Geogebra/C2/Symmetrical-Transformation-in-Geogebra/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
|---|---|
| 0:00 | Geogebra માં સમમિતીય રૂપાંતર કરવા પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 0:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સમમિતીય રૂપાંતર જેમ કે |
| 0:11 | Line symmetry એટલે કે લાઈન સમમિતિ |
| 0:12 | Rotation symmetry એટલે કે પરિભ્રમણ સમમિતિ |
| 0:13 | અને માપ અને સ્થાન સાથે આકૃતિ મોટી કરવાનું પણ શીખીશું |
| 0:17 | અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટે નું બેઝીક જ્ઞાન છે |
| 0:21 | જો ન હોય તો, સંબંધિત ટ્યુટોરીયલ માટે, અમારી વેબસાઇટ જુઓ |
| 0:26 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ Linux ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 |
| 0:31 | અને Geogebra આવૃત્તિ 3.2.47.0 નો ઉપયોગ કરી રહી છું. |
| 0:35 | આપણે નીચેના Geogebra ટુલો નો ઉપયોગ કરીશું |
| 0:37 | Reflect Object about Line |
| 0:39 | Rotate Object around Point by Angle |
| 0:42 | Dilate object from a Point by Factor |
| 0:45 | Semicircle through Two points |
| 0:47 | Regular Polygon અને |
| 0:49 | Perpendicular bisector |
| 0:51 | રૂપાંતર ની વ્યાખ્યા |
| 0:53 | ભૌમિતિક આકૃતિ ની સમમિતિય રૂપાંતર છે - |
| 0:57 | યામ સમતલ પર તેનું સ્થાન, કદ, અથવા આકાર માં ફેરફાર |
| 1:02 | મૂળ આકૃતિ 'ઓબ્જેક્ટ' તરીકે ઓળખાય છે |
| 1:04 | રૂપાંતરિત આકૃતિ ને 'ઈમેજ' કહેવામાં આવે છે |
| 1:07 | Reflection symmetry એટલે કે પ્રતિબિંબ સમમિતિ |
| 1:09 | તેને રેખા સમમિતિ પણ કહેવાય છે. |
| 1:11 | એક પ્રકાર ની સમમિતિ કે જ્યાં એક અર્ધ અન્ય અર્ધ નું પ્રતિબિંબ છે |
| 1:15 | તમે ઈમેજ ને વાળી શકો છો અને બંને છિદ્ર બરાબર બંધબેસે તેમ રાખી શકો છો. |
| 1:20 | રેખા સમમિતિ એ રેખા છે, જેના પર આકૃતિ પ્રતિબિંબિત થાય છે. |
| 1:24 | ચાલો GeoGebra વિન્ડો ઉપર જઈએ. |
| 1:27 | Dash home >>Media Apps>>Under Type >>Choose Education >> અને Geogebra પસંદ કરો |
| 1:37 | આ ટ્યુટોરીયલ માટે હું Algebric view બંધ કરું છું |
| 1:40 | Algebric view પર close બટન પર ક્લિક કરો |
| 1:47 | ચાલો "રેખા સમમિતિ" સાથે શરૂ કરીએ |
| 1:50 | પ્રથમ ચાલો એક સમભુજ ત્રિકોણ બનાવીએ. |
| 1:53 | ટૂલબાર માંથી "Regular Polygon" ટુલ પસંદ કરો. |
| 1:57 | ડ્રોઈંગ પેડ પોઈન્ટ 'A', 'B' પર ક્લિક કરો, અને બાજુઓ ની સંખ્યા માટે 3 દાખલ કરો. |
| 2:08 | સમભુજ ત્રિકોણ 'ABC' દોરાયું છે |
| 2:11 | ચાલો ત્રિકોણ ની એક બાજુ પર એક લંબ દ્વિભાજક દોરીએ. |
| 2:15 | "Perpendicular Bisector Tool" પસંદ કરો અને બાજુ AC પર ક્લિક કરો |
| 2:26 | Point ટુલ પસંદ કરો અને ત્રિકોણ અંદર એક બિંદુ બનાવો. |
| 2:31 | કોઈ એક શિરોબિંદુઓ તરફ બિંદુ D ખસેડો. |
| 2:38 | બિંદુ D પર જમણું ક્લિક કરો અને ટ્રેસ ઓન પસંદ કરો |
| 2:43 | ટુલબાર માંથી "Reflect Object about Line" ટુલ પસંદ કરો |
| 2:48 | બિંદુ D પર ક્લિક કરો |
| 2:49 | આ બિંદુ D ને પ્રકાશિત કરશે. |
| 2:52 | perpendicular Bisector પર ક્લિક કરો |
| 2:55 | આ લંબ દ્વિભાજક ની બીજી બાજુ પર પ્રતિબિંબિત ઇમેજ D' બનાવશે. |
| 3:01 | D' એ બિંદુ D ની પ્રતિબિંબિત ઇમેજ છે. |
| 3:04 | બિંદુ D માટે ટ્રેસ ઓન સેટ કરો |
| 3:08 | ચાલો Move ટુલ ની મદદ થી આપણે બિંદુ D ને ત્રિકોણ સાથે ખસેડીએ. |
| 3:11 | ટૂલબાર માંથી move ટુલ હેઠળ પ્રથમ વિકલ્પ પર ક્લિક કરો |
| 3:22 | માઉસ વડે આકૃતિ પર ક્લિક કરો. |
| 3:25 | ત્રિકોણ ને ટ્રેસ કરે એ પ્રમાણે તેને ડ્રેગ કરો. |
| 3:28 | હવે માઉસ બટન છોડો. |
| 3:31 | તમે શું નોંધ કર્યું ? |
| 3:32 | અહીં લંબ દ્વિભાજક એ રેખા સમમિતિ છે. |
| 3:36 | D એ ઓબ્જેક્ટ છે અને D' એ ઈમેજ છે. |
| 3:39 | ચાલો રેખા વિશે અર્ધવર્તુળ પ્રતિબિંબિત કરીએ. |
| 3:43 | ચાલો અર્ધવર્તુળ દોરીએ |
| 3:44 | “Semicircle through Two points” ટુલ ઉપર ક્લિક કરો અને બિંદુ E અને પછી F ને માર્ક કરો. |
| 3:56 | segment Between two Points પર ક્લિક કરો |
| 4:02 | બિંદુ G અને H માર્ક કરો. રેખા દોરવામાં આવેલ છે |
| 4:06 | ચાલો રેખા ની પ્રોપર્ટી માં ફેરફાર કરીએ. |
| 4:08 | રેખા પર જમણું ક્લિક કરો. object properties પર ક્લિક કરો, style ઉપર ક્લિક કરો અને style માં ફેરફાર કરો. |
| 4:21 | ટૂલબારમાંથી “Reflect Object about Line” ટુલ પસંદ કરો. |
| 4:27 | અર્ધવર્તુળ EF પર ક્લિક કરો |
| 4:31 | રેખા GH પર ક્લિક કરો |
| 4:34 | આ રેખા GH ની બીજી બાજુ પર પ્રતિબિંબિત ઈમેજ E'F' બનાવશે. હવે આ આકૃતિ કોના જેવી દેખાય છે? તે એક વર્તુળ જેવી લાગે છે. |
| 4:45 | ચાલો હવે આ ફાઇલ નો સંગ્રહ કરીએ. |
| 4:47 | “File”>> "Save As" પર ક્લિક કરો |
| 4:50 | હું ફાઇલ નામ "Line-symmetry" લખીશ અને "Save" પર ક્લિક કરીશ. |
| 5:05 | આગળ, ચાલો “Rotate the Object around a Point by Angle” વિષે શીખીએ. |
| 5:12 | રોટેશન એટલે કે પરિભ્રમણ ની વ્યાખ્યા |
| 5:15 | પરિભ્રમણ એક રૂપાંતર છે જે આકૃતિ ને એક કોણ દ્વારા નિયત કેન્દ્ર ની આસપાસ ફેરવે છે. |
| 5:21 | જો આ આકૃતિમાં કોઈ ફેરફાર ન દેખાય, તો આ આકૃતિ પરિભ્રમણ સમમિત ધરાવે છે |
| 5:29 | તમે ઓબ્જેક્ટ ને કોઈપણ ડિગ્રી માપ દ્વારા ફરવી શકો છો. પરિભ્રમણ દક્ષીણાવર્ત અથવા વામાવર્ત થઇ શકે છે. |
| 5:39 | ચાલો એક નવી Geogebra વિન્ડો ખોલીએ. |
| 5:41 | "File" >> "New" પર ક્લિક કરો |
| 5:47 | ચાલો એક ચોરસ બનાવીએ. |
| 5:49 | ટૂલબાર માંથી "Regular Polygon" ટુલ પર ક્લિક કરો. |
| 5:55 | ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. |
| 5:57 | બિંદુ 'A' અને 'B' માર્ક કરો. |
| 5:59 | એક સંવાદ બોક્સ ખુલે છે |
| 6:01 | OK પર ક્લિક કરો |
| 6:03 | ચોરસ 'ABCD' દોરાયેલ છે |
| 6:05 | "Rotate Object around a Point by Angle" ટુલ પર ક્લિક કરો |
| 6:13 | ચોરસ 'ABCD' પર ક્લિક કરો |
| 6:16 | આ ચોરસ ને પ્રકાશિત કરશે |
| 6:18 | આગળ, કોઇપણ એક શિરોબિંદુ પર ક્લિક કરો |
| 6:20 | હું 'A' પર ક્લિક કરીશ. |
| 6:23 | એક સંવાદ બોક્સ ખુલે છે |
| 6:25 | Angle ક્ષેત્રમાં "60" ટાઇપ કરો. |
| 6:30 | પ્રથમ ડ્રોપ ડાઉન બોક્સ માંથી "°" પસંદ કરો |
| 6:35 | "clockwise" વિકલ્પ પસંદ કરો
OK પર ક્લિક કરો |
| 6:40 | આ, ચોરસને પસંદગી બિંદુ પર 60° કોણ સાથે દક્ષીણાવર્ત ફેરવશે. |
| 6:44 | ફેરવાયેલ ઈમેજ 'A`B`C`'D' બનેલ છે. |
| 6:49 | ચાલો move ટુલ ની મદદથી આ આકૃતિ એક બાજુ ખસેડીએ. |
| 7:00 | આગળ, “Dilate or enlarge object from point by factor” |
| 7:09 | વિસ્તરણ |
| 7:11 | વિસ્તરણ એક રૂપાંતર છે. |
| 7:14 | જેમાં, માપક્રમ પરિબળ ની મદદથી આકૃતિને મોટી કરી શકાય છે. |
| 7:23 | ચાલો "Polygon" ટૂલની મદદથી એક ત્રિકોણ દોરીએ. |
| 7:28 | E , F , G ત્રિકોણ પૂર્ણ કરવા માટે E પર ફરીથી ક્લિક કરો |
| 7:36 | New point ટુલ પર ક્લિક કરો અને |
| 7:40 | બિંદુ 'H' માર્ક કરો. |
| 7:44 | "Dilate Object from Point by Factor" ટુલ પર ક્લિક કરો |
| 7:51 | ત્રિકોણ 'EFG' પર ક્લિક કરો |
| 7:54 | આ ત્રિકોણ ને પ્રકાશિત કરશે |
| 7:55 | બિંદુ 'H' પર ક્લિક કરો |
| 7:57 | એક સંવાદ બોક્સ ખુલે છે |
| 8:00 | Number ક્ષેત્રમાં વેલ્યુ 2 ટાઇપ કરો. |
| 8:04 | OK પર ક્લિક કરો |
| 8:09 | આ ઓબ્જેક્ટ ને બમણું મોટું કરે છે. |
| 8:16 | Segment Between two Points પર ક્લિક કરો, બિંદુ H,E,E' જોડો. |
| 8:33 | બિંદુ H,G,G' જોડો. |
| 9:01 | બિંદુ H,F,F' જોડો. |
| 9:15 | અહીં તમે જોઈ શકો છો કે H વિસ્તરણ બિંદુ છે |
| 9:21 | તમે અવયવ ની વેલ્યુ લખીને તમે ઈચ્છો એટલું ઓબ્જેક્ટ ને મોટું કરી શકો છો. |
| 9:28 | ચાલો હવે આ ફાઇલ ને સંગ્રહ કરીએ. |
| 9:30 | “File”>> "Save As" પર ક્લિક કરો |
| 9:33 | હું ફાઈલ નામ "Dilate-triangle" લખીશ. |
| 9:48 | "Save" પર ક્લિક કરો અને આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
| 9:55 | સારાંશ માં |
| 9:58 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
| 10:00 | રેખા ના પ્રતિબિંબ વિશે |
| 10:02 | એક બિંદુ પર ઓબ્જેક્ટ નું પરિભ્રમણ |
| 10:05 | સ્કેલ અવયવ દ્વારા ઑબ્જેક્ટ ને મોટું કરવું |
| 10:09 | અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે |
| 10:11 | એક પંચકોણ દોરો |
| 10:12 | દોરવા માટે Regular Polygon વાપરો (સંકેત: બાજુઓ = 5) |
| 10:17 | એક લંબ દ્વિભાજક, પંચકોણ ની એક બાજુ એ દોરો. |
| 10:21 | પંચકોણ ની અંદર એક પોઈન્ટ બનાવો |
| 10:25 | આ બિંદુ માટે ટ્રેસ ઓન સેટ કરો |
| 10:27 | લંબ દ્વિભાજક માટે આ બિંદુ નું પ્રતિબિંબ મેળવો |
| 10:31 | ઈમેજ બિંદુ માટે ટ્રેસ ઓન સેટ કરો |
| 10:34 | તમે સાચી રેખા સમમિતિ પસંદ કરેલ છે તે જોવા માટે આ પંચકોણ ને ટ્રેસ કરો. |
| 10:44 | મૂળ પંચકોણ ને એક બિંદુ પર 135° માં વામાવર્ત ફેરવો. |
| 10:49 | બિંદુ પર પંચકોણ ને અવયવ ૩ દ્વારા મોટું કરો. |
| 10:56 | આ એસાઈનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
| 11:03 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
| 11:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે. |
| 11:09 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
| 11:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
| 11:17 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
| 11:20 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
| 11:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
| 11:29 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
| 11:35 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
| 11:39 | IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદલ આભાર. |