Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-adolescents/Gujarati
Vegetarian recipes for adolescents
|
|
00:01 | કિશોરો માટે શાકાહારી વાનગીઓ પરના Spoken Tutorial માં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: કિશોરાવસ્થા એટલે શું? |
00:09 | કિશોરાવસ્થા દરમિયાન પોષણનું મહત્વ અને |
00:12 | કિશોરો માટે શાકાહારી વાનગીઓ કેવી રીતે તૈયાર કરવી જેવી કે:
સોયાબીન કટલેટ |
00:18 | જુવાર અને ટામેટાનો ચીલા |
00:20 | શિંગદાણા કર્રી
બાજરી અને જુવાર શાકભાજી ખીચડી અને |
00:24 | તલની ચટણી સાથે ભરેલાં પરાઠા |
00:28 | પ્રથમ, આપણે સમજીએ કે કિશોરાવસ્થાનો સમયગાળો શું છે? |
00:32 | કિશોરાવસ્થા એ બાળપણથી પુખ્તાવસ્થામાં પરિવર્તનનો સમયગાળો છે |
00:37 | 10 થી 19 વર્ષની વ્યક્તિઓને કિશોરો તરીકે ગણવામાં આવે છે |
00:42 | આ સમયગાળા દરમિયાન થાય છે: શારીરિક
જાતીય, માનસિક અને સામાજિક વિકાસમાં પરિવર્તન |
00:49 | હવે, ચાલો આપણે કિશોરાવસ્થા દરમિયાન પોષણ જરૂરીયાતો વધવાના કારણો જોઈએ |
00:55 | પ્રથમ, શારીરિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થાય છે જેમ કે:
ઊંચાઈ અને વજન |
00:59 | બીજું, આપેલ દરમ્યાન શરીરને પોષક સહાય આપવા માટે-
માંદગી અને ગર્ભાવસ્થા |
01:06 | આ સમયગાળા દરમિયાન કિશોરો પણ ભાવનાત્મક પરિવર્તનોમાંથી પસાર થઈ શકે છે જેમ કે-
તાણ, બેચેની અને મૂડ (મિજાજ) માં પરિવર્તન આવે છે |
01:15 | સાથે જ, કિશોરાવસ્થા દરમિયાન સામાજિક વિકાસમાં પરિવર્તન થાય છે |
01:20 | ઉદાહરણ તરીકે, તેમની જીવનશૈલી અને ખોરાકની ટેવમાં ફેરફાર છે |
01:25 | તેમના ખોરાકની પસંદગીઓ તેમના મિત્રોની પસંદ અથવા નાપસંદ દ્વારા પ્રભાવિત થઈ શકે છે |
01:29 | તેથી, આ વિકાસલક્ષી ફેરફારોને ટેકો આપવા માટે સારું પોષણ મહત્વપૂર્ણ છે |
01:35 | કિશોરવયની સ્ત્રીને જરૂરી છે - પ્રતિ દિન 2000-2400 કેલરી અને 40-55 ગ્રામ પ્રોટીન |
01:43 | ચાલો આપણે કિશોરો માટે કેટલીક તંદુરસ્ત શાકાહારી વાનગીઓ જોઈએ |
01:47 | આપણે શરૂ કરીએ એ પહેલા, નોંધ લો કે આ ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવેલી તમામ વાનગીઓમાં
1 કપ એ 250 મિલિલીટરની બરાબર છે |
01:55 | આપણી પ્રથમ વાનગી છે સોયાબીન કટલેટ: |
01:58 | આને તૈયાર કરવા માટે આપણને જોઇશે:
¼ કપ સોયાબીન ¼ કપ ચણાની દાળ |
02:04 | ½ બીટરૂટ
¼ કપ બાફેલા વટાણા |
02:07 | 2 મોટી ચમચી શિંગદાણાનો પાવડર
1 નાની ચમચી ચણાનો લોટ (બેસન) |
02:11 | 1 નાની ચમચી ધાણા પાવડર
½ નાની ચમચી લાલ મરચાંનો પાવડર |
02:16 | ½ નાની ચમચી આમચૂર
મીઠું સ્વાદ અનુસાર |
02:20 | 1 નાની ચમચી સરગવાના પત્તાનો પાવડર
2 નાની ચમચી તલના બીજ 1 નાની ચમચી તેલ |
02:26 | શરુ કરવા માટે, આપણે પહેલા સોયાબિનને ફણગાવિશુ
સોયાબિનને રાત્રીભર પાણીમાં પલાળીને રાખો |
02:32 | પાણીને કાઢી નાખો અને વધારાનું પાણી કાઢવા માટે તેને ચાળણી પર રાખો |
02:35 | સોયાબીનને ઠંડી અને સૂકી જગ્યાએ પ્રત્યક્ષ ઉષ્માથી દૂર રાખો |
02:40 | ફણગા ન દેખાય ત્યાં સુધી દરરોજ 2-3 વખત સોયાબીનને ધોઈને પાણી કાઢી નાખો
આ સોયાબીનનું બગાડ થવાનું ટાળશે |
02:49 | સોયાબીનને ફણગા ફૂંટવામાં લગભગ 3-4 દિવસનો સમય લાગી શકે છે |
02:53 | હવે, ચણાની દાળને આખી રાત પલાળી રાખો |
02:56 | બીજા દિવસે તેને ચાળણીમાં ચાળી લો |
02:58 | પ્રેશર કૂકરમાં, ચણાની દાળને અને ફણગાવેલા સોયાબીનને એક સાથે રાંધી દો |
03:03 | એક કપ પાણીનો ઉપયોગ કરો અને તેને એક સીટી સુધી રાંધો
ઠંડુ પડ્યા પછી, સોયાબીન અને ચણાની દાળને ભેળવીને એક જાડુ પેસ્ટ બનાવો |
03:12 | હવે સરગવાના પત્તાનો પાવડર બનાવવા માટે:
સરગવાના પત્તા મધ્યમ તાપ પર શેકો |
03:17 | તેને ઠંડુ પડવા દો અને તેને મિક્સરમાં અથવા પીસવાના પથ્થર વાપરીને પાવડર બનાવો |
03:22 | કટલેટ મિશ્રણ તૈયાર કરવા માટે-એક વાટકામાં દળેલ સોયાબીન અને ચણાની દાળ લો |
03:28 | ગ્રેટેડ બીટરૂટ અને બાફેલા વટાણા ઉમેરો
હવે શિંગદાણાનો પાવડર, બેસન અને સરગવાના પત્તાનો પાવડર નાખો |
03:35 | બચેલા મસાલા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી લો |
03:38 | ત્યારબાદ તેના નાના ગોળ કટલેટ બનાવો
કટલેટની બધી બાજુએ તલનું તેલ સરખી રીતે ચોપડો |
03:45 | હવે, પેનમાં તેલ ગરમ કરો અને કટલેટને બંને બાજુએ તળો
સોયાબીન કટલેટ તૈયાર છે |
03:51 | આ વાનગી આપેલથી સમૃદ્ધ છે:
Protein, Calcium, Iron, Magnesium, Omega 3 fatty acid |
03:57 | ચાલો આપણી આગળની વાનગી પર જઈએ જે છે જુવાર અને ટામેટાનો ચીલા |
04:01 | આ વાનગી માટે તમને જોઇશે: 1/2 કપ ફણગાવેલ જુવાર
2 મોટી ચમચી ચણાનો લોટ 1 નાની ચમચી સરગવાના પત્તાનો પાવડર |
04:09 | 1 ટામેટું અને ½ કાંદો
1 મોટી ચમચી દહીં |
04:12 | ½ નાની ચમચી લાલ મરચાંનો પાવડર
½ નાની ચમચી ધાણા પાવડર |
04:16 | ½ નાની ચમચી હળદર પાવડર
મીઠું સ્વાદ અનુસાર |
04:19 | 1 નાની ચમચી તેલ |
04:21 | કૃપા કરી નોંધ લો, પત્તાનો પાવડર બનાવવાની વિધિ સમાન ટ્યુટોરીયલમાં પહેલા જ સમજાવવામાં આવી છે |
04:27 | પહેલા આપણે ફણગાવેલ જુવારથી જુવારનો પાવડર બનાવીશું |
04:31 | ફણગાવેલ જુવારને એક કે બે દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખી મુકો |
04:34 | હવે તેને પૂર્ણપણે સુકાતા સુધી નિમ્ન આંચ પર શેકી લો |
04:38 | આગળ, વાટવાના પથ્થર અથવા મિક્સરને વાપરીને તેનો પાવડર બનાવી લો |
04:42 | હવે, ચાલો વાનગીથી શરૂઆત કરીએ:
એક વાટકામાં જુવારનો પાવડર અને ચણાનો લોટ લો |
04:48 | બાકીની સામગ્રી અને મસાલાઓ તેમાં ઉમેરો
તેને સારી રીતે ભેળવો અને ધીરે ધીરે પાણી ઉમેરતા રહો |
04:53 | મિશ્રણ જાડું રેડી શકાય એવું હોવું જોઈએ |
04:56 | પેનને ગરમ કરો અને તેના પર તેલ ચોપડો. |
04:58 | ચમચી ભરીને મિશ્રણ પેન પર રેડો અને તેને વૃત્તાકાર ગતિ કરતા પેન પર ફેલાવો |
05:03 | ચીલાને બંને બાજુએથી મધ્યમ આંચ પર રાંધો |
05:07 | જુવારનો ચીલા તૈયાર છે |
05:09 | જુવાર એ આપેલનો સમૃદ્ધ સ્ત્રોત છે:
Protein, Magnesium, ઝિંક અને ફાઈબર |
05:14 | જુવારનો પાવડર ઉપલબ્ધ ન હોય તો તમે વાપરી શકો છો-
રાગીનો પાવડર અથવા બાજરાનો પાવડર અથવા રાજગરાનો પાવડર |
05:22 | ચીલાને આપેલ સાથે ખાઈ શકાય છે:
આમળાની ચટણી, નાળીયેરની ચટણી, લીંબુનો અચાર, ટામેટાની ચટણી અથવા દહીં |
05:30 | આમળા, લીંબુ, ટામેટા, જમરૂખ, સંતરા આ બધા Vitamin C ના સારા સ્ત્રોત છે. |
05:37 | તમારા આહારમાં Vitamin C થી સમૃદ્ધ ખોરાક લેવાનો પ્રયાસ કરો
આનાથી શરીરમાં Iron શોષાવાનું વધશે |
05:43 | કિશોર છોકરાની તુલનામાં કિશોર છોકરીને Iron ની આવશ્યકતા વધારે હોય છે
જે કે માસિક રક્ત હાનિ લીધે હોય છે |
05:50 | ચાલો આપણી આગલી વાનગી પર જઈએ જે છે શિંગદાણાની કર્રી |
05:53 | આ વાનગી બનાવવા માટે તમને જોઇશે:
½ કપ શિંગદાણા ½ કપ તુરીયા |
05:58 | 1 મધ્યમ કદનો કાંદો
1 નાનું ટામેટું 4-5 ખોપરાના ટુકડા |
06:04 | ½ નાની ચમચી અદરક લસણની પેસ્ટ
¼ નાની ચમચી લાલ મરચાંનો પાવડર |
06:08 | ¼ નાની ચમચી ધાણા પાવડર
¼ નાની ચમચી હળદર પાવડર |
06:12 | ½ નાની ચમચી જીરું
મીઠું સ્વાદ અનુસાર 1 નાની ચમચી તેલ |
06:18 | વિધિ: પહેલા રાત્રી દરમિયાન શિંગદાણા પાણીમાં પલાળી રાખો |
06:21 | હવે તેને 1 કપ પાણીમાં 2 સીટી વાગતા સુધી પ્રેશર કૂકરમાં પકવો |
06:25 | ત્યાર સુધી કાંદા, ટામેટા અને ખોપરાને પીસીને જાડી પેસ્ટ બનાવી લો |
06:30 | તેલને રાંધવાના બર્તનમાં ગરમ કરો અને સેજ જીરું અને અદરક લસણની પેસ્ટ તેમાં ઉમેરો
હવે તેમાં શિંગદાણાની પેસ્ટ ઉમેરો |
06:37 | તુરિયાના કટકા અને બાકીના મસાલા તેમાં ઉમેરો
તેને 2 મિનીટ માટે સાંતળો |
06:42 | રાંધવાના બર્તનમાં બાફેલા વટાણા ઉમેરો |
06:45 | હવે રસાદાર બનાવવા માટે તેમાં અડધો કપ પાણી ઉમેરો અને તેને નિમ્ન આંચ પર 5 મિનીટ માટે પકવો
શિંગદાણાની કર્રી તૈયાર છે |
06:53 | જો, શિંગદાણા ઉપલબ્ધ ન હોય તો તમે આપેલ પણ વાપરી શકો છો:
છોલા, આખા ચણા, રાજમા, કાજુ |
07:02 | અને જો તુરિયા ઉપલબ્ધ ન હોય તો તમે આપેલ વાપરી શકો છો:
કોળું, પંડોળા, રીંગણા અથવા સિમલા મરચાં |
07:09 | શિંગદાણામાં સારી ગુણવત્તાની fats હોય છે |
07:12 | તે આપેલથી પણ સમૃદ્ધ હોય છે:
Proteins, Magnesium , ઝિંક અને Antioxidants |
07:19 | નટ્સ અને દાળોમાં Folate પણ હોય છે |
07:22 | કિશોરઅવસ્થા દરમિયાન Folate ની પર્યાપ્ત માત્રા આપેલ માટે મદદ કરશે
ગર્ભાવસ્થા દરમિયાન જન્મજાત ખામીઓ અટકાવવી |
07:28 | આગળ આપણે બાજરી અને જુવાર શાકભાજી ખીચડીની વાનગી બનાવતા શીખીશું |
07:33 | આ વાનગી તૈયાર કરવા માટે તમે આપેલ સંયોજન વાપરી શકો છો-
રાજગીરા અથવા કોડો મીલેટ અથવા રાગી કે કાંગણી |
07:41 | આ વાનગી માટે આપેલ સામગ્રી જોઈએ છે:
⅓ કપ બાજરી ⅓ કપ જુવાર |
07:46 | ⅓ કપ મગ
1 મોટી ચમચી શિંગદાણા |
07:49 | ½ કપ મિશ્ર શાકભાજી જેવી કે ગાજર, ફણસી, વટાણા
½ મધ્યમ કદનો કાંદો |
07:56 | ½ નાની ચમચી જીરાદાણા
1 નાની ચમચી કડી પત્તાનો પાવડર |
07:59 | ¼ નાની ચમચી લાલ મરચાંનો પાવડર
¼ નાની ચમચી હળદર પાવડર |
08:04 | મીઠું સ્વાદ અનુસાર
1 નાની ચમચી તેલ અથવા ઘી |
08:07 | કૃપા કરી નોંધ લો, પત્તાનો પાવડર બનાવવાની વિધિ સમાન ટ્યુટોરીયલમાં પહેલા જ સમજાવવામાં આવી છે |
08:12 | વિધિ: પહેલા, બાજરા અને જુવારને રાત્રીએ પાણીમાં પલાળીને રાખો |
08:17 | આગલા દિવસે તેને ચાળીને એક બાજુએ રાખી મૂકો |
08:20 | પ્રેશર કૂકરમાં તેલ અથવા ઘીને ગરમ કરો
તેમાં જીરું અને સમારેલા કાંદા ઉમેરો |
08:25 | શાકભાજી, મસાલા, મીઠું ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો |
08:29 | તેને 2 મિનીટ માટે સાંતળો
કૂકરમાં બાજરો, જુવાર અને મગ ઉમેરો |
08:35 | હવે 2 કપ પાણી નાખો અને પ્રેશર કૂકરને ઢાંકીને મુકો |
08:38 | ઉચ્ચ આંચ પર 3 સીટી વાગતા સુધી પકવો |
08:41 | ત્યારબાદ નિમ્ન આંચ પર 15 મિનીટ માટે પકવો |
08:44 | બાજરા અને જુવાર શાકભાજી ખીચડી તૈયાર છે |
08:47 | આ વાનગી આપેલથી ભરપુર છે: Protein, Iron, Calcium , Magnesium અને ઝિંક |
08:53 | હવે આપણે આપણી છેલ્લી વાનગી પર આવીએ છીએ જે છે તલની ચટણી સાથે ભરેલા પરાઠા |
08:59 | આ વાનગી બનાવવા માટે તમને જોઇશે:
1 કપ પૂર્ણ ઘઉંનો લોટ ½ કપ ચણા |
09:05 | ½ મધ્યમ કદનો કાંદો
½ નાની ચમચી અજમો |
09:08 | 1 નાની ચમચી અળસી પાવડર
½ નાની ચમચી સુકો આમચુર પાવડર |
09:13 | ½ નાની ચમચી ધાણા પાવડર
¼ નાની ચમચી લાલ મરચાંનો પાવડર |
09:17 | 1 લીંબુ
મીઠું સ્વાદ અનુસાર, 2 નાની ચમચી તેલ અથવા 2 નાની ચમચી ઘી |
09:23 | પહેલા આપણે જોઈશું કે શેકેલા ચણાનો પાવડર કેવી રીતે બનાવવો છે:
પેનને ગરમ કરો અને 2-3 મિનીટ માટે ચણાને શેકો |
09:30 | બળી ન જાય એટલા માટે તેને સતત હલાવતા રહો
શેકાઈ ગયા બાદ, તેને બાજુમાં ઠંડુ પડવા માટે રાખી મુકો |
09:36 | હવે, શેકેલા ચણાને પીસીને તેનો બારીક પાવડર બનાવો |
09:40 | હવે ભરવાની તૈયારી માટે
પહેલા શેકેલા ચણાના પાવડર અને સમારેલા કાંદાને મિશ્રિત કરો |
09:46 | હવે તેમાં મરચાંનો પાવડર, સુકો આમચુર પાવડર, ધાણા પાવડર, મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો |
09:52 | સેજ લીંબુનો રસ અને પાણી નાખો અને ભરવાને બાંધી લો |
09:55 | ચાલો જોઈએ કે પરાઠા કેવી રીતે તૈયાર કરવા છે |
09:58 | બીજા એક વાટકામાં આખા ઘઉંનો લોટ લો અને તેમાં અળસી, અજમો અને મીઠું ઉમેરો |
10:03 | જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને નરમ કણક તૈયાર કરો |
10:07 | હવે કણકને ગોળીઓમાં વિભાજીત કરો |
10:09 | તેને વણીને પરાઠા બનાવો અને તેમાં મધ્યમાં ભરવાને નાખો |
10:13 | પરાઠાને વાળીને ભરવાને બરાબરથી આવરી લો અને ચપટા ગોળા બનાવી લો |
10:17 | હવે પરાઠા બનાવવા માટે તેને ફરીથી વણો |
10:20 | પેનને ગરમ કરો અને પરાઠાને બંને બાજુથી પકવો
ભરેલા પરાઠા તૈયાર છે |
10:25 | ભરવા માટે જો શેકેલા ચણા ઉપલબ્ધ ન હોય તો તમે આપેલ વાપરી શકો છો: |
10:29 | બાફેલી ચણાની દાળ અથવા ફણગાવેલ બાફેલા મગ |
10:34 | પરાઠાને તલની ચટણી સાથે પરોસી શકાય છે |
10:38 | તલની ચટણી તૈયાર કરવા માટે તમને જોઇશે:
¼ કપ તલ |
10:42 | 1 મોટી ચમચી ચણાની દાળ
4-5 તાજા ખોપરાના ટુકડા, 3-5 આમલીના ટુકડા |
10:49 | 1 સુકું લાલ મરચું
2-3 લસણની કળીઓ |
10:52 | 1 નાની ચમચી જીરું
મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી તેલ |
10:57 | વિધિ: એક પેનમાં તેલ ગરમ કરો |
11:00 | તલ, ચણા, લસણ, ખોપરું, લાલ મરચું અને જીરું શેકો
તેને 2 મિનીટ સુધી શેકો |
11:07 | તેને આંચથી ઉતાર્યા બાદ, મીઠું અને આમલી નાખો
તમામ સામગ્રીને પીસી લો |
11:14 | લીસી પેસ્ટ બનાવવા માટે અડધો કપ પાણી ઉમેરો
તલની ચટણી તૈયાર છે |
11:19 | આ વાનગી આપેલથી ભરપુર છે:
Proteins, Calcium , Magnesium, ઝિંક અને Folate |
11:25 | આ પોષકતત્વો સ્નાયુ અને સ્કેલેટલ (હાડપિંજર) વિકાસ માટે મદદ કરશે |
11:29 | નાની ઉંમરથી આહાર મારફતે Calcium ની પર્યાપ્ત માત્રા લેવી આવશ્યક છે |
11:34 | Calcium ની ઉણપથી પછીના તબક્કામાં સ્ત્રીઓમાં ઓસ્ટીઓપોરોસિસનું જોખમ વધુ હોય છે |
11:40 | આ ટ્યુટોરીયલમાની તમામ વાનગીઓ પોષકતત્વોથી ભરપુર છે જે કે કિશોરાવસ્થા દરમિયાન પ્રયાપ્ત વૃદ્ધિ હેતુ જરૂરી છે |
11:47 | આ સાથે અહીં કિશોરો માટે શાકાહારી વાનગીઓ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
જોડાવાબદ્દલ આભાર. |