Java/C2/Introduction-to-Array/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | જાવામાં Array ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, એરે કેવી રીતે બનાવવું અને એરે માં એલીમેન્ટો કેવી રીતે એક્સેસ કરવું. |
00:14 | આ ટ્યુટોરીયલ માટે આપણે
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:25 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં ડેટા ટાઇપ અને for લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે. |
00:32 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ. |
00:38 | એરે એ ડેટાનો સંગ્રહ છે. |
00:40 | ઉદાહરણ તરીકે, ગુણોની યાદી, નામો ની યાદી, તાપમાનની યાદી, વરસાદ ની યાદી, |
00:47 | દરેક આઈટમને તેના સ્થાન પર આધારિત ઇન્ડેક્સ છે. |
00:52 | પ્રથમ એલિમેન્ટનું ઇન્ડેક્સ 0 હોય છે. |
00:55 | બીજા એલિમેન્ટનું ઇન્ડેક્સ 1 હોય છે અને એ પ્રમાણે. |
00:59 | હવે ચાલો જોઈએ આ ડેટા કેવી રીતે સંગ્રહવા. |
01:03 | Eclipse ઉપર જાઓ. |
01:06 | ArraysDemo નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે. |
01:11 | મેઈન મેથડ અંદર ચાલો વરસાદના ડેટા ઉમેરીએ. |
01:16 | તો મેઈન મેથડ અંદર, ટાઇપ કરો, |
01:18 | int rainfall ઓપન અને ક્લોસ કૌંસ, ઇકવલ ટુ કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, 25, 31, 29, 13, 27, 35, 12 અને અંતે સેમીકોલન. |
01:53 | rainfall નામના વેરિયેબલ નામ પછીના ચોરસ કૌંસની નોંધ લો. |
01:58 | આ rainfall, integers ના અરે તરીકે જાહેર કરે છે. |
02:03 | કૌંસ એરે ના એલીમેન્ટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે. |
02:09 | ચાલો હવે ડેટા એક્સેસ કરીએ. |
02:12 | તો, નવી લાઈન ઉપર, ટાઇપ કરો, |
02:14 | System dot out dot println rainfall , ચોરસ કૌંસમાં 2 ટાઇપ કરો. |
02:28 | આપણે ઇન્ડેક્સ નમ્બર 2 સાથે એલિમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ. |
02:32 | બીજા શબ્દોમાં, અરેમાં ત્રીજું એલિમેન્ટ જે 29 છે. |
02:38 | ચાલો પ્રોગ્રામ સેવ અને રન કરીએ. |
02:43 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ ત્રીજું એલિમેન્ટ છે. જે 29 છે. |
02:49 | હવે 2 ના સ્થાન ઉપર 0 ટાઇપ કરો. |
02:56 | પ્રોગ્રામ સેવ અને રન કરીએ. |
03:00 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ પ્રથમ વેલ્યુ છે. જે 25 છે. |
03:07 | હવે ચાલો પ્રથમ આઈટમ ની વેલ્યુ સુધારીએ. |
03:13 | તો ટાઇપ કરો, rainfall [0] = 11; |
03:27 | હવે ચાલો તેની વેલ્યુ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો. |
03:34 | આપણે જોઈ શકીએ છીએ, વેલ્યુ 11 થી બદલાઈ છે. |
03:40 | હવે શું થશે જો આપણે માત્ર અરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહિ. |
03:45 | ચાલો જોઈએ આવા અરે કેવી રીતે બનાવવું. |
03:49 | મેઈન ફન્કશનમાંથી બધું રદ કરો અને ટાઇપ કરો, |
03:57 | int squares [] = new int [10]; |
04:19 | આ સ્ટેટમેન્ટ 10 એલીમેન્ટો ધરાવતુ integer અરે બનાવે છે. એરેનું નામ squares છે. |
04:30 | હવે તેમાં અમુક વેલ્યુઝ ઉમેરીએ. |
04:33 | તો ટાઇપ કરો, |
04:35 | squares[0] = 1; |
04:43 | આગામી લાઈનમાં, squares[1] = 4; |
04:53 | આગામી લાઈનમાં,squares[2] = 9; |
05:04 | squares[3] = 16; |
05:15 | તો આપણે પ્રથમ ચાર નંબરના વર્ગ દાખલ કર્યા છે. |
05:20 | હવે એરે ના અન્ય એલીમેન્ટો વિશે શું. ચાલો જોઈએ તેઓ શું સમાવે છે. |
05:26 | તો આપણે અરેના છઠ્ઠા એલિમેન્ટને પ્રિન્ટ કરીશું. |
05:30 | ટાઇપ કરો, System.out.println(squares [5]); |
05:56 | પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ શૂન્ય છે. |
06:05 | કારણ કે જયારે આપણે integer નું અરે બનાવીએ છીએ, તો બધી વેલ્યુઝ 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
06:11 | તેવી જ રીતે ફ્લોટ્સના અરેની તમામ વેલ્યુઝ 0.0 થી ઈનીશ્યલાઈઝ હશે. |
06:18 | એરે માં દરેક વેલ્યુ લખવું લાંબી પ્રક્રિયા છે. તેના બદલે, આપણે લૂપનો ઉપયોગ કરીશું. |
06:28 | તો ટાઇપ કરો,
int n, x ; for(x = 4; x < 10; x = x + 1){ n = x + 1; squares [x] = n n; } |
07:25 | તો આપણે 9 થી 4 ના નંબરો પર ફરીશું અને એરેમાં અનુરૂપ એલિમેન્ટ સુયોજિત કરીશું. |
07:36 | ચાલો હવે આઉટપુટ જોઈએ. |
07:38 | આપણે જોઈ શકીએ છીએ, આપણે અરેમાં છઠ્ઠા એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. તો સેવ અને રન કરો. |
07:52 | આપણે જોશું કે છઠ્ઠું એલિમેન્ટ 6 નો વર્ગ છે, જે 36 છે. |
07:57 | હકીકતમાં હવે આપણે for લૂપ અંદર બધી વેલ્યુઝ સુયોજિત કરી શકીએ છીએ. |
08:03 | મેન્યુલી વેલ્યુઝ સુયોજિત કરતી લીટીઓ રદ કરો અને 4 ને 0 માં બદલો. |
08:14 | આ રીતે ઇન્ડેક્સ 0 થી 9 સુધીના બધા એલીમેન્ટો અનુરૂપ વર્ગમાં સુયોજિત છે. |
08:21 | હવે આપણે ત્રીજા એલિમેન્ટની વેલ્યુ જોશું. |
08:25 | તો 5 ને 2 થી બદલો. |
08:30 | સેવ અને રન કરો. |
08:35 | આપણે જોઈ શકીએ છીએ, ત્રીજા એલિમેન્ટની વેલ્યુ લૂપ માં સુયોજિત થયેલ છે અને તે 9 છે. |
08:42 | આ રીતે, અરે બનાવવામાં અને ઉપયોગમાં લેવામાં આવે છે. |
08:50 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:53 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08:55 | અરે જાહેર અને ઈનીશ્યલાઈઝ કરવું, |
08:58 | અને અરેમાં એલિમેન્ટ એક્સેસ કરવું. |
09:01 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે, |
09:04 | આપેલ integer અરેના, તમામ એલીમેન્ટોનો સરવાળો શોધો. |
09:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
09:13 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, |
09:19 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09:34 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:40 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:44 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:50 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
09:57 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |