LibreOffice-Suite-Base/C2/Build-a-complex-form-with-form-controls/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:27, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Visual Cues Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 કોમ્પલેક્ષ (જટિલ) ફોર્મો વિશેનાં આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
00:08 * કોમ્પલેક્ષ ફોર્મ કેવી રીતે બનાવવું.
  • અને ફોર્મમાં ફેરબદલ કેવી રીતે કરવું.
00:13 પહેલાંના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે લીબર ઓફીસ બેઝનો ઉપયોગ કરી ફોર્મ દ્વારા ડેટા કેવી રીતે દાખલ કરવા અને ફોર્મમાં ફેરબદલ કેવી રીતે કરવું.
00:22 આ ટ્યુટોરીયલમાં, ચાલો આપણે કોમ્પલેક્ષ ફોર્મ બનાવતા શીખીએ.
00:28 જો લીબર ઓફીસ બેઝ પ્રોગ્રામ પેહ્લેથી ખોલેલ ના હોય તો તે ખોલીએ.
00:44 અને આપણા લાયબ્રેરી ડેટાબેઝને ખોલીએ.
00:47 જો બેઝ પહેલાથી જ ખુલેલ હોય, તો આપણે અહીં 'File' મેનુમા 'Open' વિકલ્પ ઉપર ક્લિક કરી લાયબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ.
00:57 અથવા 'File' મેનુમા 'Recent Documents' ઉપર ક્લિક કરી પણ ખોલી શકાય છે.
01:03 ચાલો આપણે એક નવું ફોર્મ ડીઝાઇન કરીએ જે આપણને લાયબ્રેરી સભ્યો ને આપેલ પુસ્તકો ને ટ્રેક કરવામાં મદદ કરશે.
01:12 સ્ક્રીન પર બતાવવામાં આવેલ ઇમેજ(છબી) અનુસાર ચાલો જોઈએ કે આપણે નવું ફોર્મ કેવી રીતે ડિઝાઈન કરી શકીએ.
01:18 ચાલો લીબરઓફીસ બેઝની મુખ્ય વિન્ડો પર જઈએ, અને ડાબી તકતી પર ડેટાબેઝની યાદીમાં Form આઇકોન પર ક્લિક કરીએ.
01:29 અને ત્યારબાદ 'Wizard to create form' ઉપર ક્લિક કરો.
01:34 આ ફોર્મ વિન્ડો ખોલશે અને હવે પરિચિત વિઝાર્ડ ઉપર હશે.
01:41 આ વિઝાર્ડ વિશે વિગતમાં આપણે પહેલાથી જ જોઈ ચુક્યા છીએ, તેથી હવે તે સાથે આપણે ઝડપથી આગળ વધીશું.
01:49 પહેલુ પગલું જે 'Field Selection' છે, એમાં ચાલો 'Tables or queries' નામના લેબલ નીચે આવેલા ડ્રોપ ડાઉન બોક્સમાંથી 'Tables:BooksIssued' પસંદ કરીએ.
02:02 ડબલ એરો ચિન્હ વાળા બટનનો ઉપયોગ કરી, ચાલો બધા ક્ષેત્રોને ડાબેથી જમણી બાજુ ખસેડીએ.
02:09 ચાલો Next ઉપર ક્લિક કરીએ.
02:12 આ ૨ જું પગલું છે, પણ આપણે આ પગલાને હમણાં માટે અવગણશું, અને તળિયે આવેલા Next બટનને ક્લિક કરીશું.
02:20 આપણે હવે ૫ માં પગલામાં છીએ. ચાલો પહેલું વ્યવસ્થાપન 'Columnar – Labels Left' પસંદ કરી Next બટન ઉપર ક્લિક કરીએ.
02:30 Next બટન ઉપર ક્લિક કરી ૬ ઠાં પગલાંને પણ અવગણો.
02:36 પગલું ૭, ચાલો આઈસ બ્લ્યું પસંદ કરીએ, અને

Next બટન ઉપર ક્લિક કરો.

02:42 ૮ માં પગલામાં, ફોર્મને 'Books Issued to Members' નામ આપીએ.
02:53 અને 'Modify the form' વિકલ્પ ઉપર ક્લિક કરો.
02:57 અને પછી Finish બટન ઉપર ક્લિક કરો.
03:00 નોંધ લો કે વિઝાર્ડ પોપઅપ વિન્ડો જતી રહ્યી છે અને આપણે ફોર્મ ડીઝાઇન વિન્ડો જોઈ રહ્યા છીએ.
03:07 અહીં, ડેટા દાખલ કરવા માટે ફોર્મનો ઉપયોગ કરીએ એ પહેલા આપણે તેમાં થોડાક ફેરફારો કરવા જઈ રહ્યા છીએ.
03:15 ચાલો સૌપ્રથમ ફોર્મ ઉપર દેખાતા બધાજ એલિમેન્ટોને જૂથમાંથી છુટા પાડીએ.
03:22 આપણે સરળતાથી ફોર્મ પર આવેલા વ્યક્તિગત એલિમેન્ટોની પ્રોપર્ટીઝમાં ફેરફાર કરી શકીએ તે માટે આપણે આ કરી રહ્યા છીએ.
03:31 એક વારમાં બધા ફોર્મ એલિમેન્ટોને જૂથમાંથી છુટા પાડવા માટે, આપણે સૌપ્રથમ ફોર્મ એલિમેન્ટોને પસંદ કરવાની જરૂર છે.
03:40 આ કરવા માટે, ચાલો પહેલા Form Design ટૂલબાર ખોલીએ.
03:46 અને તે માટે, ટોંચ પર આવેલા View મેનુ પર ક્લિક કરી, ત્યારબાદ Toolbars અને પછી Form Design પર ક્લિક કરો.
03:56 આ ટૂલબારમાં, માઉસ પોઈન્ટર (નિર્દેશક) આઇકોન જે ડાબી બાજુએ આવેલું પહેલું આઇકોન છે, એના પર એક વાર ક્લિક કરો.
04:05 આપણે હવેથી આને સિલેક્ટ આઇકોન કહીશું.
04:11 આ ફોર્મ એલિમેન્ટો ને ક્લિક અને ડ્રેગ કરી પસંદ કરવા માટે વપરાય છે.
04:18 હવે, ચાલો ફોર્મમાં ટોંચ ઉપર ડાબી બાજુએ ક્લિક કરી નીચે જમણી બાજુ સુધી ત્રાંસુ ખસેડીને લઇ આવીએ.
04:26 તમને હવે એક લંબચોરસ કાળી અને સફેદ વારાફરતી લીટીઓ સાથે દેખાશે.
04:32 ચાલો ખાતરી કરી લઈએ, કે બધાજ ફોર્મ એલિમેન્ટો આ લંબચોરસની અંદર છે.
04:38 ફોર્મ એલિમેન્ટોના જૂથોને પસંદ કરવા માટે, આપણે આ માર્ગ વારંવાર ઉપયોગમાં લેશું.
04:46 હવે આપણે જોયું કે બધાજ ફોર્મ એલિમેન્ટો નાના લીલા બોક્સો અંદર બંધ થઈ ગયા છે.
04:53 હવે જે પણ ક્રિયા આપણે અહીં કરીશું, તે એકરૂપતાથી આ વિસ્તારમાં આવેલા બધાજ એલિમેન્ટોને અસર કરશે.
05:02 ચાલો હવે માઉસ પોઈન્ટર (નિર્દેશક)ને અહીંયા કોઈપણ એક લેબલ ઉપર ખસેડીએ.
05:08 નોંધ લો કે, માઉસ પોઈન્ટર લેબલો અને ટેક્સ્ટ બોક્સો ઉપર સરવાળાના ચિન્હ જેવું દેખાય છે.
05:18 તો ચાલો લેબલ પર જમણું માઉસ બટન દબાવી નીચેની તરફ Group ઉપર ક્લિક કરી અને 'Ungroup' પર ક્લિક કરો.
05:27 ચાલો હવે એક શીર્ષક લખીએ જે બધા ફોર્મ એલિમેન્ટોના ઉપર આવશે.
05:35 આ માટે, ફોર્મ એલિમેન્ટોને નીચે ખસેડો અને પછી તેમને ફોર્મમાં મધ્યમાં કરો.
05:43 તો ચાલો સૌપ્રથમ નીચે તરફ એરો દર્શાવતી કીબોર્ડ કળને લગભગ સાત વખત દબાવો.
05:50 ત્યારબાદ જમણી તરફ એરો દર્શાવતી કીબોર્ડ કળને લગભગ ૧૪ વખત દબાવો.
05:57 નોંધ લો કે, આ પસંદ કરેલા બધા ફોર્મ એલિમેન્ટોને, ફોર્મની જમણી બાજુએ અને મધ્યમાં સ્થાનાંતરિત કરે છે.
06:07 હવે આપણે જ્યાં શીર્ષક લખવું છે ત્યાં કર્સર લઇ આવીએ.
06:14 આ કરવા માટે, ફોર્મ વિન્ડો વિસ્તારના ડાબી બાજુના ઉપરના ભાગમાં ક્લિક કરો,
06:21 અને એન્ટર કળ બે વખત દબાવો,
06:26 ત્યારબાદ ટેબ કળ ચાર વખત દબાવો અને પછી 'Form to track Books Issued to Members' લખો.
06:38 હવે જયારે આપણે વ્યક્તિગત લેબલો અને ટેક્સ્ટ બોક્સો પર ક્લિક કરીશું, તો આપણે જોશું કે આ એલિમેન્ટો વ્યક્તિગત રીતે પસંદ અથવા પ્રકાશિત થયેલ દેખાશે.
06:52 ઠીક છે, ત્યારબાદ, ચાલો ફોર્મ ઉપર BookId અને MemberId લેબલોના નામને બદલીએ.
07:00 આપણે આ, BookId લેબલ પર બે વાર ક્લિક કરીને કરી શકીએ છીએ, જે હવે પરિચિત પ્રોપર્ટીઝ વિન્ડો ખોલે છે.
07:12 લેબલ સામે, Book Title લખો.
07:18 હવે ફોર્મ ઉપર MemberId લેબલ પર ક્લિક કરો.
07:24 જુઓ પ્રોપર્ટીઝ વિન્ડો રીફ્રેશ થઇ છે અને અહીંયા ફરીથી, આપણે લેબલ સામે 'Member Name' લખીશું.
07:34 ટેબ કળ દબાવતા, આપણને ફોર્મ ઉપર નવું લેબલ બદલતા દેખાશે.
07:43 ત્યારબાદ, ચાલો હવે આ એલિમેન્ટોના ફોન્ટનાં માપોમાં ફેરફાર કરીએ.
07:49 ફરીથી બધા એલિમેન્ટોને પસંદ કરો.
07:54 આપણે ક્લિક,ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિનો ઉપયોગ કરીશું.
07:59 અને હવે, આપણે કોઈપણ લેબલ પર બે વાર ક્લિક કરીશું જેથી તે પ્રોપર્ટીઝ વિન્ડો ખોલશે.
08:08 નીચે સ્ક્રોલ કરી ફોન્ટ શોધો અને તેની જમણી બાજુએ આવેલા ચોરસ બટન પર ક્લિક કરો.
08:18 નવા પોપ અપ થયેલા વિન્ડોમાં, Bold પર ક્લિક કરીને માપ ૮ પર ક્લિક કરો,
08:26 અને OK બટન પર ક્લિક કરો.
08:29 નોંધ લો કે ફોર્મમાં ફોન્ટ જાડા અને માપ ૮ માં બદલાય ગયા છે.
08:38 પછી, ચાલો બધા ફોર્મ એલિમેન્ટોને વિન્ડોના મધ્યમાં ખસેડીએ.
08:44 આ માટે, આપણે બધા એલિમેન્ટોને પસંદ કરીશું.
08:49 હવે ચાલો કોઈપણ એક લેબલને ક્લિક કરી, ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં મધ્યની તરફ ડ્રેગ કરીએ.
09:00 હવે ચાલો આ ફોર્મ ને સંગ્રહીયે.
09:03 અને આ વિન્ડો બંધ કરો.

એ જોવા માટે કે આપણું ફોર્મ હવે કેવું દેખાય છે.

09:10 ચાલો બેઝની મુખ્ય વિન્ડો ઉપર જઈએ, અને જમણા તકતી પર આવેલા 'Books Issued to Members' ફોર્મ ઉપર બેવાર ક્લિક કરીએ.
09:20 આ ડેટા એન્ટ્રી માટેના ઉપયોગ માટે તૈયાર કરાયેલું ફોર્મ ખોલે છે.
09:26 હવે, આ ફોર્મમાં, આપણે કેટલાક ડેટા નમુનાઓ જોઈએ છીએ.
09:31 અને book title અને member name ની સામે, આપણે કેટલાક નંબરો જોઈએ છીએ,
09:37 જે વાસ્તવમાં Books અને Members કોષ્ટકમાં આવેલાં પ્રાથમિક નંબરો છે, અને એ બહુ સરળ વેલ્યુ નથી.
09:46 શું તમે વાસ્તવિક નામો અને પુસ્તકોનાં શીર્ષકો જોવા ઈચ્છો છો.
09:50 અને, આપણે તે કેવી રીતે કરીશું?
09:53 એક માર્ગ એ છે કે લીસ્ટ બોક્સ કહેવાતું એક ફોર્મ કંટ્રોલ દાખલ કરવું.
09:59 આપણે આવનારા ટ્યુટોરીયલોમાં લીસ્ટ બોક્સ અને બીજા ઘણા ફોર્મ કંટ્રોલ કેવી રીતે દાખલ કરવું અને વાપરવું એ જોઈશું.
10:07 અહીં લીબરઓફીસ બેઝમાં કોમ્પલેક્સ ફોર્મો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:13 સારાંશ માટે,આપણે શીખ્યા:
  • કોમ્પલેક્સ ફોર્મ બનાવવું અને,
  • ફોર્મમાં ફેરફારો કરવું.
10:20 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
10:40 IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, PoojaMoolya