GIMP/C2/An-Image-For-The-Web/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00.23 | Meet the GIMP માં તમારું સ્વાગત છે. |
| 00.25 | આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
| 00.31 | GIMP એક અત્યંત શક્તિશાળી ઈમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ છે. |
| 00.35 | આ ટ્યુટોરીયલમાં હું તમને ગીમ્પ અને તેના લક્ષણોનો નાનો પ્રવાસ કરાવવા માંગું છું |
| 00.39 | હું તમને ટૂંકમાં ડેમોનસ્ટ્રેટ કરીશ કે વેબ માટે ઈમેજ કેવી રીતે બનાવવી |
| 00.43 | વિગતવાર સમજુતી હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં આપીશ |
| 00.48 | ઈમેજ ખોલવા માટે, હું ઈમેજને ટૂલ બોક્સ પર ડ્રેગ અને ડ્રોપ કરીશ. |
| 00.53 | અને અહીં આ રહ્યું! |
| 00.55 | ચાલો આ ઈમેજ તરફ જોઈએ. |
| 00.57 | હું આ ઈમેજને વેબ માટે તૈયાર કરવા ઈચ્છું છું. |
| 01.02 | ચાલો જોઈએ હું તે સાથે શું કરી શકું છું. |
| 01.04 | પહેલા ઈમેજ નમેલી છે તેથી મને તેને સેજ ફેરવવું પડશે. |
| 01.09 | ત્યારબાદ આ ભાગને રદ્દ કરવા હેતુ હું તેને ક્રોપ કરવા ઈચ્છું છું - વ્યક્તિનાં પાછળનો ભાગ. |
| 01.16 | ત્રીજી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે વધુ રંગ અને પ્રકાશ તીવ્રતા લાવવી. |
| 01.22 | હું ઈમેજનાં માપને પણ ફરીથી બદલવા માંગું છું કારણ કે હમણાં તે લગભગ ૪૦૦૦ પીક્સલ પહોળી છે, જે ઘણી વધારે છે. |
| 01.31 | અને ત્યારબાદ હું તેને તેજ કરવા અને તેને JPEG ઈમેજ તરીકે સંગ્રહિત કરવા ઈચ્છું છું. |
| 01.38 | ચાલો ફેરવવાની સાથે શરૂઆત કરીએ. |
| 01.40 | હું ઈમેજનાં એ ભાગમાં ઝૂમ કરું છું જ્યાં સૌથી વધુ સ્પષ્ટ છે કે ઈમેજ નમેલી છે. તમે તેને અહીં જોઈ શકો છો. |
| 01.49 | જો કે, તમે સ્પેસ દબાવી અને ફક્ત કર્સરને ખસેડીને ઈમેજમાં અંદરોઅંદર ખસી શકો છો. |
| 01.56 | અને હવે હું અહીં ક્લિક કરીને Rotate ટૂલ પસંદ કરું છું. |
| 02.00 | Rotate ટૂલમાં, અમુક વિકલ્પો એ વેલ્યુઓ પર મૂળભૂત રીતે સુયોજિત થાય છે જે ચિત્રકામ માટે યોગ્ય હોય છે અને જે ફોટોગ્રાફિક કામ માટે નથી. |
| 02.09 | તો અહીં Direction એ Normal(Forward) પર સુયોજિત છે પણ હું તેને Corrective(Backward) પર સુયોજિત કરીશ. |
| 02.14 | હું તપાસ કરું છું જો મારી પાસે શ્રેષ્ઠ ઇન્ટરપોલેશન છે કે. તો આ ઠીક છે. |
| 02.17 | અને Preview માં હું ઈમેજનાં બદલે Grid પસંદ કરું છું. |
| 02.22 | હું ગ્રીડ લાઈનોની સંખ્યાને સ્લાઈડર ખસકાવીને વધારીશ. તમને તે જલ્દી દેખાશે. |
| 02.30 | હવે હું ઈમેજ પર ક્લિક કરીશ અને ગ્રીડને ઈમેજ પર ફેલાયેલું મેળવીશ. |
| 02.36 | આ ગ્રીડ સીધી છે. |
| 02.38 | અને હું તેને ફેરવી શકું છું અને ગીમ્પ ઈમેજને એજ દિશામાં સુધારાત્મક મોડમાં ફેરવશે જેથી ગ્રીડ ફરીથી સીધી રહે છે. |
| 02.51 | ચાલો હું ડેમોનસ્ટ્રેટ કરું. હું ગ્રીડને આ રીતે ફેરવીશ. |
| 02.56 | ખાતરી કરવા હેતુ હું ઈમેજનાં બીજા ભાગને તપાસ કરીશ. |
| 03.00 | મને સારું લાગે છે. |
| 03.02 | હવે હું Rotate બટન પર ક્લિક કરીશ. |
| 03.06 | આ અમુક સમય લેશે કારણ કે ઈમેજ લગભગ ૧૦ મેગા-પીક્સલની છે |
| 03.13 | અને તે થઇ ગયું! |
| 03.14 | ઈમેજ ફેરવાઈ ગઈ છે. |
| 03.16 | ચાલો સંપૂર્ણ ચિત્ર પર નજર ફેરવીએ. Shift + Ctrl + E આપણને ઈમેજ પર પાછું લાવે છે. |
| 03.22 | આગળનું પગલું છે ક્રોપીંગ. |
| 03.25 | અહીં ક્લિક કરીને હું Crop ટૂલ પસંદ કરું છું. |
| 03.28 | હું ઈમેજનાં સાપેક્ષ ગુણોત્તરને 3:2 તરીકે રાખવા માંગું છું. |
| 03.33 | તે માટે મેં અહીં Fixed Aspect ratio ચેક કરું છું અને 3:2 ટાઈપ કરું છું. |
| 03.39 | તે બોક્સથી બહાર આવવા માટે ફક્ત ક્લિક કરું છું. |
| 03.43 | અને હવે, હું ક્રોપ કરવાની શરૂઆત કરી શકું છું. |
| 03.45 | હું અહીં આ વ્યક્તિનાં પગને સમાવેશ કરવા ઈચ્છું છું પણ ઈમેજનાં આ ભાગને બાકાત કરો. |
| 03.52 | તો વિસ્તાર પસંદ કરવા હેતુ હું અહીં આ પોઈન્ટથી શરુ કરું છું અને ડાબું માઉસ બટન દબાવી રાખીને, હું ઉપરની તરફ ડાબી બાજુ સામે ડ્રેગ કરું છું. |
| 04.01 | સાપેક્ષ ગુણોત્તર કોનસ્ટંટ છે એની નોંધ લો. |
| 04.06 | અને હવે મને નક્કી કરવું છે કે કેટલા દુર સુધી ડ્રેગ કરવું છે. |
| 04.12 | મને લાગે છે કે આ ઘણું સારું છે. |
| 04.18 | ચાલો કિનારીઓ ચેક કરીએ. |
| 04.21 | આપણે આ ભાગને બાકાત કર્યો છે. અહીં એક વ્યક્તિ બેસેલી છે. |
| 04.28 | મને લાગે છે કે વ્યક્તિને ચિત્રમાં રહેવા માટે અહીં પુરતી જગ્યા છે. |
| 04.35 | તો હું આને આજ રીતે રહેવા દઈશ કારણ કે તે સરસ દેખાય છે. |
| 04.41 | અહીં ટોંચ પર બારીઓ છે. |
| 04.44 | અને ઈમેજમાં તે પુરતા પ્રમાણમાં છે જેને બારીઓ તરીકે જોઈ શકાવાય છે. |
| 04.50 | પરંતુ મને લાગે છે કે અહીં પગ પાસે પુરતી જગ્યા નથી. |
| 04.54 | તેથી હું ઈમેજ પર ફક્ત ક્લિક કરીશ, અને તેને સેજ નીચે ખસેડીશ. |
| 04.58 | મને લાગે છે કે આ હવે સારું છે. |
| 05.01 | પણ હવે અહીં પુરતી બારીઓ દેખાતી નથી અને અહીં બેસેલ વ્યક્તિ કિનારીની એકદમ નજીક છે. |
| 05.08 | તો ચાલો ઈમેજને સેજ મોટી બનાવીએ. |
| 05.11 | અમને અહીં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કદાચ તમે તે જોઈ શકો છો. |
| 05.18 | આ ફેરવતી વેળાએ થયું છે |
| 05.21 | અહીં એક નાનો ભાગ છે જે હવે પારદર્શક બન્યો છે. |
| 05.25 | હું તેનો સમાવેશ કરવા ઈચ્છતી નથી, |
| 05.33 | તો ચાલો Crop ટૂલ પર જઈએ. |
| 05.35 | મને અહીં થોડી વધારે જગ્યા જોઈએ છે; તેથી હું આને ઉપર ડ્રેગ કરી રહ્યી છું. |
| 05.38 | વધારે દુર સુધી નહી. |
| 05.40 | મને લાગે છે કે આ ઘણું સારું છે. |
| 05.44 | હવે ફક્ત ઈમેજ પર ક્લિક કરો અને અહીં આપણી પાસે ક્રોપ થયેલ અને ફેરવેલી ઈમેજ છે. |
| 05.50 | Shift + Ctrl + E આપણને પાછું પૂર્ણ દેખાવમાં લાવે છે. |
| 05.56 | આગળનું પગલું છે રંગો અને પ્રકાશ તીવ્રતામાં વધારો લાવવો. |
| 06.02 | અહીં અનેક માર્ગો છે. હું રંગ સ્તરોને વાપરી શકત - તે આ રહ્યા, કર્વો અથવા અમુક સ્લાઈડરો. |
| 06.11 | પણ હું આ લેયરો સાથે પ્રયાસ કરીશ. |
| 06.18 | હું સામાન્ય રીતે અહીં આ લેયરની નકલ બનવું છું. |
| 06.23 | અને લેયર મોડને Overlay માં બદલી કરું છું. |
| 06.30 | અને તમે જોઈ શકો છો કે આ અત્યંત મજબૂત અસર છે. મને તે આટલી બધી નથી જોઈતી. |
| 06.36 | તેથી હું ઓપેસીટી સ્લાઈડર ને એ વેલ્યુ સુધી સ્લાઈડ કરું છું જ્યાં મને લાગે છે કે તે સારું લાગી રહ્યું છે. |
| 06.42 | હજી થોડું ઘણું કદાચ. |
| 06.46 | ઠીક છે, મને લાગે છે કે આ પૂરતા પ્રમાણમાં સારું છે. |
| 06.50 | હું તેને હંમેશા બદલી કરી શકુ છું નહી તો ચેનલ યાદી પર જવા માટે હું અહીં માઉસને જમણું ક્લિક કરું છું અને 'Flatten image' અથવા 'Merge visible layers' લખું છું. |
| 07.01 | ત્યારબાદ તમામ ફેરફારો કાયમી થાય છે. |
| 07.03 | શિવાય કે જો હું અહીં હિસ્ટ્રીમાં જાવ છું અને પાછળ જઈને હિસ્ટ્રી અનડૂ કરું છું. |
| 07.10 | પણ આપણે તે પછીથી આવરી લેશું. |
| 07.13 | આગળનું પગલું છે Resizing. |
| 07.16 | હું ઈમેજ મેનુ પર ક્લિક કરીશ અને Scale Image વિકલ્પ પસંદ કરીશ. |
| 07.27 | અહીં હું ફક્ત ટાઈપ કરીશ ૮૦૦ પીક્સલ. |
| 07.32 | અને મને ઊંચાઈ માટે વેલ્યુ આપમેળે મળે છે. |
| 07.36 | જયારે હું આ લીંકને અહીં અનલોક કરું છું, તો હું ઈમેજને તેનું માપ બદલી કરતી વેળાએ વિકૃત કરી શકત. |
| 07.44 | Interpolation |
| 07.45 | મને લાગે છે કે હું Cubic પસંદ કરીશ. મને ખબર પડી છે કે અહીં ઉચ્ચ લેયર એ ઈંટ ઇમારતો સાથે કેટલીક કલાત્મક અસરો આપે છે. તે વિચિત્ર છે અને મને તેની તપાસ કરવી પડશે. |
| 08.02 | હવે, Scale પર ક્લિક કરો |
| 08.04 | અને આપણે પરિણામ તરફ જોઈશું |
| 08.08 | Shift + Ctrl + E આપણને સંપૂર્ણ ઈમેજ મેળવી આપે છે |
| 08.13 | અને જયારે હું 1 દબાવું છું, મને 100% ઝૂમ મળે છે. |
| 08.19 | હવે આપણે એ જોવા માટે ઈમેજમાં જોઈ શકીએ છીએ કે આપણી પાસે વાસ્તવમાં ગરબડ કરનારી અથવા ખલેલકારી વસ્તુ છે કે. પરંતુ મને વ્યક્તિગત રીતે લાગે છે કે તે બરાબર કામ કરી ગયું છે. |
| 08.32 | આગળનું પગલું છે Sharpening. |
| 08.35 | મારી લેન્સ ઘણી સારી છે અને મારો કેમેરો પણ. પરંતુ આપણે ઈમેજને મેનીપ્યુલેટ કરી દીધી છે. તો તેને સેજ તેજ કરવી પડશે. |
| 08.49 | હું Filters પસંદ કરીશ |
| 08.53 | અને Enhance પર ક્લિક કરું છું અને અહીં છે Sharpening. હું Unsharp mask ને પણ વાપરી શકત જે અત્યંત શક્તિશાળી sharpening ટૂલ છે. પણ હમણાં માટે, Sharpening પુરતી છે. |
| 09.06 | આ ટૂલ પાસે સામાન્ય રીતે ફક્ત એક જ વિકલ્પ છે જે કે શાર્પનેસ સ્લાઈડર છે. તેને સંતુલિત કરી શકાવાય છે અને આવી ઈમેજ માટે તે પુરતું છે. |
| 09.16 | આ એક શાર્પ ન થયેલ ઈમેજ છે અને જયારે હું આ સ્લાઈડરને ડ્રેગ કરું છું તો, ઈમેજ વધુમાં વધુ તેજ થાય છે. તમને અત્યંત રમૂજી અસર મળશે જો તમે તેને થોડું વધારે દુર સુધી સ્લાઈડ કરો છો. |
| 09.31 | મને લાગે છે કે આ ઈમેજ માટે આ વેલ્યુ સારી છે. |
| 09.38 | વાળ હવે સાફ દેખાય છે પણ તમે અમુક મિશ્રિત અસર અથવા વિકૃતિ જોઈ શકો છો. |
| 09.46 | તો આપણે તેને નીચે સ્લાઈડ કરીશું અને આ વધુ સારું છે. |
| 09.52 | હું ઈમેજમાં વિકૃતિ હોય એ કરતા હળવા અસરો સાથે જવા માંગું છું. |
| 10.00 | તે એ વાતનો પુરાવો છે કે તમે ઈમેજને મેનીપ્યુલેટ કરી છે. |
| 10.06 | તો ચાલો પરિણામ તરફ જોઈએ. |
| 10.09 | તે ઘણું સારું દેખાય છે. |
| 10.11 | અને હવે છેલ્લું પગલું છે આ ઈમેજને સંગ્રહિત કરવું. |
| 10.15 | હું File પર જાવ છું અને Save As પર ક્લિક કરું છું અને ફક્ત મૂળ ‘tif’ એક્સટેન્શનને બદલીને ‘jpg’ કરું છું |
| 10.29 | અને Save બટન પર ક્લિક કરું છું. |
| 10.32 | મને ચેતવણી મળે છે કે JPEG ઈમેજોને બહુવિધ લેયરો સાથે સંભાળી શકતી નથી. ઠીક છે. તો આપણને તેનો નિકાસ કરવો પડશે. |
| 10.44 | મને લાગે છે કે આ ઈમેજ માટે 85% એ સારી પ્રમાણભૂત વેલ્યુ છે. |
| 10.53 | તો મેં આ ઈમેજને અહીં JPEG ઈમેજ તરીકે સંગ્રહિત કરી છે. |
| 11.01 | તમે તેને પૂર્ણ સ્ક્રીનમાં જોઈ શકો છો. |
| 11.04 | તો આ છે Meet the GIMP નું પહેલું ટ્યુટોરીયલ. ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં, હું આપેલ વિષયોને આવરી લઈશ જેમ કે ગીમ્પને કેવી રીતે સુયોજિત કરવું, કેવી રીતે દોરવું, રૂપાંતરિત કરવું વગેરે. અને ટૂલો અને બીજું ઘણું બધું. |
| 11.17 | જો તમને ટીપ્પણી મોકલવી છે, તો કૃપા કરી info@meetthegimp.org પર લખો |
| 11.25 | વધુ જાણકારી http://meetthegimp.org પર ઉપલબ્ધ છે |
| 11.31 | મને તમારાથી સાંભળવું ગમશે. મને બતાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું કરી શકત. ભવિષ્યમાં તમે શું જોવા માંગો છો. |
| 11.41 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |