Health-and-Nutrition/C2/Breastfeeding-latching/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:02 ધાવણ ક્રિયા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે, બાળકનું છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાણ થાય એ માટે યોગ્ય ધાવણ પ્રક્રિયા તથા વારંવાર ધાવણના ક્રમ વિશે શીખીશું.
00:20 આપણે શરુ કરીએ એ પહેલા, કૃપા કરી નોંધ લો કે- અસરકારક ધાવણ માટે, યોગ્ય રીતે ધાવવું અત્યંત મહત્વપૂર્ણ છે.
00:29 છાતીથી બાળકનાં મોંઢાનું નબળું જોડાણ થવાથી ફક્ત ડીંટડીથી ધાવણ થાય છે.
00:36 આનાથી બાળકને ખુબ ઓછા પ્રમાણમાં દૂધ મળશે.
00:40 જ્યારે કે છાતી પર એરીઓલાનાં નીચેનાં ભાગ સાથે બાળકનું ઊંડાણપૂર્વક જોડાણ થવાથી, બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળશે.
00:50 કૃપા કરી નોધ લો- એરીઓલા ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે.
00:56 હવે, ચાલો શરુ કરીએ. શરૂઆતમાં, માતાએ તેનાં બાળકને યોગ્ય ધાવણની પકડમાં પકડવું જોઈએ.
01:05 આ પકડ વિશે વિસ્તારમાં સમાન શ્રેણીનાં અન્ય વિડીઓમાં સમજાવવામાં આવ્યું છે.
01:11 આ ટ્યુટોરીયલને ક્રોસ ક્રેડલ પકડનો ઉપયોગ કરીને સમજાવવામાં આવશે.
01:16 યાદ રાખો, સફળ ધાવણ પ્રક્રિયા માટે બાળકને યોગ્ય રીતે ગોઠવવું ખુબ જરૂરી છે.
01:24 આ ચિત્રમાં, માતા બાળકને ક્રોસ ક્રેડલ પકડમાં યોગ્ય રીતે પકડી રહ્યી છે.
01:31 અને બાળક ધાવણ માટે તૈયાર છે.
01:35 ધવડાવવા પહેલા- બાળકનું મોઢું બગાસું લેવાની સ્થિતી પ્રમાણે મોટેથી ખુલવું ખુબ મહત્વનું છે.
01:42 કેમ? ચાલો આ સમજીએ, એક બેન વયસ્કને વડા પાવ કે બર્ગર ખાતા જોઈએ .
01:49 વડા પાવ કે બર્ગરનું મોટુ બચકું ભરવા માટે આપણે આપણું મોઢું પહોળું કરીએ છીએ.
01:56 એજ પ્રમાણે- પહોળું મોઢું ખોલવાથી બાળકને છાતીના મોટા ભાગને મોઢામાં લેવામાં મદદ મળશે.
02:04 બાળકને તેનું મોઢું પહોળી રીતે ખોલવામાં પ્રોત્સાહિત કરવા માટે- માતાએ બાળકનાં ઉપરના હોંઠ વડે તેની ડીંટડીને હળવેથી ઘસવી જોઈએ જ્યાં સુધી કે બાળક તેનું મોઢું મોટેથી ન ખોલે.
02:16 ધૈર્ય રાખો. કેટલીક વાર, બાળકને તેનું મોઢું મોટેથી ખોલવા માટે અમુક સેકંડથી 2 મિનીટ જેટલો સમય લાગી શકે છે.
02:25 યાદ રાખો, ધાવણની કોઈપણ સ્થિતી માટે- છાતીને પકડી રાખતી, માતાની આંગળીઓ અને અંગુઠો, હમેશા બાળકના હોઠનાં સમાંતર રહેવા જોઈએ.
02:36 બાળક જ્યારે તેનું મોઢું મોટેથી ખોલે છે ત્યારે, તેનો નીચેનો હોઠ એરોઓલાનાં નીચેના ભાગ પર હોવો જોઈએ.
02:43 અને ડીંટડી તેનાં તાળવે જવી જોઈએ ન કે તેનાં મોઢાનાં વચ્ચેનાં ભાગમાં.
02:50 હવે, માતાએ તેની છાતી બાળકનાં મોઢામાં તરત મુકવી જોઈએ.
02:55 બાળકનાં માથાને હળવેથી બહાર નમાવીને પહેલા માતાએ છાતીમાં બાળકની દાઢીને દબાવવી જોઈએ.
03:02 તેણે તેની પીઠ નમાવવી ન જોઈએ અથવા તેની છાતીને બાળકના મોઢા સુધી ન લઇ જવી જોઈએ.
03:08 બાળકનાં ખભા પાછળથી હળવેથી ધક્કો આપીને બાળકને છાતીની નજીક લાવવું જોઈએ.
03:15 ધવડાવવાનો મહત્વનો પોઈન્ટ એ છે કે માતાની એરીઓલાનો નીચેનો ભાગ બાળકનાં મોઢામાં હોવો જોઈએ.
03:25 આનાથી બાળકનાં મોઢામાં એરીઓલાનો મોટો ભાગ ડીંટડીનો મોટો ભાગ પહોંચવામાં મદદ મળશે.
03:31 બાળકે નીચેના હોઠ પાસે આવેલ એરીઓલાના ભાગને જીભ વડે દબાવવું જોઈએ.
03:37 આનાથી મોટી દૂધની નસો દબાશે અને વધુ પ્રમાણમાં દૂધ બહાર આવશે.
03:42 આગળના પગલામાં એ તપાસવું કે બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાયું છે કે નહી.
03:48 ઊંડાણપૂર્વક જોડાણની ખાતરી કરવા માટે, માતાએ આપેલ સંકેતો બદ્દલ જોવું જોઈએ:
03:54 બાળકનું મોઢું પહોળી રીતે ખૂલેલું છે કે નહી
03:57 બાળકનાં ઉપરના હોઠ પાસે આવેલ એરીઓલાનો ભાગ નીચેનાં હોઠ પાસે આવેલ ભાગથી વધારે દેખાવો જોઈએ.
04:06 બાળકની દાઢી પૂર્ણપણે માતાની છાતીમાં જડાયેલી હોવી જોઈએ.
04:11 દૂધ ગળતી વખતે બાળકનું જડબું સ્પષ્ટ પણે હલનચલન કરવું જોઈએ.
04:16 અને બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ.
04:22 જો કે, સારી રીતે ઊંડાણપૂર્વક જોડાયેલ બાળક મોટે ભાગે છાતીમાં છુપાયેલ હોય છે.
04:28 આવા કિસ્સામાં, બાળકનાં નીચેનાં હોઠ પાસે આવેલ છાતીને હળવેથી દબાવો. અને તપાસ કરો કે બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો છે કે નહી.
04:41 આગળ, બાળકના નાકને જુઓ. બાળકનું નાક જો માતાની છાતીએ દબાયેલું હોય, તો-
04:49 માતા બાળકનું માથું હળવેથી બહારની તરફ વાળી શકે છે જેથી કરીને બાળકની દાઢી છાતીમાં અંદર ધકેલાય,
04:58 અને બાળકનું નાક અને કપાળ છાતીથી દુર થાય.
05:04 આવું કરવાથી, બાળકનું જોડાણ છાતીથી ઊંડાણપૂર્વક થશે.
05:09 બાળકના સંપૂર્ણ ચહેરાને છાતીથી દુર ન કરો.
05:13 આનાથી ડીંટડી દ્વારા ધાવણ થઇ શકે છે.
05:16 યાદ રાખો- ધવડાવવું માતા માટે આરામદાયક હોવું જોઈએ.
05:21 તેને તેની ડીંટડી પર ચીમટી ભરાવાનો, ખેંચાણનો, કે ઘર્ષણનો અનુભવ થવો ન જોઈએ.
05:27 ધવડાવવું જો માતા માટે પીડાદાયક હોય, તો બાળક કદાચિત સારી રીતે જોડાયેલું નથી.
05:35 ચાલો નબળા જોડાણનું એકાદ સામાન્ય કારણ જોઈએ.
05:40 ઘણી માતાઓ પોતાની એરીઓલાને ચીમટી ભરી ફક્ત ડીંટડીને બાળકનાં મોઢાના મધ્યમાં નાખતી હોય છે.
05:48 અહીં, બાળકનું મોઢું પહોળી રીતે ખૂલેલું નથી.
05:52 બાળકનું જોડાણ ફક્ત ડીંટડીથી થાય છે.
05:56 અહીં, એરીઓલાનો સમાન ભાગ બાળકના ઉપરના હોઠ અને નીચેના હોઠ પાસે દેખાય છે.
06:04 બાળકની દાઢી છાતીથી દુર છે.
06:07 બાળક ઝડપથી ચૂસે છે .
06:14 ચૂસતી વખતે, બાળકનાં ગાલમાં ખંજન પડે છે
06:17 દૂધ ગળતી વખતે તેનું જડબું સ્પષ્ટ પણે હલનચલન કરતુ નથી
06:23 અને બાળકનાં ઉપરના જડબાના સખત ભાગ વડે ડીંટડી ચીમટાઈ જાય છે.
06:31 આ માતા માટે પીડાદાયક છે અને ડીંટડીને કદાચ ઈજા પહોંચી શકે છે.
06:37 તે ઉપરાંત, ડીંટડી દ્વારા ધવડાવતી વખતે, બાળક એરીઓલાની નીચે આવેલી વિશાળ દૂધની નસોમાંથી દૂધ મેળવી શકતું નથી.
06:45 તેથી, બાળકને પુરતું દૂધ મળતું નથી.
06:50 બાળક જો ફક્ત ડીંટડી થી ધાવે તો
06:54 માતાએ બાળકનાં મોઢાનાં ખૂણામાં જડબા વચ્ચે સાફ આંગળી મુકીને,
06:59 બાળકનું તેની ડીંટડી પર ખેંચાણ હળવું કરીને છાતીથી અલગ કરવું જોઈએ.
07:04 ત્યારબાદ સારા ધાવણની ખાતરી માટે તેણે બાળકનું તેજ છાતી પર ફરીથી જોડાણ કરવું જોઈએ.
07:11 યોગ્ય ધવડાવવા પછી- માતાએ એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે બાળકને પહેલાનું અને પછીનું દૂધ બંને પર્યાપ્ત રૂપે મળે.
07:19 પહેલાનું દૂધ એ પાણી જેવું દૂધ હોય છે જે છાતીનાં આગળનાં ભાગમાં સંગ્રહાયેલું હોય છે.
07:25 જે પાણી અને પ્રોટીનથી બનેલું હોય છે.
07:29 તે બાળકની વૃદ્ધિ માટે અને બાળકને મજબૂત બનાવવા માટે જરૂરી છે.
07:36 પછીનું દૂધ એ ઘટ્ટ દૂધ હોય છે જે છાતીનાં પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે.
07:42 જે મુખ્યત્વે ચરબીયુક્ત હોય છે.
07:46 તે બાળકની બુદ્ધિનાં વિકાસ માટે અને વજન વધારા માટે જરૂરી છે.
07:53 બાળકને પહેલા અને પછીનું દૂધ મળી રહે એની ખાતરી માટે- માતાએ બીજી છાતીથી ધવડાવવા પહેલા બાળકને પહેલી છાતીથી પૂર્ણપણે ધવડાવવું જોઈએ.
08:05 તેણે એક છાતીથી બાળકને પૂર્ણપણે ધવડાવ્યું છે કે નહી એની ખાતરી કરવા માટે- માતાએ તે છાતીમાંથી પોતાના હાથ વડે દબાવી દૂધ કાઢવું જોઈએ.
08:15 છાતીમાંથી જો પાતળું પાણીદાર દૂધ આવે તો,
08:19 અથવા જો દબાવવાથી પાછળથી ઘટ્ટ દૂધનો સારો પ્રવાહ આવે.
08:24 તો, માતાએ તેનાં બાળકનું એજ છાતીથી ફરી જોડાણ કરવું જોઈએ.
08:29 જ્યારે હાથ વડે દબાવવાથી ઘટ્ટ દૂધનો પ્રવાહ પ્રમાણમાં ઓછું ટીપે ટીપે આવે તો,
08:35 તેનો અર્થ એ છે કે માતાએ તે છાતીથી બાળકને પૂર્ણપણે ધવડાવી દીધું છે.
08:41 પરંતુ, બીજી છાતીથી ધવડાવવા પહેલા, માતાએ બાળકને ઓડકાર લેવા પ્રોતસાહિત કરવું જોઈએ જે માટે- બાળકને તેનાં ખોળામાં બેસાડવું જોઈએ ત્યારબાદ, હળવેથી બાળકનાં ધડને આગળની તરફ નમાવવું જોઈએ અને તેનાં હાથ વડે બાળકનાં જડબાને દબાવવું જોઈએ.
09:00 બાળકે ૨ થી ૩ મિનીટમાં ઓડકાર લેવું જોઈએ.
09:04 જો આગળ ૫ મિનીટ સુધી ઓડકાર ન આવે તો,
09:08 તેનો અર્થ એ થાય છે કે બાળકનું છાતી સાથે જોડાણ ખુબ સરસ હતું.
09:14 ધવડાવતી વખતે બાળકે વધારાની હવા તેનાં પેટમાં લીધી નથી.
09:21 હવે, માતાએ તેની બીજી છાતી વડે બાળકને ધવડાવવું જોઈએ.
09:26 બાળકનું પેટ જો ભરેલું હોય તો, તે કદાચિત બીજી છાતીથી ધાવશે નહી.
09:32 પરંતુ માતાએ બાળકને ધવડાવવા માટે હમેશા બીજી છાતી પણ આપવી જોઈએ.
09:39 અંતિમ નિર્ણય તેણે બાળક પર છોડવો જોઈએ.
09:45 ધાવતી વખતે બાળક જો સુઈ જાય તો, માતાએ બાળકને જગાડવું જોઈએ તે માટે- બાળકનાં પગનાં તળિયે નરમાશથી ટપોરવું જોઈએ.
09:55 અથવા બાળકની પીઠ પર હળવેથી ગલીપચી કરવી જોઈએ
09:59 અથવા ઓડકાર માટે દર્શાવેલ સ્થિતીમાં બાળકને બેસાડવું જોઈએ.
10:04 યોગ્ય પ્રક્રિયા સાથે સાથે, વારે વારે ધવડાવવાનો ક્રમ પણ મહત્વનો છે.
10:12 માતાએ તેનાં બાળકને ૨૪ કલાકમાં આશરે ૧૨ વખત ધવડાવવું જોઈએ.
10:17 તે જેમાંથી તેણે લગભગ ૨ થી ૩ વખત રાત્રી દરમ્યાન ધવડાવવું જોઈએ.
10:24 બાળકને ધવડાવતા પહેલા, માતાએ બાળકની ભૂખનાં સંકેતો બદ્દલ જોવું જોઈએ જેમ કે- હલનચલન કરવું
10:32 મોઢું ખોલવું

માથું નમાવવું

તેનાં હાથને મોઢા સુધી લઇ જવો

10:37 આંગળીઓ ચુસવી અને શરીરનું આળસ લેવું.
10:42 બાળક જો ધાવવા માટે રડવા લાગે, તો એનો અર્થ એ છે કે ખુબ મોડું થઇ ગયું છે.
10:49 કૃપા કરી નોંધ લો- ૨ અઠવાડિયા, ૬ અઠવાડિયા અને ૩ મહિનાની ઉમર દરમ્યાન બાળકના વિકાસમાં ઝડપી વધારો થાય છે.
10:59 અને બાળકને વધુ દૂધની જરૂર રહેશે.
11:05 સાથે જ, બાળક જો વારંવાર દૂધ પીતું હોય તો માતાનાં દૂધનું ઉત્પાદન વધશે.
11:12 તેથી, માતાએ આવા ઝડપી વિકાસ ગાળામાં વધુ વખત ધવડાવવું જોઈએ.
11:19 યાદ રાખો- જીવનનાં પ્રથમ ૬ મહિના સુધી બાળક માટે છાતીનું દૂધ ઉત્તમ પોષણ છે.
11:30 અને સારું જોડાણ એ સફળ ધાવણનો મુખ્ય ભાગ છે.
11:36 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:38 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki