KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:33, 27 November 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | પ્રિય મિત્રો, |
00.02 | KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00.09 | KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
00.12 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00.16 | KiCad આવૃત્તિ: 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00.25 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
00.30 | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
00.35 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી, |
00.37 | netlist ઉત્પન્ન કરવી, |
00.39 | ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું |
00.43 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken હાયફન tutorial.org લીંકનો સંદર્ભ લો |
00.50 | KiCad શરૂ કરવા માટે, |
00.52 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ. |
00.56 | પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો |
01.01 | સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો. |
01.09 | આનાથી KiCad મુખ્ય વિન્ડો ખુલશે. |
01.12 | EEschema ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને EEschema ટેબ પર ક્લિક કરો. |
01.19 | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
01.25 | OK પર ક્લિક કરો. |
01.28 | હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું. |
01.35 | આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ. |
01.42 | ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે. |
01.49 | project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો. |
01.56 | હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
02.00 | તો, હવે હું Open પર ક્લિક કરીશ. |
02.06 | આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે. |
02.08 | માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ. |
02.13 | આપણે આ પરિપથ માટે પહેલાથી જ netlist ઉત્પન્ન કરી દીધી છે, |
02.16 | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે. |
02.20 | આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
02.26 | આના સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો. |
02.36 | આ PCBnew વિન્ડો ખોલશે. |
02.39 | તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02.44 | આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
02.49 | હવે તમે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો. |
02.57 | અહીં netlist વિન્ડો ખુલે છે. |
03.01 | તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો. |
03.03 | Browse netlist Files બટન પર ક્લિક કરો. |
03.07 | આ Select netlist વિન્ડો ખોલશે |
03.13 | સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
03.20 | ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
03.27 | Read Current Netlist બટન પર ક્લિક કરો. |
03.30 | તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી. |
03.35 | OK પર ક્લિક કરો. |
03.37 | હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો. |
03.42 | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને PCBnew વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
03.49 | હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે. |
03.56 | આ માટે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો. |
04.08 | હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો. |
04.14 | Glob Move and Place પર જાવ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો. |
04.22 | આ એક ખાતરી વિન્ડો ખોલશે. Yes ક્લિક કરો. |
04.28 | સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ. |
04.35 | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી. |
04.39 | જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો. |
04.51 | સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે. |
04.55 | હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે. |
05.01 | હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો. |
05.07 | Footprint વિકલ્પ પર જાવ, અને Move પર ક્લિક કરો. |
05.12 | તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે. |
05.16 | તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે. |
05.25 | હવે કમ્પોનન્ટને જોઈતી કોઈપણ જગ્યાએ મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં રાખવા માટે જઈ રહ્યી છું. |
05.33 | PCBnew વિન્ડોની ટોચ પેનલ પર આવેલ Grid વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે. |
05.44 | હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે Grid 1.270 છે. |
05.53 | કમ્પોનન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી M પણ વાપરી શકો છો |
05.58 | ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું. |
06.02 | કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો. |
06.05 | M દબાવો. મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે. તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો. |
06.14 | કમ્પોનન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. |
06.17 | કમ્પોનન્ટને ફેરવવા માટે, R દબાવો. |
06.22 | ઉદાહરણ તરીકે, ચાલો હું રજીસ્ટરને ફેરવું. કર્સરને રજીસ્ટર પર મુકો અને R દબાવો. |
06.29 | એજ પ્રમાણે તમે તમામ કમ્પોનન્ટની ગોઠવણી કરી શકો છો. |
06.32 | એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે. |
06.41 | હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે. |
06.46 | PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ Layer ટેબ અંતર્ગત Back layer પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે. |
07.01 | પસંદ કરાયેલ લેયર નાના ભૂરા બાણ દ્વારા નિર્દેશિત કરાવાય છે. |
07.06 | ટ્રેક બનાવવા માટે, PCBnew વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add tracks અને vias બટન પસંદ કરો. |
07.17 | હવે ચાલો R1 ની એક નોડ પર ક્લિક કરીએ. |
07.22 | ત્યારબાદ આપણે R2 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
07.31 | એજ પ્રમાણે આપણે હજુ એક તાર રજીસ્ટર R3 અને કેપેસીટર C1 વચ્ચે જોડાણ કરીશું. |
07.38 | ચાલો R3 ની એક નોડ પર ક્લિક કરીએ. |
07.41 | તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
07.46 | ત્યારબાદ આપણે C1 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
07.51 | બનાવેલ લીલી ટ્રેક મુદ્રિત પરિપથ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક તાંબાનો માર્ગ રજુ કરે છે. |
07.59 | ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે. |
08.02 | આ કરી શકાવાય છે PCBnew વિન્ડોનાં મેનુ બારમાં આવેલ Design Rules મેનુ વિકલ્પ પર ક્લિક કરીને. |
08.11 | Design Rules પર ક્લિક કરો. |
08.14 | ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો. |
08.19 | આપણે ટ્રેક પહોળાઈ 1.5 બદલી કરીશું. આવું કરવા માટે ટ્રેકની પહોળાઈ વેલ્યુ પર બે વાર ક્લિક કરો. 1.5 ટાઈપ કરો અને Enter દબાવો. |
08.34 | ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની X કી પણ વાપરી શકીએ છીએ. |
08.39 | ચાલો હું આ તમને બતાવું. LED D1 ની એક નોડ પર કર્સરને રાખો. X કી દબાવો. |
08.48 | ત્યારબાદ આપણે R3 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
08.54 | તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો. |
09.03 | મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. |
09.08 | ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું. |
09.19 | આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે. |
09.25 | આ માટે આપણને PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ PCB Edges વિકલ્પ લેયર ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે. |
09.34 | હવે Add graphic line પર અથવા લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત polygon બટન પર ક્લિક કરો. |
09.44 | હવે ચાલો આ મુદ્રિત પરિપથ બોર્ડની ફરતે એક ચતુષ્કોણ બનાવીએ. |
09.49 | લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો. |
09.52 | કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો. |
09.56 | લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
10.00 | કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો. |
10.04 | એજ પ્રમાણે આપણે ચતુષ્કોણ પૂર્ણ કરી શકીએ છીએ. |
10.11 | ચાલો હું આ ચતુષ્કોણ પૂર્ણ કરું. |
10.16 | ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને ચતુષ્કોણની સમાપ્તિ કરો. |
10.24 | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને Save વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો |
10.38 | આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
10.44 | આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
10.50 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
10.54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10.56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11.00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11.03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11.06 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11.10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
11.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
11.19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11.25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11.29 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11.35 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
11.38 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |