DWSIM/C2/Shell-and-Tube-Heat-Exchanger/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે DWSIM માં Shell & Tube Heat Exchanger ને સીમ્યુલેટ કરવા પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: |
00:11 | Shell & Tube Heat Exchanger ને સીમ્યુલેટ કરવું, |
00:14 | Outlet stream temperatures ગણતરી કરવા, |
00:17 | Overall Heat Transfer Coefficient ગણતરી કરવું, |
00:20 | Heat Exchange Area ગણતરી કરવું, |
00:23 | Thermal Efficiency અને LMTD ગણતરી કરવું. |
00:27 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું DWSIM 4.3 અને Windows 7. |
00:36 | આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરાયેલ પ્રક્રિયા બાકી OS માં પણ સમાન છે, જેવી કે-
Linux, Mac OS X અથવા ARM પર FOSSEE OS . |
00:48 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને આવડવું જોઈએ કે કેવી રીતે flowsheet માં components ઉમેરવા છે. |
00:55 | thermodynamic packages પસંદ કરવા છે અને material stream ઉમેરવી અને તેમની પ્રોપર્ટીઓ સ્પષ્ટ કરવી છે. |
01:03 | પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઈટ પર ઉલ્લેખાયા છે. |
01:08 | તમે આ site થી આ ટ્યુટોરીયલો અને તમામ સંકળાયેલ ફાઈલોને એક્સેસ કરી શકો છો. |
01:14 | અહીં, આપણે આપેલને નક્કી કરવા માટે એક flowsheet ડેવલપ (વિકસિત) કરીશું: Outlet stream temperatures, |
01:19 | Overall Heat Transfer coefficient અને Heat Exchange area. |
01:24 | અહીં, આપણે આપીએ છીએ Compounds અને Inlet stream conditions. |
01:29 | અહીં, આપણે આપીએ છીએ Heat Exchanger પ્રોપર્ટીઝ અને Property package. |
01:34 | અહીં, આપણે આપીએ છીએ Shell & Tube Heat Exchanger પ્રોપર્ટીઝ. |
01:39 | મેં મારી મશીન પર DWSIM પહેલાથી જ ખોલ્યું છે. |
01:44 | File મેનુ પર જાવ અને પસંદ કરો New Steady-state Simulation. |
01:50 | Simulation Configuration Wizard વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
01:54 | નીચેની તરફે, Next પર ક્લીક કરો. |
01:57 | હવે, Compounds Search ટેબમાં, ટાઈપ કરો Methanol. |
02:03 | ChemSep ડેટાબેઝમાંથી પસંદ કરો Methanol . |
02:07 | એજ પ્રમાણે, ઉમેરો Water. |
02:11 | નીચેની તરફે, Next પર ક્લીક કરો. |
02:14 | હવે આવે છે Property Packages. |
02:18 | Available Property Packages માંથી, Raoult’s Law પર બમણું-ક્લીક કરો. |
02:24 | ત્યારબાદ Next બટન પર ક્લીક કરો. |
02:28 | આપણે Flash Algorithm નામના એક નવા વિન્ડો પર ખસેડાયા છીએ. |
02:33 | Default Flash Algorithm માંથી, પસંદ કરો Nested Loops(VLE). |
02:39 | Next બટન પર ક્લીક કરો. |
02:42 | આગળનું વિકલ્પ છે System of Units. |
02:46 | System of Units અંતર્ગત, પસંદ કરો C5. |
02:51 | નીચેની તરફે, Finish બટન પર ક્લીક કરો. |
02:55 | સારી રીતે દેખાય એ માટે ચાલો simulation window ને મોટું કરીએ. |
03:00 | હવે, ચાલો બે material streams શામેલ કરીએ જે Heat Exchanger દાખલ કરે છે. |
03:06 | મુખ્ય સિમ્યુલેશન વિન્ડોની જમણી બાજુએ, Flowsheet Objects પર જાવ. |
03:12 | Filter List ટેબમાં, ટાઈપ કરો Material Stream. |
03:17 | પ્રદર્શિત યાદીમાંથી, એક Material Stream ને ડ્રેગ કરી Flowsheet પર ડ્રોપ કરો. |
03:23 | MSTR-000 પર તેની પ્રોપર્ટીઝ જોવા માટે ક્લીક કરો. |
03:29 | ચાલો આ stream નું નામ બદલીને Water In કરીએ. |
03:34 | હવે આપણે Water In stream પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું. |
03:40 | Input Data પર જાવ. |
03:43 | Flash Spec ને Temperature and Pressure (TP) તરીકે પસંદ કરો, જો પહેલાથી પસંદ ન હોય તો. |
03:50 | મૂળભૂત રીતે, Temperature and Pressure પહેલાથી જ Flash Spec તરીકે પસંદ થયેલા છે. |
03:56 | Temperature ને બદલીને કરો 10 degree Centigrade અને Enter દબાવો. |
04:02 | Pressure ને બદલીને કરો 1 bar અને Enter દબાવો. |
04:08 | Mass Flow બદલીને કરો 15000 kg/h અને Enter દબાવો. |
04:16 | હવે ચાલો feed stream કમ્પોઝીશન (રચનાઓ) સ્પષ્ટ કરીએ. |
04:21 | Composition અંતર્ગત, Mole Fractions તરીકે Basis પસંદ કરો, જો પહેલાથી પસંદ ન થયેલ હોય તો. |
04:29 | મૂળભૂત રીતે, Basis તરીકે Mole Fractions પસંદ થયેલ છે. |
04:34 | હવે Methanol માટે, 0 તરીકે Amount દાખલ કરો અને Enter દબાવો. |
04:42 | એજ પ્રમાણે, Water માટે, તેને 1 તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
04:50 | જમણી બાજુએ, Accept Changes કરવા માટે આ લીલા ટીક (ખુણ) પર ક્લીક કરો. |
04:55 | હવે બીજી એક Material Stream ને ફ્લૉશીટ પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:01 | Material Stream “MSTR-001” ની પ્રોપર્ટીઝ જોવા માટે તેના પર ક્લીક કરો. |
05:08 | ચાલો આ stream નું નામ બદલીને Methanol In કરીએ. |
05:13 | હવે આપણે Methanol In સ્ટ્રીમ પ્રોપર્ટીઝ સ્પષ્ટ કરીશું. |
05:19 | Input Data પર જાવ. Temperature and Pressure (TP) તરીકે પસંદ કરો Flash Spec . |
05:26 | મૂળભૂત રીતે, Temperature and Pressure ફરીથી Flash Spec તરીકે પહેલાથી જ પસંદ થયેલા છે. |
05:33 | Temperature ને બદલીને કરો 80 degC અને Enter દબાવો. |
05:40 | Pressure બદલીને કરો 5 bar અને Enter દબાવો. |
05:46 | Mass Flow બદલીને કરો 25000 kg/h અને Enter દબાવો. |
05:55 | હવે, ચાલો Methanol In stream compositions સ્પષ્ટ કરીએ. |
06:01 | Composition અંતર્ગત, Basis ને Mole Fractions તરીકે પસંદ કરો, જો તે પહેલાથી પસંદ થયેલ ન હોય તો. |
06:09 | મૂળભૂત રીતે, Mole Fractions એ Basis તરીકે પસંદ થયેલ છે. |
06:14 | હવે, Methanol માટે, 1 તરીકે Amount દાખલ કરો અને Enter દબાવો. |
06:22 | એજ પ્રમાણે, Water માટે, તેને 0 તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
06:30 | જમણી બાજુએ, Accept Changes કરવા માટે આ લીલા ટીક (ખુણ) પર ક્લીક કરો. |
06:35 | હવે, ચાલો હજુ બે material streams દાખલ કરીએ જે Heat Exchanger થી એક્ઝિટ (નિર્ગમ) કરે છે. |
06:41 | આવું કરવા માટે, ચાલો એક Material Stream ડ્રેગ કરીએ. |
06:45 | હવે ચાલો તેને ગોઠવીએ. |
06:48 | તે stream ને અનસ્પેસિફાઇડ (અનિર્દિષ્ટ) તરીકે છોડી દો. |
06:52 | આપણે આ stream નું નામ બદલીને Water Out કરીશું. |
06:57 | આગળ, આપણે બીજી એક Material Stream દાખલ કરીશું. |
07:01 | ચાલો ફરીથી તેને ગોઠવીએ. |
07:04 | તે stream ને અનસ્પેસિફાઇડ (અનિર્દિષ્ટ) તરીકે છોડી દો. અને આ stream ને Methanol Out તરીકે નામ આપો. |
07:11 | હવે, ચાલો flowsheet માં એક Heat Exchanger દાખલ કરીએ. |
07:17 | Flowsheet Objects પર જાવ. |
07:20 | Filter list ટેબમાં, ટાઈપ કરો Heat Exchanger. |
07:25 | પ્રદર્શિત Heat Exchanger પર ક્લીક કરો. |
07:28 | તેને flowsheet પર ડ્રેગ અને ડ્રોપ કરો. |
07:31 | સારી રીતે દેખાવા માટે જોઈએ તે રીતે હવે ચાલો તેને ગોઠવીએ. |
07:36 | ચાલો તેના પર ક્લીક કરીએ. |
07:38 | ડાબી બાજુએ, આપણે Property Editor Window નામનું એક ટેબ જોઈ શકીએ છીએ. |
07:44 | Connections અંતર્ગત, Inlet Stream 1 વિરુદ્ધના ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Methanol In. |
07:54 | આગળ, Outlet Stream 1 વિરુદ્ધના ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Methanol Out. |
08:03 | ત્યારબાદ Inlet Stream 2 વિરુદ્ધના ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Water In. |
08:11 | પછી Outlet Stream 2 વિરુદ્ધના ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Water Out. |
08:21 | હવે આગળના વિભાગ પર જઈએ- Calculation Parameters. |
08:27 | અહીં, પહેલો વિકલ્પ છે Calculation Type. |
08:32 | Calculation Type વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. |
08:35 | પસંદ કરો Shell and Tubes Exchanger Ratings. |
08:40 | આગળ, Flow Direction વિરુદ્ધ આવેલ ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો. |
08:45 | પસંદ કરો Counter Current. |
08:48 | ત્યારબાદ Cold Fluid Pressure Drop વિરુદ્ધ field પર ક્લીક કરો અને દાખલ કરો 0.002 bar.
ત્યારબાદ Enter દબાવો. |
09:01 | Hot Fluid Pressure Drop વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 0.025 bar તરીકે દાખલ કરો. |
09:10 | ત્યારબાદ Enter દબાવો. |
09:13 | હવે આપણે Shell & Tube Exchanger ની પ્રોપર્ટીઝ દાખલ કરીશું. |
09:18 | Edit Shell and Tube Heat Exchanger Properties પર ક્લીક કરો. |
09:24 | Shell and Tube Exchanger Properties વિન્ડો ખુલે છે. |
09:28 | અહીં, આપણે Shell and Tube side configurations માટે મૂળભૂત વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
09:34 | પહેલા આપણે Shell Side Configuration ને edit કરીશું. |
09:39 | Shell in Series વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 1 તરીકે દાખલ કરો. |
09:46 | Shell Passes વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 2 તરીકે દાખલ કરો. |
09:53 | Internal Diameter વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 1000 તરીકે દાખલ કરો. |
10:00 | Fouling Factor વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 0.00035 તરીકે દાખલ કરો. |
10:10 | Baffle Spacing વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 250 તરીકે દાખલ કરો. |
10:17 | Baffle Cut(% diameter) વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 25 તરીકે દાખલ કરો. |
10:24 | આ સાથે Shell Side Configuration પૂર્ણ થાય છે. |
10:28 | હવે આપણે Tube Side Configuration એડિટ કરીશું. |
10:33 | Internal Diameter વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 15 તરીકે દાખલ કરો. |
10:40 | External Diameter વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 20 તરીકે દાખલ કરો. |
10:47 | Length વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 5 તરીકે દાખલ કરો. |
10:54 | Fouling Factor વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 0.00035 તરીકે દાખલ કરો. |
11:03 | Roughness વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 0.05 તરીકે દાખલ કરો. |
11:11 | Thermal Conductivity વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 60 તરીકે દાખલ કરો. |
11:18 | Passes per Shell વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 4 તરીકે દાખલ કરો. |
11:25 | Tubes per Shell વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 1024 તરીકે દાખલ કરો. |
11:33 | Tube Spacing વિરુદ્ધ આવેલ ફિલ્ડ પર ક્લીક કરો અને તેને 25 તરીકે દાખલ કરો. |
11:40 | Tube Layout વિરુદ્ધ આવેલ ડ્રોપ ડાઉન પર ક્લીક કરો અને પસંદ કરો Square. |
11:47 | Fluid in Tubes વિરુદ્ધ Cold વિકલ્પ પસંદ કરો. |
11:53 | હવે તમામ Shell & Tube Exchanger Properties સ્પષ્ટ થઇ ગયી છે. |
11:58 | Shell and Tube Exchanger Properties વિન્ડોને બંધ કરો તે માટે વિન્ડોની ટોંચે જમણી બાજુએ આવેલ લાલ ક્રોસ માર્ક (ચોકડી ચિન્હ) ને ક્લીક કરો. |
12:06 | હવે આપણે simulation ને run કરીશું. |
12:09 | તો, ટૂલબારમાંથી, Solve Flowsheet બટન પર ક્લીક કરો. |
12:15 | ગણતરી જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે Flowsheet માં Heat Exchanger પર ક્લીક કરો. |
12:21 | Heat Exchanger ના Property Editor Window માંથી, Calculation Parameters વિભાગ નિર્ધારિત કરો. |
12:28 | Cold Fluid Outlet Temperature તપાસો. તે છે 66.15 degree Centigrade. |
12:37 | Hot Fluid Outlet Temperature તપાસો. તે છે 40.95 degree Centigrade. |
12:45 | Overall Heat Transfer Coefficient તપાસો. તે છે 191.83 Watt per meter square kelvin. |
12:54 | Heat Exchange Area તપાસો. તે છે 319.12 meter square. |
13:01 | Heat Exchanger ના Property Editor Window માંથી, નિર્ધારિત કરો Results વિભાગ. |
13:08 | Results વિભાગ અંતર્ગત, તપાસ કરો Thermal efficiency; તે છે 79.05 %. |
13:17 | Log Mean Temperature Difference તપાસો; તે છે 21.25 degree Centigrade. |
13:25 | હવે આપણે તપાસ કરીશું stream- મુજબના તાપમાન પરિણામો અને Material balance. |
13:32 | Insert મેનુ પર જાવ અને પસંદ કરો Master Property Table. |
13:39 | Master Property Table ને એડિટ કરવા માટે તેના પર બમણું-ક્લીક કરો. |
13:44 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
13:49 | Name ને Heat Exchanger – Stream Wise Results તરીકે દાખલ કરો. |
13:55 | Material Stream તરીકે Object Type દાખલ કરો. |
13:59 | મૂળભૂત રીતે, Material Stream એ પહેલાથી જ પસંદ થયેલ છે. |
14:03 | તો, આપણે તેને બદલીશું નહી. |
14:06 | Properties to display અંતર્ગત, આપેલ તરીકે Object પસંદ કરો: Water In, Methanol In, Water Out અને Methanol Out. |
14:18 | Property અંતર્ગત, તમામ પેરામીટરો જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
14:24 | હવે પ્રોપર્ટીઝ આપેલ તરીકે પસંદ કરો: Temperature, |
14:29 | Pressure, |
14:31 | Mass Flow, Molar Flow, |
14:36 | Molar Fraction(Mixture) / Methanol, |
14:41 | Molar Fraction(Mixture) / Water. |
14:45 | આ વિન્ડોને બંધ કરો. |
14:48 | સારી રીતે દેખાય એ માટે Master Property Table ને ખસેડો. |
14:54 | અહીં, આપણે Inlet અને Outlet streams માટે અનુરૂપ પરિણામો જોઈ શકીએ છીએ. |
15:00 | હવે આપણે Heat Exchanger ની પ્રોપર્ટીઝ તપાસ કરીશું. |
15:05 | Insert મેનુ પર જાવ અને પસંદ કરો Master Property Table. |
15:11 | Master Property Table પર બમણું-ક્લીક કરો. |
15:15 | Configure Master Property Table વિન્ડો ખુલે છે. |
15:20 | Name ને Heat Exchanger – Results તરીકે દાખલ કરો. |
15:25 | Heat Exchanger તરીકે Object Type દાખલ કરો. |
15:31 | Properties to display અંતર્ગત, HE-004 તરીકે Object પસંદ કરો. |
15:39 | Property અંતર્ગત, તમામ પેરામીટરો જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
15:45 | હવે, આપેલ તરીકે પ્રોપર્ટીઝ પસંદ કરો: Global Heat Transfer Coefficient (U), |
15:52 | Heat Exchange Area (A),
Heat Load, |
15:57 | Cold fluid outlet temperature, |
15:59 | Hot fluid outlet temperature, |
16:04 | Logarithmic mean temperature difference LMTD અને Thermal Efficiency. |
16:12 | આ વિન્ડોને બંધ કરો. |
16:15 | સારી રીતે દેખાય એ માટે Master Property Table ને ખસેડો. |
16:22 | અહીં આપણે Heat Exchanger માટે અનુરૂપ પરિણામો જોઈ શકીએ છીએ. |
16:27 | ચાલો સારાંશ લઈએ. |
16:29 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા: Shell & Tube Heat Exchanger ને સીમ્યુલેટ કરવું, |
16:35 | Outlet stream temperatures ગણતરી કરવા, |
16:38 | Overall Heat Transfer Coefficient ગણતરી કરવું, |
16:41 | Heat Exchange Area ગણતરી કરવું, |
16:44 | Thermal Efficiency અને LMTD ગણતરી કરવું. |
16:48 | એસાઈનમેન્ટ તરીકે, વિભિન્ન Compounds, feed conditions અને Thermodynamics સાથે આ સિમ્યુલેશનને દોહરાવો. |
16:57 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. |
17:01 | તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
17:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
17:14 | તમારા પ્રશ્નોને અમારા ફોરમ પર પોસ્ટ કરો. |
17:18 | FOSSEE ટીમ પ્રવર્તમાન ફ્લો શીટ્સના DWSIM માં રૂપાંતરણનું સંકલન કરે છે. |
17:25 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
17:32 | FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. |
17:38 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
17:44 | FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. |
17:50 | જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગત માટે, કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો. |
17:57 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
18:05 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |