Drupal/C4/Hosting-a-Drupal-website/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | નમસ્તે મિત્રો Hosting a Drupal website પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
|
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - આપણી website માટે આપણા કોડ તથા ડેટાબેસ તૈયાર કરવું,
|
00:13 | આપણી Drupal website હોસ્ટ (આયોજિત) કરવી અને લોકલ કન્ટેન્ટ (સ્થાનિક ઘટક) ને આ website માં અપલોડ કરવું.
|
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04 અને Firefox web browser
|
00:28 | તમે તમારી પસંદનું કોઈપણ બ્રાઉઝર વાપરી શકો છો.
|
00:32 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમને ચાલુ Internet connection જોઇશે.
|
00:37 | એક વેબ હોસ્ટીંગ નિયંત્રણ પેનલ જેવું કે cPanel અને એક ડોમેઇન નામ
|
00:43 | સાથે જ તમને Drupal ની સાદી જાણકારી હોવી જોઈએ.
|
00:47 | જો નથી, તો સંદર્ભિત Drupal ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો.
|
00:53 | પહેલા ચાલો Drupal web hosting services વિશે શીખીએ.
|
00:57 | અહીં web hosting services ઉપલબ્ધ છે જેમ કે Godaddy, Bigrock અને HostCats.
|
01:06 | આ સેવા પ્રદાતાઓ cPanel આધારીત સ્વ:સંસ્થાપન સ્ક્રીપ્ટ સહીત છે.
|
01:12 | વ્યક્તિએ આ સેવા પ્રદાતાઓ પાસેથી કેટલીક જગ્યા ચૂકવીને લેવી પડશે.
|
01:17 | વેબસાઈટને હોસ્ટ (આયોજિત) કરવા માટે, આપણને આપણા સ્થાનિક Drupal website નાં કોડ તથા ડેટાબેઝની જરૂર રહેશે.
|
01:24 | આપણે જે હોસ્ટ (આયોજિત) કરવી છે ચાલો તે સ્થાનિક Drupal website ખોલીએ.
|
01:29 | આપણે પહેલા cache ને સાફ કરીશું. આવું કરવા માટે, ક્લિક કરો Configuration મેનુ.
|
01:35 | Development અંતર્ગત, Performance વિકલ્પ ક્લિક કરો.
|
01:40 | અહીં, Aggregate CSS files અને Aggregate JavaScript files વિકલ્પોમાંથી ચેકમાર્કો નીકાળો.
|
01:48 | Save configuration બટન પર ક્લિક કરો.
|
01:52 | હવે Clear all caches બટન ક્લિક કરો. તમે જોઈ શકો છો કે caches સાફ થઇ ગયા છે.
|
02:00 | હવે આપણે આપણું કોડ તૈયાર રાખીશું, આવું કરવા માટે File browser ખોલો.
|
02:06 | તે ફોલ્ડર પર જાવ જ્યાં આપણે Drupal સ્થાનિક રીતે સંસ્થાપિત કર્યું છે.
|
02:11 | હવે apps -> drupal -> htdocs ફોલ્ડરમાં જાવ.
|
02:16 | આ htdocs ફોલ્ડરમાં, આપણી પાસે આપણી સ્થાનિક website નાં કોડ છે. આ ફોલ્ડરને ચાલો કમ્પ્રેસ (સંકુચિત) કરીએ અથવા ઝીપ કરીએ.
|
02:25 | હું તેને મારા મશીનનાં Downloads ફોલ્ડરમાં સંગ્રહીશ.
|
02:30 | હવે આપણું કોડ તૈયાર છે.
|
02:32 | આગળ આપણે આપણા ડેટાબેઝ તૈયાર કરીશું. આપણી સ્થાનિક website નું phpMyAdmin ચાલો ખોલીએ.
|
02:41 | bitnami_drupal8 નામનાં database પર ક્લિક કરો.
|
02:46 | ટોંચનાં પેનલમાંથી Export બટન પર ક્લિક કરો.
|
02:50 | ત્યારબાદ Export method ને Custom તરીકે પસંદ કરો.
|
02:54 | Object creation options વિભાગ અંતર્ગત, Add DROP TABLE વિકલ્પ પર ચેકમાર્ક મુકો.
|
03:01 | નીચે સ્ક્રોલ કરીને નીચે આવેલ Go બટન ક્લિક કરો.
|
03:06 | ફાઈલને સંગ્રહવા માટે OK બટન ક્લિક કરો.
|
03:09 | મૂળભૂત Downloads ફોલ્ડર ખોલો અને એક્સપોર્ટ (નીકાસિત) કરેલ sql ફાઈલ અને htdocs zip ફાઈલ જુઓ.
|
03:18 | આગળ ચાલો cPanel ને સુયોજિત કરવાનું શીખીએ. આ કરવા માટે, Set Up બટન પર ક્લિક કરો.
|
03:25 | અહીં આપણને આપણું domain નામ પસંદ કરવું પડશે. મેં પહેલાથી જ codingfordrupal.info નામની ડોમેઇન ખરીદી છે.
|
03:33 | તમને અહીં તમારું પોતાનું domain નામ વાપરવું પડશે.
|
03:37 | ડોમેઇન કેવી રીતે ખરીદવી તેની વિગતો આ ટ્યુટોરીઅલનાં “Additional Material” લીંકમાં આપેલી છે.
|
03:43 | Next બટન પર ક્લિક કરો.
|
03:46 | અહીં આપણે ડેટા સેંટર (માહિતી કેન્દ્ર) પસંદ કરવું પડશે. હું Asia પર ક્લિક કરીશ અને Next બટન ક્લિક કરીશ.
|
03:53 | cPanel username માં, આપણે આપણું username આપવું પડશે.
|
03:58 | password માટે, હું ફક્ત Generate a password બટન પર ક્લિક કરીશ.
|
04:03 | તમે તમારી પસંદનું કોઈપણ username અને password ટાઈપ કરી શકો છો.
|
04:07 | ભવિષ્યનાં વપરાશ માટે login વિગતો નોંધી રાખો.
|
04:11 | ત્યારબાદ Next બટન ક્લિક કરો.
|
04:14 | આના પછી, તે આપણને પૂછે છે કે આપણને આપણી website ની રચના કરવા માટે wordpress જોઈએ છે કે.
|
04:20 | આપણે Drupal વેબસાઈટ હોસ્ટ (આયોજિત) કરવા જઈ રહ્યા છીએ.
|
04:23 | તો No, not now બટન ક્લિક કરો, ત્યારબાદ Finish બટન ક્લિક કરો.
|
04:28 | સેટઅપ (સુયોજન) ને પૂર્ણ થવા માટે અમુક મિનીટ લાગી શકે છે.
|
04:32 | સેટઅપ (સુયોજન) પત્યા બાદ, આપણને આ પ્રકારનો એક વિન્ડો દેખાશે. અહીં, Manage બટન પર ક્લિક કરો.
|
04:40 | આપણો cPanel મુખ્ય વિન્ડો હવે ખૂલેલ છે. આપણે આપણું Website Name, IP Address, વગેરે જોઈ શકીએ છીએ.
|
04:48 | કૃપા કરી આ પુષ્ઠ મારફતે જાવ અને વિકલ્પો દરમ્યાન એક્સપ્લોર (અન્વેષણ) કરો.
|
04:53 | આગળ આપણે cPanel માં database બનાવવું પડશે.
|
04:57 | File browser ખોલો અને આપણે જ્યાં Bitnami Drupal Stack સંસ્થાપિત કર્યું છે તે ફોલ્ડર ખોલો.
|
05:04 | હવે apps -> drupal -> htdocs -> sites -> default -> settings.php પર જાવ.
|
05:13 | settings.php ફાઈલ એડિટરમાં ખુલેલી રહેશે.
|
05:18 | નીચે સ્ક્રોલ કરી ફાઈલનાં અંતમાં જાવ. અહીં તમને database વિગતો દેખાશે.
|
05:24 | તમને cPanel માં database બનાવવા માટે આ વિગતો વાપરવી પડશે.
|
05:30 | cPanel મુખ્ય વિન્ડો પર જાવ.
|
05:33 | Databases અંતર્ગત, MySQL Database Wizard પર ક્લિક કરો.
|
05:37 | હવે settings.php ફાઈલમાંથી ડેટાબેઝ નામ કોપી કરો.
|
05:42 | અને તેને MySQL Database Wizard માં database નામ તરીકે પેસ્ટ કરો.
|
05:47 | Next Step બટન પર ક્લિક કરો.
|
05:50 | username અને password કોપી અને પેસ્ટ કરો.
|
05:55 | Create User બટન પર ક્લિક કરો.
|
05:57 | ALL PRIVILEGES વિકલ્પ પર ચેકમાર્ક મુકો.
|
06:01 | Next Step બટન પર ક્લિક કરો.
|
06:04 | Return to MySQL Databases ક્લિક કરો.
|
06:08 | અહીં આપણે database અને આપણે બનાવેલ user જોઈ શકીએ છીએ.
|
06:13 | આગળ ચાલો cPanel માં Drupal સંસ્થાપિત કરવું શીખીએ. ટોંચનાં પેનલમાં Home બટન ક્લિક કરો.
|
06:21 | Web Applications , અંતર્ગત Drupal પર ક્લિક કરો.
|
06:24 | જમણી બાજુએ, install this application બટન પર ક્લિક કરો.
|
06:29 | Location અંતર્ગત, તમને domain નામ દેખાશે.
|
06:33 | Version અંતર્ગત, તમે તમારી સ્થાનિક મશીનમાં સંસ્થાપિત કરેલી આવૃત્તિ પસંદ કરો. હું પસંદ કરીશ 8.2.6.
|
06:41 | Settings અંતર્ગત, આપણે administrator માટે આપણા પસંદનું username અને password આપવું જોઈએ.
|
06:48 | ભવિષ્યનાં વપરાશ માટે login વિગતો નોંધી લો.
|
06:52 | Advanced વિભાગમાં, આપણે database, email અને backup સુયોજિત કરી શકીએ છીએ.
|
06:58 | હું પસંદ કરીશ Let me manage these settings.
|
07:02 | Database Management માં, Let me choose an existing database પસંદ કરો.
|
07:07 | Database Name માં, આપણે પહેલા બનાવેલો ડેટાબેઝ પસંદ કરો.
|
07:12 | Database Username અને Password માં, settings.php ફાઈલમાંથી વિગતો આપો.
|
07:19 | Table Prefix માં, ફીલ્ડ (ક્ષેત્ર) ખાલી રાખો.
|
07:23 | હવે Install બટન પર ક્લિક કરો.
|
07:26 | સંસ્થાપન પત્યા બાદ, આપણને અહીં આપણી website નું નામ દેખાશે. તેના પર ક્લિક કરો.
|
07:33 | આપણી website સફળતાપૂર્વક હોસ્ટ (યોજિત) થઇ ગયી છે.
|
07:36 | પરંતુ આપણે તેને આપણા લોકલ કંટેન્ટ (સ્થાનિક ઘટક) વડે અપડેટ (સુધારિત) કરવું પડશે. તો ચાલો આ website માં આપણા લોકલ કંટેન્ટ (સ્થાનિક ઘટક) ને અપલોડ કરવાનું શીખીએ.
|
07:45 | cPanel મુખ્ય વિન્ડો પર જાવ અને ટોંચના પેનલમાં આવેલ Home બટન ક્લીક કરો.
|
07:51 | આપણે cPanel નું File Manager ખોલીશુ.
|
07:55 | Web Root વિકલ્પ પસંદ થયેલ રહે તેની ખાતરી કરી લો. Go બટન પર ક્લીક કરો.
|
08:01 | હવે આપણે public_html ફોલ્ડરમાં છીએ. ટોંચના પેનલમાં આવેલ Upload બટન ક્લીક કરો.
|
08:09 | Browse બટન પર ક્લીક કરો અને Downloads ફોલ્ડરમાંથી htdocs.zip ફાઈલ પસંદ કરો. ફાઈલ હવે સફળતાપૂર્વક અપલોડ થયી છે.
|
08:19 | તમારી પાસે જો મોટા માપની ફાઈલ હોય તો અપલોડ કરવા માટે કૃપા કરી Filezilla અથવા કોઈપણ SSH client નો ઉપયોગ કરો.
|
08:27 | હવે આ વિન્ડો બંધ કરો.
|
08:29 | File Manager વિન્ડોમાં, htdocs.zip ફાઈલ પર જાવ અને તેના પર ક્લીક કરો.
|
08:36 | હવે આ ફાઈલને એક્સટ્રેક્ટ (ખેંચી કાઢવું) કરવા માટે, ટોંચના પેનલમાં આવેલ Extract બટન ક્લીક કરો.
|
08:41 | દ્રશ્યમાન થયેલ પૉપઅપ વિન્ડોમાં, Extract File બટન પર ક્લીક કરો.
|
08:47 | ફાઈલ એક્સટ્રેક્ટ થયા બાદ, htdocs ફોલ્ડર પર બમણું ક્લીક કરો.
|
08:52 | હવે Sites ફોલ્ડર પર જાવ.
|
08:55 | અહીં આપણે default ફોલ્ડરની પરમિશન (પરવાનગી) બદલીશું.
|
08:59 | આવું કરવા માટે, Permissions કોલમ પર ક્લીક કરો અને તેને 755 કરો. આનાથી user ને write permission મળશે.
|
09:08 | ત્યારબાદ default ફોલ્ડરમાં જાવ અને settings.php ફાઈલની permissions બદલો.
|
09:16 | ફરીથી, Permissions કોલમ પર ક્લીક કરો અને તેને 600 કરો.
|
09:22 | આનાથી user ને write permission મળશે જેથી આપણે settings.php ફાઈલ એડીટ કરી શકીએ છીએ.
|
09:29 | settings.php ફાઈલ ખોલવા માટે, ટોંચની પેનલમાં આવેલ Code Editor બટન ક્લીક કરો.
|
09:35 | Edit બટન પર ક્લીક કરો.
|
09:37 | નીચેની તરફ સ્ક્રોલ કરી ફાઈલની અંતમાં આવો. અહીં આપણે database વિગતો જોઈ શકીએ છીએ.
|
09:43 | unix_socket લાઈનને કાઢો.
|
09:46 | હવે ટોંચની પેનલમાં આવેલ Save Changes બટન ક્લીક કરો.
|
09:50 | ટોંચની પેનલમાં આવેલ Up One Level બટન પર ક્લીક કરો.
|
09:54 | ફરી એકવાર, Up One Level બટન પર ક્લીક કરો. આપણને હવે આ કંટેન્ટ (ઘટક) ને public_html ફોલ્ડરમાં ખસેડવું પડશે.
|
10:04 | ફાઈલો અને ફોલ્ડરો પસંદ કરવા માટે, Select All બટન પર ક્લીક કરો.
|
10:09 | ટોંચના પેનલમાં આવેલ Move બટન ક્લીક કરો.
|
10:12 | file path માં, htdocs કાઢો.
|
10:16 | Move Files બટન પર ક્લીક કરો.
|
10:18 | બાજુના પેનલમાં, public_html ફોલ્ડર પર ક્લીક કરો.
|
10:24 | હવે public_html ફોલ્ડર એ આપણા સ્થાનિક website નાં કોડથી બદલાઈ ગયો છે.
|
10:32 | આગળ આપણે આપણા સ્થાનિક database ને આપણી જીવંત website પર ઈમ્પોર્ટ (આયાત) કરવું પડશે. આવું કરવા માટે, cPanel મુખ્ય વિન્ડોમાં જાવ.
|
10:41 | Databases અંતર્ગત, phpMyAdmin પર ક્લીક કરો.
|
10:45 | બાજુનાં પેનલમાં, આપણે પહેલા બનાવેલ database પર ક્લીક કરો.
|
10:50 | ટોંચની પેનલમાં આવેલ Import બટન ક્લીક કરો.
|
10:54 | ત્યારબાદ Browse બટન પર ક્લીક કરો.
|
10:56 | હવે sql ફાઈલ પસંદ કરો જે આપણે આપણા સ્થાનિક Drupal માંથી એક્સપોર્ટ (નિકાસ) કરી હતી.
|
11:02 | છેલ્લે, Go બટન પર ક્લીક કરો. તમે જોઈ શકો છો કે sql ફાઈલ સફળતાપૂર્વક ઈમ્પોર્ટ (આયાત) થઇ ગયી છે.
|
11:10 | હવે બ્રાઉઝરમાં નવું ટેબ ખોલો અને એડ્રેસ બારમાં આપણું domain નામ ટાઈપ કરો. આપણી Drupal વેબસાઈટ સફળતાપૂર્વક હોસ્ટ (આયોજિત) થઇ ગયી છે.
|
11:20 | આ સાથે, આપણું ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.
|
11:24 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા-
આપણી website માટે આપણા કોડ અને ડેટાબેઝ તૈયાર કરવા, આપણી Drupal website ને હોસ્ટ (આયોજિત) કરવી અને આ website પર આપણા સ્થાનિક કંટેન્ટ (ઘટક) ને અપલોડ કરવું. |
11:38 | આ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
|
11:46 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે, અમને લખો.
|
11:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture ભારત સરકારનાં આપેલ વિભાગ દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
|
12:09 | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |