GIMP/C2/Drawing-Simple-Figures/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 20:41, 15 January 2014 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00.18 Meet The GIMP નાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.21 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.27 ચાલો ટ્યુટોરીયલ એક ઈ-મેઇલથી શરૂઆત કરીએ જે મને મળ્યો છે.
00.33 મને ઈ-મેઇલ ડેવીડ વેનસલેનથી મળ્યો છે અને તેણે મને પૂછ્યું છે કે GIMP માં ભૂમિતિ વડે સાદી આકૃતિઓ કેવી રીતે દોરવી.
00.45 તો ચાલો સૌથી સરળ માર્ગ દ્વારા શરૂઆત કરીએ એટલે કે સીધી લાઈન વડે.
00.55 સીધી લાઈનને દોરવું અઘરૂ હોઈ શકે છે પણ જો તમે અહીં એક પોઈન્ટ બનાવો છો અને shift કી દબાવો છો અને બીજો એક પોઈન્ટ બનાવો છો, તો તમે સરળતાથી એક સીધી લાઈનને દોરી શકો છો.
01.14 તો આ છે સીધી લાઈનો.
01.19 અનડુ કરવા માટે Ctrl + Z દબાવો.
01.24 ચોરસ એ થોડું વધારે ગૂંચવણભર્યું છે.
01.28 ટૂલ બોક્સમાં જાવ અને રેકટેન્ગલ ટૂલ પસંદ કરો.
01.36 અને સાપેક્ષ ગુણોત્તર 3 બાય 3 નો રાખો.
01.41 તો આ એક ચોરસ હોવો જોઈએ.
01.44 હવે મારી પાસે ચોરસ સિલેક્શન છે તો Edit, Stroke Selection પર જાવ.
01.52 હું અહીં અમુક ફેરફારો કરી શકું છું.
01.55 હું લાઈનની પહોળાઈ નિર્ધારિત કરી શકું છું અથવા હું વાપરી શકું છું પેઈન્ટ ટૂલ અને હું પેઈન્ટ ટૂલમાં પેઈન્ટ બ્રશ પસંદ કરું છું અને stroke પર ક્લિક કરું છું.
02.10 અને અહીં તમારું ચોરસ છે.
02.14 જો તમને આ ચોરસને રંગ ભરવો છે, તો તે સરળ છે, માત્ર મારા રંગ પેલેટ પર જાવ અને કાળા રંગને ચોરસમાં ખસેડો.
02.25 આવું એલીપ્સ સિલેક્શન દ્વારા પણ કરી શકાવાય છે.
02.30 હું બસ પસંદ કરી શકું છું ellipse અને Edit પર જાવ છું અને પસંદ કરું છું Stroke Selection.
02.40 વધુ ગૂંચવણભરી આકૃતિઓ માટે પાથ ટૂલ પસંદ કરો.
02.46 હું પોઈન્ટો બનાવીને માર્ગ બનાવી શકું છું અને જ્યારે હું છેલ્લા પોઈન્ટ પર ક્લિક કરું છું, મારો માર્ગ સમાપ્ત થાય છે.
02.56 ત્યારબાદ હું અહીં Edit પર જઈ શકું છું અને આ હાથાઓને તમને જેમ જોઈએ છે તે રીતે સુધારિત કરવાનું ચાલુ કરું છું.
03.06 તમે આનો અભ્યાસ કરી શકો છો અને સમજી શકો છો.
03.10 તે અત્યંત સરળ છે.
03.17 છેલ્લી વસ્તુ જે મને કરવી છે તે છે પાથને સ્ટ્રોક કરવું.
03.22 અને સમાન વિકલ્પ મને અહીં મળે છે અને જેમ હું stroke પર ક્લિક કરું છું, મને એક ખામીરહિત લાઈન મળે છે.
03.29 આ એક સીધી લાઈન નથી પણ તે એક ખામીરહિત લાઈન છે.
03.34 અને આ અઠવાડિયા માટે બસ આટલું જ હતું.
03.37 વધુ જાણકારી માટે http://meetthegimp.org પર જાવ અને જો તમને ટીપ્પણી મોકલવી છે, તો કૃપા કરી info@meetthegimp.org ને લખો. આવજો.
03.54 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana