C-and-C++/C2/If-And-Else-If-statement/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:17, 18 February 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.02 | C અને C++ માં કન્ડીશનલ સ્ટેટમેન્ટસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.11 | સિંગલ statement કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00.14 | સ્ટેટમેંટોનાં જૂથને કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00.16 | આપણે ઉદાહરણો વડે આ કરીશું. |
00.19 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00.25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10. |
00.31 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00.38 | ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.43 | પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે. |
00.49 | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, તે નિર્ણય લેવા માટે તે મદદ કરે છે. |
00.55 | આપણે કંડીશનો true અથવા false છે તે માટે તપાસ કરી શકીએ છીએ. |
01.00 | આપણે સિંગલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
01.07 | ચાલો if statements નાં પ્રવાહને સમજીએ. |
01.13 | અહીં, જો કંડીશન true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01.20 | જો કંડીશન false હોય તો, statement2 એક્ઝેક્યુટ થશે. |
01.29 | હવે આપણે else if સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, |
01.32 | અહીં, જો condition1 true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01.41 | જો condition1 false હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે condition2 છે. |
01.49 | જો condition2 true હોય તો, statement3 એક્ઝેક્યુટ થશે. |
01.54 | અને જો condition2 false હોય, તો statement2 એક્ઝેક્યુટ થશે. |
02.02 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. |
02.06 | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. |
02.09 | તો ચાલો હું તે ખોલું. |
02.13 | નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmt.c છે |
02.18 | આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. |
02.26 | ચાલો હું કોડ સમજાવું. |
02.30 | આ આપણી હેડર ફાઈલ છે. |
02.34 | આ આપણું મુખ્ય ફંક્શન છે. |
02.38 | અહીં આપણે ત્રણ ઈંટીજર વેરીએબલો જાહેર કર્યા છે a, b અને sum. |
02.46 | અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. |
02.49 | વપરાશકર્તા a અને b ની વેલ્યુઓ દાખલ કરશે. |
02.52 | વેલ્યુઓ variable a અને variable b માં સંગ્રહીત થશે. |
02.58 | 'scanf() કંસોલમાંથી ડેટાને વાંચે છે. |
03.02 | તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે. |
03.06 | scanf() માં format specifier ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. |
03.10 | જેમ કે અહીં આપણી પાસે %d છે તે દર્શાવે છે કે આપણે ઈંટીજર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. |
03.18 | અહીં આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. |
03.22 | આપણે પરીણામ sum માં સંગ્રહીત કરીશું. |
03.25 | ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. |
03.29 | આ આપણું if statement છે. |
03.30 | અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, sum 20 કરતાં મોટો છે કે નહી. |
03.36 | જો કંડીશન true હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 20. |
03.42 | હવે ચાલો હું આ લાઈનોને ટીપ્પણી કરું. |
03.48 | આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
03.51 | હવે Save પર ક્લિક કરો |
03.53 | પહેલા આપણે if સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું. |
03.58 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
04.09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc ifstmt.c -o if અને એન્ટર દબાવો |
04.20 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./if એન્ટર દબાવો |
04.26 | તે આપેલ રીતે દેખાય છે, |
04.27 | Enter the value of a and b. |
04.31 | હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ. |
04.38 | આઉટપુટ Sum of a and b is 22 આ રીતે દેખાય છે. સરવાળો 20 કરતા મોટો છે. |
04.45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
04.48 | આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. |
04.52 | ચાલો હું અહીંથી ટીપ્પણી રદ્દ કરું. |
04.56 | હું ટીપ્પણી અહીં આપીશ. |
05.00 | હવે Save પર ક્લિક કરો. |
05.03 | આ આપણું else-if સ્ટેટમેંટ છે. |
05.05 | અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે Sum 10 કરતા વધારે છે કે નહી |
05.11 | જો કંડીશન true હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 10 and less than 20. |
05.18 | હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05.20 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
05.23 | તે આપેલ રીતે દેખાય છે, |
05.26 | Enter the value of a and b. |
05.28 | હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ. |
05.30 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે : Sum of a and b is 12. |
05.35 | સરવાળો 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે. |
05.38 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05.42 | હું અહીંથી અને અહીંથી ટીપ્પણી રદ્દ કરીશ. હવે save પર ક્લિક કરો, |
05.44 | જો બંને કંડીશનો false હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is less than 10. |
0.48 | આ આપણું else સ્ટેટમેંટ છે. |
05.56 | હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.04 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
06.07 | અહીં તે આપેલ રીતે દેખાય છે, |
06.11 | Enter the value of a and b. |
06.1 | હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ. |
06.27 | આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, sum of a and b is 8. |
06.31 | સરવાળો 10 કરતા ઓછો છે. |
06.34 | હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
06.39 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.41 | ધારો કે, અહીં if સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. |
06.47 | ચાલો જોઈએ શું થશે. Save પર ક્લિક કરો. |
06.50 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.53 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06.56 | આપણને એક એરર દેખાય છે: else without a previous if |
07.02 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. |
07.07 | If સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. |
07.10 | અને else if સ્ટેટમેંટ ક્યારે પણ એક if વિના કામ કરશે નહી. |
07.16 | ચાલો એરર સુધાર કરીએ. અહીં ; રદ્દ કરો |
07.22 | હવે Save પર ક્લિક કરો. |
07.25 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. |
07.29 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
07.35 | a અને b ની વેલ્યુ દાખલ કરો |
07.37 | હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ. |
07.44 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
07.46 | Sum of a and b is 9. સરવાળો 10 કરતા ઓછો છે. |
07.52 | હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
07.57 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
08.00 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
08.03 | તમારા કીબોર્ડ પર Shift, Ctrl અને S એકસાથે દબાવો. |
08.11 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને Save પર ક્લિક કરો |
08.20 | આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું |
08.26 | ચાલો using સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. |
08.30 | હવે search for an replace ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. |
08.36 | ચાલો cout statement થી printf સ્ટેટમેંટ બદલી કરીએ. |
08.40 | Replace all પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો |
08.46 | હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. |
08.50 | cin સ્ટેટમેંટ થી scanf સ્ટેટમેંટ બદલી કરો. |
08.55 | ટાઈપ કરો cin >> |
09.00 | કારણ કે આપણે C++ માં એક લાઈનને વાંચવા માટે cin >> function નો ઉપયોગ કરીએ છીએ. |
09.06 | હવે format specifiers ને રદ્દ કરો. |
09.09 | અલ્પવિરામ અને & રદ્દ કરો |
09.12 | અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. |
09.17 | ફરીથી & અને બંધ કૌંસ રદ્દ કરો હવે Save પર ક્લિક કરો |
09.25 | અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. |
09.32 | હવે \n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો |
09.37 | હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો |
09.42 | ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસ “\n”. |
09.49 | અહીં પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું. |
09.54 | હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. |
09.59 | હવે Save પર ક્લિક કરો |
10.03 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
10.04 | ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10.10 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ ifstmt.cpp -o if1 |
10.21 | અહીં આપણી પાસે if1 છે કારણ કે આપણે ફાઈલ ifstmt.c માટે આઉટપુટ પેરામીટરને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
10.31 | હવે Enter દબાવો |
10.33 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ./if1 Enter દબાવો |
10.39 | a અને b ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ. |
10.48 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, Sum of a and b is 30. |
10.53 | સરવાળો 20 કરતા મોટો છે. |
10.57 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10.59 | હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. |
11.03 | સારાંશમાં. |
11.04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, if statement દા.ત. if(condition)
{…........ } |
11.12 | else if statement દા.ત. else if(condition)
{…......... } |
11.18 | એક એસાઈનમેંટ રૂપે, |
11.19 | એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે a એ b કરતા મોટો છે અથવા b કરતા નાનો છે. |
11.24 | સંકેત: if સ્ટેટમેંટ વાપરો. |
11.28 | બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે a, b કે c. |
11.34 | સંકેત: else-if સ્ટેટમેંટ વાપરો. |
11.39 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11.41 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11.44 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11.49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11.51 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11.54 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11.58 | વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
12.05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12.09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12.16 | આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
12.21 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |