LibreOffice-Suite-Math/C2/Matrices-Aligning-Equations/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | લીબરઓફીસ મેઠ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે: શ્રેણીક એટલે કે મેટ્રિક્સ લખવું |
00:08 | અને કોઈ એક ચોક્કસ અક્ષર પર સમીકરણો સંરેખિત કરવા. |
00:12 | આ માટે, ચાલો સૌ પ્રથમ આપણું રાઈટર ડોક્યુમેન્ટ ઉદાહરણ MathExample1.odt ખોલીએ જે આપણે આગળના ટ્યુટોરીયલમાં બનાવેલ હતું. |
00:25 | આગળના બધા સૂત્રોના ઉદાહરણ ની નોંધ લો જે આપણે મેઠની મદદથી લખેલ હતા. |
00:30 | ચાલો હવે ડોક્યુમેન્ટના છેલ્લા પૃષ્ઠ ઉપર જઈએ અને નવા પૃષ્ઠ પર જવા માટે Control Enter કળ દબાવીએ. |
00:39 | ચાલો Insert મેનુ, પછી Object અને પછી Formula પર ક્લિક કરીને મેઠ ને બોલાવીએ. |
00:49 | ગણિતમાં, શ્રેણીક નંબરો અથવા ચિહ્નોનું એક લંબચોરસ અરે છે, જે એલિમેન્ટ તરીકે ઓળખાય છે. |
00:59 | મેઠ પાસે શ્રેણીક અને તેના એલિમેન્ટની પંક્તિઓ અને સ્તંભોનું પ્રતિનિધિત્વ કરવા માટે અલગ માર્કઅપ છે. |
01:08 | સમય બચાવવા માટે મારી પાસે પહેલેથી જ લેખિત ઉદાહરણો છે. હું તેમને કાપીશ અને ચોતાડીશ. હવે આપણે શીખીશું કે 2 X 3 શ્રેણિક કેવી રીતે લખવું. |
01:24 | આ શ્રેણીકને 2 પંક્તિઓ અને 3 સ્તંભો છે. |
01:29 | આપણે 'Matrix' માર્કઅપ નો ઉપયોગ કરીશું અને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં કર્લી કૌંસ અંદર તેના બધા એલિમેન્ટનો સમાવેશ કરો. |
01:40 | નોંધ લો કે પંક્તિમાં એલિમેન્ટ એક હેશ (hash) ચિહ્ન દ્વારા અલગ થયેલ છે. |
01:48 | અને પંક્તિઓ બે હેશ ચિહ્નો દ્વારા અલગ પડે છે. |
01:55 | શ્રેણીકને કૌંસમાં બંધ કરવા માટે સાદા કૌંસ (એટલે કે "()") નો ઉપયોગ કરો. |
02:01 | હવે નોંધ લો કે કૌંસ ટૂંકા છે અને તે સંપૂર્ણપણે શ્રેણીકના તમામ એલિમેન્ટ આવરી નથી શકતા. |
02:12 | તેઓ દરેક એલિમેન્ટના માપ સમાન છે, તેથી તે શ્રેણીકના માપથી સ્કેલેબલ નથી. |
02:22 | આ ઉકેલવા માટે, આપણે 'Left' અને 'Right' શબ્દો વાપરી શકીએ છીએ. |
02:28 | તેથી કૌંસ સ્કેલેબલ બનાવવા માટે ઓપન કૌંસ પેહલા Left અને બંધ કૌંસ પહેલાં Right મૂકવામાં આવે છે. |
02:41 | ચાલો હું આગામી ઉદાહરણ કોપી અને પેસ્ટ કરું. |
02:46 | તેથી 4 by 1 શ્રેણીક સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે દેખાશે. |
02:52 | રાઈટર ગ્રે બોક્સમાં સ્કેલેબલ કૌંસની નોંધ લો. |
02:57 | શ્રેણીક માટે માર્કઅપ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે છે. |
03:03 | અહીં આપણે સાદા કૌંસના (એટલે કે "()") બદલે ચોરસ કૌંસ (એટલે કે "[]") પણ વાપરી શકીએ છીએ. |
03:09 | તેથી શ્રેણીક માર્કઅપની મદદથી, આપણે કોઈપણ પરિમાણોના શ્રેણીક લખી શકીએ છીએ. |
03:17 | ચાલો હવે શ્રેણીકના સરવાળા નું એક ઉદાહરણ લખીએ. |
03:23 | ચાલો ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં નવી લીટી પર જઈએ. |
03:28 | આપણે બે ખાલી લીટીઓ ઉમેરવા માટે એન્ટર કળ દબાવી શકીએ છીએ. |
03:36 | પ્રથમ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે 2X3 શ્રેણીકના બે ઉદાહરણ બાજુ બાજુમાં લખીએ. |
03:46 | આગળ, ચાલો સરવાળો સૂચવવા માટે આ બે શ્રેણીક વચ્ચે એક વત્તાનું ચિહ્ન ઉમેરીએ. |
03:54 | આ કરવા માટે, આપણે રાઈટરન ગ્રે બોક્સમાં બે શ્રેણીક વચ્ચેની જગ્યા પર ક્લિક કરી, કરી શકીએ છીએ. |
04:03 | નોંધ લો કે ફોર્મ્યુલા એડિટર વિન્ડો માં કર્સર આશરે અહીં બે શ્રેણીક માર્કઅપ વચ્ચે મૂકવામાં આવ્યું છે. |
04:12 | આ બે શ્રેણીક વચ્ચે વત્તા લખો. |
04:17 | તો ત્યાં વત્તા નું ચિહ્ન આવ્યું છે. |
04:20 | આગળ ચાલો 'equal to' ચિહ્ન વધુ અંતરાલ સાથે અંતે ઉમેરીએ. |
04:28 | અને પછી જમણી બાજુ પર સરવાળો સૂચવતો ત્રીજો શ્રેણીક આવે છે. |
04:35 | નોંધ લો કે આપણે આપણા ઉદાહરણમાં ગ્રીક અક્ષરોનો ઉપયોગ કર્યો છે. |
04:42 | તો આ છે બે શ્રેણીક ના સરવાળા નું પરિણામ. |
04:47 | ચાલો આપણું કામ સંગ્રહીયે. |
04:51 | આગળ, ચાલો હવે કોઈ એક નંબર દ્વારા શ્રેણિકનો ગુણાકાર કરવા માટેનું ઉદાહરણ જોઈએ. |
04:58 | આપણે 2X3 શ્રેણીક લખીશું અને તેને 4 દ્વારા ગુણાકાર કરીશું. |
05:04 | આપણે પ્રથમ શ્રેણિકને અનુસરીને '4 times' લખીશું. |
05:10 | ચાલો હું શ્રેણિકને કોપી કરું અને FEW અંદર પેસ્ટ કરું. |
05:17 | આગળ ચાલો 'equal to' ચિહ્ન વધુ અંતરાલ સાથે અંતે ઉમેરીએ. |
05:24 | શ્રેણિક ગુણાકાર અનુસરીને. હું શ્રેણિક ગુણાકાર માટેના માર્કઅપ કોપી અને પેસ્ટ કરું છું. |
05:33 | 2X3 શ્રેણિક ને કોઈ એક આંકડા સાથે ગુણતા એક સંખ્યા મળે છે. |
05:40 | હવે, આપણે Format મેનુ પર ક્લિક કરી અને font, font sizes, alignment અથવા spacing પસંદ કરીને શ્રેણિક ને ફોરમેટ કરી શકીએ છીએ. |
05:51 | ઉદાહરણ તરીકે, ચાલો spacing પસંદ કરીએ. |
05:55 | જમણી બાજુ પર category ડ્રોપ ડાઉનમાં, ચાલો Matrices પસંદ કરીએ. |
06:02 | અને line spacing 20 ટકા અને column spacing 50 ટકા થી બદલો. OK પર ક્લિક કરો. |
06:17 | નોંધ લો કે શ્રેણિક અને તેના એલીમેન્ટો સારી રીતે અંતરે છે. |
06:23 | ચાલો આપણું કાર્ય File પર અને Save ક્લિક કરી સંગ્રહ કરીએ. |
06:29 | હવે, બે અથવા ત્રણ સમીકરણો લખવા અને પછી તેમને ચોક્કસ અક્ષર પર ગોઠવવા માટે પણ આપણે શ્રેણીકો નો ઉપયોગ કરી શકીએ છીએ. |
06:37 | ઉદાહરણ તરીકે, આપણે simultaneous સમીકરણો લખી અને તેમને 'equal to' અક્ષર પર સંરેખિત કરી શકીએ છીએ. |
06:46 | ચાલો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે એ પ્રમાણે simultaneous સમીકરણોનો સમૂહ લખીએ. |
06:52 | નોંધ લો કે તેઓ ‘equal to’ અક્ષર પર સંપૂર્ણપણે ગોઠવાયેલ નથી. |
06:58 | તેથી, તેમને સંરેખિત કરવા માટે અહીં આપણે શ્રેણિક માર્કઅપ વાપરી શકીએ છીએ. |
07:03 | આપણે સમીકરણના દરેક ભાગ અલગ કરી શકીએ છીએ અને ભાગોને શ્રેણિક ના એલિમેન્ટો તરીકે લઇ શકીએ છીએ. |
07:10 | અહીં, 2x એક ભાગ છે, y એક ભાગ, ‘equal to’ અક્ષર એક ભાગ છે અને એ પ્રમાણે. |
07:20 | બે વખત enter દબાવો. માર્કઅપ કોપી અને પેસ્ટ કરો. |
07:26 | અને આમ નવા માર્કઅપ ચિહ્નો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તેવા દેખાય છે. |
07:31 | અહીં, આપણે શ્રેણિક માર્કઅપ વાપર્યું છે, સમીકરણના દરેક ભાગને એક એલિમેન્ટ તરીકે લીધેલ છે અને તેમને # ચિહ્ન દ્વારા અલગ કરેલ છે. |
07:43 | બે સમીકરણો અલગ પાડવા માટે આપણે બે હેશ (#) ચિહ્નોનો ઉપયોગ કર્યો છે. |
07:50 | તો સમીકરણોના સમૂહ સંપૂર્ણપણે ગોઠવાયેલ છે. |
07:56 | ચાલો સમીકરણોનો અન્ય સમૂહ લખીએ. |
07:59 | અહીં ચાલો ધારીએ કે ‘equal to’ અક્ષરની ડાબી અને જમણી તરફ ભાગોની સંખ્યા સમાન નથી. |
08:09 | સ્ક્રીન પરના સમીકરણોની નોંધ લો, તેઓ 'equal to' અક્ષર પર ગોઠવાયેલ નથી. |
08:16 | ચાલો, તેમને ગોઠવવા માટે માર્કઅપ ફરી લખીએ. બે વખત enter દબાવો. હું માર્કઅપ કોપી અને પેસ્ટ કરું છું. |
08:25 | તેથી અહીં, આપણે ભાગો ને ‘equal to’ અક્ષર ની ડાબી અને જમણી તરફ ગોઠવવા માટે align r અને align l નો ઉપયોગ કર્યો છે. |
08:36 | અને હવે તેઓ સંપૂર્ણપણે ગોઠવાયેલ સમીકરણોના સમૂહ છે. |
08:41 | અહીં તમારા માટે અસાઈનમેન્ટ છે: |
08:43 | એક 3x1 શ્રેણિક ને 2x3 શ્રેણિક દ્વારા ગુણાકાર કરવા માટેના પગલાંઓ લખો. ફોન્ટ, માપ અને અંતર બદલવા માટે ફોર્મેટિંગ નો ઉપયોગ કરો. |
08:56 | ત્રણ સમીકરણોનો સમૂહ લખો. 'equal to' અક્ષર ખાતે સમીકરણો ગોઠવો. |
09:04 | અહીં લીબરઓફીસ મેઠમાં શ્રેણિક અને સમીકરણો કેવી રીતે ગોઠવવા તે પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:11 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
09:15 | શ્રેણીક એટલે કે મેટ્રિક્સ લખવું અને કોઈ એક ચોક્કસ અક્ષર પર સમીકરણો સંરેખિત કરવા. |
09:20 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:32 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
09:37 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
09:40 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
09:50 | જોડવા બદલ આભાર. |