LibreOffice-Suite-Writer/C2/Typing-text-and-basic-formatting/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:07, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording Typing text and Basic Formatting


Time NARRATION
00:01 લીબરઓફીસ રાઈટરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે - "લખાણ લખવું અને મૂળભૂત રચના શૈલી બદલવી"
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આ શીખીશું.
00:10 રાઈટરમાં લખાણને સંરેખિત કરવું.
00:12 બૂલેટ્સ અને નંબરીંગ એટલે કે ક્રમાંકન.
00:14 રાઈટરમાંના આ વિકલ્પો : કટ (કાપવું),કોપી (નકલ કરવું) અને પેસ્ટ(ચોટાડવું).
00:18 બોલ્ડ,અન્ડરલાઈન, અને ઈટાલિક્સ વિકલ્પો.
00:21 રાઈટરમાં ફોન્ટ એટલે કે અક્ષર નામ, અક્ષર માપ, અક્ષર રંગ.
00:26 ડોક્યુમેન્ટમાં આ લક્ષણો ઉમેરવાથી સાદા લખાણવાળા ડોક્યુમેન્ટની સરખામણીમાં તેમને વધુ આકર્ષક અને વધુ સરળ રીતે વાંચી શકાય છે.
00:36 અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ ૧૦.૦૪ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪નો ઉપયોગ કરીએ છીએ.
00:47 પહેલા આપણે રાઈટરમાં "લખાણને સંરેખિત કરવા" વિશે શીખીશું.
00:50 તમે રાઈટરમાં તમારી પસંદગીનું નવું ડોક્યુમેન્ટ ખોલી શકો છો અને આ લક્ષણો અમલમાં મૂકી શકો છો.
00:57 આપણે પહેલેથી જ છેલ્લા ટ્યુટોરીયલમાં "રેઝયુમ.ઓડીટી" નામની ફાઈલ બનાવી હતી તો આપણે તે ફાઇલ ખોલીશું.
01:08 અમે પહેલાં "રેઝયુમ" શબ્દ લખ્યો હતો અને તેને પૃષ્ઠનાં કેન્દ્રમાં ગોઠવ્યો હતો.
01:14 તો ચાલો શબ્દ પસંદ કરીએ અને "અલાઈન લેફ્ટ"ને દબાવીએ.તમે જુઓ કે "રેઝ્યુમ" શબ્દ ડાબી તરફ ગોઠવાયેલ છે, જેનો અર્થ છે તે ડોક્યુમેન્ટનાં પૃષ્ઠની ડાબી કિનારી તરફ છે.
01:25 જો આપણે "અલાઈન રાઈટ"ને દબાવીએ,તો તમે જોશો કે "રેઝયુમ" શબ્દ હવે પૃષ્ઠની જમણી કિનારી તરફ ગોઠવાયેલ છે.
01:32 જો આપણે "જસ્ટિફાઇ"ને દબાવીએ,તો તમે જોશો કે હવે "રેઝયુમ" શબ્દ પૃષ્ઠની જમણી અને ડાબી કિનારી વચ્ચે એક સરખી રીતે ગોઠવાય છે.
01:44 આ લક્ષણ જ્યારે તમારી પાસે લખાણ માટે વાક્ય અથવા ફકરો ત્યારે વધારે મહત્વનું છે.
01:51 તેને ફરી પહેલા જેવું કરીએ.
01:54 જ્યારે અલગ મુદ્દાઓ લખવા હોય ત્યારે બૂલેટ્સ અને નંબર વપરાય છે.
01:58 દરેક મુદ્દો એક બુલેટ અથવા આંક સાથે શરૂ થાય છે.
02:02 આ રીતે ડોક્યુમેન્ટમાં લખાયેલ અલગ મુદ્દાઓ વચ્ચે ભેદ જોય શકાય છે.
02:07 આ પહેલાં મેનુબારમાં "ફોરમેટ" વિકલ્પ પર ક્લિક કરી અને પછી "બૂલેટ્સ એન્ડ નમ્બરીંગ" પર ક્લિક કરી ઉપયોગમાં લઇ શકાય છે.
02:15 "બૂલેટ્સ એન્ડ નમ્બરીંગ" વિકલ્પ પર ક્લિક કરતાં એક સંવાદ બોક્સ આવશે, જે વિવિધ ટેબો હેઠળ વિવિધ શૈલીઓ પૂરી પાડે છે જે તમે તમારા ડોક્યુમેન્ટમાં ઉપયોગ કરી શકો.
02:26 ક્રમાંકન પણ એ જ રીતે કરવામાં આવે છે, નંબરીંગ વિકલ્પ પસંદ કરો અને દરેક વાક્ય નવા નંબર સાથે શરૂ થશે.
02:34 તેથી ચાલો "નંબરીંગ ટાઈપ" શૈલીમાં બીજી શૈલી પર ક્લિક કરીએ.
02:40 હવે "ઓકે" બટન પર ક્લિક કરીએ.
02:42 હવે તમે તમારું પ્રથમ વાક્ય લખવા તૈયાર છો.
02:46 ચાલો લખીએ "નેમ: રમેશ"
02:50 હવે એક વાક્ય લખ્યા પછી "એન્ટર" કળ દબાવો, તમે જોશો કે જે નવું બુલેટ ચિહ્ન અથવા નવો વધેલો નંબર બનાવેલ છે.
03:05 તમે પસંદ કરેલ ફોરમેટનાં આધાર પર બુલેટો અંદર બુલેટો તેમજ નંબરો અંદર નંબરો પણ આવી શકે છે.
03:13 હવે આપણે રેઝયુમની અંદર બીજું વાક્ય લખીશું "ફાધર્સ નેમ કોલન મહેશ".
03:20 ફરીથી "એન્ટર" કી દબાવો અને લખો "મધર્સ નેમ કોલન શ્વેતા".
03:27 એ રીતે, આપણે વિવિધ મુદ્દાઓ તરીકે "ફાધર્સ ઓક્યુપેશન કોલન ગવર્મેન્ટ સરવન્ટ" અને "મધર્સ ઓક્યુપેશન કોલન હાઉસવાઇફ" લખીશું.
03:39 તમે બુલેટોના ખાચા વધારવા માટે ટૅબ અને ઘટાડવા માટે શિફ્ટ ટેબ કળનો ઉપયોગ કરી શકો છો.
03:47 "બૂલેટ્સ એન્ડ નમ્બરીંગ" વિકલ્પ બંધ કરવા માટે, પ્રથમ હાઉસવાઇફ શબ્દ આગળ કર્સર લાવો અને પછી પહેલાં "એન્ટર" કળ પર ક્લિક કરો અને પછી "બૂલેટ્સ એન્ડ નમ્બરીંગ" સંવાદ બોક્સમાંના "નંબરીંગ ઓફ" વિકલ્પ પર ક્લિક કરો.
04:03 તમે જુઓ કે બુલેટ શૈલી હવે નવું લખાણ જે તમે લખશો, તે માટે ઉપલબ્ધ નથી.
04:10 નોંધ લો કે આપણે "નેમ" શબ્દ આપણા ડોક્યુમેન્ટમાં બે વખત લખ્યો છે.
04:14 સમાન લખાણ ફરીથી લખવાને બદલે, આપણે "કોપી" અને "પેસ્ટ" વિકલ્પ વાપરી શકીએ છીએ.
04:21 તો ચાલો શીખીએ આ કઈ રીતે કરવું.
04:24 હવે આપણે લખાણ "મધર્સ નેમ"માંથી "નેમ" શબ્દ રદ કરીએ અને 'કોપી' અને 'પેસ્ટ' વિકલ્પોની મદદથી તે શબ્દ ફરી લખીશું.
04:33 "ફાધર્સ નેમ" શબ્દમાંના, પ્રથમ "નેમ" શબ્દને પસંદ કરવા,કર્સરને "નેમ" શબ્દ સાથે ખસેડો.
04:40 હવે માઉસનું જમણું બટન ક્લિક કરો અને "કોપી" વિકલ્પ પર ક્લિક કરો.
04:45 "મધર્સ" શબ્દ પછી કર્સર સ્થાનીત કરો.
04:48 ફરીથી માઉસનું જમણું બટન દબાવી "પેસ્ટ" વિકલ્પ પર ક્લિક કરો.
04:54 આપણે જોયું કે "નેમ" શબ્દ આપોઆપ પેસ્ટ એટલે કે ચોટાડાઈ થયો છે.
04:57 આ વિકલ્પો માટે શૉર્ટકટ કળો પણ ઉપલબ્ધ છે - Ctrl + C કોપી માટે અને Ctrl + V પેસ્ટ કરવા માટે છે.
05:08 જ્યારે ડોક્યુમેન્ટમાં સમાન લખાણ ઘણી જગ્યાએ લખવાનું હોય ત્યારે આ લક્ષણ ખૂબ ઉપયોગી છે, જ્યાં તમારે આખું લખાણ વારંવાર લખવાની જરૂર નથી.
05:19 તમારા ડોક્યુમેન્ટમાં લખાણને એક જગ્યાએ થી અન્ય જગ્યા પર ખસેડવા માટે તમે "કટ" અને "પેસ્ટ" લક્ષણ પણ વાપરી શકો છો.
05:26 ચાલો જોઈએ તે કઈ રીતે કરવું.મોટે ભાગે
05:29 આપણે પ્રથમ "મધર્સ" શબ્દ પછીનો "નેમ" શબ્દ રદ કરીએ.
05:34 આ શબ્દ કોપી અને પેસ્ટ કરવા માટે, પ્રથમ "ફાધર્સ નેમ" વાક્યમાં "નેમ" શબ્દ પસંદ કરો.
05:40 માઉસ પર જમણી બાજુ ક્લિક કરો અને પછી "કટ" વિકલ્પ પર ક્લિક કરો. નોંધ લો કે "નેમ" શબ્દ હવે "ફાધર્સ" શબ્દ આગળ નથી, જેનો અર્થ થાય છે તે કટ અથવા રદ થઇ ગયો છે.
05:54 હવે "મધર્સ" શબ્દ પછી કર્સર મુકો અને માઉસ પર જમણી બાજુ ક્લિક કરો.
05:59 "પેસ્ટ" વિકલ્પ પર ક્લિક કરો.
06:02 તમે જુઓ કે હવે આ શબ્દ અહીં "મધર્સ" શબ્દ આગળ પેસ્ટ થયો છે.
06:07 કટ માટેની શૉર્ટકટ કળ છે - Ctrl + X.
06:11 તેથી, કોપી અને કટ લખાણ વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે "કોપી" વિકલ્પ મૂળ શબ્દને જ્યાંથી તે કોપી થયું હોય તે સ્થાને જ રાખે છે જ્યારે "કટ" વિકલ્પ તેને તેના મૂળ સ્થળેથી સંપૂર્ણપણે રદ કરે છે.
06:27 ચાલો "નેમ" શબ્દ "ફાધર્સ" શબ્દ આગળ પણ પેસ્ટ કરીએ અને આગળ વધીએ.
06:31 ચાલો નવું શીર્ષક લખીએ "એજ્યુકેશન ડીટેઈલ્સ".
06:35 રાઈટરમાં "બૂલેટ્સ એન્ડ નમ્બરીંગ" વિષે શીખ્યા બાદ, આપણે હવે શીખીશું કે કઈ રીતે કોઈપણ લખાણનાં "અક્ષર માપ" અને "અક્ષર નામ" બદલી શકાય.
06:45 હવે ફોરમેટ ટુલબારમાં ટોચ પર, "ફોન્ટ નેમ" નામનું ક્ષેત્ર છે.
06:52 સામાન્ય રીતે આ ફોન્ટ નામ "લિબરેશન શેરીફ" તરીકે સુયોજિત હોય છે.
06:57 "ફોન્ટ નેમ" લખાણનાં ફોન્ટનાં એટલેકે અક્ષરના પ્રકારને, જેમાં તમે લખવા માંગો છો, તે પસંદ કરવા અને બદલવા વપરાય છે.
07:04 ઉદાહરણ તરીકે, ચાલો શીર્ષક આપીએ, "એજ્યુકેશન ડીટેઈલ્સ", અલગ અક્ષર શૈલી અને અક્ષર માપ સાથે છે.
07:11 તેથી પ્રથમ લખાણ "એજ્યુકેશન ડીટેઈલ્સ" પસંદ કરો, પછી "ફોન્ટ નેમ" ક્ષેત્રમાં નીચે તીર પર ક્લિક કરો.
07:19 તમે જુઓ વિવિધ પ્રકારનાં અક્ષર એટલેકે ફોન્ટ નામ વિકલ્પો નીચેનાં મેનુમાં છે.
07:25 "લિબરેશન સેન્સ" શોધો અને માત્ર તેની પર ક્લિક કરો.
07:29 પસંદિત લખાણનાં ફોન્ટમાં થયેલા ફેરફારો જુઓ.
07:34 આ "ફોન્ટ નેમ" ક્ષેત્ર ઉપરાંત, આપણી પાસે "ફોન્ટ સાઈઝ" ક્ષેત્ર હોય છે.
07:38 જેમ નામ સૂચવે છે, "ફોન્ટ સાઈઝ"નો ઉપયોગ પસંદ કરેલ લખાણ ને અથવા નવું લખાણ કે જે તમે લખવા માંગો છો તેનું માપ વધારવા અથવા ઘટાડવા માટે થાય છે.
07:52 તેથી, પ્રથમ આપણે લખાણ "એજ્યુકેશન ડીટેઈલ્સ" પસંદ કરીશું.
07:55 ફોન્ટ માપ હાલમાં ૧૨ બતાવે છે.
07:58 હવે "ફોન્ટ સાઈઝ" ક્ષેત્રમાં નીચે તીર પર ક્લિક કરો અને પછી ૧૧ પર ક્લિક કરો.
08:05 તમે જુઓ કે લખાણનાં ફૉન્ટનું માપ ઘટે છે.
08:09 ફોન્ટ માપ એ જ રીતે વધે પણ છે.
08:13 ફૉન્ટનું માપ વિશે શીખ્યા પછી, આપણે રાઈટરમાં ફોન્ટ રંગ કઈ રીતે બદલવું તે શીખીશું.
08:21 "ફોન્ટ કલર" તમારાં ડોક્યુમેન્ટનું લખાણ અથવા થોડી લીટીઓ લખી હોય તેનો રંગ પસંદ કરવા માટે થાય છે.
08:27 ઉદાહરણ તરીકે, ચાલો "એજ્યુકેશન ડીટેઈલ્સ" શીર્ષકને રંગીન કરીએ.
08:32 તેથી લખાણ "એજ્યુકેશન ડીટેઈલ્સ" ને ફરી પસંદ કરો.
08:36 હવે ટૂલબારમાં "ફોન્ટ કલર" વિકલ્પમાં નીચે તીર પર ક્લિક કરો અને પછી લખાણ પર જાખો લીલો રંગ લાગુ પાડવા માટે "લાઈટ ગ્રીન" બોક્સ પર ક્લિક કરો.
08:48 તો તમે જુઓ કે શીર્ષક હવે લીલા રંગમાં છે.
08:52 "ફૉન્ટ સાઈઝ" વિકલ્પની આગળ તમે ત્રણ વિકલ્પો જોવા મળશે જેમનું નામ છે "બોલ્ડ" "ઇટાલિક" અને "અન્ડરલાઈન".
09:00 જેમ નામ સૂચવે છે, આ તમારું લખાણ બોલ્ડ એટલેકે જાડું અથવા ઇટાલિક અથવા તમારા લખાણ નીચે લીટી દોરશે.
09:07 તો પ્રથમ શીર્ષક "એજ્યુકેશન ડીટેઈલ્સ" પસંદ કરો.
09:11 હવે લખાણ જાડું બનાવવા માટે 'બોલ્ડ' ચિહ્ન પર ક્લિક કરો.
09:15 તમે જુઓ કે પસંદિત લખાણ જાડું બને છે.
09:19 એ જ રીતે, જો તમે "ઇટાલિક" ચિહ્ન પર ક્લિક કરો તો તે લખાણને ઇટાલિક એટલેકે ઢળતું બનાવે છે.
09:25 "અન્ડરલાઈન" પર ક્લિક કરો.
09:26 'અન્ડરલાઈન' ચિહ્ન પર ક્લિક કરવાથી તમારાં લખાણ નીચે લીટી આવશે.
09:31 તમે જુઓ કે પસંદિત લખાણ હવે નીચે લીટી સાથે છે.
09:35 શીર્ષક ને "જાડું" અને "અધોરેખિત" (underlined) રાખવા માટે, "ઇટાલિક" વિકલ્પ પર ફરી ક્લિક કરી નાપસંદ કરો અને અન્ય બે જ વિકલ્પો પસંદિત રાખો.
09:45 તેથી શીર્ષક હવે જાડું તેમજ અધોરેખિત છે.
09:50 અહીં લીબરેઓફીસ રાઈટરનું મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:55 સારાંશ માટે, આપણે શીખ્યા:
09:57 રાઈટરમાં સંરેખિત લખાણ
10:00 બૂલેટ્સ અને ક્રમાંકન.
10:02 રાઈટરમાં કટ,કોપી અને પેસ્ટ વિકલ્પો.
10:05 બોલ્ડ,અન્ડરલાઈન અને ઈટાલીક વિકલ્પો.
10:09 રાઈટરમાં ફોન્ટ નેમ, ફોન્ટ સાઈઝ, ફોન્ટ કલર.
10:13 કોમ્પ્રિહેન્સિવ એસાઇન્મેન્ટ
10:16 બુલેટ્સ એન્ડ નમ્બરીંગ સક્રિય કરો.
10:18 એક શૈલી પસંદ કરો અને થોડા મુદ્દાઓ લખો.
10:22 અમુક લખાણ પસંદ કરો અને ફોન્ટ નામ "ફ્રી સેન્સ" અને ફોન્ટ માપ "૧૬" થી બદલો.
10:29 લખાણ "ત્રાંસા" કરો.
10:32 ફોન્ટ રંગ લાલ થી બદલો.
10:35 વિડિઓ જે નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે તે જુઓ.
10:38 તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ છે.
10:41 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:46 મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:52 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
10:55 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
11:02 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
11:06 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:14 આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક
11:18 "spoken-tutorial.org/NMEICT-intro" ઉપર ઉપલબ્ધ છે.
11:25 ભાષાંતર કરનાર છે કૃપાલી અને રેકોર્ડીંગ કરનાર હું છું શિવાની.
11:30 જોડાવા માટે આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki