LaTeX/C2/Bibliography/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | લેટેક અને બીબટેક વાપરી રેફરેનસીઝ એટલે કે સંદર્ભો બનાવવા પર આ સંક્ષિપ્ત ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:09 | પ્રથમ તમને શું કરવાની જરૂર છે કે સંદર્ભોના ડેટાબેઝ બનાવવા છે જેમ આ ફાઈલ રેફ ડોટ બીબ (ref.bib) માં છે. |
0:23 | ચાલો આ ફાઈલમાં નીચે જઈએ અને પાછા ટોચ ઉપર જઈએ. |
0:30 | આ દરેક સંદર્ભો એક વિશિષ્ટ કીવર્ડ વડે શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, આ સંદર્ભ માટે કીવર્ડ છે કેએમએમશૂન્ય૭ (KMM07). |
0:43 | લેટેક ફાઈલમાં, મને લેટેક ફાઈલ ખોલવા દો, એ જગ્યા પર જ્યાં તમે જો સંદર્ભો વાપરવા ઈચ્છતા હોવ તો સાઈટ (cite) આદેશ આપો. |
1:00 | ઉદાહરણ તરીકે ઉલ્લેખ શબ્દ ટાંકવા સાઈટ કીવર્ડ વાપરો, અહી જુઓ, સાઈટ કેએમએમશૂન્ય૭, પહેલું સંદર્ભ કે જે આપણે રેફ ડોટ બીબ (ref.bib)માં જોયું. |
1:15 | બીજી વસ્તુ જે તમને કરવી છે કે ફાઈલના નામનો સમાવેશ કરો કે જે સ્ત્રોત ફાઈલમાં સંદર્ભો ધરાવે છે. |
1:23 | અહી હું તે આ ડોક્યુંમેંટના અંતમાં સમાવેશ કર્યું છે - બીબલીઓગ્રાફી રેફ એટલે કે ગ્રંથસૂચિ સંદર્ભો. યાદ રાખો કે સંદર્ભો ref.bib માં છે. |
1:38 | છેવટે તમને કહેવું પડે છે કે કઈ ગ્રંથસૂચિ શૈલી વાપરવી છે. |
1:44 | તે આ સ્ત્રોત ફાઈલના ટોચે સમાવેશ કરાયું છે. |
1:48 | આ ગ્રંથસૂચિ શૈલી સાદી બનાવવા આદેશ આપે છે. |
1:53 | ધારો કે અહી આપણે પ્લેન સ્ટાઈલ એટલે કે સાદી શૈલી વાપરીએ, તો સાદી શૈલીમાં સંદર્ભો બનાવવા માટે નિમ્નલિખિત આદેશોની શ્રેણી એકઝેક્યુટ કરવામાં એટલે કે ચલાવવામાં આવે છે. |
2:04 | પહેલા સ્ત્રોત ફાઈલને પીડીએફ લેટેક સંદર્ભો વાપરીને સંકલન કરો. |
2:13 | આદેશ 'બીબટેક રેફરેનસીઝ' એકઝેક્યુટ કરો. |
2:23 | અને ત્રીજી વાત, સ્ત્રોત ફાઈલને પીડીએફ લેટેક સંદર્ભો વાપરીને વધુ બે વાર સંકલન કરો. |
2:31 | એક વાર. બે વાર. |
2:35 | સંદર્ભો હવે બની ગયા છે, ચાલો જઈને જોઈએ. |
2:40 | બીજું પુષ્ઠ, અહી ટેક્સટ એટલે કે પાઠ છે, અહી સંદર્ભોની સૂચી છે. ચાલો જરા નીચે જઈએ. |
2:58 | સાદી શૈલી સંદર્ભોની વર્ણમાળાના ક્રમમાં અને ક્રમાંકન સાથે સૂચી બનાવે છે. |
3:07 | આ ક્રમાંકો મુખ્ય લખાણમાં પણ વપરાય છે. |
3:13 | સંદર્ભ શૈલી યુ-એન-એસ-આર-ટી (u-n-s-r-t) સાદી શૈલી સમાન છે પણ એક તફાવત શિવાય. |
3:23 | અહી યુ-એન-એસ-આર-ટી મુકો. |
3:31 | સંદર્ભોના ક્રમની એ રીતે યાદી બનાવેલ છે કે જે રીતે તે પહેલા લાગુ થાય છે. |
3:36 | ચાલો આપણે સાદી શૈલીને યુ-એન-એસ-આર-ટી શૈલીમાં બદલીએ, એ રીતે કે જે રીતે આપણે કર્યું છે, અને પછી લેટેક અને બીબટેકની કાર્યપદ્ધતિને પુનરાવર્તિત કરીએ. જો કે, પહેલા, લેટેક સ્ત્રોત ફાઈલ પીડીએફ લેટેક વાપરીને, ત્યારબાદ બીબટેક સ્ત્રોત ફાઈલ, અને પછી લેટેક સ્ત્રોત ફાઈલ બે વખત. પહેલી વાર, બીજી વાર. |
4:07 | નોંધ લો કે હમણાં શું થયું છે. |
4:09 | તમે જોઈ શકો છો કે આણે સંદર્ભોને એ ક્રમમાં ઉત્પન્ન કર્યા છે કે જે રીતે તે કાગળમાં ઉલ્લેખવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, આ પહેલું સંદર્ભ અહી પહેલા ઉલ્લેખાયું છે. |
4:20 | સંદર્ભ બે ‘2’ તરીકે ઉલ્લેખાયું છે કારણ કે તે અહી ઉલ્લેખાયું છે. |
4:26 | તે આ સૂચિમાં બીજા ક્રમાંક તરીકે સૂચીબદ્ધ છે. |
4:30 | ચાલો જરા આ સૂચિમાં નીચે જઈએ. |
4:39 | ઠીક છે. ચાલો પાછા આવીએ. |
4:44 | સંદર્ભોને એ રીતે ઉત્પન્ન કરીએ કે જેમ વૈજ્ઞાનિકો વાપરે છે, તો શૈલીને આલ્ફામાં (alpha) બદલીએ. |
4:52 | ચાલો આને આલ્ફામાં બદલીએ. |
4:59 | સંગ્રહીએ અને પછી લેટેક અને બીબટેકની રીત પાછી પુનરાવર્તિત કરીએ. કે જે છે, પીડીએફ લેટેક સ્ત્રોત ફાઈલ, બીબટેક સંદર્ભો, પીડીએફ લેટેક સંદર્ભો એક વાર, બે વાર. તે નોંધો. |
5:20 | હવે, આપણે આ સંદર્ભોની શૈલી મેળવી છે. |
5:26 | ચાલો જરા આના નીચે જઈએ અને જોઈએ. |
5:31 | ઠીક છે. |
5:37 | સંદર્ભોની ઘણી અન્ય શૈલીઓ છે. હુંએ હમણાં બે ફાઈલ ડાઉનલોડ કરી છે: હાર્વડ ડોટ એસટીવાય (Harvard.sty) અને આઈફેક ડોટ બીએસટી (ifac.bst). |
5:48 | નિમ્નલિખિત ફેરફારો કરો. પહેલા, યુઝ પેકેજીસ (use packages) આદેશમાં હાર્વડનો સમાવેશ કરો. |
5:58 | જેમ હુએ હમણાં કર્યું અને ત્યારબાદ શૈલીને આઈફેકમાં (ifac) બદલો. |
6:08 | ફાઈલને સંગ્રહો. |
6:13 | હવે ચાલો ફરી પાછી લેટેક અને બીબટેકની રીત કરીએ. |
6:18 | લેટેક, બીબટેક, લેટેક એકવાર, લેટેક બેવાર. |
6:31 | આપણે સંદર્ભોની સૂચી આ પીડીએફ ફાઈલ રૂપે મેળવીએ છીએ. |
6:37 | ચાલો જરા એક વાર નીચે જઈએ. |
6:46 | તે વર્ણમાળા અનુસાર ગોઠવ્યા છે, પણ સાદી શૈલીની સરખામણીમાં ત્યાં શ્રેણીય ક્રમાંકો નથી. |
6:52 | સંદર્ભ લેખકના નામ અને વર્ષ વડે છે. |
7:00 | આ શૈલીમાં, ત્યાં સાઈટ-એઝ-નાઉન (cite-as-noun) બોલાતો વિશેષ આદેશ છે. જે મદદ કરે છે, લેખકનું નામ ચાલુ પાઠમાં ઉલ્લેખો ના કે કૌંસમાં. |
7:15 | નોંધ કરો કે અહી આપણે ફક્ત બાજુ વાપરી છે અને આપણે બધાજ સંદર્ભો ફક્ત કૌંસની અંદર મેળવ્યા છે. |
7:22 | ધારોકે ઉદાહરણ તરીકે, |
7:28 | આ બીજો ફકરો જુઓ, પાઠ્યપુસ્તક કેએમએમશૂન્યસાત (KMM07) દ્વારા, પાઠ્યપુસ્તક લેખક અને પૂરી જાણકારી કૌંસની અંદર આવે છે. જો, હું આને સાઈટ-એઝ-નાઉન (cite-as-noun)માં પરિવર્તિત કરું. |
7:44 | તે સંગ્રહો અને તે સંકલન કરો. |
7:50 | પરિણામ સ્વરૂપ, હવે, આ સોલંકી ચાલુ પાઠમાં કૌંસની બહાર આવ્યું છે. |
7:59 | જો તમને અમુક અન્ય સંદર્ભીત શૈલીની આવશ્યકતા છે, તો વેબ પર શોધ કરો. |
8:04 | સંભવત: કોઈકે પહેલેથીજ આવશ્યક એસટીવાય (sty) અને બીએસટી (bst) ફાઈલો લખી છે. |
8:10 | અહી આ ટ્યુટોરીઅલનો અંત થાય છે, જોડવાબદ્દલ તમારો આભાર. હું ભરત સોલંકી વિદાય લઉં છું. આવજો. |