Linux/C2/The-Linux-Environment/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | લિનક્સ એન્વાર્નમેન્ટ અને તેના કુશળતાપૂર્વક ઉપયોગના માર્ગો દર્શાવતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુ્ટોરીઅલમાં રહેલ ઉદાહરણોને પ્રદર્શિત કરવા એક લિનક્સ સિસ્ટમ,જે અહીં ઉબુન્ટુ પસંદ કરેલ છે તેની જરૂર પડશે. |
00:13 | અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો,ફાઈલ સિસ્ટમ અને શેલ વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. |
00:22 | જો તમને રસ હોય અથવા આ વિભાવનાઓને વધારે સમજવા માંગતા હોવ તો આ તમે અમારી વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપરથી મેળવી શકો છો. |
00:32 | નોંધ લો કે આ ટ્યુ્ટોરીઅલના ધ્વન્યાલેખન(રેકોર્ડીંગ) માટે ઉબુન્ટુ ૧૦.૧૦નો ઉપયોગ થયેલ છે. |
00:36 | વળી લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . |
00:46 | ઓપરેટીંગ સિસ્ટમનો તમારા સાથેનો વર્તાવ,તમારા આદેશોનો જવાબ,તમારી ક્રિયાઓનું અર્થ-ઘટન વગેરેનું નિરાકરણ લિનક્સ એન્વાર્નમેન્ટ લાવે છે. |
00:55 | શેલની સેટિંગમાં પરિવર્તન કરી લિનક્સને હજી વધુ વૈવિધ્યપૂર્ણ બનાવી શકીએ. |
00:58 | ચાલો આ બધું કેવી રીતે થાય છે તે સમજીએ. |
00:59 | શેલની વર્તણુક શેલ વેરીએબલ દ્વારા મેળવી શકાય છે. |
01:04 | શેલ વેરીએબલો મુખ્ય બે પ્રકારના છે:
અંદ એન્વાર્નમેન્ટ વેરીએબલ અને લોકલ વેરીએબલ |
01:12 | તેઓ ઉપયોગકર્તાના સંપૂર્ણ એન્વાર્નમેન્ટમાં ઉપલબ્ધ હોવાથી તેને એન્વાર્નમેન્ટ વેરીએબલ કહેવાય છે. |
01:19 | તેઓ શેલ,દાખલા તરીકે શેલ સ્ક્રિપ્ટો પ્રદર્શિત કરનાર શેલ દ્વારા બનાવેલ નિમ્ન-શેલોમાં પણ ઉપલબ્ધ હોય છે. |
01:24 | લોકલ વેરીએબલ,જેમ તેમનું નામ સૂચવે છે તેઓ
વધુ પ્રતિબંધિત અથવા મર્યાદિત ઉપલબ્ધતા ધરાવે છે |
01:31 | તેઓ શેલ દ્વારા સર્જેલા નિમ્ન-શેલોમાં ઉપલબ્ધ નથી હોતા. |
01:36 | આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મુખ્ય રીતે એન્વાર્નમેન્ટ વેરીએબલોની વાત કરીશું,તો ચાલો પહેલા જોઈએ કે આ શેલ વેરીએબલોની કિંમત કેવી રીતે જોઈ શકાય. |
01:48 | વર્તમાન શેલમાં ઉપલબ્ધ બધા વેરીએબલો જોવા,આપણે આદેશ 'set' આપીશું. |
01:53 | ટર્મિનલ ઉપર "set ખાલી જગ્યા 'ઉભી લીટી' more" લખી એન્ટર દબાવીએ. |
02:00 | આપણે વર્તમાનના બધા શેલ વેરીએબલો જોઈ શકીએ છીએ. |
02:04 | ઉદાહરણ તરીકે,હોમ એન્વાર્નમેન્ટ વેરીએબલ જુઓ અને તેને સોંપાયેલ કિંમત જુઓ. |
02:15 | યાદીમાં જોવા એન્ટર દબાવીએ અને બહાર આવવા q દબાવીએ. |
02:21 | વેરીએબલોની યાદીને વિવિધ પૃષ્ઠોમાં વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવા અહીં સેટના આઉટપુટને ક્રમમાં લીધેલ છે. |
02:38 | માત્ર એન્વાર્નમેન્ટ વેરીએબલો જોવા આદેશ env આપીએ. |
02:45 | ટર્મિનલ ઉપર "env ખાલી જગ્યા 'ઉભી લીટી' more" લખીએ અને એન્ટર દબાવીએ. |
02:52 | ઉદાહરણ તરીકે,શેલ વેરીએબલને જુઓ જેની કિંમત /bin /bash છે. |
03:00 | ફરી,યાદીમાંથી બહાર આવવા તમારે q દબાવવું પડશે. |
03:07 | હવે ચાલો લિનક્સના થોડા મહત્વના એન્વાર્નમેન્ટ વેરીએબલ વિશે ચર્ચા કરીએ. |
03:11 | આપણે આપણા બધા પ્રદર્શન માટે બેશ શેલનો ઉપયોગ કરીશું. |
03:15 | વિવિધ શેલો સહેજ અલગ રીતે વૈવિધ્યપૂર્ણ છે. |
03:19 | વેરીએબલ હકીકતમાં શેનો સંગ્રહ કરે છે તે જોવા આપણને તે વેરીએબલના નામની આગળ '$' ચિહ્ન રાખી તેની સાથે echo આદેશનો ઉપયોગ કરવો પડશે. |
03:30 | પ્રથમ એન્વાર્નમેન્ટ વેરીએબલ આપણે જોઈશું તે શેલ વેરીએબલ છે. |
03:35 | તે વર્તમાન શેલનું નામ સંગ્રહ કરે છે. |
03:37 | શેલ વેરીએબલની કિંમત જાણવા,ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $(કેપિટલમાં)S-H-E-L-L" લખી એન્ટર દબાવીએ. |
03:55 | અહીં /bin /bash શેલ છે જ્યાં આપણે હમણાં કાર્ય કરી રહ્યા છીએ. |
04:02 | બીજો વેરીએબલ હવે હોમ છે. |
04:05 | જયારે આપણે લિનક્સમાં લોગઇન થઈએ,ત્યારે તે આપણને સામાન્ય રીતે આપણા ઉપયોગકર્તા નામ પછી આવતી ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે. |
04:11 | આ ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી કહેવાય છે અને આ એ છે જે હોમ વેરીએબલમાં ઉપલબ્ધ છે. |
04:17 | કિંમત જોવા,ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $કેપિટલ માં H-O-M-E" લખી એન્ટર દબાવીએ. |
04:29 | બીજો એન્વાર્નમેન્ટ વેરીએબલ "પાથ" છે. |
04:32 | પાથ વેરીએબલ ડિરેક્ટરીઓના એબ્સોલ્યુટ પાથ ધરાવે છે જેને શેલ પ્રદર્શિત થતા આદેશને સ્થાનીત કરવા શોધે છે. |
04:40 | ચાલો પાથ વેરીએબલની કિંમત જોઈએ. |
04:43 | ફરી ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $ P-A-T-H"(કેપિટલમાં) લખી એન્ટર દબાવીએ. |
04:51 | મારા કમ્પ્યુટર ઉપર તે ડિરેક્ટરીઓ /user /local /sbin /user /local /bin /user /sbin /user /bin વગેરે બતાવે છે. |
05:04 | આ એક સિસ્ટમથી બીજામાં સહેજ બદલાય શકે છે. |
05:07 | તે હકીકતમાં ડિરેક્ટરીઓની યાદી છે જે વિરામચિહ્ન(:) દ્વારા અલગ કરેલ છે,જેમાંથી શેલ આ ક્રમમાં પ્રદર્શિત થતા આદેશને શોધે છે. |
05:18 | આપણે આપણી ડિરેક્ટરી પણ આ યાદીમાં ઉમેરી શકીએ જેથી આપણી ડિરેક્ટરી પણ શેલ દ્વારા શોધાય છે. |
05:25 | આપણી પોતાની ડિરેક્ટરી ઉમેરવા ટર્મિનલ ઉપર લખો. |
5:29 | 'કેપિટલમાં'P-A-T-H '=' $'ફરી કેપિટલ માં'P-A-T-H : /home/મારા હોમ ડિરેક્ટરીનું નામ" એન્ટર દબાવીએ. |
05:54 | હવે જો આપણે પાથની કિંમતને echo કરીએ તો |
06:04 | આપણી ઉમેરેલી ડિરેક્ટરી પણ પાથ વેરીએબલનો એક ભાગ થઇ જશે. |
06:10 | જુઓ હવે ડિરેક્ટરી અહીં હાજર છે. |
06:16 | અન્ય રસપ્રદ વેરીએબલ લોગનેમ છે. |
06:20 | તે હાલમાં સક્રિય રહેલા ઉપયોગકર્તાનું ઉપયોગકર્તા નામ સંગ્રહ કરે છે. |
06:24 | આની કિંમત જાણવા "echo ખાલી જગ્યા $LOGNAME" લખી એન્ટર દબાવીએ. |
06:35 | જયારે આપણે ટર્મિનલ ખોલીએ છીએ આપણે ડોલર ચિહ્ન જોઈએ છીએ,જે પ્રોમ્પ્ટ છે જ્યાં આપણે આપણા બધા આદેશો આપીશું. |
06:42 | આ પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ PS1 દ્વારા રજુ થયેલ છે. |
06:47 | વળી માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા પણ છે. |
06:50 | જો આપણો આદેશ લાંબો છે અને તે એકથી વધુ લીટી લે છે તો બીજી લીટીથી આપણે ">" ચિહ્નને પ્રોમ્પ્ટ રૂપે જોઈશું. |
07:00 | આ માધ્યમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા છે જે એન્વાર્નમેન્ટ વેરીએબલ PS2 દ્વારા રજુ થયેલ છે. |
07:05 | માધ્યમિક કમાંડ પ્રોમ્પ્ટની કિંમત જોવા ટર્મિનલ ઉપર "echo ખાલી જગ્યા $PS2" લખી એન્ટર દબાવીએ. |
07:20 | આપણે આપણી પ્રાથમિક પ્રોમ્પ્ટ શબ્દમાળા બદલી શકીએ છીએ જેમકે "એટ ધી રેટ"<@> પ્રોમ્પ્ટ રીતે લઈએ. |
07:28 | આ કરવા "PS1 '=' હવે અવતરણની અંદર જ 'at the rate'" લખી એન્ટર દબાવીએ. |
07:41 | હવે ડોલર ચિહ્નની જગ્યાએ આપણે 'એટ ધી રેટ' ચિહ્ન પ્રોમ્પ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ. |
07:50 | આપણે કઈ રસપ્રદ કરી શકીએ.જેમકે આપણે આપણું ઉપયોગકર્તા નામ પ્રોમ્પ્ટ ઉપર પ્રદર્શિત કરી શકીએ. |
07:56 | have "PS1 કેપિટલમાં '=' અવતરણની અંદર જ $LOGNAME " લખી એન્ટર દબાવીએ. |
08:12 | હવે મારુ ઉપયોગકર્તા નામ મારુ પ્રોમ્પ્ટ છે. |
08:16 | "આગલી સ્થિતિમાં પાછા ફરવા "PS1 '=' અવતરણોમાં $" લખી એન્ટર દબાવીએ. |
08:28 | આપણે ઘણા એન્વાર્નમેન્ટ વેરીએબલોને કિંમતો સોપી. |
08:32 | પણ યાદ રાખો કે આ ફેરફાર માત્ર વર્તમાન સત્ર માટે જ લાગુ પડે છે. |
08:37 | જેમકે આપણે હમણાં જ આપણી ડિરેક્ટરીને પાથ વેરીએબલમાં ઉમેરી. |
08:40 | જો આપણે ટર્મિનલ બંધ કરી અને તેને ફરી ખોલીએ અથવા તેની સાથે એક નવું ટર્મિનલ ખોલીએ અને echo દ્વારા પાથ વેરીએબલની કિંમત ચકાસીએ |
09:00 | તો આપણે જોઈશું કે આપણે કરેલા ફેરફારો હવે અસ્તિત્વ ધરાવતા નથી. |
09:05 | આપણા ફેરફારોને સ્થાયી રાખવાના તરીકાઓનો બીજા અદ્યતન ટ્યુટોરીયલમાં સમાવેશ થયેલ છે. |
09:13 | ઘણીવાર આપણને,આપણે ભૂતકાળમાં અમલમાં મુકેલા આદેશોને ફરી અમલમાં મુકવાની જરૂર પડતી હોય છે.તો શું કરવું?શું આપણે આખો આદેશ ફરી લખીશું? |
9:22 | ના,તેના માટે ઘણા ઉકેલો છે. |
09:26 | પ્રથમ રીત,જો તમે કીબોર્ડની 'અપ કળ' દબાવો તો તમે ભૂતકાળમાં આપેલો છેલ્લો આદેશ જોઈ શકો છો. |
09:33 | અપ કળ દબાવતા રહો તો તમને ભૂતકાળના આદેશો મળતા રહેશે. |
09:37 | પાછા ફરવા 'ડાઉન કળ' દબાવીએ. |
09:42 | પણ જયારે તમને ઘણા આદેશો મારફતે સ્ક્રોલ કરવું પડે તો આ ઘણું કંટાળા જનક અને જટિલ થઇ જતું હોય છે.આનાથી સારો વિકલ્પ છે હિસ્ટરી આદેશનો ઉપયોગ કરવો. |
09:52 | પ્રોમ્પ્ટ ઉપર "history" લખો. |
09:58 | અને એન્ટર દબાવીએ,જુઓ પહેલા અમલમાં મુકેલા આદેશોની યાદી પ્રદર્શિત થાય છે. |
10:04 | જો વિશાળ યાદીને બદલે તમે છેલ્લા દસ આદેશો જોવા માંગતા હોવ તો |
10:08 | "history ખાલી જગ્યા 10" લખી એન્ટર દબાવીએ. |
10:20 | નોંધલો,આ યાદીમાં,ભૂતકાળમાં અમલમાં મુકાયેલ દરેક આદેશોને એક આંક સોંપાયેલ છે. |
10:27 | કોઈ ચોક્કસ આદેશને ફરી અમલમાં મુકવા |
10:32 | આશ્ચર્યચિહ્ન સાથે આદેશનો આંક લખો જેમકે હું 442 લઉં તો તે "echo ખાલી જગ્યા $path" આદેશ અમલમાં મુકે છે. |
10:51 | જો તમારે છેલ્લો આદેશ અમલમાં મુકવો હોય તો માત્ર બે વાર આશ્ચર્યચિહ્ન લખી એન્ટર દબાવો. |
11:03 | હવે આપણે જોઈશું તેને ટીલ્ડ સબસ્ટીટ્યુશન કહેવાય છે. ટીલ્ડ અક્ષર હોમ ડિરેક્ટરી માટે શોર્ટહેન્ડ છે. |
11:12 | તો તમારી પાસે હોમ ડિરેક્ટરીમાં ટેસ્ટટ્રી નામની ડિરેક્ટરી છે.તે ઉપર પહોંચવા "cd ખાલી જગ્યા 'ટીલ્ડ' /testtree" લખીએ. |
11:25 | વર્તમાનમાં વપરાય રહેલી ડિરેક્ટરી અને છેલ્લી વાપરેલી ડિરેક્ટરી વચ્ચે ટોગલ કરવા આદેશ "cd 'ટીલ્ડ' હાઈફન અથવા માત્ર cd હાઈફન" |
11:35 | હવે આપણે ટેસ્ટટ્રી ડિરેક્ટરીમાં છીએ,છેલ્લી ડિરેક્ટરી જે આપણે જોઈ એ હોમ ડિરેક્ટરી હતી. |
11:41 | જો આપણે "cd ખાલી જગ્યા બાદબાકીનું ચિહ્ન" આપીએ અને એન્ટર દબાવીએ તો તે હોમ ડિરેક્ટરીમાં જશે. |
11:47 | ફરી તે આદેશ આપવાથી તે પાછું ટેસ્ટટ્રી ડિરેક્ટરી ઉપર લઇ જશે. |
11:55 | છેલ્લો પણ ઘણો મહત્વનો આદેશ આપણે જોઈશું તે છે "એલીયાસ આદેશ". |
11:59 | એવું થઇ શકે છે તમારી પાસે લાંબો આદેશ છે જેને વારંવાર ઉપયોગમાં લેવાય છે. |
12:04 | આ સ્થિતિમાં આપણે તે આદેશને એક નાનું ઉપનામ એટલે કે એલીયાસ આપી શકીએ અને તેને અમલમાં મુકવા આ ઉપનામ નો ઉપયોગ કરી શકીએ. |
12:11 | ધારોકે તમારી પાસે એક લાંબુ ડિરેક્ટરીઓનું સ્તરીકરણ છે જેનો તમે સંગીત માટે વારંવાર ઉપયોગ કરો છો,તો તેના માટે તમે આ પ્રમાણે ઉપનામ બનાવી શકો. |
12:20 | "alias ખાલી જગ્યા cdMusic '=' બે અવતરણ ચિહ્નોમાં cd ખાલી જગ્યા સ્લેશ home સ્લેશ arc સ્લેશ files સ્લેશ entertainment સ્લેશ music" લખી અને એન્ટર દબાવીએ. |
12:47 | હવે દર વખતે જયારે તમારે આ ડિરેક્ટરી ઉપર જવું હોય માત્ર cdMusic લખી એન્ટર દબાવવાનું રહેશે. |
12:55 | જુઓ, હવે આપણે મ્યુઝીક ડિરેક્ટરીમાં છીએ. |
12:58 | આગલી વપરાય રહેલી ડિરેક્ટરીમાં પાછા ફરવા પ્રોમ્પ્ટ ઉપર "cd ખાલી જગ્યા minus" લખીએ. |
13:08 | આપેલા ઉપનામને રદ કરવા માત્ર "unalias ખાલી જગ્યા cdMusic" લખી એન્ટર દબાવીએ. |
13:20 | હવે જો તમે ટર્મિનલ ઉપર cdMusic આપો તો તમને "આદેશ અસ્તિત્વમાં નથી" એવો એરર સંદેશ મળે છે. |
13:30 | ધારોકે આપણી હમણાં વપરાતી ડિરેક્ટરીમાં બે ફાઈલો,test1 અને test2 છે. |
13:38 | અને જો આપણે "rm test1" આપીએ તો test1 રદ થઇ જાય છે. |
13:45 | આપણે જાણીએ છીએ કે rm આદેશનો "-i" વિકલ્પ રદ પ્રક્રિયાને ક્રિયાપ્રતિક્રિયા કરનાર બનાવે છે. |
13:52 | તો આપણે આ રીતે ઉપનામ સેટ કરી શકીએ,"alias rm="rm ખાલી જગ્યા -i" |
14:03 | હવે જયારે આપણે "rm" આપીશું,તે હકીકતમાં "rm -i" અમલમાં મુકશે. |
14:13 | તો આપણે જોયું કે જયારે test1 રદ થાય છે,સિસ્ટમ test2 રદ કરતા પહેલા પૂછે છે. |
14:20 | તો તમે આ ટ્યુ્ટોરીઅલમાં એન્વાર્નમેન્ટ વેરીએબલ,હિસ્ટરી અને એલીયાઝીંગ વિશે શીખ્યા. |
14:25 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. |
14:28 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
14:36 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
14:39 | આ ટ્યુ્ટોરીઅલની સ્ક્રીપ્ટ અનીરબન દ્વારા બનાવેલ છે. |
14:42 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |