C-and-C++/C2/Increment-And-Decrement-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:29, 27 March 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration


00.01 C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00.10 ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર
00.12 ++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
00.18 ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
00.22 - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
00.27 - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
00.31 આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું.
00.35 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
00.40 gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.48 ++ ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે.
00.54 a++ અને ++aa = a + 1 સમાન છે.
01.00 -- ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે.
01.06 a-- અને --aa = a - 1 સમાન છે.
01.13 હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ.
01.19 મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ.
01.25 અહીં આપણી પાસે C માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે.
01.30 અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે 1 વેલ્યુ ધરાવે છે.
01.35 આ રીતે આપણે a ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું.
01.39 આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે.
01.47 ચાલો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
01.51 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે.
01.55 વેલ્યુ બદલાશે.
01.57 કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે.
02.04 જો ઓપરેશન a++ પર થાય છે તો તે a ની વર્તમાન વેલ્યુ પર થાય છે.
02.10 ત્યાર પછી a ની વેલ્યુ વધે છે.
02.17 હવે જો આપણે અહીં a ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે.
02.27 આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય.
02.35 હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું.
02.38 આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે.
02.42 કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે.
02.49 તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે.
02.58 આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે.
03.03 હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ.
03.07 હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * /
03.19 Save ઉપર ક્લિક કરો.
03.22 મેં મારી ફાઈલ incrdecr.c તરીકે સંગ્રહ કરી છે.
03.29 Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
03.35 કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
03.51 કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./incr'. એન્ટર ડબાઓ.
03.59 આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
04.01 તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.
04.06 તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.
04.09 આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.


04.13 હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ.
04.16 હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ.
04.21 અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.


04.29 આપણે હવે ફરીથી 1 વેલ્યુ ને a માં અસાઇન કરીએ.
04.35 printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે.
04.40 a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.


04.47 આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
04.51 a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે.
04.54 હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
04.58 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે.
05.00 કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે.
05.05 ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે.
05.09 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે.
05.11 a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી.
05.15 ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો.
05.21 Save ઉપર ક્લિક કરો.
05.24 ફરીથી ટર્મિનલ ઉપર જાઓ.
05.27 કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
05.42 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ.
05.52 a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
05.56 --a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
05.59 તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું.
06.05 જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો,
06.07 હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું.
06.10 ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં.
06.13 અહીં જરૂરી કોડ સાથે C ++ ફાઈલ છે.


06.16 નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે.
06.20 આપણી પાસે અહીં using namespace ' સ્ટેટમેન્ટ છે.
06.24 એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06.28 તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે.
06.33 ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે.
06.40 ચાલો કોડ કમ્પાઈલ કરીએ.
06.42 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, g++ incrdecr.cpp -o incr. એન્ટર ડબાઓ.
07.00 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ incr. એન્ટર ડબાઓ.
07.07 આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે.
07.10 તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
07.15 હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે.
07.17 તે C અને C++ બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે.
07.22 ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે.
07.27 ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે.
07.33 આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે.
07.38 ટાઇપકાસ્ટ્સ એક જ ઓપરેશન માટે માન્ય છે.
07.42 હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વેરિયેબલ તરીકે વર્તશે.
07.47 અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે.
07.50 હું હવે કોડ સમજાવીશ.
07.54 આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે a અને b અને ફ્લોટ તરીકે cવેરિયેબલ જાહેર કરીશું.
08.00 a ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે. b ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે.
08.06 આપણે a અને b ઉપર ઓપરેશન કરીશું.
08.10 આપણે a ને b વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ c માં સંગ્રહ થશે.
08.14 આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '%.2f નો ઉપયોગ કર્યો છે.
08.20 પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે....
08.25 ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે બંને ઓપરેન્ડ a અને b ઈન્ટીજર છે.
08.31 રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે.
08.35 અહીં આપણે a ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. c હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે.
08.41 હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે
08.47 ટાઇપ કરો, return 0; અને અંતિમ કર્લી કૌસ બંધ કરો.
08.51 Save ઉપર ક્લિક કરો. .c એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો.
08.55 મેં મારી ફાઈલ typecast.c તરીકે સંગ્રહ કરી છે.
08.59 ટર્મિનલ ખોલો.
09.01 કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, gcc typecast.c -o type. એન્ટર ડબાઓ.
09.17 એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./type. એન્ટર ડબાઓ.
09.25 આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે.


09.27 બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ.
09.32 હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું.
09.34 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09.36 ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો.
09.40 આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા.


09.44 આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા.
09.47 એસાઈનમેન્ટ માટે,
09.49 આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, (a\b) + (c\d)
09.56 a, b, c અને d ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે.
10.01 રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો.
10.05 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10.08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10.10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10.20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10.24 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.33 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10.37 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
10.55 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble