LibreOffice-Suite-Writer/C3/Using-search-replace-auto-correct/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:09, 6 March 2014 by Sakinashaikh (Talk | contribs)

Jump to: navigation, search

Resources for recording Search And Replace Auto Correct

VISUAL CUE NARRATION
00:00 લીબર ઓફીસ રાઈટરમાં Find અને Replace વિશિષ્ટતા અને Autocorrect વિશિષ્ટતાનો ઉપયોગ કરવા પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલ આપણે શીખીશું:
00:12 Find અને Replace (શોધવું અને બદલવું)
00:14 Spellcheck (શબ્દ જોડણીની તપાસ)
00:15 AutoCorrect (શબ્દ જોડણીના આપમેળે સુધારા)
00:17 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુંટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ નો ઉપયોગ કરી રહયા છીએ.
00:26 ચાલો આપણે હવે રાઈટરમાં “Find and Replace” બટનના વિશે શીખવાનું શરૂ કરીએ.
00:32 આ ટેક્સ્ટના માટે શોધે છે અને\અથવા સમગ્ર ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટને બદલે છે.
00:36 ચાલો એક ઉદાહરણ વડે આના વિશે વધુ જાણીએ.
00:40 તો સૌપ્રથમ આપણે આપણી "resume.odt" ફાઈલ ખોલીએ.
00:44 હવે "Edit" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "Find and Replace" પર ક્લિક કરો.
00:51 વૈકલ્પિક રીતે, standard ટુલબારમાના બટન પર ક્લિક કરો.
00:56 તમે જોઈ શકો છો કે એક ડાયલોગ (સંવાદ) બોક્સ "Search for" અને "Replace with" ફીલ્ડ (ક્ષેત્ર) સાથે દ્રશ્યમાન થાય છે.
01:01 તમે જે ટેક્સટને શોધવા માંગો છો તેને "Search for" ફીલ્ડમાં દાખલ કરો.
01:06 ઉદાહરણ તરીકે આપણે ડોક્યુમેન્ટમાં દરેક જગ્યાએ જ્યાં "Ramesh" લખ્યું છે તે શોધવાનું છે.
01:12 તો Search For ફિલ્ડમાં "Ramesh" ટાઈપ કરો.
01:15 હવે "Find All" પર ક્લિક કરો.
01:19 તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં પ્રત્યેક જગ્યાએ જ્યાં "Ramesh" લખ્યું છે, તે હાઈલાઈટેડ (પ્રકાશ વડે ચીન્હાંકિત ) થઇ ગયું છે.
01:25 તમે આને જે ટેસ્કટથી બદલવા ઈચ્છો છો તેને "Replace with" ફીલ્ડમાં દાખલ કરો.
01:31 ઉદાહરણ તરીકે, આપણે આપણા ડોક્યુમેન્ટમાં "Ramesh"ને "MANISH" સાથે બદલવા ઈચ્છીએ છીએ.
01:37 તો આપણે "Replace with" ટેબમાં "Manish" ટાઈપ કરીશું.
01:41 હવે "Replace All" પર ક્લિક કરો.
01:44 તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં પ્રત્યેક જગ્યાએ "Ramesh" "Manish" સાથે બદલાઈ ગયું છે.
01:51 ડાયલોગ બોક્સની બરાબર નીચે આપણે "More Options" બટન જોઈએ છીએ. તેના પર ક્લિક કરો.
01:57 "More Options" બટનમાં ચોક્કસ "Find and Replace" વિકલ્પોની યાદી હોય છે.
02:03 તેમાં અમુક વિકલ્પો છે જેમ કે "Backwards" જે ટેક્સ્ટને નીચે થી ઉપર ની તરફ શોધે છે, "Current selection only" જે ટેક્સ્ટને લખાણના અમુક પસંદ કરેલા ભાગની અંદર શોધે છે.
02:15 આમાં અન્ય અદ્યતન (એડવાંસ્ડ) વિકલ્પો છે જેમ કે "Regular expressions", "Search for Styles" અને બીજા કેટલાક.
02:26 અહીંયાં ડાયલોગ બોક્સની જમણી બાજુએ વધુ બીજા ત્રણ વિકલ્પો છે.
02:31 જે છે "Attributes", "Format" અને "No Format".
02:36 તે ઉપયોગકર્તાઓને find (શોધખોળ) અને replace (બદલવા)ના વિવિધ પ્રકારના અદ્યતન (એડવાંસ્ડ) વિકલ્પો પુરા પાડે છે.
02:41 ચાલો આને બંધ કરીએ.
02:44 આપણે આના વિશે હજુ વધુ એડવાંસ્ડ ટ્યુટોરીયલોમાં શીખીશું.
02:48 “Find and Replace” વિશિષ્ટતા વિશે શીખ્યા બાદ, આપણે હવે શીખીશું કે લીબર ઓફીસ રાઈટરમાં "Spellcheck"નો ઉપયોગ કરીને કેવી રીતે શબ્દ જોડણીની તપાસ કરાય છે.
02:57 'Spellcheck' નો ઉપયોગ પુરા ડોક્યુમેન્ટ અથવા ટેસ્કટના અમુક પસંદ કરેલા ભાગમાં શબ્દ જોડણીની ભૂલોની ચકાસણી કરવા માટે કરવામાં આવે છે.
03:05 'spellcheck' કર્સરની વર્તમાન સ્થિતિથી શરૂ થાય છે અને ડોક્યુમેન્ટ અથવા એના અમુક પસંદ કરેલા ભાગના અંત સુધી આગળ વધે છે.
03:12 તમે પછી ડોક્યુમેન્ટના શરુઆતથી શબ્દ જોડણીની તપાસણી ચાલુ રાખવાની પસંદગી કરી શકો છો.
03:17 'Spellcheck' શબ્દોમાં જોડણીની ભૂલોને જુએ છે અને તમને અજ્ઞાત શબ્દને ઉપયોગકર્તાઓના શબ્દકોશમાં ઉમેરવાનો વિકલ્પ આપે છે.
03:26 ચાલો જોઈએ આ કેવી રીતે અમલમાં મુકાય છે.
03:29 પ્રત્યેક ભાષા માટે 'spell check' વિશિષ્ટતા અલગ હોય છે.
03:33 ઉદાહરણ તરીકે, મેનુ બારમાં "Tools" વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી "Options" પર ક્લિક કરો.
03:39 ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે, તેમાં "Language Settings" વિકલ્પ પર ક્લિક કરો અને અંતે "Languages" પર ક્લિક કરો.
03:47 “User interface” વિકલ્પ અંદર, ડીફોલ્ટ (મૂળભૂત) વિકલ્પ “English USA” સુયોજિત છે તેની ખાતરી કરી લો.
03:56 તેની નીચે "Locale setting" ફીલ્ડમાં નીચે દર્શવતા તીર પર ક્લિક કરો અને પછી "English USA" વિકલ્પ પર ક્લિક કરો.
04:03 હવે "Default languages for documents" મથાળા અંદર "Western" ફીલ્ડમાં મૂળભૂત ભાષા "English India" સુયોજિત છે.
04:12 જો કે કદાચ "English India" પાસે spell check દ્વારા જરૂરી શબ્દકોશ ન હોય, તેથી આપણે language ને "English USA" થી બદલીશું.
04:21 તો "Western" ફીલ્ડમાં નીચે દર્શવતા તીર પર ક્લિક કરો અને "English USA" વિકલ્પ પર ક્લિક કરો.
04:27 અંતમાં "OK" બટન પર ક્લિક કરો.
04:31 તો હવે આપણે જોવા માટે તૈયાર છીએ કે spellcheck વિશિષ્ટતા "English USA" ભાષા માટે કેવી રીતે કાર્ય કરે છે.
04:38 “Spelling and Grammar” વિશિષ્ટતાનો ઉપયોગ કરવા માટે, ખાતરી કરી લો કે "AutoSpellCheck" વિકલ્પ સક્રિય હોય.
04:45 તો ચાલો ટૂલબારમાં "AutoSpellCheck" બટન જો સક્રિય ના હોય તો તે પર ક્લિક કરીએ.
04:52 આપણી "resume.odt" ફાઈલના અંદર "Mother’s Occupation" માં, આપણે વાક્યમાં "housewife" માટે ખોટી શબ્દ જોડણી "huswife" ટાઈપ કરીશું અને સ્પેસબાર દબાવીશું.
05:05 તમે જોઈ શકો છો કે અયોગ્ય શબ્દના બરોબર નીચે એક લાલ રેખા દ્રશ્યમાન થાય છે.
05:10 હવે કર્સરને "husewife" શબ્દ પર રાખો અને standard ટુલબારમા "Spelling and Grammar" આઈકોન (ચિહ્ન) પર ક્લિક કરો.
05:18 તો આપણે શબ્દને "Not in dictionary" ફીલ્ડમાં જોઈ શકીએ છીએ.
05:22 અયોગ્ય શબ્દ જોડણીવાળો શબ્દ લાલ રંગમાં ચિન્હાંકિત થયો છે અને અહીંયા "Suggestions" બોક્સમાં યોગ્ય શબ્દ માટે કેટલાક સૂચનો આપ્યા છે જ્યાંથી તમે યોગ્ય શબ્દ પસંદ કરી શકો છો.
05:34 suggestion બોક્સમાં, શબ્દ "housewife" પર ક્લિક કરો અને પછી "Change" બટન પર ક્લિક કરો.
05:40 નાનું ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં "OK" પર ક્લિક કરો.
05:44 તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટમાં યોગ્ય શબ્દ જોડણી હવે દ્રશ્યમાન થઇ રહી છે.
05:48 ચાલો ફેરફારોને અન-ડૂ (જેવા હતા તેવા ) કરીએ.
05:50 ચાલો હવે "AutoCorrect" કહેવાતા બીજા standard ટુલબાર ના વિકલ્પ વિષે શીખીએ.
05:56 "AutoCorrect" વિશિષ્ટતા Spellcheck નું એક વિસ્તરણ (એક્સટેન્શન) છે.
06:00 AutoCorrect મેનુબાર માં "Format" વિકલ્પના ડ્રોપડાઉન મેનુમાં મળે છે.
06:06 જેવા વિકલ્પો તમે સુયોજિત કરેલ હોય તે અનુસાર AutoCorrect આપમેળે ફાઈલને ફોરમેટ્સ (બંધારણ) કરે છે.
06:12 આ વિકલ્પો "AutoCorrect Options" પર ક્લિક કરીને પસંદ કરવામાં આવે છે.
06:18 AutoCorrect ડાયલોગ બોક્સ ખુલશે.
06:21 AutoCorrect વિશિષ્ટતા જેમ તમે ટેક્સ્ટ લખો છો તેમ આપમેળે તેને યોગ્ય કરે છે.
06:26 "Options" ટેબમાં તમે પસંદ કરેલ વિકલ્પોને અનુસાર સુધારાઓ થશે.
06:32 અહીંયા કેટલાક AutoCorrect વિકલ્પો છે જેમ કે “Delete spaces at the end and beginning of paragraph”, “Ignore double spaces" અને બીજા કેટલાક.
06:44 તો ચાલો એક ઉદાહરણ વડે જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે.
06:48 આપણી resume ફાઈલમાં, આપણે કેટલીક જગ્યાએ શબ્દો વચ્ચે એક સ્પેસ (ખાલી જગ્યા) અને બીજી જગ્યાઓ પર શબ્દો વચ્ચે બમણી અને ત્રણગણી સ્પેસ ટાઈપ કરશું.
07:02 હવે સમગ્ર ટેક્સ્ટની પસંદગી કરો.
07:05 મેનુબારમાં "Format" બટન પર ક્લિક કરો.
07:09 ત્યારબાદ ડ્રોપડાઉન મેનુમાં "AutoCorrect" પર ક્લિક કરો અને છેલ્લે સબ મેનુમાં "AutoCorrect Options" પર ક્લિક કરો.
07:17 "Options" ટેબ પર ક્લિક કરો.
07:20 હવે "Ignore double spaces" ને ચેક કરો અને "OK" બટન પર ક્લિક કરો.
07:26 હવે આગામી ટેક્સ્ટ તમે લખશો તો તે તમને આપમેળે બમણી સ્પેસ આપવા માટેની પરવાનગી ન આપશે.
07:34 ચાલો કર્સરને "MANISH" નામના આગળ રાખીએ. હવે કીબોર્ડ પર સ્પેસબાર બે વાર દબાવીએ.
07:41 તમે જોઈ શકો છો કે કર્સર ફક્ત એક સ્થાન આગળ વધે છે અને ટેક્સ્ટમાં બમણી સ્પેસની અનુમતિ નથી આપતું.
07:48 એક સ્પેસ પછી, અટક "KUMAR" ટાઈપ કરો.
07:53 AutoCorrect માં એક શબ્દને અથવા એક સંક્ષેપને વધુ નોંધપાત્ર અથવા લાંબા ટેક્સ્ટની સાથે બદલી કરવાની ક્ષમતા પણ છે.
08:02 તે લાંબા શબ્દો માટે સંક્ષિપ્ત રૂપ બનાવીને ટાઈપીંગ કરવાની મેહનતથી બચાવે છે.
08:09 ઉદાહરણ તરીકે, આપણી resume.odt ફાઈલમાં, થોડા શબ્દોના સમૂહ અથવા શબ્દ હોઈ શકે છે જે ડોક્યુમેન્ટમાં વારંવાર ઉપયોગમાં આવે છે.
08:19 તે વાક્યોને અથવા શબ્દોને વારંવાર ટાઈપ કરવું બોજારૂપ થઇ શકે છે.
08:24 ચાલો માની લઈએ કે આપણે આપણા ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ "This is a Spoken Tutorial Project" વારંવાર ટાઈપ કરવા ઈચ્છીએ છીએ.
08:31 ત્યારે આપણે એક સંક્ષેપ બનાવી શકીએ છીએ જે સીધું આપણી જરૂરી ટેક્સ્ટમાં રૂપાંતરિત થઇ જાય.
08:38 તો ચાલો જોઈએ કે કેવી રીતે એક સંક્ષેપ જેમ કે "stp" આપમેળે "Spoken Tutorial Project" માં રૂપાંતરિત થાય છે.
08:46 હવે મેનુબારમાં "Format" વિકલ્પ પર ક્લિક કરો, પછી "AutoCorrect" વિકલ્પ પર જઈને "AutoCorrect Options" પર ક્લિક કરો.
08:57 ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે, તેમાં "Replace" ટેબ પર ક્લિક કરો.
09:02 આપણી પસંદગીની ભાષા તરીકે "English USA" છે તેની તપાસ કરો.
09:06 હવે "Replace" ફીલ્ડમાં ચાલો સંક્ષેપ ટાઈપ કરીએ જેને આપણે "stp" તરીકે બદલવા ઈચ્છીએ છીએ.
09:14 "With" ફિલ્ડમાં, આપણે બદલી કરેલું ટેક્સ્ટ "Spoken Tutorial Project" ટાઈપ કરીએ.
09:20 ડાયલોગ બોક્સમાં "New" બટન પર ક્લિક કરો.
09:24 તમે જોઈ શકો છો કે આ રિપ્લેસમેન્ટ ટેબલ (બદલાવ કોષ્ટક)માં એન્ટ્રી કરાઈ છે.
09:28 હવે "OK" બટન પર ક્લિક કરો.
09:31 હવે જયારે આપણે ટેક્સ્ટ "This is a stp" લખી સ્પેસ બાર દબાવીશું. તમે જોશો કે "stp" સંક્ષેપ "Spoken Tutorial Project" માં રૂપાંતરિત થાય છે.
09:43 આ વિશિષ્ટતા ખુબજ લાભદાયક છે જ્યારે સમાન ટેક્સ્ટનું કોઈ ડોક્યુમેન્ટમાં ઘણી વખત પુનરાવર્તન થાય છે.
09:49 ચાલો ફેરફારોને અન-ડૂ (જેવા હતા તેવા) કરીએ.
09:52 અહીં લીબર ઓફીસ રાઈટર પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:57 સારાંશ માટે, આપણે શીખ્યા:
10:00 Find and Replace (શોધતા અને બદલી કરતા).
10:01 Spell check (શબ્દ જોડણી તપાસ કરતા).
10:02 AutoCorrect (આપમેળે સુધારા કરતા).
10:04 કમ્પ્રેહેન્સીવે અસાઇનમેન્ટ
10:06 રાઈટરમાં નીચે આપેલું લખાણ ટાઈપ કરો - ”This is a new document.The document deals with find and replace”.
10:15 હવે તમારા ટેક્સ્ટમા શબ્દ “document” ને શબ્દ “file” સાથે "Find and Replace" કરો.
10:21 તમારા ડોક્યુમેન્ટમાંથી શબ્દ “text” ને સ્પેલિંગ (શબ્દરચના) "t x t” થી બદલો.
10:27 સ્પેલિંગને “text” સાથે યોગ્ય કરવા માટે Spellcheck વિશિષ્ટતા નો ઉપયોગ કરો.
10:31 English(USA)ને તમારી મૂળભૂત ભાષા તરીકે ઉપયોગમાં લો.
10:36 AutoCorrect વિશિષ્ટતાનો ઉપયોગ કરીને, "This is LibreOffice Writer" ટેક્સ્ટ માટે એક સંક્ષિપ્ત રૂપ "TLW" બનાવો અને તેનું અમલીકરણ જુઓ.
10:48 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ, તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે.
10:55 જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:59 મૌખિક ટ્યુટોરિયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ્સ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેને પ્રમાણપત્રો આપે છે.
11:09 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
11:15 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો ભાગ છે,
11:19 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:27 આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે."spoken hyphen tutorial dot.org slash NMEICT hyphen Intro"
11:38 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું છું ભરત સોલંકી. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey, PoojaMoolya, Sakinashaikh