GIMP/C2/How-To-Fix-An-Underexposed-Image/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:11, 11 March 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.23 Meet The GIMP માં સ્વાગત છે.
00.25 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.32 મને આ ઈમેજ ઈમેલ સાથે નોર્મન દ્વારા મળી છે.
00.35 તેણે મને તે સંગ્રહવા કહ્યું હતું.
00.39 આ એ ઈમેજ છે જે તેને રો કન્વર્ટર વાપર્યા પછીથી મળી છે અને અહીં આ મૂળ ઈમેજ હતી.
00.48 ઈમેજો સરખામણી કર્યા પછીથી તે સ્પષ્ટ હતું કે નોર્મને શું કર્યુ છે.
00.53 પહેલા તેણે ઈમેજ ફેરવી અને ત્યારબાદ તેણે ફોરગ્રાઉન્ડમાં જમણે રંગો અને પ્રકાશીયતા મેળવવા માટે ઈમેજને કર્વ્સ ટૂલ વડે સુધારિત કરી અને એ પ્રયાસ કર્યો કે વાદળો વધુ ઘટ્ટ ન બને.
01.09 જયારે તમે અહીં આ ઈમેજ તરફે જુઓ છો વાદળો એ સર્વચા ભવ્ય છે.
01.14 મને તે ગમ્યા અને મેં તેનાથી આ ઈમેજને કાર્યક્રમમાં બતાડવાની પરવાનગી માંગી છે અને અત્યારે હું તેના કામને ફરીથી કરવાનો પ્રયાસ કરીશ અને ત્યારબાદ હું તેની ઈમેજમાં વાદળો વધુ સારા મેળવવાનો પ્રયાસ કરીશ.
01.33 પણ પહેલા ચાલો આપણે જોઈએ કે આપણને આ ઈમેજ વિશે કંઈપણ EXIF માહિતીમાં મળે છે કે જે સંકેત આપશે કે શું અયોગ્ય થયું હતું.
01.43 તમે જોઈ શકો છો કે આ એક પેનાસોનીક કેમેરો છે, અને આ કેમેરો અત્યંત નાનું સેન્સર ધરાવે છે.
01.51 તમે આ કેમેરાને તમારા ખમીસનાં ખિસ્સામાં મૂકી શકો છો.
01.57 અને અહીં આપણી પાસે અભિદાર્શનીક ડેટા છે.
02.02 exposure time સેકેંડનો હજારમો ભાગ અને એપેચર 5.6 છે.
02.09 ફ્લેશ ઓન હતી અને કેમેરાએ ફ્લેશની અસરને ઈમેજમાં ગણતરી કરી હતી.
02.16 અને આવા નાના કેમેરાની ફ્લેશ આવા દૃશ્ય સાથે કામ કરતી નથી.
02.24 મને લાગે છે કે ઈમેજનાં આ ભાગને ઉજળું બનાવવા માટે તમને તમારી પાછળ એક નાના પરમાણુ બોમ્બ જેવા કઈક વસ્તુની જરૂર પડશે.
02.36 આ ઈમેજ JPEG માં સંગ્રહિત થઇ છે અને આ વધુ એક સમસ્યા આપે છે.
02.42 અહીં આ વિસ્તાર જે કે આ ઈમેજમાં ખરેખર રસપ્રદ ભાગ છે તે JPEG સંકોચનનાં લીધે અત્યંત અંધારમય બની ગયો છે.
02.53 અને જ્યારે હું ક્ષિતિજમાં ઝૂમ કરું છું તો હું સારી રીતે વ્યાખ્યિત થયેલ વસ્તુઓને જોઈ શકું છું પરંતુ વધારે પ્રમાણમાં તેજસ્વી કરેલી અને અહીં ક્ષિતિજ પર એક જહાજ પણ છે.
03.08 વાદળો અત્યંત વિગતમાં છે પરંતુ જ્યારે આપણે ઘટ્ટ ભાગમાં જઈએ છીએ તો તમે અહીં એક વૃક્ષ જુઓ છો પણ કંઈપણ સાફ દેખાતું નથી.
03.19 આ એટલા માટે કારણ કે JPEG એ ભાગને ઈમેજની બહાર છોડે છે જે કેમેરામાંનું કોમ્પ્યુટર પ્રોગ્રામ વિચારતું નથી કે તમે તે કદી પણ જોશો.
03.32 પણ હું આ વસ્તુને અહીં જોવા માંગું છું અને હું જરા JPEG સંકોચન સાથે અટકી ગયી છું કારણ કે જે વિગતો અહીં ખોવાઈ ગઈ છે કે કદી પણ ફરીથી દેખાશે નહી.
03.45 અને જ્યારે તમે આ રો અહીં ખેંચો છો તો તમે આવી સમસ્યાઓને ટાળો છો અને આગળનાં ટ્યુટોરીયલમાં હું તમને બતાવીશ UF રો કનવર્ટર અને ગીમ્પમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મને લાગે છે કે આગળનાં ટ્યુટોરીયલ માટે આ યોગ્ય વિષય રહેશે.
04.06 હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ખેંચીને અહીં ગીમ્પમાં લોડ કરું છું અને વિન્ડો મોટો કરું છું.
04.17 હવે મારું પ્રથમ પગલું ઈમેજને સેજ માપબદ્ધ કરવું છે કારણ કે ઈમેજ એટલી મોટી છે કે પરિણામી ‘XCF’ ફાઈલ 40 મેગા બાઈટ કરતા વધુ રહેશે.
04.29 ઈમેજને નાની માપબદ્ધ કરવાનું કરી શકાવાય છે ટૂલ બારમાં image પર ક્લિક કરી, scale image પસંદ કરીને અને હું પહોળાઈ માની લો કે 1000 પીક્સલ બદલી કરું છું અને જયારે હું ટેબ દબાવું છું ત્યારે મને ઉંચાઈ 750 પીક્સલ મળે છે અને મારી પાસે સારું ઇન્ટરપોલેશન પસંદ કરેલ છે, તો હું scale પર ક્લિક કરું છું.
05.01 ઈમેજને અહીં ફ્રેમમાં પૂર્ણ મેળવવા માટે shift +ctrl+ E દબાવો અને હવે હું આ ઈમેજ સુધારણા માટે સુયોજિત છું.
05.11 પ્રથમ પગલું ફેરવવાનું રહેશે.
05.14 પહેલાનાં ટ્યુટોરીયલમાં ઈમેજને ફેરવવાનાં બે માર્ગ મેં તમને દર્શાવ્યા હતા અને આજે 3જા માર્ગનો સમય છે.
05.23 તો હું ઈમેજમાં ઝૂમ કરવા માટેનું સમાન પગલુ અનુસરણ કરું છું જ્યાં હું એક આડી લાઈન જોઈ શકું છું અને આડી લાઈન એ ક્ષિતિજ પર છે કારણ કે ક્ષિતિજ એ વ્યાખ્યા અનુસાર આડું છે.
05.39 ત્યારબાદ હું ટૂલ બોક્સમાંથી measurement ટૂલ પસંદ કરું છું અને હું માહિતી વિન્ડો પસંદ કરતી નથી કારણ કે તે ઈમેજ ફ્રેમની વચ્ચે પોપ અપ થાય છે પરંતુ મને તમામ માહિતી અહીં નીચે સ્ટેટસ બાર પર મળી શકે છે.
06.01 હવે ક્ષિતિજ કોણ મેળવવું સરળ છે, ફક્ત ક્ષિતિજ પર કર્સર મુકો, માઉસનું બટન દબાવો અને તેને ખેંચો.
06.15 લાઈનને બીજી તરફ ખેંચો અને લાઈનને ક્ષિતિજ સમાંતર બનાવો અને બટનને મુક્ત કરો.
06.25 સ્ટેટસ બારમાં કોણ માહિતી બદ્દલ જુઓ અને હું અહીં જોઉં છું કે કોણ 1.64° છે.
06.38 હવે હું rotate ટૂલ પસંદ કરું છું, ફક્ત ઈમેજમાં ક્લિક કરો અને ટાઈપ કરો -1.63°(degrees), માઈનસ કારણ કે હું પ્લસ 1.63 °(degrees) ગણતરી ઈચ્છું છું.
06.58 rotate પર ક્લિક કરો અને તમને ફેરવેલી ઈમેજ મળે છે.
07.05 માત્ર ક્ષિતિજને ચકાસવા હેતુ આપણે માપપટ્ટીને નીચે ખેંચીએ છીએ અને તે આડી છે.
07.14 આગળનું પગલું ઈમેજ ક્રોપ કરવું છે પરંતુ અત્યારે હું ઈમેજને ક્રોપ કરી શકતી નથી કારણ કે ઈમેજનો આ ભાગ દૃશ્યમાન નથી એથી હું વાસ્તવમાં એ વસ્તુનો નિર્ણય કરી શકતી નથી.
07.31 હું નથી જાણતી કે ક્યાં ક્રોપ કરવું છે, આથી સૌપ્રથમ ઈમેજનાં આ ભાગને સેજ ઉજળું બનાવીએ.
07.43 હું curves ટૂલ સાથે કામ કરવા ઈચ્છું છું પરંતુ એ પહેલા હું લેયરની એક નકલ બનાવું છું.
07.50 કારણ કે જ્યારે આપણે curves ટૂલ વાપરીએ છીએ, ઈમેજમાંની માહિતી ખોવાઈ જાય છે.
07.56 આમ ઈમેજ સાથે એવું કંઈપણ ન કરો જે તમે પાછું લાવી શકતા નથી.
08.01 ઠીક છે મેં ફેરવ્યું છે પણ પછીનાં પગલાઓમાં મૂળ ઈમેજ પર કંઈપણ કરો નહી.
08.08 1લા હું જમીન ભાગને સુધારિત કરીશ તો હું આ લેયરને Land સંબોધું છું અને એ ક્ષેત્રમાં બમણું ક્લિક કરું છું જ્યાં નામ છે અને return દબાવું છું.
08.22 હવે લેયરનું નામ Land છે.
08.25 હું curves ટૂલ પસંદ કરું છું, ઈમેજમાં ક્લિક કરું છું અને અત્યારે હું ઈમેજ અન્વેષણ કરું છું.
08.34 ઈમેજનો આ ભાગ વાસ્તવમાં અતિ ઘટ્ટ છે, કોઈપણ તેને સરળતાથી બનાવી શકે છે પરંતુ અહીં ઘાસ પણ વધુ ઘટ્ટ છે.
08.46 પાણી અહીં ગ્રે સ્કેલનાં આ ભાગ જેવું લાગે છે અને આકાશ દેખીતી રીતે આ ભાગ છે.
09.01 તો મેં ઈમેજમાં ભૂમિ ભાગને ઉજળો બનાવ્યો છે અને હું આ ફક્ત આને ઉપર ખેંચીને કરું છું.
09.15 હવે એક પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે મને કેટલા સુધી તેને ખેંચવું છે કારણ કે જ્યારે હું વધારે આગળ જાવ છું તો તે બનાવટી લાગશે.
09.28 અને જો હું આકાશ અને ભૂમિને કર્વ્સમાં મોટા તફાવત સાથે ભેગા કરું છું તો, તે વાસ્તવિક ઈમેજ જેવું લાગશે નહી.
09.40 તેથી હું આને સેજ નીચે ખેંચું છું.
09.44 મને આ પ્રયાસ કરવા દો.
09.49 આ અહીં સારું દેખાય છે.
09.52 સમુન્દ્ર વધારે ઉજળો નથી અને દેવાલય પણ દૃશ્યમાન છે.
10.00 તો હું OK ક્લિક કરું છું.
10.06 ભૂમિ ભાગને સુધારિત કર્યા પછીથી, ચાલો હું આકાશ ભાગ તરફ જાઉં.
10.12 તો ફરીથી મૂળ લેયરની નકલ બનાવીએ અને તેને ટોંચે ખસકાવીને sky નામ આપીએ.
10.21 લેયર પર બમણું ક્લિક કરો, નામ sky તરીકે ટાઈપ કરીએ, return દબાવીએ અને આપણી પાસે sky છે.
10.28 બીજા લેયરોને નુકશાન પહોચાડ્યા વિના હું ફક્ત sky લેયરને સુધારિત કરવા ઈચ્છું છું અને તે કરવા માટે હું લેયર માસ્ક સાથે કામ કરું છું.
10.37 sky લેયર પર જમણું ક્લિક કરો, add a layer mask પર ક્લિક કરો અને white લેયર માસ્ક પસંદ કરો એટલે કે full opacity એનો અર્થ એ કે લેયર પૂર્ણપણે દૃશ્યમાન છે અને તે સફેદ છે.
10.54 હું land લેયરને સંતાડવા માંગું છું અને સાથે જ મને સમુન્દ્ર અને આકાશ વચ્ચે તેજ કિનારી જોઈતી નથી અને તે માટે હું gradient ટૂલ વાપરું છું.
11.07 ગ્રેડીઅંટ સામાન્ય રીતે કાળા અને સફેદ વચ્ચેની વસ્તુ છે.
11.13 ચાલો આ હું તમને અહીં સ્ક્રેપ લેયરમાં દર્શાવું.
11.34 મેં gradient ટૂલ પસંદ કર્યું છે અને અકસ્માતે આ એક નવી વસ્તુ મેં અત્યારે શોધી છે કે જ્યારે તમે ટૂલ આઇકોન પર બમણું ક્લિક કરો છો ત્યારે, ટૂલ વિકલ્પ આપમેળે પસંદ થઇ જાય છે.
11.50 મને નથી લાગતું કે તમારા માટે આ નવી વસ્તુ છે પણ મારી માટે આ નવું છે.
11.56 જાણવા માટેની સારી વસ્તુ.
11.59 gradient ટૂલ પર પાછા જઈને, માઉસનું ડાબું બટન દબાવી અને તેને છોડીને જયારે હું આ લાઈનને અહીં ખેંચું છું.
12.09 પ્રસ્થાન પોઈન્ટની ડાબે આવેલ વિસ્તાર કાળાથી ભરાઈ જાય છે અને પ્રસ્થાન પોઈન્ટની જમણે આવેલ વિસ્તાર સફેદથી ભરાઈ જાય છે જે કે ગ્રેડીઅંટની બીજી બાજુ છે.
12.26 અને સફેદ અને કાળા વચ્ચેનો વિસ્તાર એ ગ્રેની વિવિધ શ્રેણી છે અને તેને gradient કહેવાય છે.
12.38 અને હું લાંબુ ગ્રેડીઅંટ અથવા અતિ ટૂંકું ગ્રેડીઅંટ બનાવી શકું છું.
12.44 અહીં વિભિન્ન ગ્રેડીઅંટ ટૂલો છે અને હું અહીં black and white આના સાથે જોડાઈ રહીશ.
12.56 અને અહીં ઘણા બધા વિકલ્પો છે જેવા કે radial જ્યાં તમે વર્તુળ બનાવી શકો છો.
13.04 અહીં બીજા ઘણા વિકલ્પો છે જે તમે ઉપયોગમાં લઇ શકો છો.
13.10 આ ટૂલનાં આ વિકલ્પોનું અન્વેષણ કરવું અમુલ્ય છે.
13.15 તો હું shape ને linear સુયોજિત કરું છું અને અહીં હું સ્ક્રેપ લેયરને રદ્દ કરું છું.
13.25 અત્યારે હું અહીં sky લેયર પર કામ કરી રહ્યી છું, gradient કાળાથી સફેદ તરફ સુયોજિત છે, ઈમેજને પારદર્શક બનાવવાથી લઈને ઈમેજને ઉજાગર કરવા સુધી અને હું લેયર ડાયલોગ પર પાછી જાવ છું અને તપાસ કરું છું કે મેં લેયરને પોતે સક્રિય કર્યું છે કે નથી કારણ કે હું મૂળ ઈમેજમાં રંગકામ કરવા ઈચ્છતી નથી.
13.54 હું લેયર માસ્કને રંગવા ઈચ્છું છું.
13.59 અને ઈમેજમાં ઝૂમ કરવા માટે zoom ટૂલ પસંદ કરો
14.04 આ માટે સેજ અભ્યાસની જરૂર છે.
14.14 હું અહીં આ પોઈન્ટથી શરૂઆત કરીશ અને અહીં અંત કરીશ.
14.20 મને ગ્રેડીઅંટ સીધું જોઈએ છે કારણ કે આ રીતે ગ્રેડીઅંટ એવી ઈમેજમાં પરિણામ આપશે જે કે મને જોઈતી નથી.
14.32 પગલું અનડુ કરવા માટે ctrl + z દબાવો.
14.37 તો હું control કી દબાવું છું અને હવે અહીં સ્લાઈડરની ચળવળ 5 અંશ સુધી મર્યાદિત છે.
14.49 તો હું તેને અહીંથી આ પોઈન્ટ સુધી બનાવવાનું શરુ કરી રહ્યી છું.
14.58 જ્યારે તમે પૂર્ણ ઈમેજ પર પાછા જાવ છો ત્યારે તમે જોઈ શકો છો કે આ મારું ગ્રેડીઅંટ છે.
15.06 અને જ્યારે હું બીજા લેયરો સ્વીચ ઓફ કરું છું ત્યારે, ટોંચનાં લેયરમાં ઈમેજનો ઉપરનો ભાગ જ દૃશ્યમાન થાય છે અને બાકી બધો બેકગ્રાઉન્ડમાં છે.
15.23 પરંતુ મને નથી લાગતું કે આ વધુ ખાતરીજનક દેખાય છે.
15.27 આ સેજ બનાવટી લાગે છે તો હમણાં હું આકાશને સેજ ઉજળું બનાવવા માંગું છું.
15.34 આ કરવા માટે, મને પહેલા લેયર માસ્કને નિષ્ક્રિય કરવું પડશે અને તેના પર કામ કરવા માટે લેયરને પોતે સક્રિય કરવું પડશે નહીતર મેં લેયર માસ્ક પર curves ટૂલનો ઉપયોગ કર્યો હોત.
15.48 લેયર ફરતે આવેલ સફેદ ફ્રેમ દ્વારા તમે હમેશા લેયરનાં સક્રિય ભાગની ઓળખ કરી શકો છો.
15.56 તો ચાલો આ અહીં અજમાવી જોઈએ.
15.59 અત્યારે આપણને ઉજળું આકાશ જોઈએ છે તેથી હું આને ઉપર ખેંચી રહ્યી છું.
16.12 મને લાગે છે કે આ વધુ ખાતરીજનક લાગે છે કારણ કે આકાશ ઉજળું છે અને આકાશ અને સમુન્દ્ર વચ્ચેની બનાવટી કિનારી અદૃશ્ય થઇ ગયી છે.
16.29 મને લાગે છે કે આ કામ કરશે.
16.32 તો ચાલો sky લેયર અને તેની નીચેના લેયરને સ્વીચ કરીને ઈમેજની તુલના કરીએ.
16.42 તમે તફાવત જોઈ શકો છો.
16.46 આ મૂળ ઈમેજ છે.
16.50 આ લેયર એ નવું આકાશ છે અને નીચે આ નવી ભૂમિ છે.
16.57 મને લાગે છે ભૂમિ વધુ તેજસ્વીતા વાપરી શકત પરંતુ મને ખાતરી નથી તેથી મને આ પ્રયાસ કરવું પડશે.
17.07 તો ફક્ત land લેયર પર બમણું ક્લિક કરો અને Overlay મોડ પસંદ કરો જે તમને સેજ વધારે તેજ આપે છે પરંતુ આ ચોક્કસપણે ઘણું વધારે છે, તેથી હું ઓપેસીટી નીચે સ્લાઈડ કરું છું.
17.25 આ સારું દેખાય રહ્યું છે કે નહી?? પણ મને લાગે છે કે આ વધુ સારું છે.
17.33 હવે મારી પાસે ચાર લેયરો છે.
17.36 background, મૂળ ઈમેજ જેની જરૂર વાસ્તવમાં હવે નથી, land લેયર, land copy અને લેયર માસ્ક સાથે sky.
17.50 અને ઈમેજ માહિતી ગુમાવ્યા વિના અહીં આ તમામ વેલ્યુઓ હું બદલી શકું છું.
17.58 લેયરો વાપરવાનો આ એક ઉત્તમ લાભ છે.
18.03 હવે છેલ્લા ભાગને ક્રોપ કરવા માટે. નોર્મન તેને 7: 5 ગુણોત્તરમાં ક્રોપ કરવા ઈચ્છે છે કારણ કે તેનું પ્રિન્ટર 7/5 ઇંચ કાગળ ઉપયોગ કરે છે.
18.18 તો ચાલો તે કરીએ, 7/5. fixed aspect ratio.
18.27 ક્રોપ ક્યાં કરવું છે?? મને લાગે છે કે હું ભૂલી ગઈ છું કે નોર્મને આ ઈમેજ ક્યાં ક્રોપ કરી છે.
18.34 તો ચાલો અહીં નક્કી કરીએ.
18.36 મને લાગે છે કે વૃક્ષનો સમાવેશ થવો જોઈએ અને સુકા ઘાસને સમાવવું જોઈએ.
18.43 તો મને અહીં જમણા ખૂણેથી શરુ કરવું જોઈએ અને બસ ક્રોપ ટૂલ ઉપર ખેંચવું જોઈએ.
18.58 સામાન્ય રીતે આ ફક્ત અભિરુચિની વાત છે અને પંપ કરવાથી કઈ લેવડદેવડ નથી, કોઈપણ શીખી શકે છે.
19.06 અહીં rules of thirds છે
19.08 ચાલો હું આને અંદર મુકું.
19.13 અહીં તમે જોયું કે દેવાલયનાં સામેની બાજુ એ અત્યારે એક અભિરુચીનાં વિષયમાની એક છે.
19.20 અહીં છે વધુ બનાવટ, golden section અને તે મદદગર થઇ શકે છે પરંતુ મને લાગે છે કે સામાન્ય રીતે તમારી આંખો એ ઉત્તમ છે.
19.33 મને લાગે છે કે આ કામ કરશે.
19.37 મને આ ઈમેજ JEPG ઈમેજ તરીકે સંગ્રહ્વી છે.
19.42 અને તે પહેલા મને તે સેજ તેજ કરવી છે.
19.47 તેજ કરેલાનાં નિશાનો જે મારા તમામ વ્યવહાર કર્યા પહેલા દૃશ્યમાન હતા તે જતા રહ્યા છે.
19.55 સફેદ લાઈનો હેલોઝ જોવા હેતુ દૃશ્યમાન હતી.
20.00 મને લાગે છે કે આ વખતે પણ હું filters/ enhance(sharpen method) વાપરીશ.
20.16 સામાન્ય રીતે આ એક અનશાર્પ થયેલ માસ્ક છે, પહેલાથી સુયોજિત કેટલાક પ્રમાણભૂત વેલ્યુઓ સાથે શાર્પ થયેલ.
20.24 હું અનશાર્પ થયેલ માસ્કને પછીનાં ટ્યુટોરીયલમાં આવરી લઈશ.
20.30 મેં તે કદી પણ વાપર્યું નથી અને એટલા માટે મને તે પોતેથી શીખવું પડશે.
20.37 જેથી કરીને તેના વિશે હું કંઈપણ સમજાવી શકું.
20.44 મને લાગે છે કે આ અહીં સારી રીતે કામ કરે છે.
20.50 હું જઈને આ ઈમેજને સંગ્રહી શકું છું.
21.02 આજે હું રમુજી વસ્તુઓ ટાઈપ કરી રહ્યી છું.
21.10 ઠીક છે હું જાણું છું કે jpeg બહુવિધ લેયરો સાથે ઈમેજ સંભાળી શકતી નથી તો ઈમેજ અત્યારે નિકાસ થઇ ગયી છે અને તમામ લેયર માહિતી ખોવાઈ ગયી છે.
21.22 અને ગીમ્પ અત્યારે ચેતવણી આપે છે.
21.26 અને મને લાગે છે કે 85% ગુણવત્તા સારી છે.
21.31 ફાઈલ માપ અને ઈમેજ ગુણવત્તા વચ્ચે ચોક્કસ સમાધાન.
21.39 અને હમણાં હું મારી શાર્પનીંગ સાથે પાછી જઈ શકું છું અને ઈમેજને એવી રીતે ફરી માપબદ્ધ કરું છું કે હું શો નોટ માટે મારી બ્લોગ નાખી શકું.
21.55 image/ scale image પર જાવ અને મને પહોળાઈ 600 પીક્સલ જોઈએ છે.
22.08 ફક્ત તેને માપબદ્ધ કરો.
22.11 અને હમણાં મેં તેને ફરીથી શાર્પ કર્યું છે, શાર્પ કરવું એ તમારે જે તમારા ઈમેજમાં કરવાની વસ્તુ શ્રેણી છે તેમાંનું છેલ્લું પગલું હોવું જોઈએ.
22.23 તે વાસ્તવમાં છેલ્લું પગલું છે.
22.33 અલ્ગોરીધમ ત્યારે સારી રીતે કામ કરશે જ્યારે તમે તે પછીથી કંઈપણ બદલતા નથી.
22.39 ફેર માપબદલી પણ નહી.
22.41 ચાલો આ તરફે જુઓ.
22.47 મને લાગે છે કે મારી પાસે સેજ વધારે હોઈ શકે છે.
22.52 સામાન્ય રીતે સમાન રકમ પર અંત થાય છે.
22.57 હમણા આ ઈમેજ સાથે હું ઠીક છું. હું આને .(dot)600 તરીકે સંગ્રહું છું જેથી કરીને હું જાણી શકું કે પછીથી બ્લોકમાં કઈ ઈમેજ મુકવી છે.
23.20 ચાલો 2 ઈમેજોની તુલના કરીએ.
23.23 આ વાળી નોર્મને બનાવી છે અને આ વાળી મેં બનાવી છે.
23.30 ચોક્કસપણે મારું આકાશ વધુ સારું છે પણ મને લાગે છે કે નોર્મને સમુન્દ્ર અને દેવાલય સાથે સારું કામ કર્યું છે.
23.40 અને આનું સંયોજન ખરેખર એક મહાન ચિત્ર રહેશે.
23.47 મને લાગે છે કે અહીં પ્રકાશીયતા બદ્દલ મેં જરા વધારે કરી દીધું છે.
23.54 સારું અહીં સમુન્દ્ર લેયરને સરળ રીતે સુધારિત કરવા માટે હું પાછી આવી છું.
24.00 હું બેકગ્રાઉન્ડ લેયર પર મૂળ લેયરની નકલ કરું છું.
24.06 લેયરને sea તરીકે ફરી નામ આપો.
24.10 હવે હું આને land copy ની ઉપર અને sky ની નીચે ખેંચું છું.
24.16 અને અત્યારે તમે જોઈ શકો છો કે આના દ્વારા sky લેયરને ખલેલ પહોંચી નથી ફક્ત land ને ખલેલ પહોંચી છે.
24.25 પરંતુ હું તેને માસ્ક કરી દઈશ.
24.27 આ કરવા માટે હું એક લેયર માસ્ક ઉમેરું છું.
24.31 જમણું ક્લિક, add layer mask અને હવે હું grayscale copy of the layer લઉં છું.
24.40 હવે તમે જુઓ છો કે અહીં ભૂમિ ઉજળી થઇ છે.
24.45 અહીં જેવી હતી તેવી તે નથી પણ તમે જોયું કે પાણીમાં મહત્તમ ફેરફાર છે.
24.54 અને હવે ચાલો અહીં લેયર માસ્ક પર સેજ કામ કરીએ.
24.58 show the layer mask પર ક્લિક કરો.
25.01 You see it here and switch the sky off.


25.05 Now I select the curves tool and I’ll adjust the curves in a way that the land gets darker.
25.17 And sea and sky gets brighter.
25.29 Now lets look at the image.
25.33 Unclick show layer mask.
25.39 Now you see that’s quite nice for the land with nearly no difference and the sea is better.
25.51 Now when i select the sea layer you can see that the sea is better.
25.59 Now I’ll change the values in the image by using the curves tool.
26.09 And I think, I should
26.16 Give the sea a bit more contrast.


26.24 Bit like this here.
26.31 The steep of the slope here is more contrast in the image.
26.37 This part of the histogram was sea.
26.41 So I get here a lot of contrast.


26.49 And just fill around with the curve until it fits a bit.


26.56 I haven’t tried this before so I have to experiment here a little bit.


27.10 I think this is way better than the stuff I had before.


27.17 Now lets look at the border between the rocks here and sea.
27.24 I had a big problem there before.


27.28 So this time I nearly got no visible hallows.
27.34 And when I zoom into this here.
27.41 You can see something like hallow but its simply surf at the beach here.
27.51 There is no hallow.


27.56 In my first tries, i tried to get differences between land sea and sky a bit more.
28.05 I have simply over done it.
28.08 But this way here I think it works better. So is there anything left to be done?????
28.18 વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે
28.25 જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org ને લખો.
28.35 આવજો અને તમારાથી ફરી ક્યારે મળવાની આશા રાખું છું.
28.41 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana