Geogebra/C2/Angles-and-Triangles-Basics/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | ખૂણા અને ત્રિકોણો પરના આ Geogebra ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | જો તમે Geogebra નો ઉપયોગ પ્રથમ વખત કરી રહ્યા છો, તો સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ "Introduction to Geogebra" ટ્યુટોરિયલ જુઓ. |
00:14 | Geogebra સાથે શરુ કરવા માટે, હું લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 10.04 LTS અને Geogebra આવૃત્તિ 3.2.40.0 નો ઉપયોગ કરી રહી છું. |
00:24 | આ ટ્યુટોરીયલનો ઉદ્દેશ એ છે કે Geogebra ની મદદથી ત્રિકોણના આંતરિક ખૂણાનો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય તેની ખાતરી કરવું. |
00:33 | આ ટ્યુટોરીયલમાં, આપણે Polygon, Angle અને Insert Text ટુલોનો ઉપયોગ કરતા શીખીશું. |
00:42 | હવે પ્રથમ polygon ટુલ પસંદ કરો. બહુકોણ દોરવા માટે, આ કિસ્સામાં triangle, ડ્રોઈંગ પેડ પર ક્લિક કરીને ત્રણ શિરોબિંદુઓ પસંદ કરો. પછી પ્રથમ શિરોબિંદુ પર ક્લિક કરો. |
00:57 | ત્રિકોણના આંતરિક ખૂણાને માપવા માટે, angle ટુલ પસંદ કરો. તમે બે રીતે કોણ માપી શકો છો. દક્ષિણાવર્ત ત્રણે શિરોબિંદુઓ A , B, પછી C પર ક્લિક કરો, આ અલ્ફા નામનો કોણ ABC ને માપે છે. |
01:15 | બીજો માર્ગ એ છે કે કોણ બનાવતા રેખાખંડ ને પસંદ કરો. ખંડ A અને ખંડ B પસંદ કરો, આ વખતે વામાવર્ત બીટા નામનો કોણ BCA મળશે. |
01:27 | એ જ રીતે CAB, જે કોણ ગામા માપશે. |
01:35 | નોંધ લો કે બધા ખૂણાઓ ગ્રીક મૂળાક્ષરો ના રૂપમાં પ્રમાણભૂત ગાણિતિક પરંપરા અનુસાર નામિત થયેલ છે. |
01:41 | અને જો તમે શિરોબિંદુઓ, વામાવર્ત એટલે કે, C B A, ની જેમ પસંદ કરો, તો પછી બહિષ્કોણ માપવામાં આવે છે. |
01:53 | તમારા ડ્રોઈંગ પેડમાં ટેક્સ્ટ ઉમેરવા માટે, insert Text ટુલ નો ઉપયોગ કરો. પછી ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો, ટેક્સ્ટ વિન્ડો દેખાશે. |
02:07 | હવે કોણ ABC પ્રદર્શિત કરવા માટે, હું લખીશ, ડબલ અવતરણ ચિહ્ન અંદર Angle ABC = અવતરણ ચિહ્ન બંધ , + ઉમેરો અને alpha ઉપર ક્લિક કરો. OK પર ક્લિક કરો. તેથી મને કોણ ABC ની વેલ્યુ મળી છે. |
02:28 | એ જ રીતે અંકગણિત કરવા માટે, ત્રિકોણના આંતરિક ખૂણાના સરવાળા ને દર્શાવવા માટે, insert text ટુલ પર ક્લિક કરો, અહીં ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો અને ડબલ અવતરણ ચિહ્નમાં લખો Sum of the interior angles of triangle ABC = , ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો plus કૌશ ખોલો ,alpha + beta + gamma, કૌશ બંધ કરો. અને OK પર ક્લિક કરો. હવે તમે જુઓ સરવાળો દર્શાવવામાં આવેલ છે. |
03:14 | આગળ ચાલો move ટુલ પસંદ કરો, અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડો, આ કિસ્સામાં શિરોબિંદુઓ A B અથવા C છે અને તમે નોંધ લેશો કે આંતરિક ખૂણા નો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય છે. |
03:32 | આ પાઠમાં મારો પસંદગી નો ભાગ એ બતાવવાનો છે કે કેવી રીતે જ્યારે ત્રણ શિરોબિંદુઓ એક સીધી રેખા પર હોય છે - તો બે આંતરિક ખૂણાઓ શૂન્ય થઇ જાય છે અને ત્રીજો એક સીધા કોણ ની જેમ 180 ડિગ્રી બની જાય છે. |
03:52 | આગળ આપણે બે વધુ વસ્તુઓ શીખીશું, ડ્રોઈંગ પેડની પ્રોપેરટીશ અને Geogebra માં ઓબ્જેક્ટ કેવી રીતે રદ કરવું. |
04:04 | પ્રથમ ડ્રોઈંગ પેડની પ્રોપેરટીશ. ડ્રોઈંગ પેડ પર ગમે ત્યાં ક્લિક કરો અને પછી ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. |
04:14 | ડ્રોઈંગ પેડ પ્રોપેરટીશ વિન્ડો ખૂલે છે. તમે અહીં ડ્રોઈંગ પેડનો બેકગ્રાઉન્ડ કલર બદલી શકો છો. |
04:20 | તમે અહીં અક્ષો ની પ્રોપરટીશ બદલી શકો છો, બંને એક્સ અક્ષ અને અહીં વાય અક્ષ અને અહીં તમે ગ્રીડની પ્રોપરટીશ બદલી શકો છો. |
04:31 | અમુક નોંધ લેવા જેવી પ્રોપરટીશ છે, unit જે તમે અક્ષો માટે ઉમેરી શકો, લેબલો જે તમે અક્ષો માટે ઉમેરી શકો અને એક્સ અક્ષ થી વાય અક્ષ નો ratio એટલે કે ગુણોત્તર. |
04:43 | જ્યારે આપણે સરળ ભૂમિતિ કરી રહ્યા હોઈએ તો આપણે સામાન્ય રીતે 1:1 ગુણોત્તર રાખવા ઈચ્છતા હોઈએ. |
04:49 | જ્યારે તમે બંધ કરશો તો તમે કરેલા બધા ફેરફારો સંગ્રહાશે. |
04:54 | હવે, ડ્રોઈંગ પેડ પરથી ઓબ્જેક્ટ રદ કરવા માટે, ઓબ્જેક્ટ ઉપર માઉસ ખસેડો, હું બાહ્ય કોણ પર માઉસ ખસેડીશ, જમણું ક્લિક કરો અને તમે નોંધ લેશો કે ઓબ્જેક્ટ નું નામ અહીં પ્રદર્શિત થશે અને પછી delete કરો, પછી ઓબ્જેક્ટ અદૃશ્ય થઈ જાય છે. |
05:15 | ઓબ્જેક્ટ રદ કરવા માટેનો બીજો માર્ગ છે, algebra view પર ઓબ્જેક્ટ ને પસંદ કરો, તે ઉપર જમણું ક્લિક કરો અને delete કરો. |
05:25 | નોંધ લો કે જ્યારે હું કોણ ગામા ને રદ કરું તો આ લખાણ પણ અદૃશ્ય થઈ જાય છે કારણ કે તે કોણ ગામા પર આધારિત છે. |
05:35 | મેં જે રદ કર્યું હતું તે જો હું અન્ડું કરવા ઈચ્છું તો ફક્ત edit અને undo પર ક્લિક કરો અથવા CTRL Z દબાવો. |
05:45 | Geogebra માં એક કરતા વધારે ઓબ્જેક્ટો ને રદ કરવા માટે સૌથી સરળ માર્ગ છે , ડ્રોઈંગ પેડ ઉપર ગમે ત્યાં ડાબું ક્લિક કરો, જે ઓબ્જેક્ટ તમે રદ કરવા ઈચ્છતા હોઉં તે બધા ઓબ્જેક્ટો ઉપર માઉસ ખસેડો, ક્લિક ને અન્ડું કરો, બધી આઈટમ પસંદ થયેલ છે અને પછી કીબોર્ડ ઉપર delete કળ દબાવો. |
06:05 | ફરીથી ચાલો undo પર ક્લિક કરી આ અન્ડું કરીએ. |
06:10 | હવે, હું ટેક્સ્ટ ની સિન્ટેક્ષ ફરી એક વખત સમજાવવા ઈચ્છીશ. |
06:17 | લખાણ જે પ્રદર્શિત થવું જોઈએ તે ડબલ અવતરણચિહ્નોમાં "" હોવું જરૂરી છે જેમ ઉદાહરણમાં જોવા મળે છે. |
06:25 | Geogebra ના ચલો ની વેલ્યુઓ માટે ચલનું નામ અવતરણ ચિહ્ન વિના વાપરો, જેમ અલ્જેબ્રા વ્યુમાં જોવા મળે છે. |
06:34 | વેલ્યુઓ સાથે અંકગણિત કરવા માટે ચલો ને કૌંસ () અંદર વાપરો. |
06:40 | અંતે લખાણને એકસાથે જોડવા માટે + ચિહ્ન નો ઉપયોગ કરો. |
06:46 | આગળ આપણે ખૂણા ના અને લખાણના બંધબેસતા રંગો માટે કેટલાક માર્ગો જોઈશું. |
06:59 | હવે જો હું લખાણનો રંગ બદલવા ઈચ્છું તો હું જમણું ક્લિક કરી અને object properties પસંદ કરી, colour ઉપર જઈ અને રંગ બદલી close ઉપર ક્લિક કરીશ. |
07:12 | હવે હું અહીં કોણ ઉપર જઈશ, જમણું ક્લિક કરી, object properties ઉપર જાઓ. અહીં હું રીસેન્ટ વિન્ડો પસંદ કરી શકું છું અને ચોક્કસ બંધબેસાડવા માટે આ રંગ પર ક્લિક કરો. |
07:26 | તે જ રીતે જો હું ઝૂમ વધારવા અને ઘટાડવા ઈચ્છતી હોઉં તો ઝૂમ વધારવા માટે હું, અહીં zoom in અને ઝૂમ ઘટાડવા માટે ડ્રોઈંગ પેડ પર zoom out વિકલ્પ નો ઉપયોગ કરીશ. |
07:47 | કોણ એકમ બદલવા માટે, હું options ઉપર જઈશ, પછી angle unit અને degrees થી radians માં બદલીશ. |
08:02 | તેથી સારાંશ માટે, હું જાણું છું કે કેવી રીતે કોણ નું માપ radians થી degrees કરવું, હું zoom in અને zoom out પણ કરી શકું છું. |
08:15 | હવે અસાઇનમેન્ટ છે. |
08:19 | ખાતરી કરવા માટે દોરો, ત્રિકોણ નો બહિષ્કોણ, વિરુદ્ધ આંતરિક ખૂણાના સરવાળા સમાન છે. |
08:28 | નીચેના પગલાંઓ કરો. polygon ટુલની મદદથી ત્રિકોણ દોરો. |
08:32 | કોઇ એક બાજુઓ ને line through two points ટુલની મદદ થી લંબાવો. |
08:36 | બહિષ્કોણ અને વિરોધી આંતરિક ખૂણા માપવા માટે angle ટુલ વાપરો. |
08:41 | પરિણામો પ્રદર્શિત કરવા માટે Insert Text ટુલ નો ઉપયોગ કરો, આ Move ટુલ દ્વારા ખાતરી કરો અને ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડો. |
08:49 | હું તમને બતાવીશ કે મેં શું કર્યું છે. તમારે માત્ર move ટુલ નો ઉપયોગ કરી ફ્રી ઓબ્જેક્ટો ને ખસેડવાની જરૂર છે. |
08:57 | તમે નોંધ લેશો કે બહિષ્કોણ હંમેશા વિરુદ્ધ આંતરિક ખૂણાના સરવાળા સમાન છે. |
09:08 | હું સ્પોકન ટ્યુટોરીયલ યોજના જે ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે તે માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું. |
09:14 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:20 | આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. |
09:24 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |