LibreOffice-Suite-Math/C2/Matrices-Aligning-Equations/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:03, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ મેઠ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે: શ્રેણીક એટલે કે મેટ્રિક્સ લખવું
00:08 અને કોઈ એક ચોક્કસ અક્ષર પર સમીકરણો સંરેખિત કરવા.
00:12 આ માટે, ચાલો સૌ પ્રથમ આપણું રાઈટર ડોક્યુમેન્ટ ઉદાહરણ MathExample1.odt ખોલીએ જે આપણે આગળના ટ્યુટોરીયલમાં બનાવેલ હતું.
00:25 આગળના બધા સૂત્રોના ઉદાહરણ ની નોંધ લો જે આપણે મેઠની મદદથી લખેલ હતા.
00:30 ચાલો હવે ડોક્યુમેન્ટના છેલ્લા પૃષ્ઠ ઉપર જઈએ અને નવા પૃષ્ઠ પર જવા માટે Control Enter કળ દબાવીએ.
00:39 ચાલો Insert મેનુ, પછી Object અને પછી Formula પર ક્લિક કરીને મેઠ ને બોલાવીએ.
00:49 ગણિતમાં, શ્રેણીક નંબરો અથવા ચિહ્નોનું એક લંબચોરસ અરે છે, જે એલિમેન્ટ તરીકે ઓળખાય છે.
00:59 મેઠ પાસે શ્રેણીક અને તેના એલિમેન્ટની પંક્તિઓ અને સ્તંભોનું પ્રતિનિધિત્વ કરવા માટે અલગ માર્કઅપ છે.
01:08 સમય બચાવવા માટે મારી પાસે પહેલેથી જ લેખિત ઉદાહરણો છે. હું તેમને કાપીશ અને ચોતાડીશ. હવે આપણે શીખીશું કે 2 X 3 શ્રેણિક કેવી રીતે લખવું.
01:24 આ શ્રેણીકને 2 પંક્તિઓ અને 3 સ્તંભો છે.
01:29 આપણે 'Matrix' માર્કઅપ નો ઉપયોગ કરીશું અને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં કર્લી કૌંસ અંદર તેના બધા એલિમેન્ટનો સમાવેશ કરો.
01:40 નોંધ લો કે પંક્તિમાં એલિમેન્ટ એક હેશ (hash) ચિહ્ન દ્વારા અલગ થયેલ છે.
01:48 અને પંક્તિઓ બે હેશ ચિહ્નો દ્વારા અલગ પડે છે.
01:55 શ્રેણીકને કૌંસમાં બંધ કરવા માટે સાદા કૌંસ (એટલે કે "()") નો ઉપયોગ કરો.
02:01 હવે નોંધ લો કે કૌંસ ટૂંકા છે અને તે સંપૂર્ણપણે શ્રેણીકના તમામ એલિમેન્ટ આવરી નથી શકતા.
02:12 તેઓ દરેક એલિમેન્ટના માપ સમાન છે, તેથી તે શ્રેણીકના માપથી સ્કેલેબલ નથી.
02:22 આ ઉકેલવા માટે, આપણે 'Left' અને 'Right' શબ્દો વાપરી શકીએ છીએ.
02:28 તેથી કૌંસ સ્કેલેબલ બનાવવા માટે ઓપન કૌંસ પેહલા Left અને બંધ કૌંસ પહેલાં Right મૂકવામાં આવે છે.
02:41 ચાલો હું આગામી ઉદાહરણ કોપી અને પેસ્ટ કરું.
02:46 તેથી 4 by 1 શ્રેણીક સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે દેખાશે.
02:52 રાઈટર ગ્રે બોક્સમાં સ્કેલેબલ કૌંસની નોંધ લો.
02:57 શ્રેણીક માટે માર્કઅપ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે છે.
03:03 અહીં આપણે સાદા કૌંસના (એટલે કે "()") બદલે ચોરસ કૌંસ (એટલે કે "[]") પણ વાપરી શકીએ છીએ.
03:09 તેથી શ્રેણીક માર્કઅપની મદદથી, આપણે કોઈપણ પરિમાણોના શ્રેણીક લખી શકીએ છીએ.
03:17 ચાલો હવે શ્રેણીકના સરવાળા નું એક ઉદાહરણ લખીએ.
03:23 ચાલો ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં નવી લીટી પર જઈએ.
03:28 આપણે બે ખાલી લીટીઓ ઉમેરવા માટે એન્ટર કળ દબાવી શકીએ છીએ.
03:36 પ્રથમ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે 2X3 શ્રેણીકના બે ઉદાહરણ બાજુ બાજુમાં લખીએ.
03:46 આગળ, ચાલો સરવાળો સૂચવવા માટે આ બે શ્રેણીક વચ્ચે એક વત્તાનું ચિહ્ન ઉમેરીએ.
03:54 આ કરવા માટે, આપણે રાઈટરન ગ્રે બોક્સમાં બે શ્રેણીક વચ્ચેની જગ્યા પર ક્લિક કરી, કરી શકીએ છીએ.
04:03 નોંધ લો કે ફોર્મ્યુલા એડિટર વિન્ડો માં કર્સર આશરે અહીં બે શ્રેણીક માર્કઅપ વચ્ચે મૂકવામાં આવ્યું છે.
04:12 આ બે શ્રેણીક વચ્ચે વત્તા લખો.
04:17 તો ત્યાં વત્તા નું ચિહ્ન આવ્યું છે.
04:20 આગળ ચાલો 'equal to' ચિહ્ન વધુ અંતરાલ સાથે અંતે ઉમેરીએ.
04:28 અને પછી જમણી બાજુ પર સરવાળો સૂચવતો ત્રીજો શ્રેણીક આવે છે.
04:35 નોંધ લો કે આપણે આપણા ઉદાહરણમાં ગ્રીક અક્ષરોનો ઉપયોગ કર્યો છે.
04:42 તો આ છે બે શ્રેણીક ના સરવાળા નું પરિણામ.
04:47 ચાલો આપણું કામ સંગ્રહીયે.
04:51 આગળ, ચાલો હવે કોઈ એક નંબર દ્વારા શ્રેણિકનો ગુણાકાર કરવા માટેનું ઉદાહરણ જોઈએ.
04:58 આપણે 2X3 શ્રેણીક લખીશું અને તેને 4 દ્વારા ગુણાકાર કરીશું.
05:04 આપણે પ્રથમ શ્રેણિકને અનુસરીને '4 times' લખીશું.
05:10 ચાલો હું શ્રેણિકને કોપી કરું અને FEW અંદર પેસ્ટ કરું.
05:17 આગળ ચાલો 'equal to' ચિહ્ન વધુ અંતરાલ સાથે અંતે ઉમેરીએ.
05:24 શ્રેણિક ગુણાકાર અનુસરીને. હું શ્રેણિક ગુણાકાર માટેના માર્કઅપ કોપી અને પેસ્ટ કરું છું.
05:33 2X3 શ્રેણિક ને કોઈ એક આંકડા સાથે ગુણતા એક સંખ્યા મળે છે.
05:40 હવે, આપણે Format મેનુ પર ક્લિક કરી અને font, font sizes, alignment અથવા spacing પસંદ કરીને શ્રેણિક ને ફોરમેટ કરી શકીએ છીએ.
05:51 ઉદાહરણ તરીકે, ચાલો spacing પસંદ કરીએ.
05:55 જમણી બાજુ પર category ડ્રોપ ડાઉનમાં, ચાલો Matrices પસંદ કરીએ.
06:02 અને line spacing 20 ટકા અને column spacing 50 ટકા થી બદલો. OK પર ક્લિક કરો.
06:17 નોંધ લો કે શ્રેણિક અને તેના એલીમેન્ટો સારી રીતે અંતરે છે.
06:23 ચાલો આપણું કાર્ય File પર અને Save ક્લિક કરી સંગ્રહ કરીએ.
06:29 હવે, બે અથવા ત્રણ સમીકરણો લખવા અને પછી તેમને ચોક્કસ અક્ષર પર ગોઠવવા માટે પણ આપણે શ્રેણીકો નો ઉપયોગ કરી શકીએ છીએ.
06:37 ઉદાહરણ તરીકે, આપણે simultaneous સમીકરણો લખી અને તેમને 'equal to' અક્ષર પર સંરેખિત કરી શકીએ છીએ.
06:46 ચાલો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે એ પ્રમાણે simultaneous સમીકરણોનો સમૂહ લખીએ.
06:52 નોંધ લો કે તેઓ ‘equal to’ અક્ષર પર સંપૂર્ણપણે ગોઠવાયેલ નથી.
06:58 તેથી, તેમને સંરેખિત કરવા માટે અહીં આપણે શ્રેણિક માર્કઅપ વાપરી શકીએ છીએ.
07:03 આપણે સમીકરણના દરેક ભાગ અલગ કરી શકીએ છીએ અને ભાગોને શ્રેણિક ના એલિમેન્ટો તરીકે લઇ શકીએ છીએ.
07:10 અહીં, 2x એક ભાગ છે, y એક ભાગ, ‘equal to’ અક્ષર એક ભાગ છે અને એ પ્રમાણે.
07:20 બે વખત enter દબાવો. માર્કઅપ કોપી અને પેસ્ટ કરો.
07:26 અને આમ નવા માર્કઅપ ચિહ્નો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તેવા દેખાય છે.
07:31 અહીં, આપણે શ્રેણિક માર્કઅપ વાપર્યું છે, સમીકરણના દરેક ભાગને એક એલિમેન્ટ તરીકે લીધેલ છે અને તેમને # ચિહ્ન દ્વારા અલગ કરેલ છે.
07:43 બે સમીકરણો અલગ પાડવા માટે આપણે બે હેશ (#) ચિહ્નોનો ઉપયોગ કર્યો છે.
07:50 તો સમીકરણોના સમૂહ સંપૂર્ણપણે ગોઠવાયેલ છે.
07:56 ચાલો સમીકરણોનો અન્ય સમૂહ લખીએ.
07:59 અહીં ચાલો ધારીએ કે ‘equal to’ અક્ષરની ડાબી અને જમણી તરફ ભાગોની સંખ્યા સમાન નથી.
08:09 સ્ક્રીન પરના સમીકરણોની નોંધ લો, તેઓ 'equal to' અક્ષર પર ગોઠવાયેલ નથી.
08:16 ચાલો, તેમને ગોઠવવા માટે માર્કઅપ ફરી લખીએ. બે વખત enter દબાવો. હું માર્કઅપ કોપી અને પેસ્ટ કરું છું.
08:25 તેથી અહીં, આપણે ભાગો ને ‘equal to’ અક્ષર ની ડાબી અને જમણી તરફ ગોઠવવા માટે align r અને align l નો ઉપયોગ કર્યો છે.
08:36 અને હવે તેઓ સંપૂર્ણપણે ગોઠવાયેલ સમીકરણોના સમૂહ છે.
08:41 અહીં તમારા માટે અસાઈનમેન્ટ છે:
08:43 એક 3x1 શ્રેણિક ને 2x3 શ્રેણિક દ્વારા ગુણાકાર કરવા માટેના પગલાંઓ લખો. ફોન્ટ, માપ અને અંતર બદલવા માટે ફોર્મેટિંગ નો ઉપયોગ કરો.
08:56 ત્રણ સમીકરણોનો સમૂહ લખો. 'equal to' અક્ષર ખાતે સમીકરણો ગોઠવો.
09:04 અહીં લીબરઓફીસ મેઠમાં શ્રેણિક અને સમીકરણો કેવી રીતે ગોઠવવા તે પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:11 સારાંશ માટે, આપણે શીખ્યા:
09:15 શ્રેણીક એટલે કે મેટ્રિક્સ લખવું અને કોઈ એક ચોક્કસ અક્ષર પર સમીકરણો સંરેખિત કરવા.
09:20 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:32 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
09:37 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
09:40 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
09:50 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika