LibreOffice-Suite-Math/C3/Set-Operations-Factorials-Cross-reference-equations/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:36, 11 March 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cues Narration
00.00 લીબરઓફીસ મેથ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, કેવી રીતે
00.08 ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) લખવી
00.10 ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) લખવા
00.16 આ માટે, પહેલાં, રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે અગાઉનાં ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું, જે છે 'MathExample1.odt'.
00.29 અહીં ચાલો, ડોક્યુમેન્ટનાં છેલ્લા પેજ ઉપર જઈએ અને નવાં પેજ ઉપર જવાં માટે 'control' 'enter' ને દબાવીએ.
00.37 અને “Set Operations: ” ટાઈપ કરી 'Enter' કળ બે વાર દબાવો.
00.42 હવે 'મેથ' ને બોલાવીએ.
00.46 આગળ વધીએ એ પહેલા, 'ફોન્ટ'નું માપ વધારી ૧૮ પોઈન્ટ કરીએ.
00.51 ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની કરીએ.
00.56 હવે શીખીએ કે ગણ ઓપરેશનો કેવી રીતે લખવા.
01.00 'મેથ' પાસે ગણોને દર્શાવવાં માટે વિભિન્ન માર્ક અપ છે, જે કે વિશિષ્ટ ઘટકોનાં સંગ્રહો છે.
01.07 સ્ક્રિન ઉપર દર્શાવ્યાં પ્રમાણે ફોર્મ્યુલા એડીટર વિન્ડોમાં ગણોનાં 4 ઉદાહરણ લખીએ:
01.14 Set A with 5 elements [ગણ A, 5 ઘટકો સાથે]
01.18 Set B [ગણ B]
01.20 Set C [ગણ C]
01.21 અને Set D equal to 6, and 7, with 2 elements each [ગણ D, 6 અને 7, ની બરાબર, દરેક 2 ઘટકો સહીત].
01.26 નોંધ લો કે ગણોનાં કૌંસ લખવાં માટે, આપણે માર્ક અપ lbrace અને rbrace વાપરી શકીએ છીએ.
01.35 હવે આપણે સંઘો [યુનિયન્સ] અને આંતરછેદો [ઇન્ટરસેક્શન્સ] જેવા ગણ ઓપરેશન લખી શકીએ છીએ.
01.42 ચાલો પહેલા સંઘ ઓપરેશન લખીએ.
01.46 B union C [B યુનિયન C] નું માર્ક અપ આપણે વાંચીએ છીએ એ પ્રમાણે જ છે;
01.51 અને પરિણામી ગણ 1, 2, 6, 4, અને 5 છે, જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે.
02.04 આંતરછેદ ઓપરેશનનું માર્ક અપ ફરીથી આપણે વાંચીએ છીએ એવું જ છે.
02.10 આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો જ સમાવેશ કરે છે.
02.16 તેથી B intersection D [B આંતરછેદ D] નું પરિણામ 6 છે.
02.23 અને આપણે આવું પણ લખી શકીએ છીએ: set C is a subset of set A [ગણ C એ ગણ A નો એક પેટાગણ છે], કારણ કે C માનાં તમામ ઘટક ગણ A માં છે.
02.35 આ માટેનું માર્ક અપ છે C subset A.
02.42 ત્યાં આવેલ ત્રીજા આઈકોન પર ક્લિક કરી એલેમેંટ વિન્ડો નું અન્વેષણ કરવા દ્વારા તમે વધુ ગણ ઓપરેશન લખતા શીખી શકો છો.
02.51 View> Elements> Set Operations પર જાવ.
02.59 આપણા કાર્યને સંગ્રહીત કરીએ.
03.02 File>Save પર ક્લિક કરો.
03.06 હવે ક્રમગુણિત વિધેયો (ફેક્ટોરીયલ ફંક્શન્સ) લખીએ.
03.11 આપણે ત્રણ સુત્રો માટે 1 થી 3 ક્રમાંકોને મુકીશું જે ટૂંક સમયમાં લખીશું.
03.19 આ તેમને રાઈટર ડોક્યુંમેંટ અંદર કઈપણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે.
03.25 ચાલો 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પેજ પર જઈએ.
03.33 Control -Enter દબાવો.
03.36 “Factorial Function: ” ટાઈપ કરો અને બે વાર 'enter' દબાવો.
03.42 હવે, આપણે જાણીએ છીએ કે 'મેથ' ને કેવી રીતે બોલાવવું.
03.45 પરંતુ રાઈટરમાં 'મેથ ઓબ્જેક્ટ' ને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે.
03.51 આ માટે ફક્ત રાઈટર ડોક્યુંમેંટ પર ‘f n’ લખી F3 દબાવો.
03.59 આપણે હવે એક નવું 'મેથ ઓબ્જેક્ટ' જોઈએ છીએ જે કહે છે E is equal to m c squared [E એ m c નાં વર્ગ બરાબર છે ];
04.07 અને એ સાથે જ, જમણી બાજુએ કૌંસમાં ક્રમાંક એક.
04.14 એનો અર્થ એ છે કે, આપણે આ સુત્રને આ ડોક્યુંમેંટમાં ક્યાંપણ ક્રમાંક 1 સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ; આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં પછીથી શીખીશું.
04.22 હમણાં માટે, 'મેથ ઓબ્જેક્ટ' પર બે વાર ક્લિક કરીએ
04.32 અને ફોર્મેટીંગ કરીએ. 'ફોન્ટ'નું માપ ૧૮ અને ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની.
04.40 હવે ક્રમગુણિત (ફેક્ટોરીયલ) માટે એક ઉદાહરણ લખીએ.
04.44 ‘fact’ માર્ક અપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે.
04.50 તો હાલનાં સૂત્રને આપણા સુત્રથી ઓવરરાઈટ [બદલી કરવું] કરીએ:
04.55 5 Factorial = 5 into 4 into 3 into 2 into 1 = 120.
05.07 અહીં માર્ક અપની નોંધ લો.
05.09 ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા 'મેથ ઓબ્જેક્ટ'માં લખીએ.
05.14 આ માટે, પહેલા આ 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરીએ.
05.23 આ પેજનાં અંતમાં જવા માટે ડાઉન કી ને બે અથવા ત્રણ વાર દાબીએ.
05.30 અને બીજું 'મેથ ઓબ્જેક્ટ' લાવવાં માટે ‘f n’ ટાઈપ કરીને F3 દબાવીએ.
05.37 ફરીથી, ફોર્મેટીંગને પુનરાવર્તીત કરીશું
05.46 અને હાલનાં સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઈટ કરીશું:
05.52 N factorial is equal to prod from k = 1 to n of k.
06.01 ‘prod’ માર્ક અપની નોંધ લો જે ગુણનફળ દર્શાવે છે, એજ રીતે જેમ સરવાળા માટે સિગ્મા છે.
06.10 હવે, ત્રીજા 'મેથ ઓબ્જેક્ટ' નો પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે
06.20 અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ.
06.30 ‘binom’ માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી માટે મદદ કરે છે.
06.42 હવે જોઈએ કે આ સુત્રોને આંતર સંદર્ભિત કેવી રીતે કરી શકીએ.
06.47 આ માટે, નવાં પેજ પર જઈએ
06.51 અને ટાઈપ કરીએ: An example of factorial is provided here:
06.59 હવે Insert મેનું, અને Cross reference પર ક્લિક કરીએ.
07.06 નવાં 'પોપ અપ' માં, Type યાદીમાંથી “Text” પસંદ કરીએ.
07.12 ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સુત્ર દર્શાવે છે.
07.21 હવે ‘Insert reference to’ યાદીમાં Reference પસંદ કરીએ અને Insert once અને close પર ક્લિક કરીએ.
07.31 આમ લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે. અને અહીં આ સમાપ્ત થાય છે.
07.39 આ ક્રમાંક પર ક્લિક કરી આને ચકાસીએ;
07.43 અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સુત્ર લખ્યું હતું.
07.51 તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંદર મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ.
07.58 ચાલો આપણું કામ સંગ્રહીત કરીએ.
08.01 અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે:
08.06 libreoffice.org ડોક્યુંમેંટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો.
08.14 મેથ પર વધુ જાણકારી માટે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો help.libreoffice.org/Math
08.20 અને અંતે, તમારી માટે એક એસાઇનમેંટ છે. રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો.
08.25 આ ટ્યુટોરીયલમાંનાં ઉદાહરણ ગણો વાપરીને: તપાસ કરો કે A union ( B union C) is equal to (A union B) union C
08.40 A minus B નાં પરિણામો લખો
08.43 અને રાઈટર ડોક્યુંમેંટમાં બીજાં અને ત્રીજા ક્રમગુણિત સુત્રોને આંતર સંદર્ભિત કરો
08.51 લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
08.59 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
09.03 ગણ ઓપરેશનો લખવા
09.05 ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને
09.08 આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને ક્રમાંકન દ્વારા લખવા
09.11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09.23 આ પ્રોજેક્ટ સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી દ્વારા સંકલન થાય છે.
09.27 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો".
09.32 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble