BASH/C2/Basics-of-Shell-Scripting/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Basics of Shell Scripting. પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:09 System variables (સીસ્ટમ વેરીએબલો)
00:11 User defined variables (યુઝર ડીફાઈનડ) અને
00:13 કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ સ્વીકારવું.
00:16 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ
00:23 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:29 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:32 ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને
00:35 GNU Bash આવૃત્તિ 4.1.10
00:40 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:46 વેરીએબલસના પરિચયથી શરૂઆત કરીએ.
00:49 બેશ વેરીએબલ માહિતી માટે તાતપુરતું સંગ્રહ પ્રદાન કરે છે.
00:55 આ વેરીએબલો પ્રોગ્રામના જીવનકાળ દર્મ્યાન વાપરી શકીએ છીએ.
01:01 વેરીએબલો બે પ્રકારના હોય છે.

System variables (સિસ્ટમ વેરિયેબલ્સ), User defined variables (યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ)

01:07 System variables, લીનક્સ બેશ શેલ દ્વારા આને પોતેથી બનાવવામાં તથા જાળવવા માં આવે છે.
01:14 આને કેપિટલ અક્ષરો દ્વારા વ્યાખ્યિત કરાય છે.
01:17 system variables અરે સામાન્ય ઉપયોગમાં આવનારા સીસ્ટમ વેરીએબલ છે,
01:20 BASH_VERSION, HOSTNAME,
01:23 HOME etc
01:25 તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:33 હવે ટાઈપ કરો set અને Enter. દબાઓ.
01:38 આ તમામ સીસ્ટમ વેરીએબલો દર્શાવે છે.
01:42 તેજ પ્રમાણે તમામ સીસ્ટમ વેરીએબલો જોવા માટે તમે,env અથવા printenv, ટાઈપ કરી શકો છો.
01:53 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
01:55 હવે ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar sign HOSTNAME
02:01 અને હવે Enter. એન્ટર દબાઓ.
02:04 સીસ્ટમ નું હોસ્ટનેમ દેખાશે.
02:07 ચાલો હવે હોમ ડિરેક્ટરી નો સંપૂર્ણ પાથ શોધીએ.
02:11 ટાઇપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar ચિન્હ HOME કેપિટલ અક્ષરમાં.
02:18 Enter. દબાઓ.
02:21 યુઝરની હોમ ડિરેક્ટરીનો સંપૂર્ણ પાથ દેખાશે.
02:26 હવે ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર HOME કેપિટલ અક્ષરમાં.
02:32 Enter. દબાઓ.
02:34 HOME વેરીએબલની વેલ્યુ દેખાડવા ના બદલે ફક્ત HOME દેખાડશે.
02:39 આમ વેરીએબલની શરૂઆતમાં dollar sign( '$') ને વાપરવું અનિવાર્ય છે,જેથી તેની વેલ્યુ દેખાશે.
02:48 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
02:51 User Defined Variables
02:53 આ વેરીબલો યુઝર દ્વારા બનાવવા અને જાળવવામાં આવે છે.
02:57 user defined variables ના નામ માટે uppercase ટાળવું એ એક સારી યુક્તિ છે.
03:05 આનાથી user defined અને system variables વચ્ચે તફાવત કરવું સરળ છે.
03:12 આપણા ટર્મિનલ પર પાછા આવો
03:14 ટાઈપ કરો username equal to sign sunita
03:20 નોંધલો username, equal to sign અને sunita વચ્ચે કોઈ પણ સ્પેસ રહેવી નહી જોઈએ.
03:29 અને Enter. દબાઓ.
03:30 username આ વેરીએબલની વેલ્યુ દેખાડવા માટે,
03:33 ટાઇપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar sign username
03:40 Enter દબાઓ
03:42 આ તમારા ટર્મિનલ પર sunita દેખાડશે.
03:46 વેરીએબલની વેલ્યુને અનસેટ કરી શકાય છે.
03:50 આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
03:52 unset વેરીએબલની વેલ્યુને unset કમાંડ વાપરીને unset કરી શકાવાય છે.
03:59 આ માટે સિન્ટેક્સ છે unset variablename
04:03 ચાલો પાછળનું ઉદાહરણ વાપરીએ જ્યાં username આ આપણું વેરીએબલ છે.
04:08 ટર્મિનલ પર પાછા જાઓ હવે ટાઈપ કરો unset સ્પેસ username એન્ટર દબાઓ.
04:18 ચાલો તપાસીએ ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar sign username એન્ટર દબાઓ.
04:28 ટર્મિનલ પર કઈ પણ દેખાશે નહી.
04:30 આનો અર્થ એ છે કે વેરીએબલ username ની વેલ્યુ રદ થઇ ગયી છે.
04:36 ચાલો હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
04:39 Global અને local variables.
04:42 શેલ સ્ક્રીપ્ટમાં user defined variables ને globally અથવા locally. જાહેર કરી શકાય છે.
04:49 મૂળભૂત રીતે બધા વેરીબલો global. હોય છે.
04:52 એટલેકે ફંક્શનની અંદર અને બહાર તેમની વેલ્યુઓ એક સમાન રહે છે.
04:59 વેરીએબલો ને globally અને locally. કેવી રીતે જાહેર કરવું ચાલો તે શીખીએ.
05:04 ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો
05:07 gedit space g_(underscore)variable.sh space & (એમ્પરસેન્ડ)
05:16 gedit એ ટેક્સ્ટ એડિટર છે g_(underscore) variable.sh એ આપણી ફાઈલનું નામ છે.
05:23 અને & (એમ્પરસેન્ડ) નો ઉપયોગ પ્રોમ્પ્ટને સાફ કરવા માટે થાય છે.
05:28 એન્ટર દબાઓ.
05:30 તમારી g_(underscore)variable.sh ફાઈલમાં, અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
05:35 અત્યારે હું કોડ સમજાઉ
05:38 પ્રથમ લાઈન જે કે hash અને exclamation ચિન્હ સાથે છે,તે shebang અથવા કે bang લાઈન છે.
05:44 username=sunita આ એક યુઝર દ્વારા વ્યાખ્યિત કરેલ વેરીએબલ છે અને તેને globally. ડીકલેર કર્યું છે.
05:51 echo outside function: સ્ટ્રીંગ દર્શાવશે અને
05:55 dollar usernameusername. વેરીએબલની વેલ્યુને પ્રિન્ટ કરશે.
06:00 આ પ્રમાણે આપણે બેશ સ્ક્રીપ્ટમાં ફંક્શન વ્યાખ્યિત કરીએ છીએ.
06:04 functions વિષે વિગતમાં આપણે આવનારા ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું.
06:09 આ ફંક્શન ની બોડી છે.
06:12 અહી બીજો એક inside function મેસેજ દેખાશે,જેમાં યુઝરનેમ ની વેલ્યુ રહેશે.
06:19 અહી આપણે ફંક્શન ને કોલ કરીશું.
06:21 આ આપણો કોડ છે. હવે ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ.
06:23 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
06:26 હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:28 પ્રથમ આપણે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીશું.
06:31 ટાઈપ કરો chmod સ્પેસ plus x space g_(underscore)variable.sh એન્ટર દબાઓ.
06:39 હવે ટાઈપ કરો dot slash g_(Underscore)variable.sh
06:45 એન્ટર દબાઓ.
06:47 આઉટપુટનું અવલોકન કરો. ફંક્શન ની બહાર યુઝર નેમ આ sunita. વેલ્યુ લે છે.
06:53 સાથેજ ફંક્શન ની અંદર પણ યુઝર નેમ આ sunita. વેલ્યુ જ લે છે.
06:59 આ એટલા માટે કારણકે યુઝરનેમ ને ફંક્શન ની બહાર globally ડીકલેર કરાયું છે.
07:04 આગળ ચાલો વેરીએબલ ને locally ડીકલેર કરવાનું શીખીએ.
07:09 ટાઈપ કરો gedit સ્પેસ l_(Underscore)variable.sh space & (એમ્પરસેન્ડ)
07:18 Enter. દબાઓ.
07:20 તમારી l_(underscore)variable.sh ફાઈલમાં અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
07:25 ચાલો હું કોડ સમજાઉ.
07:28 કોડ પહેલા ની જેમજ છે ,ફક્ત ફંક્શન ની અંદર એક વધારાની લાઈન છે.
07:36 ફંક્શન બ્લોક અંતર્ગત આપણી પાસે અહી એક લાઈન છે local સ્પેસ username equals to jack
07:41 આનાથી યુજર નેમ વેરીએબલ માટે એક નવી વેલ્યુ locally. અસાઇન થશે.
07:48 હવે ટર્મિનલ પર પાછા જાઓ.
07:50 ચાલો ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીએ.
07:52 ટાઈપ કરો chmod સ્પેસ plus x space l_variable.sh
08:00 Enter. દબાઓ
08:02 ટાઈપ કરો dot slash l_variable.sh
08:07 Enter. દબાઓ. આઉટપુટ દેખાય છે.
08:10 ફંક્શન ની બહાર, યુઝર નેમ આ વેલ્યુ sunita. લે છે.
08:15 જયારે કે ફંક્શન ની અંદર યુઝર નેમ વેલ્યુ jack લે છે.
08:20 આ એટલા માટે કારણકે યુઝર નેમ એ આ વેલ્યુને ફંક્શનની અંદર locally, અસાઇન કરે છે.
08:26 હવે ચાલો ઝડપથી જોઈએકે કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ કેવી રીતે મેળવવું.
08:31 કીબોર્ડ દ્વરા ઈનપુટ પ્રાપ્ત કરવા માટે read કમાંડ નો ઉપયોગ કરો.
08:36 આનો ઉપયોગ user defined variable. ને ઈનપુટ વેલ્યુ અસાઇન કરવા માટે પણ થાય છે.
08:41 read કમાંડ નું સિન્ટેક્સ છે.
08:44 read સ્પેસ hyphen p સ્પેસ બે અવતરણચિહ્નો અંદર PROMPT
08:50 નોંધ લો PROMPT ફક્ત એક સ્ટ્રીંગ છે,જે યુઝર ઈનપુટની પ્રતીક્ષા કરે છે.
08:55 તમે તેને તમારી પોતાની સ્ટ્રીંગથી બદલી શ્લો છો.
08:58 ટર્મિનલ પર જાઓ.
09:00 ટાઈપ કરો gedit સ્પેસ read.sh space & (એમ્પરસેન્ડ)
09:08 Enter. દબાઓ. તમારી read.sh ફાઈલ, દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
09:14 ચાલો હું કોડ સમજાઉ.
09:16 આ ઉદાહરણમા, ઈનપુટ કીબોર્ડ મારફતે યુઝર દ્વારા આપ્યું છે.
09:21 bang લાઈન છે.
09:23 અહી -p આ નવી લાઈન વગર પ્રોમ્પ્ટ દર્શાવે છે અને કીબોર્ડ મારફતે ઈનપુટ લે છે.
09:31 યુઝર ઈનપુટ વેરેબલ username માં સંગ્રહિત થશે.
09:36 echo કમાંડ મેસેજ દર્શાવે છે.
09:38 Hello અને કીબોર્ડ મારફતે યુઝર દ્વારા દાખલ કરેલ નામ.
09:43 તો,ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
09:45 આપણા ટર્મિનલ પર પાછા આઓ.
09:49 ટાઈપ કરો chmod સ્પેસ plus x સ્પેસ read.sh
09:55 Enter. દબાઓ. ટાઈપ કરો dot slash read.sh એન્ટર દબાઓ.
10:01 અહી દેશવે છે Enter username:
10:04 હું ashwini ટાઈપ કરીશ અને Enter. દબાવીશ.
10:08 મેસેજ Hello ashwini દ્રશ્યમાન થાય છે.
10:13 યુઝર વ્યાખ્યિત વેરીએબલ username. માટે ashwini આ એક ઈનપુટ વેલ્યુ તરીકે અસાઇન થઇ હતી.
10:20 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
10:23 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
10:26 System variables (સિસ્ટમ વેરિયેબલ્સ), User defined variables (યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ)
10:29 કીબોર્ડ દ્વારા યુઝર ઈનપુટ સ્વીકારવું.
10:33 અસાઇનમેન્ટ તરીકે, આપેલ સીસ્ટમ વેરિયેબલ્સ મેળવવા માટે સાદું Bash પ્રોગ્રામ લખો.
10:38 pwd અને * logname
10:41 સાદું Bash પ્રોગ્રામ લખો.
10:43 જે યુઝર થી username પૂછે.
10:46 પ્રોગ્રામથી બહાર નીકળી જવું,જો યુઝર 10 સેકેંડ દરમ્યાન કઈપણ ટાઈપ ન કરતો હોય.
10:51 {હિંટ: read -(Hyphen)t 10 -(Hyphen)p}
10:56 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:59 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:02 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:16 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
11:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:27 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:34 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
11:40 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
11:44 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya