GIMP/C2/Easy-Animation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:23 આજે આપણે સાદા એનીમેશન વિશે ચર્ચા કરીશું.
00:28 GIMP એનીમેશનનાં પેકેજને GAP અથવા કે GIMP એનીમેશન પેકેજ કહેવાય છે જે એનીમેશન, ફિલ્મો અને પિક્ચરો વિશે ઘણું બધું કરી શકે છે
00:43 પરંતુ તે આપણે પછીથી આવરી લેશું.
00:46 જર્મનીમાં સૌથી જુના એનીમેશનોને ડાઉમેનકીનો અથવા ફ્રન્ટ સીનેમાં કહેવાય છે.
00:55 અને અંગ્રેજીમાં તેને ફ્લીપ બૂક અથવા કે ફ્લીક બૂક કહેવાય છે.
01:02 આ ચોપડી ઘણી બધી ઈમેજો ધરાવે છે જે લગભગ સરખી હોય છે પણ પુષ્ઠ દર પુષ્ઠ સેજ ફેરફારો હોય છે અને જો તમે તેને ફરકાવો છો તો, તમને સેજ હલનચલન કરતુ ચિત્ર મળે છે.
01:20 અહીં આ વિડીઓ પણ એક એનીમેશન જ છે અને તમે સેકેંડ દીઠ 25 ઈમેજો સાથેની સ્લાઇડ શો જુઓ છો.
01:36 અહીં બે જાહેરાતો છે, આ મારી છે અને આ વાળી રોબ દ્વારા છે જે એનીમેટ કરેલ gif દર્શાવે છે.
01:51 હું અહીં મારી જાહેરાતને સુધારવા ઈચ્છું છું.
01:56 હું મારી જાહેરાતમાં Meet The GIMP લોગો દર્શાવવા માંગું છું.
02:04 હવે મને આ ઈમેજને મારા ડેસ્કટોપ પર સંગ્રહવી પડશે અને મને એક એનીમેશન સફળતાપૂર્વક બનાવવું પડશે.
02:15 તેથી હમણાં હું મારી પોતાની ઈમેજ ખેંચું છું અને તેને મારા ડેસ્કટોપ પર સંગ્રહું છું.
02:24 આ ઈમેજને હું GIMP વડે ખોલું છું.
02:28 માત્ર તેને ટૂલ બોક્સ ઉપર ખેંચો અને તે આ રહ્યી.
02:35 ચાલો હું આને અહીં સેજ મોટી કરું.
02:43 સામાન્ય રીતે આ ઈમેજમાં કોઈપણ એનીમેશન નથી પણ લેયર ડાયલોગમાં આઠ લેયરોની થપ્પી છે.
02:56 અને ટોંચે તમે જોઈ શકો છો કે આ એક gif ઈમેજ છે જે કે અનુક્રમિત કરાયેલી છે અને તે 80 બાય 80 પીક્સલનાં આઠ લેયરો ધરાવે છે.
03:13 આ ઈમેજ 256 વિભિન્ન રંગોમાંથી બનેલી છે.
03:19 અને આ રંગો જોવા માટે Dialog અને ColorMap પર જાવ.
03:27 અહીં તમે એ રંગો જોઈ શકો છો જે આ ઈમેજમાં વપરાયા છે અને અહીં ઘણું બધું ભૂરું અને બીજા કેટલાક રંગો છે અને દરેક રંગ ઇન્ડેક્સ અને એચટીએમએલ સુચના ધરાવે છે.
03:50 તો gif ઈમેજ અનુક્રમિત થયેલ હોય છે અને rgb ઈમેજો નથી અને તેથી તેની પાસે ફક્ત એક મર્યાદિત રંગો ઉપલબ્ધ રહે છે.
04:05 ચાલો હવે અહીં ફ્રેમો પર નજર ફેરવીએ.
04:10 તમે જોઈ શકો છો કે 1લા લેયરને બેકગ્રાઉન્ડ તરીકે નામ અપાયું છે અને કૌસમાં તે મિલીસેકેંડોમાં છે દા.ત. 5 સેકેંડ.
04:25 તો આ ઈમેજ 5 સેકેંડ માટે દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ 100 મિલીસેકેંડો સહીત ફ્રેમ 2,3,4 નું અનુસરણ થાય છે અને અહીં ફેરબદલીનો વિકલ્પ છે.
04:42 ફ્રેમોને જોવા માટે હું ફક્ત શિફ્ટ કી દબાવું છું અને તે દબાવી રાખીને અહીં આંખ પર ક્લિક કરું છું અને તમામ અન્ય ફ્રેમો અદૃશ્ય બની જાય છે.
04:55 અને હવે હું તેને અહીં ટોંચે થપ્પી કરી શકું છું.
05:03 ઇન્ડેક્સ રંગો વાપરવાનાં ગેરફાયદા છે.
05:07 તમે અહીં ઘણા બધા ધાબાઓ જોઈ શકો છો કારણ કે આ લાદી પાસે ફક્ત 256 વિભિન્ન રંગો ઉપલબ્ધ છે.
05:18 તો અહીં આ મારી બેકગ્રાઉન્ડ ઈમેજ છે.
05:23 અને આ બીજીવાળી છે અને એ સાથે જ બીજી અન્ય ઈમેજ જે કે મેં આ એનીમેશનમાં વાપરી છે અને આ ચિત્રકામ પાઠનું અનુસરણ કરવાનાં બદલે લોકો દ્વારા બનાવાયેલ છે અને મેં તેને તેનાં પરવાનગીથી વાપર્યું છે.
05:44 અને બાકીની આ ઈમેજો એકબીજાથી સરળ માર્ગ મેળવવા માટે સામાન્ય રીતે બીજી અન્ય ઈમેજોનું મિશ્રણ છે.
05:56 આ એનીમેશન ફરીથી બનાવવા માટે મને આ થપ્પીમાંથી બે ઈમેજો લેવી પડશે જે અત્યંત સરળ છે.
06:06 ફક્ત અહીં આ થમ્બનેઈલ પર ક્લિક કરો અને માઉસનું બટન પકડી રાખીને તેને ટૂલ બોક્સ સુધી દોરી જાવ.
06:15 અને અહીં મારી 1લી ઈમેજ છે.
06:18 હવે અહીં ક્લિક કરો અને અહીં આ વાળી મારી 2જી ઈમેજ છે.
06:24 તો મારી પાસે અહીં આ બે ઈમેજો છે અને હું મારી મૂળ એનીમેશનને બંધ કરી શકું છું અને હું તેમાનું કંઈપણ સંગ્રહવા ઈચ્છતી નથી.
06:40 હવે હું Meet the GIMP લોગોને સમાવેશ કરવા ઈચ્છું છું.
06:46 ફક્ત તેને ટૂલ બોક્સ પર ખેંચો અને તે આ રહ્યું.
06:53 મને તેને 80 બાય 80 પીક્સલ પર પાછું માપ કરવું પડશે અને ત્યારબાદ મને મારા બેક ગ્રાઉન્ડ રંગ તરીકે સફેદ રંગનો સમાવેશ કરવો પડશે કારણ કે કાળો એ આ ઈમેજ સાથે ઘણો અણગમો લાગશે.
07:12 અને તે કરવા માટે હું માત્ર એક નવું લેયર ઉમેરીશ, તેને સફેદ વડે ભરીશ અને તેને નીચે ખેંચીશ અને હવે મારી પાસે મારા બેકગ્રાઉન્ડ તરીકે સફેદ છે.
07:25 લેયર ડાયલોગમાં જમણું ક્લિક કરીને Flatten Image પસંદ કરો.
07:33 હવે મારી પાસે સફેદ પર સપાટ Meet The GIMP લોગો છે.
07:39 હવે Image, Scale Image પર જાવ અને મને 80 પીક્સલ જોઈએ છે, અને Interpolation માં, cubic સારું છે. Scale પર ક્લિક કરો.
07:51 અને હવે ઈમેજ ફરીથી માપ થઇ છે પણ તે ઘણી સૌમ્ય છે.
07:58 રીસ્કેલ કર્યા બાદ તમને તેને સ્પષ્ટ કરવું પડે છે.
08:03 તેથી હું Filters, Enhance, Sharpen પર જાવ છું.
08:09 મને લાગે છે કે મને sharpness સાથે થોડું વધારે જવું જોઈએ.
08:15 મને લાગે છે કે આ સારું છે.
08:22 હવે મારી પાસે એનીમેશન બનવા માટે રાહ જોતી 3 ઈમેજો છે.
08:29 એક વસ્તુ જે હું લગભગ ભૂલી ગયી છું તે આ સાદી ઈમેજોને સંગ્રહીત કરવું છે.
08:37 1લી વાળી આ અહીં છે, Meet The GIMP અને હું તેને mtg80.xcf તરીકે સંગ્રહું છું.
08:55 અને અહીં આ પણ છે.
08:58 મેનુ એક્સેસ કરવાનો બીજો માર્ગ એ છે કે ઈમેજમાં જમણું ક્લિક કરો અને Image, Mode અને RGB પર જાવ.
09:11 ત્યારબાદ File અને Save As પર.
09:21 હું આ ઈમેજને મારા પાયા તરીકે ઉપયોગમાં લઈશ.
09:26 તેથી, હું તેને ફરીથી સંગ્રહીત કરીશ અને આ વખતે એક નકલ તરીકે.
09:33 અને હું તેને advertise.xcf તરીકે સંબોધીશ.
09:41 હા હું તેને બદલી કરવા ઈચ્છું છું, મેં તે પહેલા કર્યું છે.
09:48 File, Open પર જાવ.
09:52 તો અહીં આ મારી મૂળભૂત ઈમેજ છે.
09:56 અને 1લી વસ્તુ જે હું કરવા માંગું છું તે આ ઈમેજને Meet The GIMP લોગો સાથે મિશ્રિત કરવું છે.
10:05 અને તે માટે હું આ વાળાની નકલ બનાવું છું અને તેને લોગો સાથે ભેળવું છું.
10:14 મેં આ ઈમેજને ક્લિક કરીને પસંદ કરું છું અને આને મારા ટૂલ બોક્સ પર ખેંચી રહ્યી છું અને અહીં મારી પાસે મારું લેયર છે અને હવે હું લોગો પસંદ કરું છું અને તેને આ ઈમેજ પર ખેંચું છું અને તમને એક સ્ક્રેપ લેયર મળે છે જે શીર્ષકવિહોણું છે અને તે ક્યારે પણ સંગ્રહીત થશે નહી.
10:40 હવે અહીં મારી પાસે મારી ઈમેજો સાથે બે લેયરો છે.
10:46 અને હું આ 2 લેયરો વચ્ચે 3 પગલાઓ ઈચ્છું છું.
10:51 તે કરવા માટે હું પારદર્શિતા પસંદ કરું છું માની લો કે લગભગ 25%.
11:01 હવે હું આ ઈમેજને સપાટ કરું છું અને તેને મારી advertise.xcf ઈમેજ પર ખેંચું છું.
11:11 હું આ નામોને પછીથી બદલીશ.
11:18 હું શીર્ષકવિહોણી ઈમેજ પર પાછી જાવ છું, Edit અને Undo પર જાવ છું.
11:27 હવે હું પારદર્શિતા આશરે 50% સુયોજિત કરું છું.
11:36 લેયર પર જમણું ક્લિક કરો અને Flatten Image પસંદ કરો, અને આ ખેંચીએ એ પહેલા, હું ફક્ત લેયરને Frame X તરીકે નામ આપું છું અને કૌસમાં હું 100 મિલીસેકેંડ ટાઈપ કરું છું.
12:02 હવે હું આને advertise.xcf પર ખેંચું છું અને મારી ઈમેજ પર પાછી જાવ છું.
12:14 હું ctrl + Z દબાવું છું અને ઉપરનાં લેયરની opacity ને માનો કે કઈક લગભગ 75% બદલું છું.
12:26 લેયરમાં જમણું ક્લિક કરો અને Flatten Image પસંદ કરો.
12:34 હું આ લેયરને આ ઈમેજ પર ખેંચું છું.
12:39 અને આ એનીમેશન પગલાં માટે આ છે.
12:45 હવે મને આ ઈમેજ પર લોગો ખેંચવો પડશે અને અહીં મારી પાસે મારા 1લા 3 લેયરોનું મિશ્રણ છે.
12:57 અને અત્યારે મેં બસ સ્ક્રેપ લેયરને અહીં બંધ કર્યું છે અને હું dont save it પર ક્લિક કરીશ.
13:05 હવે આપણે જોઈશું કે આણે કેવી રીતે કામ કર્યું છે.
13:10 પરંતુ તે પહેલા હું અહીં મારા કામને સંગ્રહીત કરું છું.
13:15 અને હવે હું Filters, Animation અને Playback માં જાવ છું.
13:26 આ રહ્યું મારું એનીમેશન.
13:29 હું play પર ક્લિક કરું છું.
13:33 1લા તેને ચલાવીએ એ પહેલા મને આ લેયરોનાં નામો બદલવા પડશે.
13:43 બીજા અન્ય ઘણા બધા ઈમેજ વર્ડ પ્રોસેસિંગ વિકલ્પની જેમ જ તમે લેયરોનાં નામને બદલી કરી શકો છો.
13:56 માત્ર લખાણને નિશાન કરો, Ctrl + C દબાવો અને પછીના લેયર પર બેવાર ક્લિક કરીને Ctrl + V દબાવો અને આવશ્યક વસ્તુઓને બદલો.
14:14 હવે તમામ ફ્રેમો તેમનાં યોગ્ય નામો ધરાવે છે.
14:22 તો હું મારા ઈમેજ પર પાછી જાવ છું Filter, Animation, Playback પસંદ કરું છું અને ચાલો અહીં આની તરફ જોઈએ.
14:34 તમને મૂળભૂત ઈમેજ દેખાય છે.
14:38 અને તે બીજી ઈમેજમાં પરિવર્તિત થાય છે પરંતુ તે અત્યંત ઝડપી છે.
14:50 તે સેજ ધીમું હોઈ શકત.
14:55 તો હું સમય - નિર્ધારણને માની લો કે 200 મિલીસેકેંડ બદલીશ.
15:02 તો ફરીથી Filters, Animation, Playback.
15:15 મને લાગે છે કે આ વધારે સારું છે.
15:18 છેલ્લી વસ્તુ જે કરવી છે તે આ ઈમેજને ઇન્ડેક્સ કરવું છે અને તેને gif ઈમેજ તરીકે સંગ્રહવું છે. અને આ સરળતાથી થઇ ગયું.
15:30 બસ File, Save As પર જાવ અને ત્યારબાદ નામ એક્સટેન્શનને GIF માં બદલો અને Save પર ક્લિક કરો.
15:43 ત્યારબાદ મને વિકલ્પ ડાયલોગ મળે છે
15:47 અને gif અહીં આ લેયરોને સંભાળી શકતું નથી.
15:52 અને તે ફક્ત એનીમેશન ફ્રેમોને સંભાળી શકે છે.
15:57 તેથી હું તેને એનીમેશન તરીકે સંગ્રહવા ઈચ્છું છું.
16:04 GIF ફક્ત ગ્રે સ્કેલ અથવા ઇન્ડેક્સ ઈમેજોને જ સંભાળી શકે છે.
16:10 તેથી હું તેને ઇન્ડેક્સ પરિણામમાં પરિવર્તિત કરવા ઈચ્છું છું.
16:15 આ મૂળભૂત સુયોજન છે મારી વસ્તુ માટે મને આ પૂર્ણપણે સારા લાગે છે અને હું તેને બદલી કરી શકું છું પણ મને નથી લાગતું કે તે જરૂરી છે.
16:26 તો હું Export પર ક્લિક કરું છું.
16:29 અહીં તમે જુઓ છો Created With The GIMP અને Loop forever.
16:36 Frame disposal માં હું ફ્રેમથી ફ્રેમ બદલી કરવા ઈચ્છું છું.
16:43 અને આ અન્ય વિકલ્પો અનચેક થયેલ છે તો તેને અનચેક થયેલા રહેવા દો કારણ કે, જો હું સમય - નિર્ધારણને 5000 થી 2000 મિલીસેકેંડ બદલવા ઈચ્છું છું તો હું તે કરી શકું છું.
17:01 હવે Save પર ક્લિક કરો અને આપણે પરિણામ પર નજર ફેરવીશું.
17:07 અને તે માટે આપણે GIMP નહી વાપરીશું પણ મોઝીલા વાપરીશું.
17:13 મોઝીલામાં તે અપેક્ષા પ્રમાણે કામ કરે છે.
17:18 આવતા અઠવાડિયા સુધી મળીશું. આવજો.
17:22 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana