Blender/C2/Camera-View-Settings/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:07 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:11 આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે.
00:16 આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું.
00:30 આ ટ્યુટોરીયલ જોયા બાદ,
00:32 આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું.
00:38 કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું;
00:43 અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું.
00:50 હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:54 જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01:02 મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે.
01:11 હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ.
01:15 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ.
01:21 મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો.
01:25 કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો.
01:29 જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે.
01:36 નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
01:45 આ Camera View છે.
01:49 ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે.
01:55 ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે.
02:01 રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે.
02:05 બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે.
02:11 ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
02:15 Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ.
02:20 તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે.
02:26 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો.
02:36 મેં આ સ્થાન પસંદ કર્યું છે.
02:40 Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ.
02:46 કેમેરો નવા સ્થાન પર ખસે છે.
02:49 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે.
02:54 બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે.
03:03 હવે આપણે આ જોઈશું.
03:05 કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો.
03:10 અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો.
03:17 યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે.
03:22 પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું.
03:26 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ.
03:32 હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો.
03:42 મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે.
03:53 ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ.
03:58 આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે.
04:04 હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું.
04:09 પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે.
04:15 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X ડબાઓ.
04:22 પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે.
04:26 બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે.
04:31 આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું.
04:38 હવે માઉસ ઉપર અને નીચે ખસેડો.
04:42 કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે
04:47 હવે, Y ને બે વાર દબાવો.
04:51 પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે.
04:56 બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે.
05:00 હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
05:05 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે.
05:12 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
05:16 આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે.
05:21 પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો.
05:25 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો.
05:43 બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ.
05:53 પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ.
05:59 હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે.
06:11 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
06:15 કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું.
06:24 G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
06:35 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે.
06:42 હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો.
06:48 કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે.
06:53 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
06:59 બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે.
07:05 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
07:10 હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો.
07:14 પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને.
07:19 ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો
07:30 ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ.
07:40 ડાબી તરફ ખસેડવા માટે A દબાવો.
07:51 જમણી તરફ ખસેડવા માટે D દબાવો.


08:02 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
08:05 બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને.
08:13 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
08:18 ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો.
08:25 શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો.
08:30 ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો.
08:38 શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો.
08:43 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
08:49 કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું છે .
08:59 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો.
09:04 D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
09:13 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે.
09:28 કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
09:33 હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે.
09:38 અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:43 હવે એક નવી ફાઇલમાં,
09:45 કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો
09:54 અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો.
10:00 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:08 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
10:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
10:30 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:33 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:38 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:45 જોડાવા બદ્દલ આભાર.
10:47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana