Gedit-Text-Editor/C2/Introduction-to-gedit-Text-Editor/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Introduction to gedit Text Editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: gedit Text Editor , gedit નું Ubuntu Linux અને Windows OS માં સંસ્થાપન. |
00:17 | સાથે જ આપણે શીખીશું કે કેવી રીતે એક નવી ફાઈલ બનાવવી. હયાત ફાઈલને ખોલવી, સંગ્રહવી તથા બંધ કરવી. |
00:25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ, gedit 3.10 |
00:36 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જોઈએ. |
00:42 | પહેલા આપણે જોશું કે gedit Text Editor ને કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:47 | દર્શાવેલ લીંક પર જઈને, તમે Windows પર gedit Text Editor કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર માહિતી મેળવી શકો છો. |
00:56 | Ubuntu Linux OS માં gedit Text Editor પૂર્વસંસ્થાપિત થયેલ હોય છે. |
01:02 | તેને Ubuntu Linux પર Ubuntu Software Centre વાપરીને સંસ્થાપિત કરી શકાય છે. |
01:08 | Ubuntu Software Centre પર વધુ જાણકારી માટે, અમારી વેબસાઈટ પર આવેલ 'Linux' spoken tutorials નો સંદર્ભ લો. |
01:15 | મારી સિસ્ટમમાં gedit Text Editor એ પહેલાથી જ પૂર્વસંસ્થાપિત થયેલ છે. |
01:20 | હવે ચાલો gedit Text Editor ખોલીએ. |
01:24 | કમ્પ્યુટર ડેસ્કટોપનાં ઉપર બાજુએ ડાબા ખૂણે આવેલ Dash Home પર ક્લીક કરો. |
01:29 | Search box માં, ટાઈપ કરો gedit . text Editor આઇકોન દ્રશ્યમાન થાય છે. તેના પર ક્લીક કરો. |
01:37 | આનાથી નવો gedit Text Editor વિન્ડો ખુલશે. |
01:41 | એજ પ્રમાણે, તમે Terminal વાપરીને Text Editor ખોલી શકો છો. |
01:47 | અત્યારે હું આ વિન્ડોને બંધ કરીશ. |
01:50 | Terminal ખોલવા માટે, CTRL+ALT + T કીને એકસાથે દબાવો. |
01:56 | gedit ટાઈપ કરો અને Enter દબાવો. |
02:00 | એક નવો gedit Text Editor વિન્ડો ખુલે છે. |
02:04 | તમામ મેનુ સહીત ઉપરની તરફે આવેલ બારને Menu bar કહેવાય છે. |
02:09 | આગળ છે Tool bar , જે અતિ સામાન્ય એવા મેનુઓને, આઇકોન સ્વરૂપમાં ધરાવે છે. |
02:16 | પ્રદર્શિત વિસ્તારમાં તમામ પ્રક્રિયાઓ જેમ કે ટાઈપિંગ, એડિટિંગ વગેરે થાય છે. |
02:23 | તમને Untitled Document 1 નામનું એક tab દેખાશે. |
02:28 | નવા ખુલેલ ડોક્યુમેન્ટને gedit Text Editor દ્વારા અપાતું આ મૂળભૂત નામ છે. |
02:35 | ટેક્સ્ટ વિસ્તારમાં, ચાલો ટાઈપ કરીએ Welcome to Spoken Tutorial . |
02:42 | આની નીચે, અહીં દર્શાવ્યા પ્રમાણે આપણે કેટલીક વધુ ટેક્સ્ટ ટાઈપ કરીશું. |
02:48 | હવે, tab માં, તમને ફાઈલનાં નામની આગળ એક એસ્ટેરિસ્ક દેખાશે. |
02:54 | એનો અર્થ એ છે કે ફાઈલ હજુ સુધી સંગ્રહાઈ નથી. |
02:59 | નીચે આવેલ બાર Status bar છે, જે વર્તમાન પ્રક્રિયા વિશે માહિતી દર્શાવે છે. |
03:06 | Status bar લાઈન ક્રમાંક અને કોલમ ક્રમાંકના સંદર્ભમાં કર્સરની સ્થિતિ દર્શાવે છે. |
03:13 | સાથે જ તે એ પણ દર્શાવે છે કે મોડ ઓવરરાઈટ છે કે ઇન્સર્ટ. |
03:19 | મૂળભૂત રીતે, તે INS માં છે, એટલે કે insert mode . |
03:24 | અન્ય બીજા બે વિશે આપણે પછીથી શીખીશું. |
03:28 | હવે ચાલો જોઈએ કે ફાઈલને save કેવી રીતે કરાય છે. |
03:31 | આ માટે, Menu bar માં આવેલ File વિકલ્પ પર ક્લીક કરો અને પછી Save પર. |
03:37 | સેવ ડાયલોગ બોક્સ ખુલે છે. હું ફાઈલનું નામ Students.txt તરીકે ટાઈપ કરીશ. |
03:45 | તમને જ્યાં ફાઈલને સંગ્રહવી છે તે જગ્યા પસંદ કરો. |
03:49 | હું Desktop પસંદ કરીશ. |
03:52 | Save બટન પર ક્લીક કરો. |
03:55 | નોંધ લો સંગ્રહીત થયેલ ફાઈલ નામ હવે ટેબમાં પ્રદર્શિત થાય છે. |
04:01 | સાથે જ, નોંધ લો કે એસ્ટેરિસ્ક અદૃશ્ય થઇ ગયું છે. |
04:06 | હવે ચાલો આ ફાઈલને બંધ કરીએ. |
04:09 | મેનુ બારમાં આવેલ File ક્લીક કરીને Close પસંદ કરો. |
04:14 | File અને New ક્લીક કરીને આપણે વિન્ડોમાં નવી ફાઈલોને દાખલ કરી શકીએ છીએ. |
04:21 | એજ પ્રમાણે, તમે Toolbar માં સરવાળાનું ચિન્હ ધરાવતું આઇકોન ક્લીક કરી શકો છો. |
04:27 | હવે ચાલો જોઈએ હયાત ડોક્યુમેન્ટને કેવી રીતે ખોલી શકાય છે. |
04:31 | Menu bar માં File ક્લીક કરો અને પસંદ કરો Open . |
04:36 | Desktop ફોલ્ડરમાંથી Students.txt ફાઈલ પસંદ કરો જ્યા આપણે પહેલા ફાઈલ સંગ્રહી હતી. |
04:44 | Open બટન પર ક્લીક કરો. |
04:47 | હવે આપણે બીજી કેટલીક વિદ્યાર્થીની વિગતો ઉમેરીશું. |
04:52 | ફાઈલને નિયમિતપણે સંગ્રહવી એક સારી ટેવ છે. આનાથી વીજ ભંગાણ અથવા સિસ્ટમ ક્રેશની સ્થિતિમાં ડેટાનું નુકશાન થશે નહી. |
05:02 | Auto save વિકલ્પ ની મદદથી, એક ચોક્કસ સમય ગાળામાં ફાઈલને આપમેળે સંગ્રહી શકાય છે. |
05:09 | ચાલો જોઈએ ઓટો સેવ વિકલ્પને કેવી રીતે વાપરી શકાય છે. |
05:14 | Menu bar માં Edit ક્લીક કરો. ત્યારબાદ ક્લીક કરો Preferences . |
05:19 | gedit Preferences ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:23 | વિન્ડોની ટોંચે આવેલ Editor ટેબ ક્લીક કરો. |
05:27 | File Saving વિકલ્પ અંતર્ગત, Autosave ફાઈલ ચેકબોક્સને ચેક કરો. |
05:33 | અને minutes બોક્સમાં, 2 દાખલ કરો. Close પર ક્લીક કરો. |
05:39 | હવે આપણી ફાઈલ દર 2 મિનિટે આપમેળે સંગ્રહાશે. |
05:44 | તમે ટાઈપ કરવાનું ચાલુ રાખી શકો છો અને તે આપમેળે સંગ્રહાશે. |
05:49 | નહી તો, તમે ફેરફારને સંગ્રહવા માટે Toolbar માં આવેલ ડાઉન એરો આઇકોન પર ક્લીક કરી શકો છો. |
05:56 | છેલ્લે, gedit Text Editor વિન્ડોથી નીકળવા માટે, ક્લીક કરો File અને Quit. |
06:03 | અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:05 | ચાલો સારાંશ લઈએ. |
06:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: gedit નું Ubuntu Linux અને Windows OS માં સંસ્થાપન. |
06:16 | સાથે જ આપણે શીખ્યા કે કેવી રીતે એક નવી ફાઈલ બનાવવી. હયાત ફાઈલને ખોલવી, સંગ્રહવી તથા બંધ કરવી અને Text Editor થી બહાર નીકળવું. |
06:27 | આપેલ એસાઈનમેન્ટ કરો. |
06:29 | gedit Text Editor માં એક નવો વિન્ડો ખોલો. |
06:33 | એક આમંત્રણ પત્ર ટાઈપ કરો. |
06:36 | તેને Invitation.txt તરીકે સંગ્રહો. |
06:39 | હવે ફાઈલને બંધ કરો. |
06:42 | એજ ફાઈલને ફરીથી ખોલો અને તેમાં અમુક ફેરફાર કરો. |
06:46 | ફાઈલને સંગ્રહતી વખતે Save as વિકલ્પનો ઉપયોગ કરો અને ફાઈલનું નામ Invitation1.txt આપો. |
06:54 | Invitation.txt અને Invitation1.txt ફાઈલનાં કન્ટેન્ટોમાં થયેલ ફેરફારની નોંધ લો. |
07:02 | આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
07:10 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
07:19 | વધુ જાણકારી માટે, અમને લખો. |
07:23 | શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે? |
07:26 | કૃપા કરી આ વેબસાઈટનો સંદર્ભ લો. તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ પસંદ કરો. તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો. |
07:35 | અમારા ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો જવાબ આપશે. |
07:39 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમને આ ટ્યુટોરીયલ પરનાં ચોક્કસ પ્રશ્નો માટે બનાવેલ છે
કૃપા કરી તેના પર અસંદર્ભિત તથા સામાન્ય પ્રશ્નો નાખશો નહી. આનાથી વેરવિખેર થતી અટકાશે. ઓછી વેરવિખેર સાથે, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે ઉપયોગમાં લઇ શકીએ છીએ. |
07:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:11 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |