Scilab/C2/Why-Scilab/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:53, 5 March 2014 by Kavita salve (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં તમને Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે.
00.15 સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે.
00.26 તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન
00.33 Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” એટલે કે સાયન્ટીફિકમાં અને “લેબ” એટલે કે લેબોરેટરીમાં.
00.42 જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે:
00.47 સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું.
00.49 સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો.
00.53 સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું.
00.56 દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે,
01.03 સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે.
01.10 એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે.
01.17 શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે.
01.27 સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે
01.33 મેટ્રીક્સ ઓપરેશનો
01.35 કન્ટ્રોલ સીસ્ટમ
01.37 ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP)
01.39 (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ
01.43 (હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું
01.50 (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું
01.55 આલેખન
01.57 હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન
02.02 લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે.
02.10 'સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
02.29 સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે.
02.32 ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે.
02.44 બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટરી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK.
02.54 અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે જે મેઇલિંગ લીસ્ટ, યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને
03.03 સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે.
03.08 સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in
03.20 કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે
03.25 CNES જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે

(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)

03.35 EQUALIS (http://www.equalis.com)
03.38 Techpassiontech (http://www.techpassiontech.com) અને
03.40 IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર).
03.46 આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે.
03.53 લેબ માઇગ્રેશન જે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે.
03.59 વર્ચ્યુઅલ લેબ જે (સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) છે.
04.04 વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
04.17 આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે.
04.21 ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે.
04.27 અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે.
04.37 લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે.
04.45 અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ
04.48 અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે.
04.54 અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ
04.58 ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
05.01 સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.
05.07 spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે
05.12 આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે.
05.17 આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.
05.21 આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ.
05.25 આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે.
05.29 અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ
05.31 સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે.
05.34 મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે.
05.37 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે.
05.39 સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે.
05.43 સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે.
05.47 ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે.
05.51 આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ.
05.56 અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.
06.01 અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
06.08 આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે.
06.13 આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
06.20 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે
06.29 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06.35 વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06.45 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.48 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Kavita salve, Krupali, PoojaMoolya