Java/C2/Getting-started-java-Installation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 23:01, 12 November 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration
|
00.01 | Getting started with Java: Installation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00.09 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું. |
00.13 | જાવા શા માટે? |
00.14 | જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
00.17 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00.19 | ઉબુન્ટુ આવૃતિ 11.10 અને |
00.21 | જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ JDK 1.6 |
00.26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. |
00.31 | તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. |
00.35 | તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે. |
00.43 | જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
00.51 | જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને JDK, જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે. |
00.57 | JDK વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો: |
01.02 | હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરીશું. |
01.07 | આ માટે, તમારી પાસે રૂટ પરવાનગી હોવી જરૂરી છે. |
01.10 | તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. |
01.14 | આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. |
01.19 | હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે. |
01.25 | ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે. |
01.28 | "ડેશહોમ" પર ક્લિક કરો. |
01.31 | "સર્ચ બાર" માં Synaptic ટાઈપ કરો. |
01.35 | તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે. |
01.38 | "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો. |
01.42 | પ્રમાણીકરણ હેતુ તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે. |
01.47 | તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate પર ક્લિક કરો. |
01.56 | આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે. |
02.03 | હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં jdk ટાઈપ કરો. |
02.08 | આપણને openjdk-6-jdk નામ ધરાવતું એક પેકેજ દેખાય છે. |
02.13 | તેના પર જમણું ક્લિક કરો અને Mark for Installation પર ક્લિક કરો. |
02.17 | ત્યારબાદ Apply પર ક્લિક કરો. |
02.20 | તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે. |
02.24 | તો To be Installed પર ક્લિક કરો અને ત્યારબાદ Apply પર ક્લિક કરો. |
02.30 | સંસ્થાપન અમુક સેકેંડ લેશે. |
02.38 | હવે, આપણે જોઈએ છીએ કે openjdk-6-jdk વિકલ્પ લીલા રંગમાં છે. |
02.48 | તદનુસાર આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે. |
02.52 | હવે, ચાલો સંસ્થાપન તપાસી જોઈએ, આ માટે Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ ખોલો |
03.03 | મારી પાસે અહીં પહેલાથી જ મારું ટર્મિનલ ખૂલેલું છે. |
03.06 | કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો java સ્પેસ હાયફન version અને Enter દબાવો. |
03.15 | આપણે જોઈએ છીએ કે jdk નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે. |
03.20 | તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે. |
03.26 | તો, આપણે સફળતાપૂર્વક jdk સંસ્થાપિત કરી લીધું છે |
03.30 | હવે, ચાલો સાદું જાવા પ્રોગ્રામ ચલાવીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે કે. |
03.35 | મારી પાસે પહેલાથી જ આપેલ કોડ TestProgram ડોટ java નામની ફાઈલમાં સંગ્રહિત છે. |
03.42 | હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું. |
03.45 | આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java Program. |
03.53 | તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
03.57 | યાદ રહે કે આપણે TestProgram ડોટ java ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે. |
04.03 | અને અત્યારે હું હોમ ડીરેક્ટરીમાં છું. |
04.07 | તો, કમાંડ પ્રોમ્પ્ટ પર javac સ્પેસ TestProgram ડોટ java ટાઈપ કરો. |
04.19 | આ કોડને કમ્પાઈલ કરવા હેતુ છે. |
04.21 | Enter દબાવો. |
04.25 | હવે, ચાલો હું કોડ રન કરું. |
04.27 | તો ટાઈપ કરો java સ્પેસ TestProgram અને Enter દબાવો. |
04.35 | આપણને આઉટપુટ We have successfully run a java program આ રીતે મળે છે. |
04.44 | આ રીતે, આપણું સંસ્થાપન દોષરહિત રહ્યું છે. |
04.48 | હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
04.51 | હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે. |
04.55 | જાવા સરળ છે. |
04.57 | જાવા વસ્તુ લક્ષી છે. |
04.59 | તે મંચ સ્વતંત્ર છે. |
05.01 | તે સુરક્ષિત છે. |
05.02 | જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે. |
05.04 | જાવા મલ્ટી - થ્રેડેડ છે. |
05.07 | આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું. |
05.11 | -JSP, અથવા કે જાવા સર્વર પેજીસ: આ સામાન્ય HTML ટેગો સહીતનાં કોડ પર આધારિત છે. |
05.18 | JSP ગતિશીલ વેબ પૃષ્ઠો બનાવવામાં મદદ કરે છે. |
05.22 | -Java Applets: આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે. |
05.28 | -J2EE અથવા કે જાવા એન્ટરપ્રાઈઝ એડીશન: કંપનીઓ J2EE વાપરે છે. |
05.33 | તે XML બંધારણીય ડોક્યુંમેંટોનાં હસ્તાંતરણ માટે ઉપયોગી છે. |
05.38 | -JavaBeans: જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવા સોફ્ટવેર ઘટક છે. |
05.43 | તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોનાં રચના માટે કરી શકાવાય છે. |
05.47 | -Mobile Java: આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન. |
05.53 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
05.56 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું. |
05.59 | જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું. |
06.02 | જાવા વાપરવાનાં ફાયદાઓ. |
06.04 | જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
06.08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
06.14 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06.17 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06.22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06.24 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
06.27 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06.30 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
|
06.36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
06.41 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06.47 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06.52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
06.58 | આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07.01 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07.04 | અમને જોડાવાબદ્દલ આભાર. |