CellDesigner/C3/Build-and-Modify-Process-Diagram/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. CellDesigner’ના આ સ્પોકન ટ્યૂટોરિઅલ 'Build and Modify Process Diagram'માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું : Macrosનો ઉપયોગ, Draw વિસ્તારમાં Componentsને move કરવું, speciesની ફરતે reaction line જોડવી. |
00:18 | reaction lineને સંરેખિત(Align) અને વિસ્તૃત(extend) કરવી, Product અને Reactant ને ઉમેરવા. |
00:23 | આ ટ્યૂટોરિઅલ માટે , હું Ubuntu Linux OS version 14.04 , CellDesigner version 4.3 અને Java version 1.7 વાપરી રહી છું. |
00:35 | આ ટ્યૂટોરિઅલને સમજવા તમે undergraduate Biochemistryના અને CellDesigner ઇન્ટરફેઝના પરિચિત હોવા જરૂરી છો. |
00:43 | જો તમે ન જાણતા હોવ,તો તેને સંબંધિત CellDesigner tutorials અમારી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. ‘’’www.spoken-tutorial.org’’’ |
00:51 | ચાલો તો શરુ કરીએ. |
00:53 | તમે અહીં જે જોઈ રહ્યા છો તે Alanine Biosynthesis માટેનું એક કન્વેનશનલ (પ્રણાલીગત) ડાયાગ્રામ(આકૃતિ) છે. |
00:58 | હવે આપણે CellDesignerની મદદથી આ પ્રોસેસ ડાયાગ્રામને બનાવીશું. |
01:02 | Ctrl+Alt+T કીઝ એકસાથે દબાવી terminal ને ખોલીએ. |
01:09 | હવે ટાઈપ કરીએ ./runCellDesigner4.3 અને Enter દબાવીએ. |
01:20 | CellDesigner વીન્ડો તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ખુલે છે. |
01:24 | હવે નવી ફાઈલ CTRL+N દબાવી ખોલીએ અને તેને Build and Modify Process Diagramનામ આપીએ. |
01:34 | width અને length જે ડિફોલ્ટ છે તે જ રાખીશું અને Ok બટન ઉપર ક્લિક કરીશું. |
01:39 | હવે આપણે જોઈએ કે ‘Macros’ શું છે! |
01:42 | Macros એ વારંવાર વપરાતા Components sets છે જે ડાયાગ્રામને સરળતાપૂર્વક બનાવવા ઉપયોગી નીવડે છે. |
01:47 | ટૂલબાર ઉપર, Catalysis માટે Macros આઇકોન ઉપર ક્લિક કરીએ અને પછી Draw વિસ્તાર ઉપર ક્લિક કરીએ. |
01:57 | હવે આપણી પાસે draw વિસ્તારમાં Macros-Catalysis reaction આવી ગયું છે. |
02:02 | ચાલો હવે બધા કમ્પોનંટ્સને Draw વિસ્તારની બીજી બાજુએ ખસેડતા શીખીએ. |
02:08 | તે માટે 'Edit' menu ઉપર ક્લિક કરો અને પછી 'Select All' ક્લિક કરો. |
02:16 | વિલ્કપ વૈકલ્પિક રીતે Ctrl + A ' કીઝ પણ ક્લિક કરી શકો છો. |
02:21 | બધા Components હવે પ્રકાશિત છે. |
02:24 | હવે પ્રકાશિત થયેલા Components ઉપર કશે પણ ક્લિક કરીએ અને યોગ્ય સ્થાન ઉપર ડ્રેગ કરીએ . |
02:30 | ચાલો આગળ વધીએ. |
02:32 | Draw વિસ્તાર ઉપર કશે પણ ક્લિક કરી પ્રકાશિત કમ્પોનંટ્સને અનચેક કરીએ. |
02:37 | પાછા Draw વિસ્તારમાં , Generic Protein S1 ઉપર રાઈટ-ક્લિક કરીએ. |
02:43 | પછી 'Change Identity' વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
02:47 | 'class' બોક્સમાં , Protein ને Simple Moleculeમાં બદલીએ. |
02:53 | Name માં ટાઇપ કરો : 2-keto-isovalerate. |
02:58 | ત્યાર બાદ ‘Apply’ બટન ઉપર ક્લિક કરો. |
03:02 | ડાયલોગ બોક્સમાં ‘The Same Species Exists’ માટે ‘No’ ઉપર ક્લિક કરો. |
03:10 | જો તમે આ બદલાવને સ્પીશિશના બધા જ કમ્પોનંટ્સ ઉપર જોવા માંગતા હોવ તો ‘Yes’ ઉપર ક્લિક કરો. અહીં,હું ‘No’ ક્લિક કરીશ. |
03:20 | નોંધ લો કે Generic Protein S1, એ simple molecule બન્યું છે જેનું નામ છે 2-keto-isovalerate છે. |
03:30 | નામનો સમાવેશ કરવા હું મોલેક્યુલને ડ્રેગ કરીશ. |
03:34 | end-pointના કેન્દ્રમાં રાઈટ-ક્લિક કરો , Generic protein-S1 જે એક product છે. |
03:42 | identity ને Simple Molecule માં બદલો અને name આપો Valine. |
03:50 | Apply બટન ઉપર ક્લિક કરો. |
03:52 | draw વિસ્તારમાં તમારીએ પાસે Valine આવી ગયું છે. |
03:36 | ત્યાર બાદ, catalyst S2.ને ફરીનામ આપો, તેના ઉપર રાઈટ ક્લિક કરો અને Edit Proteinને સિલેક્ટ કરો. |
04:06 | ‘name’ ક્ષેત્રમાં , ટાઈપ કરો Aminotransferase. |
04:11 | Update ઉપર ક્લિક કરીએ અને ડાયલોગ બોક્સને બંધ કરીએ. |
04:16 | નામનો સમાવેશ કરવા મોલેક્યુલના ખૂણાને ડ્રેગ કરો. |
04:21 | ત્યાર બાદ, ચાલો હવે આ જોડાયેલા રિએક્શનનું સ્થાન બદલીએ . |
04:25 | 'end-point' species ના કેન્દ્ર ઉપર ક્લિક કરો જે છે Valine અને પસંદ કરેલ યોગ્ય સ્થાન ઉપર ડ્રેગ કરી ત્યાં તેને ડ્રોપ કરો. |
04:33 | Aminotransferase સાથે પણ તે પુનરાવર્તિત કરો. |
04:37 | નોંધ લો કે ‘end-point’ Species જ્યાં પણ જાય છે તેની સાથે જોડાયેલ રિએક્શન તેને અનુસરે છે. |
04:44 | હવે આપણે શીખીશું કે speciesની ફરતે reaction line કેવી રીતે જોડવી. |
04:49 | Reaction line એ Speciesની ફરતે કોઈ પણ 16 કનેક્શન પોઈન્ટ્સ ને જોડાઈ શકે છે. |
04:56 | હું તમને બતાઉં તે કેવી રીતે કરવું. |
04:59 | CTRL+N દબાવી નવી વીન્ડોવ ખોલીએ. |
05:04 | આ ક્ષેત્રને નામ આપીએ : Connection points |
05:08 | width and height જે ડિફોલ્ટ છે તે જ રાખો અને Ok ઉપર ક્લિક કરો . |
05:14 | Draw વિસ્તાર ઉપર , બે generic proteins ડ્રો કરો અને તેમને નામ આપો Protein 1 અને Protein 2. |
05:23 | main menuમાં ,State Transition આઇકોન ઉપર ક્લિક કરો. |
05:28 | પછી Draw વિસ્તાર ઉપર , ‘start-point' Species,Protein 1 ઉપર માઉસ ફેરવો. |
05:36 | હવે નોંધ લો કે બધા 16 કનેક્શન પોઈન્ટ્સ તમને ભૂખરા રંગમાં પ્રકાશિત થતા દેખાય છે. |
05:42 | નોંધ લો કે આ કનેક્શન પોઈન્ટ્સમાંથી કોઈ પણ એક પોઇન્ટ ઉપર જ્યારે કર્સર આવે છે, ત્યારે તે પોઇન્ટ ભૂરા રંગમાં ફેરવાઈ જશે. |
05:49 | ચાલો હવે કોઈ એક કનેક્શન પોઇન્ટ ઉપર ક્લિક કરીએ. |
05:53 | આ જ પ્રમાણે , ‘end-point' Species જે Protein 2 છે તેના ઉપર માઉસ ફેરવો. |
06:00 | ફરી,જેમ અગાઉ સમજાવ્યું તે મુજબ, તમને યોગ્ય લાગતા કનેક્શન પોઇન્ટ ઉપર ક્લિક કરો. |
06:05 | તમારા પસંદ કરેલ કનેક્શન પોઈન્ટ્સ વચ્ચે એક State Transition રિએક્શન લાઈન સર્જાય છે. |
06:12 | ત્યાર બાદ, આપણે ચાલો Reaction lineને સંરેખિત(align) કરીએ. |
06:16 | Protein 1 and Protein 2 વચ્ચે રહેલ State transition reaction line ઉપર ક્લિક કરીએ. |
06:21 | નોંધ લો reaction line ઉપરના બે process nodes પ્રકાશિત થાય છે. |
06:27 | જો આપણે આ બંને process nodesમાંથી એક ઉપર માઉસ ફેરવીએ છીએ, તો એક ‘plus’ ચિહન દૃશ્યમાન થાય છે. |
06:34 | કોઈ એક process nodes ઉપર ક્લિક કરીએ. |
06:37 | હવે પોઇન્ટર ને પસંદિત connection point ઉપર ડ્રેગ કરી સ્થાપિત કરો. |
06:43 | પ્રકાશિત કમ્પોનંટ્સને અનચેક કરવા ડ્રો વિસ્તારમાં ગમે ત્યાં ક્લિક કરો. |
06:49 | reaction lineને વિસ્તારવા કે લંબાવવા , ક્લિક કરો. |
06:54 | હવે start-point અથવા end-point Species ઉપર રહેલા બંને માંથી એક process nodes ઉપર ક્લિક કરો. |
07:01 | હવે reaction line ને, પસંદ કરેલા યોગ્ય કનેક્શન પોઇન્ટ સુધી લંબાવવા માઉસને ડ્રેગ કરો. |
07:07 | અહીંથી આપણે , આપણે Process diagram સાથે આગળ વધીશું. |
07:12 | ચાલો આપણે Build and Modify Process Diagram વીન્ડો ઉપર પાછા જઈએ. |
07:16 | ચાલો આ અહીં દેખાતા(વર્તમાન) રિએક્શન ઉપર એક Reactant અને એક Product ઉમેરીએ . |
07:21 | ટૂલ બારમાંથી બે simple molecules ક્લિક કરી તેને draw વિસ્તાર ઉપર સ્થાપિત કરીએ. |
07:27 | તેઓને નામ આપીએ : Glutamate અને 2-Oxoglutarate. |
07:36 | હવે તેને ડ્રેગ કરીને Simple molecules: 2-keto-isovalerate અને Valineને અડીને સ્થાપિત કરીએ. |
07:44 | અગાઉ સમજાવ્યું એ મુજબ , draw વિસ્તાર ઉપર આ કમ્પોનંટ્સને સંરેખિત(align) કરીએ. |
07:49 | અગાઉ જે સમજાવ્યુ છે તે મુજબ , મેં કમ્પોનંટ્સને સંરેખિત કરી દીધા છે. |
07:55 | ટૂલબાર ઉપરથી, આઇકોન ‘Add Product’ ઉપર ક્લિક કરો. |
08:00 | હવે માઉસને 2-keto-isovalerate અને Valine વચ્ચે રહેલા State Transition રિએક્શન ઉપર ફેરવો. |
08:07 | હવે પ્રકાશિત થયેલા process node ઉપર ક્લિક કરો. |
08:10 | ત્યાર બાદ માઉસને 2-Oxoglutarate ઉપર ફેરવો. |
08:17 | 16 પ્રકાશિત થયેલ process nodesમાંથી કોઈ પણ એક ઉપર ક્લિક કરો. |
08:21 | નોંધ લો કેState Transition અને 2-Oxoglutarateની વચ્ચે એક reaction line દૃશ્યમાન થાય છે. |
08:29 | હવે તે જ પ્રમાણે ‘Add Reactant’ આઇકોન ઉપર ક્લિક કરો. |
08:34 | Glutamate ઉપર માઉસ ફેરવો અને 16 પ્રકાશિત થયેલ process nodesમાંથી કોઈ એક ઉપર ક્લિક કરો. |
08:40 | ત્યાર બાદ , State Transition રિએક્શન ઉપર માઉસ ફેરવો અને process node ઉપર ક્લિક કરો. |
08:49 | ધ્યાનથી જુઓ ,State Transition અને Glutamateની વચ્ચે એક reaction line દૃશ્યમાન થાય છે. |
08:55 | હવે એક Reactant અને એક Productની સાથેનું એક સંપૂર્ણ Catalysis રિએક્શન આપણી પાસે આવી ગયું છે . |
09:01 | હું આ reactionને સંરેખિત કરીશ જેથી પ્રોસેસ ડાયાગ્રામમાં બીજા componentsનો સમાવેશ થઇ શકે. |
09:09 | ટૂલબાર માંથી આ આઇકોન્સનો ઉપયોગ કરો : State Transition Simple Molecule Generic Protein અને Catalysis |
09:18 | આ એક સંપૂર્ણ Process Diagram છે. |
09:22 | તેને બરાબર જોવા માટે , main menu બારમાં View ઉપર જાઓ અને Zoom Fit ઉપર ક્લિક કરો. |
09:32 | હવે તમે આ સંપૂર્ણ Process Diagram જુઓ. |
09:36 | ચાલો હવે સારાંશ જોઈએ. આ ‘’’Build and Modify Process Diagram’’’ ટ્યૂટોરિઅલમાં આપણે આ શીખ્યા : Macrosનો ઉપયોગ, |
09:42 | draw વિસ્તારમાં કમ્પોનંટ્સ ને Move કરવું, speciesની ફરતે કેનેક્શન લાઇનને જોડવી. |
09:48 | રિએક્શન લાઈનને સંરેખિત કરવી અને વિસ્તારવી, Product અને Reactant ઉમેરવા. |
09:54 | અભ્યાસ માટે : CellDesignerના ટૂલ્સનો ઉપયોગ કરી Methionine Biosynthesis માટે નો પ્રોસેસ ડાયાગ્રામ બનાવો # GTP/GD માટે Macros શોધો # ’Curve’ રિએક્શન લાઈન કેવી રીતે બનાવાય તે શોધો. |
10:11 | આ સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના વિષે જાણવા |
10:14 | આ લિંક :www.spoken-tutorial.org ઉપરનો વિડીયો નિહાળો તે આ સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ વિષે માહિતી આપે છે. |
10:19 | જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:24 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે. |
09:29 | જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. |
10:34 | વધુ માહિતી માટે અમને અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org] |
10:40 | સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે. |
10:54 | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર. |