BASH/C3/Basics-of-functions/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો, Bash (બેશ) માં Basics of functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.11 | ફંક્શનોનું મહત્વ |
00.13 | ફંક્શન જાહેર કરવું |
00.15 | ફંક્શનને કોલ કરવું |
00.17 | ફંક્શનનો વર્ક ફ્લો |
00.19 | આ ઉદાહરણનાં મદદથી સમજીશું. |
00.22 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00.28 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org |
00.34 | આ ટ્યુટોરીયલ માટે હું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું. |
00.40 | અત્યાર સુધી આપણે GNU BASH આવૃત્તિ 4.1.10 વાપરી રહ્યા હતા. |
00.46 | હવે પછીથી, આપણે GNU BASH આવૃત્તિ 4.2 વાપરીશું. |
00.52 | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00.58 | હવે ફંક્શન શું છે અને તેના ઉપયોગો ચાલો જોઈએ. |
01.03 | ફંક્શન એટલે કમાંડોનો સંગ્રહ અથવા કે એક અલ્ગોરીધમ. |
01.08 | આનો ઉપયોગ અમુક ચોક્કસ કાર્ય કરવા જેવું છે. |
01.12 | ફંક્શન વાપરીને જટિલ પ્રોગ્રામ નાના નાના કાર્યમાં વિભાજીત કરવામાં આવે છે. |
01.18 | જેથી સ્ક્રીપ્ટની વાંચનીયતામાં સુધાર થાય છે અને ઉપયોગમાં સરળ રહે છે. |
01.24 | ફંક્શન જાહેર કરવા માટે બે સિન્ટેક્સો છે. |
01.28 | પહેલું સિન્ટેક્સ છે function space function underscore name |
01.32 | છગડીયા કૌંસમાં, |
01.34 | એક્ઝીક્યુટ કરવા માટે જોઈતા કમાંડો |
01.37 | બીજું સિન્ટેક્સ છે |
01.39 | function underscore name open and close round brackets |
01.42 | છગડીયા કૌંસમાં, |
01.44 | એક્ઝીક્યુટ કરવા માટે જોઈતા કમાંડો |
01.47 | Function call (ફંક્શન કોલ) ફંક્શન પ્રોગ્રામમાં ક્યાંથી પણ કોલ કરી શકાવાય છે. |
01.53 | તમને જ્યાં ફંક્શન કોલ કરવું છે ત્યાં ફંક્શનનું નામ ટાઈપ કરો. |
01.58 | કોલ કરવા માટે સિન્ટેક્સ એટલે પોતે ફંક્શનનું નામ હોય છે. |
02.02 | ચાલો સાદા ઉદાહરણની મદદથી આ સમજીએ. |
02.07 | function.sh ફાઈલમાં મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
02.12 | આ shebang line છે. |
02.14 | function કીવર્ડ આગળ ફંક્શનનું નામ લખીને ફંક્શન જાહેર કરાયું છે. |
02.21 | અહીં, machine આ ફંક્શનનું નામ છે. |
02.26 | છગડીયા કૌંસ અંતર્ગત આવેલ ઘટકને ફંક્શનની વ્યાખ્યા કહેવાય છે. |
02.32 | મેં મશીનની વિવિધ વિગતો દર્શાવી છે જેમ કે- |
02.36 | uname હાયફન a મશીનની માહીતી આપે છે. |
02.41 | w હાયફન h સીસ્ટમ પર લોગ ઇન થયેલ યુઝરો દર્શાવી આપે છે. |
02.46 | uptime મશીન ક્યારથી ચાલુ છે તે સમય આપે છે. |
02.51 | free મેમરી સ્ટેટસ આપે છે. |
02.54 | df હાયફન h ફાઈલ સીસ્ટમનું સ્ટેટસ આપે છે. |
02.57 | મુખ્ય પ્રોગ્રામ અહીં શરુ થાય છે. |
03.01 | આપણે “Beginning of main program” આ મેસેજ દર્શાવીએ છીએ. |
03.06 | અહીં, machine આ ફંક્શન કોલ છે. |
03.09 | ત્યારબાદ આપણે “End of main program” આ મેસેજ દર્શાવીએ છીએ. |
03.13 | ચાલો આ કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ. |
03.16 | જ્યારે bash interpreter ને ફંક્શનની વ્યાખ્યા મળે છે, તે ફંક્શનને સ્કેન કરે છે. |
03.23 | ફંક્શનનું નામ જ્યારે સ્ક્રીપ્ટમાં આવે ફક્ત ત્યારે જ ફંક્શનને કોલ કરાય છે. |
03.28 | જ્યારે interpreter ફંક્શનનું નામ વાંચે છે, ત્યારે તે ફંક્શનની વ્યાખ્યા એક્ઝીક્યુટ કરે છે. |
03.36 | interperter ફંક્શનનાં નામને એક કમાંડ તરીકે લે છે. |
03.41 | યાદ રાખો, ફંક્શનને કોલ કરવા પહેલા આપણે તેને વ્યાખ્યિત કરવું પડે છે. |
03.47 | હવે ટર્મિનલ પર જાવ. આ કોડ ફાઈલને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવવા માટે |
03.52 | ટાઈપ કરો: chmod space plus x space function dot sh |
03.59 | Enter દબાવો. |
04.01 | ટાઈપ કરો dot slash function dot sh |
04.05 | Enter દબાવો. |
04.07 | આઉટપુટ જે કે મારા સીસ્ટમની મશીન વિગતો છે, તે ટર્મિનલ પર દેખાય છે. |
04.14 | નોંધ લો: સીસ્ટમ દર સીસ્ટમ આઉટપુટ બદલાશે. |
04.19 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
04.22 | આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
04.24 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
04.28 | ફંક્શનોનું મહત્વ |
04.30 | ફંક્શન જાહેર કરવું |
04.32 | ફંક્શનને કોલ કરવું, ફંક્શનનો વર્ક ફ્લો |
04.35 | જે ઉદાહરણ સહીત જોયું. |
04.37 | એસાઈનમેંટ તરીકે. આપેલ બે ફંક્શનો રહેલ પ્રોગ્રામ લખો |
04.42 | પહેલું ફંક્શન diskspace નો વપરાશ વાંચી શકાય એવા સ્વરૂપમાં દર્શાવવું જોઈએ. (મદદ તરીકે: df હાયફન h) |
04.51 | બીજું ફંક્શન ફાઈલ સીસ્ટમનો વપરાશ વાંચી શકાય એવા સ્વરૂપમાં દર્શાવવું જોઈએ. (મદદ તરીકે: du હાયફન h) |
05.00 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
05.03 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
05.07 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05.12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
05.17 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
05.21 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
05.29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
05.33 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
05.41 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05.47 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
05.52 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
05.56 | જોડાવાબદ્દલ આભાર. |