LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Design-View/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:31, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
VISUAL CUE NARRATION
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:06 ડીઝાઇન વ્યુંની મદદથી ક્વેરી બનાવવી.
00:10 ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ટેબલો (કોષ્ટકો) દાખલ કરવા.
00:13 ફીલ્ડો (ક્ષેત્રો)ને પસંદ કરવા.

એલયાસીઝ (ઉપનામો) સુયોજિત કરવા, સોર્ટીંગ ઓર્ડર સુયોજિત કરવા અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરીયા પુરૂ પાડવું.

00:23 આ માટે, ચાલો આપણું પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ.
00:29 આ લાઈબ્રેરી ડેટાબેઝમાં, આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે.
00:37 અને, આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોનો ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે.
00:45 સભ્યોને અપાયેલ બધીજ પુસ્તકોની યાદી દર્શાવવાં, આપણે હવે એક નવી ક્વેરી બનાવીશું,
00:54 બીજા શબ્દોમાં કહીએ તો, ચાલો સભ્યોને અપાયેલ પુસ્તકોનો ઈતિહાસ જનરેટ કરીએ.
01:03 ચાલો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ.
01:07 ચાલો ડાબી પેનલ ઉપર આવેલાં Queries આઇકોનને ક્લિક કરીએ.
01:13 જમણી પેનલ પર, આપણે ‘Create Query in Design view’ ઉપર ક્લિક કરીશું. હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જેને Query Design window પણ કહેવાય છે,
01:28 અને ટોંચ ઉપર આપણે એક નાની પોપ-અપ વિન્ડો જોઈ શકીએ છીએ, જેમાં લખ્યું છે Add Table or Query.
01:39 અહીં આપણે ક્વેરી માટે ડેટાનાં સ્રોત ને વ્યાખ્યાયિત કરીશું.
01:46 સભ્યોને અપાયેલ પુસ્તકોના ઈતિહાસ જનરેટ કરવા માટે આપણને આપણી ક્વેરી માટે બધા ત્રણ કોષ્ટકો ની જરૂર પડશે.
01:57 આપણે આ યાદીમાં આવેલાં Books ટેબલ (કોષ્ટક) ઉપર ક્લિક કરી અને ત્યારબાદ પોપ-અપ વિન્ડોમાં જમણી બાજુએ આવેલાં Add બટનને ક્લિક કરી કરશું.
02:11 એજ રીતે આપણે BooksIssued table અને Members table ઉમેરીશું
02:19 હવે આપણે જોયું કે, ત્રણ ટેબલો (કોષ્ટકો) background query design window માં દેખાય છે.
02:26 ચાલો હવે પોપ-અપ વિન્ડો બંધ કરીએ.
02:31 આ ક્વેરી ડીઝાઇન વિન્ડોને ફોરગ્રાઉન્ડ ઉપર લઇ આવે છે.
02:39 નોંધ લો કે ત્રણ ટેબલો (કોષ્ટકો) વિન્ડોનાં ઉપરનાં અર્ધા ભાગમાં છે.
02:46 અહીં ચાલો આપણે આ ટેબલો (કોષ્ટકો) વચ્ચે અમુક ખાલી જગ્યા દાખલ કરીએ.
02:53 ચાલો Members table ને દૂર જમણી બાજુએ ક્લિક (દબાવવું), ડ્રેગ (ખસેડવું) અને ડ્રોપ (એક જગ્યાએ નાખવું) કરીએ.
03:01 અને પછી, BooksIssued table ને મધ્યમાં ક્લિક,ડ્રેગ અને ડ્રોપ કરીએ.
03:11 હવે આપણે જોઈએ છીએ કે આ ટેબલો (કોષ્ટકો) સાથે લીટીઓ લીન્ક થઈ (જોડાઈ) રહી છે અને આ સંબંધો છે, જે આપણે પહેલાં સ્થાપિત કર્યા હતા.
03:23 આપણે સંબંધોની વિગતો જોવા માટે આ લીટીઓ પર બે વાર ક્લિક કરી શકીએ છીએ.
03:30 હમણાં માટે, ચાલો આપણે ક્વેરી ડીઝાઇન વિન્ડોનાં નીચેના અર્ધા ભાગને જોઈએ.
03:37 આ ભાગમાં સેલોની ઘણી હરોળો છે. જેમ આપણે ક્વેરી ડીઝાઇન કરીશું, આપણે આને ભરતાં જશું.
03:48 પહેલા, આપણે ફીલ્ડ કોલમ ચકાસીશું.
03:53 આ ફીલ્ડો, જેને આપણે રીઝલ્ટ સેટ માં પ્રદર્શિત કરવાની જરૂર છે તેને સ્પષ્ટ કરવા માટે છે.
04:01 આ કરવાં માટે, પહેલા આપણે વિન્ડો ના ઉપરનાં અર્ધા ભાગમાં આવેલાં Books ટેબલ (કોષ્ટક) માં Title ફીલ્ડ (ક્ષેત્ર) ઉપર બે વાર ક્લિક કરીશું.
04:12 પછી Members table (સભ્યોના કોષ્ટક) માં આવેલ Name ફીલ્ડ (નામ ક્ષેત્ર).
04:17 અને ત્યારબાદ BooksIssued table માં આવેલ Issue Date ફીલ્ડ.
04:24 પછી, Return date, actual return date

અને અંતે checked in ફીલ્ડ.

04:34 પ્રથમ પંક્તિ માં વિંડોના નીચેના અડધા ભાગમાં આવેલ આ ફીલ્ડોની નોંધ લો.
04:44 ત્રીજી પંક્તિ માં અનુલક્ષતા ટેબલોના નામો પણ જુઓ.
04:50 પછી, ચાલો બીજી પંક્તિ માં આવેલ ‘Alias’ ને જોઈએ.
04:57 અહીં આપણે પસંદિત ફીલ્ડો માટે વર્ણનાત્મક નામ દાખલ કરી શકીએ છીએ.
05:04 તો ચાલો આપણે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે aliases માં ટાઈપ કરીએ.
05:11 અને આપણે aliases કરી નાખ્યું છે.
05:15 પછી, ચાલો આપણે સોર્ટ પંક્તિ ને જોઈએ.
05:21 અહીં આપણે રીઝલ્ટ સેટ નાં ક્રમને સ્પષ્ટ કરી શકીએ છીએ.
05:26 આપણને ઇસ્યું થયેલી પુસ્તકોનાં ઈતિહાસની જરૂર છે, તેથી આપણે તેને કાળક્રમાનુંસાર ગોઠવીશું.
05:34 એનો અર્થ એ છે કે આપણે રીઝલ્ટ સેટ ને જારી થયેલ તારીખનાં ચઢતા ક્રમમાં વર્ગીકરણ કરીશું.
05:43 આ માટે, આપણે Issuedate ફીલ્ડ અંદર આવેલ સોર્ટ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીશું.

અને ચાલો ‘Ascending’ ઉપર ક્લિક કરીએ.

05:56 ઠીક છે, આપણે પછીની પંક્તિ - ‘Visible’ પર જઈશું.
06:02 અહીં આપણે પસંદ કરેલ ફીલ્ડોની દૃશ્યતા તેમના ઉપર ચેક અથવા અનચેક કરી સુયોજિત કરી શકીએ છીએ.
06:11 નોંધ લો કે, મૂળભૂત રીતે, તે બધાજ ચેક થયેલ છે.
06:17 પછી, આપણે ‘Function’ પંક્તિ પર જઈશું.

આનો ઉપયોગ જટિલ ક્વેરીઓ બનાવવાં માટે થાય છે. હમણાં માટે આપણે આ અવગણશું.

06:27 અને આપણે ‘Criterion’ પંક્તિ પર જઈશું.
06:32 અહીં આપણે રીઝલ્ટ સેટ ને ક્રાઈટેરીયા (માપદંડ)નાં સાદા અથવા જટિલ સમૂહ થી મર્યાદીત કરી શકીએ છીએ.
06:40 ઉદાહરણ તરીકે, આપણે ફક્ત એ પુસ્તકો માટે ક્વેરી કરી શકીએ છીએ, જે ઇસ્યુ થયેલ છે પણ સભ્યો દ્વારા પાછી અપાઈ નથી,
06:49 જેનો અર્થ એ છે કે, ફક્ત એજ જે ચેક્ડ ઇન થયેલ નથી.
06:54 તો ચાલો CheckedIn ફીલ્ડ અંદર આવેલ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીએ

અને ટાઈપ કરીએ ‘Equals Zero’.

07:06 તે થયું, ચાલો આપણે હવે આ ક્વેરીને રન કરીએ.
07:10 આપણે કીબોર્ડ શોર્ટકટ F5 વાપરી શકીએ છીએ, અથવા વિન્ડોની ટોચ ઉપર આવેલ Edit મેનુ ઉપર ક્લિક કરો,

અને ત્યારબાદ નીચે આવેલ ‘Run Query’ ઉપર ક્લિક કરો.

07:27 શું તમે વિન્ડોનાં ઉપરના અર્ધા ભાગમાં અમુક ડેટા જોઈ શકો છો?
07:32 આ તમારી ક્વેરીનાં પરિણામો છે.
07:36 નોંધ લો, કે આપણે સભ્યોને અપાયેલ પુસ્તકોનાં ઈતિહાસને Issue Date અનુસાર ગોઠવાયેલા જોઈએ છીએ.

અને એ પણ જુઓ કે કોઈપણ પુસ્તકો ચેક્ડ ઇન નથી.

07:51 હવે આપણે નીચે આવેલ ક્વેરી ડીઝાઇન ભાગમાં જઈ શકીએ છીએ અને આપણા અનુસાર બદલી શકીએ છીએ.
08:00 ઉદાહરણ તરીકે, ચાલો આપણે ચેક્ડ ઇન ક્રાઈટેરિયન રદ્દ કરીએ.
08:07 હવે ચાલો આપણે ફરીથી F5 દબાવીને ક્વેરી રન કરીએ.
08:15 આ વખતે આપણને ક્વેરી વડે ડેટાની લાંબી યાદી મળેલ છે.
08:23 પછી, ચાલો આપણે Control S દબાવી, આ ક્વેરી સંગ્રહિત કરીએ. જે એક નાની પોપ-અપ વિન્ડો ખોલશે.
08:34 ચાલો અહીં આપણે આપણી ક્વેરીને વર્ણનાત્મક નામ આપીએ.
08:38 ચાલો ટાઈપ કરીએ ‘History of Books Issued to Members’
08:46 અને પછી OK બટન ક્લિક કરીએ. અને આ વિન્ડો બંધ કરીએ.
08:52 મુખ્ય બેઝ વિન્ડોમાં ક્વેરી નામ ઉપર બે વાર ક્લિક કરીને આપણે આ સંગ્રહિત થયેલ ક્વેરીને ખોલી શકીએ છીએ.
09:01 તો આ રીતે, આપણે ડીઝાઇન વ્યુંની મદદથી સફળતાપૂર્વક ક્વેરી બનાવી.
09:09 અંતે, અસાઇનમેન્ટ છે:
09:12 સભ્ય નિશા શર્માને અપાયેલ પુસ્તકોની યાદી જનરેટ કરો.

યાદી Issue date નાં કાળક્રમાનુંસાર હોવી જોઈએ.

09:24 અહીં લીબરઓફીસ બેઝમાં ડીઝાઇન વ્યુંમાં ક્વેરી બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:31 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
09:33 ડીઝાઇન વ્યુંનાં મદદથી ક્વેરી બનાવવી.

ક્વેરી ડીઝાઇન વિન્ડોમાં ટેબલો (કોષ્ટકો)ને દાખલ કરવા. ફીલ્ડો (ક્ષેત્રો)ને પસંદ કરવા.

09:41 એલયાસીઝ સુયોજિત કરવા,

સોર્ટીંગ ઓર્ડર સુયોજિત કરવા, અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરીયા પુરૂ કરવા.

09:49 મૌખિક ટ્યુટોરિયલ યોજના એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
10:10 IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya