Inkscape/C2/Align-and-distribute-objects/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Inkscape. માં “Align and distribute objects” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.


00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:09 વિવિધ ઓબ્જેક્ટોને અલાઈન અને ડીસટ્રીબ્યુટ કરવું.
00:12 ઓબ્જેક્ટોને રો અને કોલમમાં મુકવાનું.
00:16 ઘટકો વચ્ચે સ્પેસ સુયોજિત કરવી અને ટાઈટલ પેટર્ન બનાવવું .
00:22 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું.
00:24 Ubuntu Linux 12.04 OS
00:27 Inkscape આવૃત્તિ 0.48.4
00:31 Dash home પર જાઓ અને ટાઈપ કરો Inkscape.
00:35 હવે લોગો પર ક્લિક કરો.
00:37 ચાલો હું પહેલાથી સેવ કરેલ Inkscape ડોક્યુમેન્ટ ખોલું.
00:44 અહી આપણે આંકડાવાળા ક્રમમાં કેનવસ પર મુકેલ 5 વિવિધ આકારો જોઈ શકીએ છીએ.
00:50 આપણા ઇન્સ્કેપ કેનવસ 5 આકારો દોરો અને તેમને અહી બતાવ્યા પ્રમાણે મુકો.
00:55 હવે ઓબ્જેક્ટને અલાઈન કરવાનું શરુ કરીએ.
00:59 Object menu પર જાઓ અને Align and distribute. પર ક્લિક કરો.
01:04 ઇન્ટરફેસ ની જમણી બાજુએ Align and distribute ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:09 અહી બે પ્રકારની સ્થિતિ ઉપલભ્ધ છે
01:12 Align જ્યાં ઓબ્જેક્ટોના કેન્દ્ર અને કિનારીઓ એકબીજા સાથે સંરેખિત થાય છે.
01:18 Distribute જ્યાં ઓબ્જેક્ટો તેમના કેન્દ્રો અને ભુજાઓ કિનારી પર આધાર રાખી આડી અથવા ઉભી દિશામાં વહેચાય છે.
01:29 આ વિકલ્પો અને તેના સબ વિકલ્પોનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટોને વિવિધ પ્રકારે સંરેખિત કરી શકીએ છીએ.
01:36 અહી બીજી એક મહત્વપૂર્ણ ફીચર છે Relative to.
01:39 આ વાપરીને આપણે ઓબ્જેક્ટો કોઈ એક વસ્તુ વિષય સંદર્ભે સંરેખિત કરી શકાય છે.
01:44 અહી વિકલ્પો જોવા માટે ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો.
01:47 તો આપણી પાસે છે Last selected, First selected, Biggest object, Smallest object, Page, Drawing અને Selection.
02:00 મૂળભૂત રીતે વિકલ્પો Page. સંદર્ભે સંરેખિત થયેલ રહેશે.
02:04 આનો એ અર્થ છે કે પસંદ થયેલ ઓબ્જેક્ટો આપણા Page પરિમાણો પ્રમાણે Align અને Distribute ઓપરેશન ને પ્રતિસાદ આપે છે.
02:13 canvas. તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા માટે Ctrl + A દાબો.
02:17 પ્રથમ 5 આઈકનો ઓબ્જેક્ટોને ઉભી દિશા માં સંરેખિત કરે છે.
02:22 ચલો હું પહેલા આઈકન પર ક્લિક કરું.
02:25 જેમકે ટૂલટીપ દર્શાવે છે,ઘટકોની જમણી કિનારી સાથે anchor સંરેખિત છે.
02:32 યાદ કરો કે અહી anchor point page છે,કારણકે Relative to વિકલ્પ Page. છે.
02:38 બે ઓબ્જેક્ટો હવે એક બીજા પર ઓવરલેપ થયા છે તેની નોંધ લો.
02:43 પહેલાની ગોઠવણી માના વિકલ્પોની નિકટતા પર આધાર રાખી ઓવરલેપ ઉદ્ભવી શકે છે.
02:48 આપણે Remove overlaps વિકલ્પ પર ક્લિક કરીને આને સુધારી શકીએ છીએ જે કે Distribute વિકલ્પની નીચે આવેલ છે.
02:56 હવે ઓવરલેપ રદ થયી ગયું છે.
02:58 આડી અને ઉભી આમ બંને દિશામાં ઘટકો વચ્ચે અંતર સંતુલિત કરવા માટે H અને V વિકલ્પો વાપરો.
03:06 હવે Align અંતર્ગત આવેલ વિકલ્પો પર ક્લિક કરો અને અવલોકન કરો કે ઘટકો પોતાને કેવી રીતે સંરેખિત કરે છે.
03:14 અલાઈનમેન્ટ સારી રીતે સમજાવવા માટે અન્ડું વિકલ્પ CTRL + Z નો ઉપયોગ કરો.
03:21 ટૂલટીપ અલાઈનમેન્ટ સમજવા માટે ઘણી ઉપયોગી છે.
03:28 છેલ્લું આઇકન ફક્ત ટેક્સ્ટ પર કામ કરે છે તો તેના વિષે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું.
03:35 આગળ આપણે Distribute વિકલ્પનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટો વચ્ચે અંતર સંતુલિત કરીશું.
03:40 જોકે ઓબ્જેક્ટો ઉભી દિશામાં આવેલ છે તો આપણે Distribute વિકલ્પ અંતર્ગત આવેલ છેલ્લા ચાર આઇકનનો ઉપયોગ કરવો પડશે.
03:48 પ્રથમ હું તેમને કેન્દ્રમાં અલાઈન કરું.
03:51 હવે Distribute' અંતર્ગત આવેલ વિકલ્પ પર ક્લિક કરો અને અવલોકન કરો કે ઓબ્જેક્ટો પોતાને કેવી રીતે સંરેખિત કરે છે.
03:58 ફરી એક વાર એલાઇન્મેન્ટ સારી રીતે સમજાવવા માટે અન્ડું વિલ્ક્પ CTRL + Z નો ઉપયોગ કરો.
04:07 એલાઇન્મેન્ટ સારી રીતે સમજવા માટે ટૂલ ટીપસ નો સંદર્ભ લો.
04:13 Relative to અંતર્ગત જુઓ એક , Treat selection as group. વિકલ્પ છે.
04:19 આ ઓબ્જેક્ટોને એક સંપૂર્ણ જૂથમાં અલાઈન કરો.
04:22 ચેક બોક્સ પર ક્લિક કરો.
04:24 હવે આઇકનસ ને એક એક કરીને ક્લિક કરો અને અવલોકન કરો,ઓબ્જેક્ટો વ્યક્તિગત રીતે અલાઈન ન થતા જુથમાં અલાઈન થયા છે.
04:34 ચાલો બોક્સ ને અનચેક કરો.
04:36 હવે ઓબ્જેક્ટો વ્યક્તિગત રીતે અલાઈન થશે.
04:40 આગળ ચાલો Last selected. પ્રમાણે ઓબ્જેક્ટો અલાઈન કરીએ તથા વહેચીએ.
04:45 Relative to વિકલ્પ બદલી Last selected. કરો.
04:49 તો,તમામ ઓબ્જેક્ટોને કેનવસની અંતર્ગત અને તેમને આડા અવળા ક્રમમાં મુકો.
05:01 ઓબ્જેક્ટોને એક એક કરીને પસંદ કરો ઓબ્જેક્ટો વર્તુળ પ્રમાણે અલાઈન થાય છે.
05:06 પહેલાની જેમજ આઇકનસ પર એક એક કરીને ક્લી ક્કરો.
05:10 જો કે છેલ્લું પસંદ થયેલ ઓબ્જેક્ટ વર્તુળ છે,જુઓ ઓબ્જેક્ટો વર્તુળ પ્રમાણે અલાઈન થયા છે.
05:19 સમાન રીતે તમે Relative to માં સૂચીબધ્ધ કરેલ તમામ વિકલ્પોને આજમાવી શકો છો.તથા ઓબ્જેક્ટોની એલાઇન્મેન્ટ નિહાળી શકો છો.
05:26 આવનારા ટ્યુટોરિયલ્સમાં આપણે Align and Distribute ડાઈલોગ બોક્સમાંના એડવાન્સ વિકલ્પો વિષે શીખીશું.
05:32 તો ચાલો આ ડાઈલોગ બોક્સને અત્યારે બંદ કરો.
05:37 આગળ આપણે રો અને કોલમોમાં ઓબ્જેક્ટ ગોઠવવાનું શીખીએ.
05:41 Object menu. પર જાઓ.
05:43 Rows and Columns. પર ક્લિક કરો.
05:46 Rows and Columns ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:50 આ વિકલ્પ વાપરીને, આપણે જોઈતી સ્પેસ આપી રો અને કોલમોમાં ઓબ્જેક્ટો ગોઠવી શકીએ છીએ.
05:57 કેનવસ પર ઓબ્જેક્ટો આડાઅવળા ક્રમમાં ગોઠવો.
06:01 હવે ચાલો આ ઓબ્જેક્ટો 2 રો અને 3 કોલમોમાં ગોઠવીએ.
06:05 તો Row પેરામીટર 2 માં બદલી કરો.
06:09 રો પેરામીટરને બદલવાથી કોલમ પેરામીટર આપમેળે બદલાય છે તેનું અવલોકન કરો.
06:15 નીચેની જમણી બાજુ એ આવેલ Arrange બટન પર ક્લિક કરો.
06:19 The Align વિકલ્પ ઓબ્જેક્ટોને જમણે મધ્યમાં અને ડાબી બાજુએ અલાઈન કરવામાં મદદ કરે છે.
06:29 આ દરેકને એક એક કરીને તપાસો અને ફેરફારનું અવલોકન કરો.
06:37 Set spacing વિકલ્પ વાપરીને ,આપણે રો અને કોલમ આ બંનેમાં આવેલ ઓબ્જેક્ટો વચ્ચે સ્પેસ સુયોજિત કરી શકીએ છીએ.
06:45 હવે રો અને કોલમ આ બંનેના સ્પેસ પેરામીટરને 5 તરીકે બદલો.
06:50 Arrange બટન પર ક્લિક કરો.
06:53 ઓબ્જેક્ટો વચ્ચે આવેલ સ્પેસનું અવલોકન કરો.
06:56 હવે હું બતાવીશ કે Align and Distribute વાપરીને પેટર્ન કેવી રીતે બનાવવી.
07:01 મારી પાસે જુદા જુદા આકારો અને રંગોના 4 ચોરસો ધરાવતી એક નવી Inkscape ફાઈલ છે.
07:06 તમામ ચોરસો પસંદ કરીને ફેરવો જેથી તે હીરાના આકારની જેમ દેખાય.
07:12 Align and Distribute ડાઈલોગ બોક્સ ખોલો.
07:15 Centre on vertical axis. પર ક્લિક કરો.
07:18 Centre on horizontal axis. પર ક્લિક કરો.
07:22 કેનવસ પર હવે એક ટાઈટલ પેટર્નની રચના થઇ છે.
07:25 આ વિકલ્પોનો રચનાત્મક ઉપયોગ કરીને, આપણે ઘણી યુનિક પેટર્ન બનાવી શકીએ છીએ.
07:30 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા
07:34 વિવિધ ઓબ્જેક્ટોને સંરેખિત કરવું તથા ગોઠવવું.
07:37 ઓબ્જેક્ટોને રો અથવા કોલમોમાં ગોઠવવું.
07:40 ઓબ્જેક્ટો વચ્ચે સ્પેસ સુયોજિત કરવી અને ટાઇટલ પેટર્ન બનાવવી.
07:45 અહી તમારા માટે 2 અસાઇનમેન્ટ છે.
07:47 નીચે આપેલ પરિમાણ ધરાવતા 5 વર્તુળો બનાવો .
07:54 તેને આડા અવળા ક્રમમાં ગોઠવો અને તમામને પસંદ કરો.
07:59 તે માટે Align and Distribute, નો ઉપયોગ કરો Relative to વિકલ્પ બદલીને Biggestઓબ્જેક્ટ પસંદ કરો.
08:04 Align left edges. પર ક્લિક કરો.
08:06 Centre on horizontal axis. પર ક્લિક કરો.
08:10 ભૂરો રંગ અને આકાર 100 * 100 પીક્સલ હોય એવા છ ચોરસો બનાવો.
08:17 તમામ ચોરસોને પસંદ કરો અને Rows and columns. ખોલો.
08:21 તમને 2 રો અને 3 કોલમોમાં ગોઠવો.
08:25 ઉભી અને આડી આ બંને સ્પેસ પેરામીટર 20 તરીકે સુયોજિત કરો.
08:29 તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
08:35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:51 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:54 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:03 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:07 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.


09:09 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya