો, વેરીએબલ Total Count ને એક static variable તરીકે રજુ કરી શકાય છે. |
02:45 | સાથે જ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે વેરીએબલો Name, Id અને Branch પ્રત્યેક object માટે તેમની પોતાની નકલો ધરાવે છે. |
02:54 | સાથે જ દરેક object માટે તેઓ ચોક્કસ વેલ્યુઓ ધરાવે છે. |
02:59 | તો, આ વેરીએબલોને instance variables તરીકે સારવાર કરી શકાય છે. |
03:04 | હવે, ચાલો student enrollment class પ્રસ્તુત કરતા કોડ તરફે જોઈએ. |
03:09 | instance variables એ id, name અને branch તરીકે ઘોષિત થાય છે. |
03:16 | વેરીએબલ count એ static તરીકે ઘોષિત થાય છે કારણ કે તે સંપૂર્ણ class માટે સામાન્ય છે. |
03:22 | class નાં લોડ થવા પર, static variable એ એકલ નિશ્ચિત મેમરી લોકેશન (સ્થાન) રોકે છે. |
03:28 | જ્યારે કે દરેક object નાં Instance variables એ અલગ અલગ મેમરી લોકેશનો (સ્થાનો) રોકે છે. |
03:35 | હવે Source પર ક્લિક કરો > અને પસંદ કરો Generate Constructor using Fields. |
03:41 | ઉત્પન્ન થયેલ કોડમાંથી super કીવર્ડ રદ્દ કરો. |
03:45 | id, name અને branch ફીલ્ડો (ક્ષેત્રો) ની વેલ્યુઓ આ constructor ઈનીશલાઈઝ (પ્રારંભિત) કરી શકે છે. |
03:51 | સાથે જ આપણે દરેક સમયે object નાં બનવા પર વેરીએબલ count ની વેલ્યુ એક જેટલી વધારવી પડશે. |
03:59 | તો, constructor અંતર્ગત, ટાઈપ કરો: count ++ અર્ધવિરામ. |
04:05 | હવે તમામ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ કરવા માટે, આપણે આ class માં મેથડ showData( ) ઉમેરીશું. |
04:13 | તો, ટાઈપ કરો public void showData( ) કૌંસમાં આપેલ કોડ ટાઈપ કરો, id, name, branch, ની વેલ્યુઓ અને નોંધણી થયેલ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પ્રિંટ કરવા માટે. |
04:27 | હવે default package પર જમણું-ક્લિક કરો અને ક્લિક કરો New > Class અને ત્યારબાદ નામને Demo તરીકે ટાઈપ કરો. |
04:36 | આ class અંતર્ગત, આપણી પાસે main મેથડ રહેશે. |
04:39 | તો, ટાઈપ કરો main અને ત્યારબાદ main મેથડ ઉત્પન્ન કરવા માટે ctrl+space દબાવો. |
04:46 | હવે આપણે Student Enrollment data ને પ્રિંટ કરવાની જરૂર છે. |
04:50 | વિદ્યાર્થી નોંધણી પ્રસ્તુત કરવા માટે આપણે StudentEnroll class નાં અમુક ઓબ્જેક્ટો બનાવીશું. |
04:57 | તો, આપેલ કોડ ટાઈપ કરો: StudentEnroll s1 equals new StudentEnroll. |
05:04 | હવે આપણે વિભિન્ન arguments ની વેલ્યુઓ પસાર કરી શકીએ છીએ. |
05:08 | કૌંસમાં, ટાઈપ કરો IT101 એ id તરીકે ADIL એ name તરીકે IT એ branch તરીકે. |
05:17 | હવે નોંધણી વિગતો પ્રિંટ કરવા માટે ચાલો showData મેથડને આવ્હાન કરીએ. |
05:22 | તો, ટાઈપ કરો: s1.showData( ). હવે Demo પ્રોગ્રામ run કરો. |
05:29 | આપણે જોઈ શકીએ છીએ કે s1 ને સંદર્ભિત ઈન્સ્ટન્સ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે. |
05:36 | સાથે જ નોંધ લો કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ એ 1 છે. |
05:42 | આ એટલા માટે કારણ કે આપણે ફક્ત 1 object બનાવ્યો છે. |
05:47 | હવે વધુ એક object s2 બનાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો. |
05:52 | s2 નો ઉપયોગ કરીને ફરીથી showData મેથડને બોલાવી શકાય છે. |
05:56 | ફરીથી Demo પ્રોગ્રામ run કરો. |
05:59 | આપણે જોઈ શકીએ છીએ કે s2 ને સંદર્ભિત ઈન્સ્ટન્સ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે. |
06:06 | સાથે જ, નોંધ લો કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ s1 અને s2 બંને માટે 2 માં અપડેટ (સુધારિત) થાય છે. |
06:14 | હવે વધુ એક object s3 બનાવો. |
06:18 | હવે ચાલો s3 વાપરીને ફરીથી showData મેથડનું આવ્હાન કરીએ. |
06:23 | ફરીથી Demo પ્રોગ્રામને Run કરો. |
06:26 | આપણે જોઈ શકીએ છીએ કે s3 ને સંદર્ભિત ઈન્સ્ટન્સ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ થાય છે. |
06:32 | સાથે જ નોંધ લો કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ હવે તમામ કેસો (કિસ્સાઓ) માં 3 માં અપડેટ (સુધારિત) થાય છે. |
06:41 | હવે આપણે સમજી શકીએ છીએ કે નોંધણી પામેલ વિદ્યાર્થી સંખ્યાની વેલ્યુ તમામ objects માટે સામાન્ય છે. |
06:48 | slides પર પાછા આવીએ. |
06:51 | final modifier સાથે static modifier પણ વાપરવામાં આવ્યું છે. |
06:56 | constant ને વ્યાખ્યાયિત કરવું પૂર્ણ થયું છે જે સમગ્ર class માટે સામાન્ય છે. |
07:01 | પરંપરાગત રીતે, આવા constant variables નાં નામો મોટા અક્ષરોમાં લખવામાં આવે છે. |
07:08 | હવે eclipse પર પાછા આવીએ. |
07:11 | StudentEnroll class ખોલો અને variable declaration ને public static final String ORG_NAME = “IITB” તરીકે ટાઈપ કરો; |
07:23 | ઉદાહરણ તરીકે, જો તમામ વિદ્યાર્થીઓ સમાન સંસ્થામાં નોંધણીકૃત થઇ રહ્યા છે તો, લખો IITB. |
07:31 | તેને constant static variable વાપરીને રજુ કરી શકાય છે માનો કે ORG_NAME. |
07:38 | નામ જો એક કરતા વધુ શબ્દથી બન્યું હોય તો, શબ્દોને underscore દ્વારા જુદા કરવામાં આવે છે. |
07:44 | સામાન્ય રીતે આપણે આવા constants ને public દૃશ્યતા સાથે જાહેર કરીએ છીએ. |
07:49 | હવે Demo class પર જાવ અને આપેલ કોડ ટાઈપ કરો. |
07:55 | અહીં તમે જોઈ શકો છો કે ORG_NAME એ તેનું પોતાનું class નામ StudentEnroll વાપરીને એક્સેસ થાય છે. |
08:03 | હવે ફરીથી Demo પ્રોગ્રામ run કરો. |
08:06 | આપણે જોઈ શકીએ છીએ કે ORGANISATION નામ IITB તરીકે પ્રિંટ થાય છે. |
08:11 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: |
08:17 | static variable શું છે અને ક્યારે તે વપરાય છે |
08:21 | કેવી રીતે static variables ને બનાવવા અને આવ્હાન કરવા. |
08:25 | એસાઈનમેંટ તરીકે, કાર સર્વિસ સ્ટેશન (સેવા કેન્દ્ર) ને પ્રસ્તુત કરતો એક class CarService ડીઝાઇન કરો. |
08:32 | આ class આપેલ વિગતોને રજુ કરવા માટે વેરીએબલો ધરાવવો જોઈએ: સર્વિસ સ્ટેશન (સેવા કેન્દ્ર) નું Name, |
08:39 | કારની make, model અને register number - જે કે સર્વિસમાં આવેલ છે |
08:44 | સર્વિસમાં આવેલ No. of Cars. |
08:47 | instance variables અને static variables ને ઓળખો. |
08:51 | તેમને યોગ્ય કીવર્ડો વાપરીને ઘોષિત કરો. |
08:55 | કારની make, model અને register number માટે વેલ્યુઓ ઇનીશલાઈઝ (પ્રારંભ) કરવા એક constructor વ્યાખ્યાયિત કરો. |
09:01 | તમામ વેરીએબલોની વેલ્યુઓ પ્રિંટ કરવા માટે મેથડ show( ) વ્યાખ્યાયિત કરો. |
09:07 | સાથે જ, પરિણામોને ચકાસવા માટે main મેથડ ધરાવતો એક Demo class બનાવો. એટલે કે CarService નાં અમુક objects બનાવો. |
09:16 | આ objects વાપરીને show( ) મેથડને આવ્હાન કરો. |
09:20 | સાથે જ, static variables ને class નામ વાપરીને સીધે સીધું એક્સેસ કરો. |
09:25 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે ડાઉનલોડ કરીને જુઓ. |
09:32 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. |
09:41 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા અપાયો છે. |
09:51 | આ મિશન પર વધુ માહીતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09:56 | ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, અમલ જ્યોતિ કોલેજ ઓફ એન્જિનિયરીંગ દ્વારા: આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે. |
10:03 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |