C-and-C++/C2/If-And-Else-If-statement/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | C અને C++ માં કન્ડીશનલ સ્ટેટમેન્ટસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | સિંગલ statement કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00:14 | સ્ટેટમેંટોનાં જૂથને કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00:16 | આપણે ઉદાહરણો વડે આ કરીશું. |
00:19 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00:25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10. |
00:31 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:38 | ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:43 | પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે. |
00:49 | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, તે નિર્ણય લેવા માટે તે મદદ કરે છે. |
00:55 | આપણે કંડીશનો true અથવા false છે તે માટે તપાસ કરી શકીએ છીએ. |
01:00 | આપણે સિંગલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
01:07 | ચાલો if statements નાં પ્રવાહને સમજીએ. |
01:13 | અહીં, જો કંડીશન true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01:20 | જો કંડીશન false હોય તો, statement2 એક્ઝેક્યુટ થશે. |
01:29 | હવે આપણે else if સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, |
01:32 | અહીં, જો condition1 true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01:41 | જો condition1 false હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે condition2 છે. |
01:49 | જો condition2 true હોય તો, statement3 એક્ઝેક્યુટ થશે. |
01:54 | અને જો condition2 false હોય, તો statement2 એક્ઝેક્યુટ થશે. |
02:02 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. |
02:06 | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. |
02:09 | તો ચાલો હું તે ખોલું. |
02:13 | નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmt.c છે |
02:18 | આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. |
02:26 | ચાલો હું કોડ સમજાવું. |
02:30 | આ આપણી હેડર ફાઈલ છે. |
02:34 | આ આપણું મુખ્ય ફંક્શન છે. |
02:38 | અહીં આપણે ત્રણ ઈંટીજર વેરીએબલો જાહેર કર્યા છે a, b અને sum. |
02:46 | અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. |
02:49 | વપરાશકર્તા a અને b ની વેલ્યુઓ દાખલ કરશે. |
02:52 | વેલ્યુઓ variable a અને variable b માં સંગ્રહીત થશે. |
02:58 | 'scanf()ફંક્શન કંસોલમાંથી ડેટાને વાંચે છે. |
03:02 | તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે. |
03:06 | scanf() માં format specifier ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. |
03:10 | જેમ કે અહીં આપણી પાસે %d છે તે દર્શાવે છે કે આપણે ઈંટીજર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. |
03:18 | અહીં આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. |
03:22 | આપણે પરીણામ sum માં સંગ્રહીત કરીશું. |
03:25 | ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. |
03:29 | આ આપણું if statement છે. |
03:30 | અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, sum 20 કરતાં મોટો છે કે નહી. |
03:36 | જો કંડીશન true હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 20. |
03:42 | હવે ચાલો હું આ લાઈનોને comment કરું. |
03:48 | આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
03:51 | હવે Save પર ક્લિક કરો |
03:53 | પહેલા આપણે if સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું. |
03:58 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
04:09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space ifstmt dot c space -o space if અને એન્ટર દબાવો |
04:20 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./if એન્ટર દબાવો |
04:26 | તે આપેલ રીતે દેખાય છે, |
04:27 | Enter the value of a and b. |
04:31 | હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ. |
04:38 | આઉટપુટઆ રીતે દેખાય છે. Sum of a and b is 22 અને Sum is greater than 20. |
04:45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
04:48 | આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. |
04:52 | ચાલો હું અહીંથી comment રદ્દ કરું. |
04:56 | હું comment અહીં આપીશ. |
05:00 | હવે Save પર ક્લિક કરો. |
05:03 | આ આપણું else-if સ્ટેટમેંટ છે. |
05:05 | અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે Sum 10 કરતા વધારે છે કે નહી |
05:11 | જો કંડીશન true હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 10 and less than 20. |
05:18 | હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05:20 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
05:23 | ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
05:26 | તે આપેલ રીતે દેખાય છે, |
05:28 | Enter the value of a and b. |
05:30 | હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ. |
05:35 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે : Sum of a and b is 12. |
05:38 | sum 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે. |
05:42 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
05:44 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05:48 | હું અહીંથી અને અહીંથી comment રદ્દ કરીશ. હવે save પર ક્લિક કરો, |
05:56 | જો બંને કંડીશનો false હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is less than 10. |
06:04 | આ આપણું else સ્ટેટમેંટ છે. |
06:07 | હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06:11 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ |
06:18 | અહીં તે આપેલ રીતે દેખાય છે, |
06:19 | Enter the value of a and b. |
06:22 | હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ. |
06:27 | આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, sum of a and b is 8. |
06:31 | sum 10 કરતા ઓછો છે. |
06:34 | હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
06:38 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:41 | ધારો કે, અહીં if સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. |
06:47 | ચાલો જોઈએ શું થશે. Save પર ક્લિક કરો. |
06:50 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06:53 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06:56 | આપણને એક એરર દેખાય છે: else without a previous if |
07:02 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. |
07:07 | If સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. |
07:10 | અને else if સ્ટેટમેંટ ક્યારે પણ એક if વિના કામ કરશે નહી. |
07:16 | ચાલો એરર સુધાર કરીએ. અહીં અર્ધવિરામ રદ્દ કરો |
07:22 | હવે Save પર ક્લિક કરો. |
07:25 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. |
07:29 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
07:35 | a અને b ની વેલ્યુ દાખલ કરો |
07:37 | હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ. |
07:43 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
07:45 | Sum of a and b is 9. Sum 10 કરતા ઓછો છે. |
07:52 | હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
07:57 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
08:00 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
08:03 | તમારા કીબોર્ડ પર Shift, Ctrl અને S એકસાથે દબાવો. |
08:11 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને Save પર ક્લિક કરો |
08:20 | આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું |
08:26 | ચાલો using સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. |
08:30 | હવે search for and replace ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. |
08:35 | ચાલો cout statement થી printf સ્ટેટમેંટ બદલી કરીએ. |
08:40 | Replace all પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો |
08:46 | હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. |
08:49 | cin સ્ટેટમેંટ થી scanf સ્ટેટમેંટ બદલી કરો. |
08:54 | ટાઈપ કરો cin અને two closing angle brackets(>>) |
09:00 | કારણ કે આપણે C++ માં એક લાઈનને વાંચવા માટે cin >> function નો ઉપયોગ કરીએ છીએ. |
09:05 | હવે format specifiers ને રદ્દ કરો. |
09:09 | અલ્પવિરામ અને & (ampersand)રદ્દ કરો |
09:12 | અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. |
09:17 | ફરીથી & અને બંધ કૌંસ રદ્દ કરો હવે Save પર ક્લિક કરો |
09:25 | અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. |
09:32 | હવે (backslash)\n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો |
09:37 | હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો |
09:42 | ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસઅને બે અવતરણ ચિન્હમાં backslash n . "\n" |
09:49 | અહી પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું. |
09:53 | હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. |
09:59 | હવે Save પર ક્લિક કરો |
10:02 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
10:04 | ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10:10 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ space ifstmt.cpp space -o space if1 |
10:20 | અહીં આપણી પાસે if1 છે કારણ કે આપણે ફાઈલ ifstmt.c માટે આઉટપુટ પેરામીટરને if પર ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
10:31 | હવે Enter દબાવો |
10:32 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ./if1 અને Enter દબાવો |
10:39 | a અને b ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ. |
10:48 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, Sum of a and b is 30. |
10:52 | sum 20 કરતા મોટો છે. |
10:56 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:59 | હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. |
11:02 | સારાંશમાં. |
11:04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, if statement દા.ત. if(condition) |
11:11 | else if statement દા.ત. else if(condition) |
11:17 | એક એસાઈનમેંટ રૂપે, |
11:18 | એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે a એ b કરતા મોટો છે અથવા b કરતા નાનો છે. |
11:24 | સંકેત: if સ્ટેટમેંટ વાપરો. |
11:28 | બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે a, b કે c. |
11:34 | સંકેત: else-if સ્ટેટમેંટ વાપરો. |
11:38 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11:41 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:44 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11:50 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:54 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11:57 | વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
12:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12:09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:15 | આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
12:20 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |