LaTeX/C2/Letter-Writing/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:13, 29 November 2012 by Chandrika (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 લેટેકના ઉપયોગથી પત્ર લેખન કેવી રીતે કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:06 તમે ત્રણ બારીઓ જોઈ શકો છો:
0:08 આ લેટેકની ટાઈપસેટિંગના ત્રણ અલગ તબક્કાઓને અનુરૂપ છે:
0:13 જે છે સ્ત્રોત ફાઈલનું સર્જન, પીડીએફ ફાઈલનું સર્જન કરવા સંકલન અને તેને પીડીએફ રીડર દ્વારા નિહાળવું.
0:22 હું Mac OSXમાં મફત પીડીએફ રીડર "સ્કીમ"નો ઉપયોગ કરી રહી છું કારણકે દરેક સંકલન પછી તે આપો-આપ જ અદ્યતન પીડીએફ ફાઈલને લોડ કરે છે.
0:34 લિનક્સ અને વિન્ડોવ્સમાંના પીડીએફ બ્રાઉઝરો પણ આ ક્ષમતા ધરાવે છે.
0:42 ચાલો સ્ત્રોત ફાઈલમાં જોઈએ કે પ્રત્યેક આદેશ શું કરે છે.
0:47 પ્રથમ લીટી સૂચવે છે કે આ પત્ર "ડોક્યુમેન્ટ ક્લાસ"નો છે.
0:54 ૧૨pt લખાણનું પરિમાણ છે.
0:57 પત્રનો પ્રથમ ભાગ છે,મોકલનારનું સરનામું,(from address).તે અહીં બે કોષ્ટક વચ્ચે દેખાય છે.
1:07 આઉટપુટ ફાઈલના સૌથી ઉપરના જમણા બાજુના ખૂણામાં તેનું સ્થાન જોઈ શકાય છે.
1:14 અનુક્રમે આવતા બે સ્લેશ નવી પંક્તિ શરુ કરે છે.
1:19 જો હું અહીંથી બંને સ્લેશ હટાવી લઉં –
1:25 સંગ્રહ કરી,પીડીએફલેટેક દ્વારા સંકલન કરું–
1:37 તો બંને પંક્તિઓ એક બીજામાં ભળી ને એક પંક્તિમાં પરિવર્તિત થઇ જાય છે.
1:43 અગાઉ બે સ્લેશથી આપણે લેટેકને પંક્તિ છુટી પાડવા કહ્યું હતું.
1:49 હવે આ ઊલટા સ્લેશ અહીં નથી,તેથી લેટેકને ખબર નથી કે તેણે પંક્તિ છુટી પાડવાની છે.
1:56 ચાલો હું સ્લેશ પાછા મુકું.
2:04 સંગ્રહ કરી અને સંકલન કરીએ.
2:08 હવે સમજાઈ ગયું છે કે દરેક ફેરફાર પછી સંકલન કર્યાં પહેલા તેનો સંગ્રહ કરવો પડશે.
2:15 આપણે જોઈએ કે જો સરનામું ખાલી રાખીએ તો શું થાય.
2:21 ચાલો હું અહીં આવું,
2:24 નિશાની કરીએ,
2:27 પંક્તિના છેડે જઈએ,તે રદ કરીએ,સંગ્રહ કરીએ,સંકલન કરીએ.
2:37 તમે જોઈ શકો છો કે "મોકલનારનું સરનામું" અહીંથી અદ્રશ્ય થઇ ગયું છે.
2:44 નોંધ લો કે આજની તારીખ આપો-આપ જ અમેરિકન ઢબથી દેખાય છે:મહિનો,તારીખ અને પછી વર્ષ.
2:54 આ આદેશ "\date\today" દ્વારા મેળવાય છે.
3:02 આ આપો-આપ થતા તારીખના દેખાવને એક ખાલી સૂચી દ્વારા આપણે અટકાવી શકીએ છીએ.
3:12 સંગ્રહ કરીએ.
3:17 સંકલન કરીએ.
3:18 તારીખ જતી રહી છે.
3:20 ધારોકે આપણને આપણી ગમતી તારીખ મુકવી છે,તો ચાલો તેને ડેટ સાથે આ રીતે મુકીએ.
3:30 ૯ જુલાઈ ૨૦૦૭,સંગ્રહ કરીએ,સંકલન કરીએ.
3:40 તારીખ મળી ગઈ છે.
3:43 આ તારીખ એ છે જે દિવસે આ ટ્યુ્ટોરીઅલ પ્રથમ વખત બન્યું હતું.
3:47 સંકલન થતા,આઉટપુટ ફાઈલમાં આપણે આ ભારતીય ગોઠવણી દેખાતી જોઈ શકીએ છીએ.
3:53 ચાલો સરનામું પાછુ મૂકી દઈએ.
4:02 ફરી સંકલન કરતા જ પહેલાની જેમ document પાછું મળે છે.
4:08 સહી કરવાનો આદેશ પત્રની છેક નીચે દેખાય છે.
4:17 આપણે પહેલા ડોક્યુમેન્ટ શરુ કરીએ અને પછી પત્ર.
4:22 'પત્ર મેળવનારનું સરનામું' પહેલાં આવે છે.તે આઉટપુટના ઉપર ડાબી બાજુના ખૂણામાં દેખાય છે.
4:30 મેં આને શ્રીમાન.એન.કે.સિન્હાને સંબોધિત કર્યું છે.
4:34 આદેશ '\opening'નો ઉપયોગ ગ્રહણ કરનારનું સરનામું આપવા થાય છે.
4:40 તમે નોંધ લીધી હશે કે લેટેકના આદેશો ઉલટા સ્લેશથી શરુ થાય છે.
4:48 પત્રનું લખાણ હવે આના પછી આવે છે.
4:53 આપણે હવે જોઈ શકીએ છીએ કે લેટેકમાં નવો ફકરો એક ખાલી લીટી દ્વારા શરુ થાય છે
5:00 ચાલો અહીં આવીએ.હમણાં આ વાક્ય અહીં 'we are'થી શરુ થઇ રહ્યું છે.
5:07 તેને ખોલીએ.તેને હવે આના પછીની લીટી ઉપર લઇ જઈએ.
5:12 મેં એક ખાલી લીટી છોડી છે.હું આને સંગ્રહ કરું.
5:17 આને સંકલન કરીએ.
5:19 તમે જોઈ શકો છો કે આ એક નવા ફકરામાં જતું રહ્યું છે.
5:25 નવા ફકરા સાથે આ પત્ર બે પૃષ્ઠોમાં વહેચાય જાય છે.
5:29 જોઈ કે જો અક્ષરનું માપ ઓછુ કરી ૧૦ કરીએ,તો તે આ પત્રને ફરી એક પૃષ્ઠમાં પૂરું કરે છે.
5:37 હવે હું તે કરું
5:42 સંગ્રહ કરીએ.
5:48 સંકલન કરીએ.
5:49 આખો પત્ર એક જ પૃષ્ઠમાં પૂરો થાય છે તે તમે જોઈ શકો છો.
5:54 ચાલો હું અક્ષર-માપ ફરી ૧૨pt કરી દઉં.
6:00 અને આ ફકરો પણ હું થોડો ખસેડું.
6:06 તેનો સંગ્રહ કરી, સંકલન કરીએ.
6:12 બરાબર.
6:14 હવે હું આઈટમાઈઝ એન્વાર્નમેન્ટ સમજાવીશ જે શરૂઆત અને અંતના આઈટમાઈઝ આદેશોની જોડ વડે બને છે.
6:29 લખાણનો કોઈ પણ ભાગ જે '\item' સાથે શરુ થાય તે બુલેટ સ્વરૂપે દ્રશ્યમાન થાય છે.
6:37 શું હું અહીં બુલેટની જગ્યા એ આંક મૂકી શકું?
6:41 તેના માટે તમારે માત્ર આઈટમાઈઝને એન્યુમરેટથી બદલવું પડશે.
6:46 ચાલો હું આને એન્યુમરેટમાં ફેરવું.
6:53 તેનો સંગ્રહ કરીએ.
7:00 જેટલો બને તેટલો તેનો સંગ્રહ કરવો સારું જ છે.
7:05 ચાલો હું આનું ફરી સંકલન કરું.
7:09 તમે જોઈ શકો છો કે બુલેટ હવે આંક બની ચુક્યા છે.
7:15 અંતમાં,મેં 'આપનો સ્નેહાધીન' ઉમેરેલ છે,જે અહીં આવે છે.
7:22 આપણે હસ્તાક્ષર વિષે અગાઉ જ વાત કરી દીધેલ છે.
7:26 આદેશ 'cc' આ પત્ર અન્ય બીજા પ્રાપ્તકર્તાઓને મોકલવા માટે મદદ કરે છે.
7:35 હું આ પત્ર 'end letter' આદેશ દ્વારા સમાપ્ત કરું છું અને પછી આ ડોક્યુમેન્ટ 'end document' આદેશ દ્વારા પૂર્ણ થાય છે.
7:44 તમે આના લખાણને બદલી શકો અને તેનો પ્રયત્ન પણ કરો.
7:48 જ્યાં સુધી તમને આત્મવિશ્વાસ ન આવે ત્યાં સુધી એક સમયે કોઈ એક જ વસ્તુ બદલો અને તરત જ સંકલન કરી ખાતરી કરી લો કે તમે કરેલ ફેરફાર લાગુ પડ્યો છે કે નહીં.
7:58 મેં Mac ઉપર તમને પત્ર લેખન શીખવાડ્યું,પણ આ જ સ્ત્રોત ફાઈલ Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમની બધી લેટેક સિસ્ટમો ઉપર પણ કાર્ય કરે છે.
8:10 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.
8:13 આને દયાન પૂર્વક સાંભળવા આભાર.
8:14 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.અભાર.

Contributors and Content Editors

Chandrika