LibreOffice-Suite-Writer/C3/Typing-in-local-languages/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:10, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording Search And Replace Auto Correct

TIME NARRATION
00:01 "લીબર ઓફીસ રાઈટરમાં સ્થાનિક ભાષાઓ કેવી રીતે લખવું" તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં હું તમને લીબર ઓફીસ રાઈટરની મદદથી કન્નડા ભાષામાં ટેક્સ્ટ પ્રોસેસિંગ કરવાનો પરિચય આપીશ.
00:15 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ.
00:25 હવે હું સમજાવીશ કે લીબર ઓફીસમાં કન્નડા ટાયપીંગને કેવી રીતે રૂપરેખાંકિત એટલે કે કોન્ફીગર કરવી. તમે લીબર ઓફીસમાં કોઈપણ ભાષાને કોન્ફીગર કરવા માટે આ પધ્ધતિ ઉપયોગમાં લઇ શકો છો.
00:36 પેકેજોને સંસ્થાપિત કરવા માટે સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ કરો.
00:40 વધુ વિગત માટે, સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઈટ પર સીનેપ્ટીક પેકેજ મેનેજર પર બનાવેલા ટ્યુટોરીયલો જુઓ.
00:48 કોન્ફીગરેશન ચાર પગલાઓમાં થાય છે -
00:52 તપાસ કરો કે તમારા કમ્પુટર ઉપર એસસીઆઈએમ (SCIM) સંસ્થાપિત છે કે નહી.
00:55 જો ના હોય, તો નીચેના પેકેજોને માર્ક કરવા અને એસસીઆઈએમ (SCIM) સંસ્થાપિત કરવા સીનેપ્ટીક પેકેજ મેનેજરનો ઉપયોગ કરો.
01:03 જ્યાં સુધી તમે આ કરી રહ્યા છો ત્યાં સુધી આ ટ્યુટોરીયલને અટકાવો અને થઇ ગયા પછી ફરી શરુ કરો.
01:08 ત્યારબાદ કીબોર્ડ ઈનપુટ પદ્ધતિ તરીકે 'એસસીઆઈએમ-ઈમમોડ્યુલ'ને પસંદ કરો.
01:14 કન્નડા ભાષાને ટેક્સ્ટ ઈનપુટ તરીકે પસંદ કરવા માટે 'એસસીઆઈએમ' ને રૂપરેખાંકિત કરો.
01:20 જટિલ લખાણ રચના (કોમ્પલેક્સ ટેક્સ્ટ લેઆઉટ) માટે કન્નડા ભાષા પસંદ કરવા માટે લીબર ઓફીસને રૂપરેખાંકિત કરો.
01:26 હવે હું આ પગલાંઓનું નિરૂપણ (ડેમોનસ્ટ્રેટ) કરીશ.
01:29 System, Administration અને પછી Language support પર ક્લિક કરો.
01:41 જો તમને 'Remind me later' અથવા 'Install now' દર્શાવતી સ્ક્રીન મળે, તો 'Remind me later' પર ક્લિક કરો.
01:51 Keyboard input method system માં, 'scim-immodule' પસંદ કરો.
01:56 અહિયાં તે પહેલાથીજ પસંદ થયેલ છે, તો આપણે કઈપણ ન કરીશું.
02:01 ત્રીજું, એસસીઆઈએમ રૂપરેખાંકિત કરવા માટે, System, Preferences અને પછી SCIM Input Method પર ક્લિક કરો.
02:14 તમે તેને હમણાં સ્ક્રીન પર ના જોઈ શકો. પરંતુ જ્યારે તમે તમારા કમ્પ્યૂટર પર આનો પ્રયાસ કરશો, તો તમે આ વિકલ્પ જોઈ શકશો.
02:22 'IMEngine' અંદર, Global Setup પર ક્લિક કરો.
02:27 SCIM એ બધી ભાષાઓ ની યાદી બતાવશે જે સાથે તે લખાણ પ્રક્રિયા કરવા માટે સમર્થ છે.
02:38 આમાં સૌથી વ્યાપક રીતે બોલાતી ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે, જેમ કે હિન્દી, કન્નડા, બંગાળી, ગુજરાતી, તમિળ, તેલગૂ, મલયાલમ, ઉર્દૂ વગેરે.
02:48 આપણા ટ્યુટોરીયલ માટે હિન્દી અને કન્નડાની પસંદગી કરવી જોઈએ.
02:55 તમારું કોન્ફીગરેશન સંગ્રહવા માટે OK પર ક્લિક કરો.
02:59 'એસસીઆઈએમ'ના ફેરફારો અસરમાં લેવાયા છે એની ખાતરી કરવા માટે આપણે મશીનને રીસ્ટાર્ટ કરવું પડશે.
03:04 આ કરો અને આ ટ્યુટોરીયલ પર પાછા આવો.
03:08 હવે આપણે લીબર ઓફીસમાં કન્નડા પ્રોસેસિંગ રૂપરેખાંકિત કરીશું.
03:14 Applications , Office અને પછી LibreOffice Writer પર ક્લિક કરો.
03:27 આપણે મેઇન મેનુમાં 'Tools' અને પછી 'Options' ઉપ-વિકલ્પ પર ક્લિક કરીશું.
03:33 તમે 'Options' સંવાદ બોક્સ જોશો.
03:37 આ બોક્સમાં, આપણે 'Language Settings' અને પછી 'Languages option' પર ક્લિક કરીશું.
03:46 'Enabled for complex text layout' ચેક બોક્સ જો પહેલાથી જ ચેક ના હોય તો તે પર ક્લિક કરો.
03:53 સીટીએલ ડ્રોપ-ડાઉન માંથી કન્નડા પસંદ કરો.
04:00 મૂળભૂત રીતે, આ તમારી સ્થાનિક ભાષાની સેટીંગને કન્નડા સાથે સુયોજિત કરશે.
04:04 'ઓકે' પર ક્લિક કરો.
04:10 આપણે હવે કન્નડા અને ઈંગ્લીશમાં વાક્ય ટાઈપ કરીશું.
04:15 આપણે બરહા પદ્ધતિ, નુડી પદ્ધતિ અને યુનિકોડ ફોન્ટો ઉપયોગમાં લઈશું. અને અંતે ફાઈલ સંગહ કરીશું.
04:24 ચાલો હમણાં હું આ નિરૂપણ (ડેમોનસ્ટ્રેટ) કરું.
04:27 ખુલ્લા ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં, ચાલો લખીએ,“Ubuntu GNU/Linux supports multiple languages with LibreOffice."
04:45 કંટ્રોલ કળ દબાવી રાખી સ્પેસ બાર દબાવો.
04:52 એક નાની વિન્ડો સ્ક્રીન પર જમણી બાજુએ નીચેની તરફ ખુલે છે.
04:56 લખાણને સાદી ધ્વન્યાત્મક પદ્ધતિ જે બરહા પદ્ધતિ સમાન છે, તેમાં ઇનપુટ કરવા માટે, 'Kannada KN-ITRANS' પસંદ કરો.
05:05 જો તમને નુડી કીબોર્ડ લેઆઉટ જોઈએ છે, તો 'Kannada – KN KGP' પર ક્લિક કરો.
05:10 હું 'KN-ITRANS' ઇનપુટ પદ્ધતિ ઉપયોગમાં લઇશ જે સાદી છે જેથી શરૂઆતકર્તાઓ માટે સરળ છે.
05:16 ઈંગ્લીશમાં "Sarvajanika Tantramsha" ટાઈપ કરો.
05:27 તમે જોઈ શકો છો કે કન્નડા લખાણ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે.
05:31 કંટ્રોલ કળ દબાવી રાખી સ્પેસ બાર દબાવો.
05:33 વિન્ડો અદ્રશ્ય થાય છે.
05:35 હવે આપણે ઈંગ્લીશમાં ટાઈપ કરી શકીએ છીએ.
05:37 આમ કંટ્રોલ કળ અને સ્પેસ બાર સાથે મળીને ઈંગ્લીશ અને બીજી ભાષાઓ વચ્ચે પસંદગી કરવાનું માધ્યમ તરીકે વર્તે છે.
05:48 'અર્કવથું'ના ઉપયોગથી, નુડી ટાઈપીંગ સહિત, કન્નડા ટાઈપીંગ વિશે ચોક્કસ માહિતી માટે, www.Public-Software.in/Kannada ઉપર ઉપલબ્ધ કન્નડા ટેક્સ્ટ પ્રોસેસિંગ પરના ડોક્યુમેન્ટનો સંદર્ભ લો.
06:05 ભારતીય ભાષાઓમાં ટાઈપ કરવા દરમ્યાન આપણે ફક્ત યુનિકોડ ફોન્ટ વાપરીશું, કારણ કે યુનિકોડ સાર્વત્રિક રીતે સ્વીકાર કરાયેલ ફોન્ટ છે.
06:13 હું યુનિકોડ ફોન્ટ, લોહિત કન્નડા વાપરી રહ્યો છું.
06:16 નોંધ લો કે મેં તમને કન્નડા ટેક્સ્ટ પ્રોસેસિંગ બતાવી છે.
06:20 લીબર ઓફીસ રાઈટરના ઉપયોગ વડે એસસીઆઈએમ ઈનપુટ પદ્ધતિ હેઠળની કોઈપણ ભાષાઓના લખાણને ટાઈપ કરવા માટે આ જ પ્રક્રિયા નો ઉપયોગ થાય છે.
06:28 અંતે, અસાઇનમેન્ટ છે.
06:31 ૩ પુસ્તકોની યાદી કન્નડામાં ટાઈપ કરો.
06:33 શીર્ષકોના ઈંગ્લીશ લિપ્યંતર પૂરા પાડો.
06:37 અહીંયા મેં અસાઇનમેન્ટ પહેલાથી જ બનાવેલ છે.
06:42 સારાંશ માટે, આ ટ્યુટોરીયલમાં,
06:46 આપણે શીખ્યા કે કેવી રીતે કીબોર્ડ અને લેંગવેજ સેટીંગ્સ માટે ઉબુન્ટૂ અને લીબર ઓફીસ કોન્ફીગર કરવું.
06:51 આપણે એ પણ જોયું કે કેવી રીતે વિવિધ પદ્ધતિઓમાં ટાઈપ કરવું, ઉદાહરણ તરીકે, બરહા અને નુડી.
06:57 આપણે જોયું કે કેવી રીતે દ્વિભાષી ડોક્યુમેન્ટ બનાવવું.
07:00 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:03 તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે.
07:06 જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:11 મૌખિક ટ્યુટોરિયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ્સ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેને પ્રમાણપત્રો આપે છે.
07:19 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07:26 મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો ભાગ છે,જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:35 આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
07:37 "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો".
07:43 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું છું ભરત સોલંકી.
07:47 જોડાવા બદ્દલ આભાર અને લીબર ઓફીસ રાઈટરમાં ઘણી ભાષાઓનું અન્વેષણ કરતા આનંદ માણો.

Contributors and Content Editors

Chandrika