BASH/C3/Arrays-and-functions/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો, Arrays & functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:11 ફંક્શનમાં array પસાર કરવું.
00:14 ફંક્શનમાં exit સ્ટેટમેંટ વાપરવું.
00:17 ફંક્શનમાં return સ્ટેટમેંટ વાપરવું.
00:20 આ અમુક ઉદાહરણો દ્વારા સમજીશું.
00:24 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:29 સાથે જ તમને બેશમાંનાં arrays તથા if સ્ટેટમેંટનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.
00:36 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org
00:43 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
00:46 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને
00:50 GNU BASH આવૃત્તિ 4.2
00:54 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
01:02 ચાલો સૌપ્રથમ ફંક્શનમાં array પસાર કરવાનું, અને તેના ઉપયોગ વિશે શીખીએ.
01:09 ચાલો હું function_(underscore)array dot sh ફાઈલ ખોલું.
01:15 shebang line છે.
01:18 function નું નામ array_(underscore) display છે.
01:22 ખુલ્લા છગડીયા કૌંસ વડે function definition ની શરૂઆત થાય છે.
01:27 Dollar @(at-sign) નો ઉપયોગ આ શ્રેણીનાં પાછલા ટ્યુટોરીયલોમાં સમજાવ્યો હતો.
01:34 સામાન્ય રીતે, તેનો ઉપયોગ ફંક્શનમાં પસાર થયેલ તમામ આર્ગ્યુંમેંટો પ્રીંટ કરવા માટે થાય છે.
01:40 Dollar @ (at sign) ને ગોળ કૌંસમાં લખવાથી 'array' વેરીએબલમાં array એલીમેંટો સંગ્રહીત થાય છે.
01:47 Dollar ખુલ્લો છગડીયો કૌંસ array ચોરસ કૌંસમાં @(At-sign) છગડીયો કૌંસ બંધ.
01:55 કોડની આ લાઈન એરેનાં તમામ એલીમેંટો દર્શાવે છે.
02:00 Dollar ખુલ્લો છગડીયો કૌંસ array ચોરસ કૌંસમાં one છગડીયો કૌંસ બંધ.
02:08 કોડની આ લાઈન એરેનાં બીજા એલીમેંટને દર્શાવે છે.
02:14 Operating_systems આ એરે Ubuntu, Fedora, Redhat Suse આ એલીમેંટો દ્વારા જાહેર કરાયું છે.
02:22 અહીં, operating_systems આ એરે 'array_display' ફંક્શનમાં પસાર કરાયું છે.
02:29 ફંક્શનમાં એરે પસાર કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે function_name સ્પેસ dollar ખુલ્લો છગડીયો કૌંસ array_name ચોરસ કૌંસમાં @(At sign) છગડીયો કૌંસ બંધ.
02:45 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
02:48 એજ પ્રમાણે, colors આ એરે White, green, red અને blue આ એલીમેંટો દ્વારા જાહેર કરાયો છે.
02:57 અહીં, colorsarray_display આ ફંક્શનમાં પસાર કર્યો છે.
03:02 હવે ચાલો ફાઈલને સંગ્રહો અને ટર્મિનલ પર જાવ.
03:07 ટાઈપ કરો chmod space plus x space function underscore array dot sh
03:18 Enter દબાવો.
03:19 ટાઈપ કરો dot slash function underscore array dot sh
03:25 Enter દબાવો.
03:27 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, 'operating_systems' અને 'colors' નાં એરે એલીમેંટો અહીં દેખાય છે.
03:33 અને 'operating_systems' તથા 'colors' નું બીજું array element પણ દેખાય છે.
03:41 Bash માં, 'exit' અને 'return' સ્ટેટમેંટો ફંક્શન અથવા પ્રોગ્રામનું સ્ટેટસ કોડ પ્રદાન કરે છે.
03:49 return સ્ટેટમેંટ વડે જ્યાંથી ફંક્શન કોલ કરાયુ હતું ત્યાં સ્ક્રીપ્ટ પાસે આપણે જઈએ છીએ.
03:54 exit સ્ટેટમેંટ વડે જ્યાંથી ફંક્શન કોલ કરાયુ હતું તે પૂર્ણ સ્ક્રીપ્ટમાંથી આપણે બહાર પડીએ છીએ.
04:01 ચાલો ફંક્શનમાંથી બહાર પડવાનાં આ 2 માર્ગો શીખીએ.
04:06 ચાલો હું 'return_exit.sh' ફાઈલ ખોલું.
04:12 shebang line છે.
04:14 return_(Underscore)function આ ફંક્શનનું નામ છે.
04:18 ખુલ્લા છગડીયા કૌંસ વડે ફંક્શનની વ્યાખ્યા શરુ થાય છે.
04:22 if સ્ટેટમેંટ બે વેરીએબલોની તુલના કરે છે.
04:27 બે વેરીએબલો જો બરાબર હોય તો, 'if' માં આવેલ કમાંડ એક્ઝીક્યુટ થાય છે.
04:33 echo સ્ટેટમેંટ આપેલ મેસેજ દર્શાવે છે.
04:36 This is return function.
04:39 return 0 વડે નિયંત્રણ function માંથી મુખ્ય પ્રોગ્રામ પાસે સ્ટેટસ કોડ 0(શૂન્ય) સહીત મોકલવામાં આવે છે.
04:47 ફંક્શનમાં return પછીની સ્ટેટમેંટો એક્ઝીક્યુટ થશે નહી તેની નોંધ લો.
04:54 fiif સ્ટેટમેંટનું અંત દર્શાવે છે.
04:58 અહીં exit_(Undescore)function આ ફંક્શનનું નામ છે.
05:02 અહીં if સ્ટેટમેંટ બે વેરીએબલોની તુલના કરે છે.
05:06 બે વેરીએબલો જો બરાબર હોય તો, 'if' માં આવેલ કમાંડ એક્ઝીક્યુટ થાય છે.
05:14 echo સ્ટેટમેંટ આપેલ મેસેજ દર્શાવે છે "This is exit function"
05:19 exit 0 પ્રોગ્રામને ટર્મીનેટ કરશે.
05:23 fiif સ્ટેટમેંટનું અંત દર્શાવે છે.
05:27 3 અને 3 આ આર્ગ્યુંમેંટો સહીત આ ફંક્શન કોલ થાય છે.
05:33 "We are in main program" આ મેસેજ દર્શાવે છે.
05:38 3 અને 3 આ આર્ગ્યુંમેંટો સહીત આ બીજું એક ફંક્શન કોલ થાય છે.
05:44 echo સ્ટેટમેંટ આપેલ મેસેજ દર્શાવે છે "This line is not displayed"
05:49 exit પ્રોગ્રામને ટર્મીનેટ કરશે તેની નોંધ લો.
05:53 exit પછી આવેલ કોઈપણ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે નહી.
05:58 ફાઈલ સંગ્રહીને ટર્મિનલ પર જાવ.
06:00 ટાઈપ કરો chmod space plus x space return underscore exit dot sh
06:09 Enter દબાવો.
06:12 ટાઈપ કરો dot slash return underscore exit dot sh
06:18 Enter દબાવો.
06:20 આઉટપુટ આ પ્રમાણે મેસેજ દર્શાવે છે.
06:24 હવે, ચાલો પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તે સમજીએ.
06:27 નિયંત્રણ મુખ્ય પ્રોગ્રામમાં રહે છે, જે કે સ્ક્રીપ્ટ છે.
06:33 ફંક્શન કોલ કરવા પર નિયંત્રણ return_function પર જતું રહે છે.
06:39 બંને વેરીએબલો સમાન રહેવા પર, આ આપેલ મેસેજ દર્શાવે છે '"This is return function
06:47 ત્યારબાદ તેને return 0 મળે છે અને નિયંત્રણ ફંક્શનમાંથી મુખ્ય પ્રોગ્રામમાં આવેલ કોલ આપનાર લાઈનની નીચેનાં સ્ટેટમેંટ પર જાય છે.
06:59 ત્યારબાદ તે આપેલ મેસેજ દર્શાવે છે We are in main program
07:03 તે પછીથી, ફંક્શન કોલ કરવા પર નિયંત્રણ exit_function પર જાય છે.
07:11 બંને વેરીએબલો સમાન હોવા પર, તે "This is exit function" આ મેસેજ દર્શાવે છે.
07:19 ત્યારબાદ તેને exit 0 મળે છે. આ પ્રોગ્રામને ટર્મીનેટ કરશે.
07:25 exit પછી આવેલ કોઈપણ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થશે નહી.
07:30 તેમજ, This line is not displayed આ મેસેજ પણ એક્ઝીક્યુટ થશે નહી.
07:36 તમને ફરક ખ્યાલ આવી ગયો હશે એવી અપેક્ષા રાખીએ છીએ.
07:39 ચાલો હવે સારાંશ લઈએ.
07:41 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
07:44 ફંક્શનમાં એરે પસાર કરવું.
07:47 ફંક્શનમાં exit સ્ટેટમેંટ વાપરવું.
07:50 ફંક્શનમાં return સ્ટેટમેંટ વાપરવું.
07:53 જે અમુક ઉદાહરણો વડે જોયું.
07:56 એસાઈનમેંટ તરીકે. એક પ્રોગ્રામ લખો,
07:58 જ્યાં ફંક્શન એરેમાનાં બધા જ એલીમેંટોની યોગક્રિયા કરે. ફંક્શને એલીમેંટોનું યોગફળ દર્શાવવું જોઈએ.
08:07 આ ફંક્શનને (1, 2, 3) અને (4, 5, 6) આ 2 એરે એલીમેંટો આપીને કોલ કરો.
08:15 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
08:19 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:23 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:30 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:49 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.

http://spoken-tutorial.org/NMEICT-Intro

09:04 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
09:10 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya