GIMP/C2/Resolutions/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 21:08, 17 January 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.23 | Meet The GIMP માં સ્વાગત છે. |
00.25 | આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00.30 | રિસોલ્યુશન માટે Image, image properties માં જાવ અને અહીં તમે જોઈ શકો છો કે, આ ઈમેજ 508 પીક્સલ પહોળાઈ, અને 72 બાય 72 પીપીઆઈ ધરાવે છે. |
00.46 | ppi એ પીક્સલ પર ઇંચ માટે વપરાય છે. |
00.50 | તો અહીં તે મારી સ્ક્રીન પર સ્ક્રીનની એક ઇંચ માટે 72 પીક્સલ છે. |
00.56 | પીપીઆઈ સામાન્ય રીતે ડીપીઆઈ (ડોટ્સ પર ઇંચ) જેવું જ છે. |
01.03 | અને પ્રીંટ કરવા માટે યોગ્ય રિસોલ્યુશન હોવું મહત્વપૂર્ણ છે. |
01.07 | શાહીનાં કેટલા બિંદુઓને તમે એક ઇંચ કાગળ પર મુકો છો આ વિશે તેઓ બતાવે છે. |
01.14 | એક ઇંચ લાંબી લાઈનમાં ઇંચ દીઠ લગભગ 300 બિંદુઓ હોય છે અને તે એટલા નજીક પ્રીંટ થયા હોય છે કે તમને એક પૂર્ણ લાઈન દેખાય છે ન કે બિંદુઓની બનેલ લાઈન. |
01.27 | જો કોઈને ઈમેજ પ્રીંટ કરવી હોય તો તેઓ ઈમેજ 300 પીપીઆઈમાં માંગી શકે છે, અથવા કે તેઓ કહી શકે છે કે અમને આ ઈમેજ 150 ડીપીઆઈમાં જોઈએ છે નહી તો ગુણવત્તા પૂરતી સારી નહી રહેશે. |
01.46 | તો આ માટે તમે શું કરી શકો છો. |
01.49 | તમે આને અત્યંત સરળતાથી બદલી શકો છો. |
01.53 | ફક્ત Image, Scale Image પર જાવ. |
01.56 | આ ડાયલોગમાં તમે જોઈ શકો છો પહોળાઈ, ઊંચાઈ જે કે આપણે ઘણી વખતે ઉપયોગમાં લીધી છે. |
02.04 | સાથે જ અહીં તમે જોઈ શકો છો ‘X’ resolution ‘Y’ resolution અને વેલ્યુ ઇંચ દીઠ 72 પીક્સલ છે અને હું તેને પીક્સલ પર મીલીમીટર અથવા પીક્સલ પોઈન્ટ પીકામાં બદલી શકું છું. |
02.21 | પરંતુ ચાલો તેને પીક્સલ પર ઇંચ સાથે રહેવા દઈએ. |
02.26 | X resolution અને Y resolution વેલ્યુ 72 પીપીઆઈ તરીકે ધરાવે છે અને હું તેને 300 પીપીઆઈમાં બદલું છું. |
02.40 | અને હવે હું ઈમેજને scale કરું છું અને તમે જોઈ શકો છો કે કંઈપણ બદલાયું નથી શિવાય કે જયારે હું image properties માં જાવ છું, અહીં તમે હવે જોઈ શકો છો કે રિસોલ્યુશન 300 બાય 300 પીપીઆઈમાં બદલાયું છે અને પ્રીંટ માપ 3 મોટી ટિકિટોનાં જેટલું અથવા એટલું જ બરાબર છે. |
03.03 | જે કે લગભગ 4 બાય 3 સેમી છે. |
03.07 | તે એક મોટી ટિકિટ છે. |
03.09 | આમ મેં ઈમેજ સાથે રિસોલ્યુશન સિવાય કશું પણ બદલ્યું નથી. |
03.17 | સ્ક્રીન પર કશું પણ બદલાયું નથી, તે હજુ પણ 72 પીક્સલ પર ઇંચ છે. |
03.24 | આ ક્રમાંકો મૂળભૂત રીતે અર્થહીન છે. |
03.27 | તે ત્યારે અર્થપૂર્ણ રહે છે જો તમે જાણો છો કે તમે ઈમેજને 300 ડોટ્સ પર ઇંચ ગુણવત્તામાં પ્રીંટ કરવા ઈચ્છો છો જે કે ખરેખર સારી વેલ્યુ છે અને તમે તે લેવા માંગો છો માની લો કે 10 બાય 15 ઇંચ, ત્યારબાદ તમે જુઓ છો કે આ પીક્સલો પુરતા નથી. |
03.51 | તેથી તમને પીક્સલો વધારવા પડશે. |
03.55 | પણ પ્રીન્ટર માટે ઈમેજની ગુણવત્તા એ વાત પર આધાર રાખે છે કે માપમાં કેટલા પીક્સલો છે અને કેટલો લાંબો અથવા કેટલો મોટો વિસ્તાર તમે પ્રીંટ કરવા ઈચ્છો છો. |
04.10 | અને તે પ્રોપર્ટી પ્રીંટર દ્વારા સુયોજિત કરાવાય છે અને તે મહત્વપૂર્ણ નથી કે તમને તેને ઈમેજમાં સુયોજિત કરવું જોઈએ. |
04.21 | પણ કોઈ તમને ઈમેજને 200 થી 300 ડોટ્સ પર ઇંચ તરીકે સુયોજિત કરવાનું પૂછે તો, તે ફક્ત કરી દો અને આની ચર્ચા ન કરો. |
04.32 | આ વિશેની અર્થપૂર્ણ ચર્ચાઓનાં કેટલાક લીંકો હું શો નોટોમાં મુકીશ તમે તે ત્યાં જોઈ શકો છો. |
04.39 | જો મને આ ઈમેજ બિલ બોર્ડો માટે જોઈએ છે તો મને ઈમેજને સ્કેલ કરવું પડશે. |
04.44 | મને લાગે છે કે બિલ બોર્ડ માટે સારી વેલ્યુ 5 ડોટ્સ પર ઇંચ રહેશે. |
04.51 | ઈમેજને સ્કેલ કરો અને તમે જોઈ શકો છો કે કઈ પણ બદલાયું નથી પણ હવે image properties માં, પ્રીંટ માપ 100 બાય 76 ઇંચ છે એટલે કે 2 મી 50 અહીં આ ઈમેજ સાથે તે એક સરસ પોસ્ટર છે. |
05.10 | જ્યાંસુધી તમે પોતેથી પ્રીંટ કરતા નથી ત્યાંસુધી સામાન્ય રીતે અમારા માટે આ રિસોલ્યુશન અર્થહીન છે. |
05.18 | વધુ જાણકારી માટે http://meetthegimp.org પર જાવ અને જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org ને લખો. |
05.30 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |