C-and-C++/C2/Nested-If-And-Switch-Statement/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:40, 31 October 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 C અને C++ નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટને
00:12 કેવી રીતે વાપરવું.
00:13 આપણે આ કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું.
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું,
00:20 ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10
00:24 ઉબુન્ટુ ઉપર gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00:30 પ્રથમ આપણે, નેસ્ટેડ ઇફ અને સ્વિચ સ્ટેટમેન્ટને કેવી રીતે લખવું તે ઉદાહરણ સાથે શીખીશું.
00:36 મેં પહેલાથી પ્રોગ્રામ લખ્યો છે.
00:39 ચાલો જોઈએ.
00:40 આ પ્રોગ્રામમાં આપણે ઈન્ટીજર ની શ્રેણી તપાસવાનું શીખીશું.
00:45 નોંધ લો કે આપણી ફાઈલનું નામ nested-if.c છે.
00:50 ચાલો હું હવે કોડ સમજાવું.
00:52 આ આપણી હેડર ફાઈલ છે.
00:54 આ આપણું મેઈન ફન્કશન છે.
00:56 મેઈન ફન્કશન અંદર આપણે બે ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે, 'x અને y'.
01:02 અહીં આપણે યુઝરને 0 થી 39 ની શ્રેણી વચ્ચે નંબર દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરીએ છીએ.
01:08 આપણે y ની વેલ્યુ યુઝર પાસેથી ઈનપુટ તરીકે લઈએ છીએ.
01:12 આ આપણી if કન્ડીશન છે.
01:14 અહીં આપણે તપાસીશું કે y/10=0 છે કે નહી.
01:19 જો કન્ડીશન true હોય તો,
01:20 આપણે પ્રિન્ટ કરીશું, "you have entered a number in the range of 0-9.
01:25 આ આપણી else-if કન્ડીશન છે.
01:28 અહીં આપણે y/10=1 તપાસ કરીશું.
01:32 જો કન્ડીશન true હોય તો,
01:34 આપણે પ્રિન્ટ કરીશું, you have entered a number in the range of 10-19.
01:39 આ else if કન્ડીશનમાં આપણે તપાસ કરીશું કે નમ્બર 20 થી 29 ની શ્રેણી વચ્ચે છે કે નહિ.
01:45 અને અહીં આપણે જોઈશું કે નમ્બર 30 થી 39 ની શ્રેણી વચ્ચે છે કે નહિ.
01:51 આ આપણી else કન્ડીશન છે.
01:53 જો ઉપરની બધી કન્ડીશન false હોય તો,
02:24 આપણે પ્રિન્ટ કરીશું, number not in range.
02:28 અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
02:31 હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
02:35 તમારા કીબોર્ડ પર એકસાથે Ctrl + Alt + T દબાવીને, ટર્મિનલ વિન્ડો ખોલો.
02:45 એકઝીક્યુટ કરવા માટે , ટાઇપ કરો, “gcc” સ્પેસ “nested-if.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “nested”. એન્ટર ડબાઓ.
02:57 ડોટ સ્લેશ “nested” ટાઇપ કરો. એન્ટર ડબાઓ.
03:01 આપણે જોઈશું,Enter a number between 0 to 39.
03:06 હું 12 દાખલ કરીશ.
03:09 આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે:
03:11 you have entered the number in the range of 10-19.
03:17 ચાલો બીજો નમ્બર દાખલ કરીએ.
03:21 ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ. અપ એરો કી ડબાઓ, એન્ટર ડબાઓ.
03:28 આ વખતે હું 5 આપીશ.
03:34 આપણે આઉટપુટ આ પ્રમાણે જોઈશું :
03:35 you have entered the number in the range of 0-9.
03:42 કંડીશનલ એક્ઝેક્યુશન બીજી રીતે પણ કરી શકાય છે.
03:46 switch statement ના ઉપયોગ દ્વારા.
03:49 ચાલો જોઈએ એ કેવી રીતે કરવું.
03:51 આપણે સમાન પ્રોગ્રામ switch ના ઉપયોગ સાથે જોઈશું.
03:57 મેં પહેલાથી પ્રોગ્રામ ખોલ્યો છે.
03:59 આપણા એડિટર પર પાછા જઈએ.
04:07 મેં આ અગાઉના પ્રોગ્રામ સમજાવ્યું છે.
04:11 તો હું Switch statements ઉપર જઈશ.
04:16 અહીં, આપણે ઇનપુટ્સને વિભાજિત કરીશું, એટલે કે, y ભાગ્યા 10 અને પરિણામ x વેરિયેબલમાં સંગ્રહીશું.
04:24 એનો અર્થ એ થાય કે ભાગાકાર નું ફળ X માં સંગ્રહિત કરવામાં આવશે.
04:28 આ ભાગાકાર ના ફળ ની મદદથી આપણે નંબર શ્રેણી ઓળખી શકીએ છીએ.
04:37 અહીં, આપણે સ્વીચ કમાન્ડને કહીએ છીએ કે ચેક કરવા માટેનો વેરિયેબલ x છે.
04:47 case 0 છે. જો case 0 બરાબર છે
04:50 તો આપણે પ્રિન્ટ કરીશું, you have entered the number in the range of 0-9.
04:58 જો કેસ બરાબર હોય તો લૂપમાંથી બહાર નીકળવા માટે આપણે break ઉમેરીશું.
05:03 આપણે લુપને દરેક વખતે બ્રેક કરવું પડશે.
05:05 કારણ કે, એક સમયે ફક્ત એક જ કન્ડીશન true હોઈ શકે.
05:11 આ “case 1” છે. “case 1” એટલે કે “જો x ની વેલ્યુ 1 હોય,


05:17 તો આપણે પ્રિન્ટ કરીશું, you have entered a number in the range of 10-19.
05:24 આ “case 2” છે.
05:26 અહીં આપણે પ્રિન્ટ કરીશું, you have entered a number in the range of 20-29.
05:33 અને આ case 3 છે, અહીં આપણે તપાસ કરીશું કે નમ્બર 30-39 ની શ્રેણીમાં છે કે નહી.
05:43 આ ડીફોલ્ટ કેસ છે. ડિફૉલ્ટ કેસ, ઉપરના કોઈ પણ કેસો બરાબર ન હોય તો શું કરવાની જરૂર છે તે સ્પષ્ટ કરે છે.
05:52 અહીં આપણે પ્રિન્ટ કરીશું, "number not in range"


05:57 અને આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
05:59 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
06:02 ટર્મિનલ પર પાછા જઈએ.
06:06 ટાઇપ કરો :gcc switch.c -o switch. એન્ટર ડબાઓ.
06:16 ટાઇપ કરો: ./switch. એન્ટર ડબાઓ.
06:21 Enter a number between of 0 to 39. હું 35 દાખલ કરીશ.
06:28 આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે,“you have entered the number in the range of 30 to 39”.
06:35 હવે આપણે જોઈશું C++ માં પ્રોગ્રામ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
06:44 ટેક્સ્ટ એડિટર પર ફરીથી જાઓ.
06:47 નોંધ લો કે આપણી ફાઈલનું નામ nested-if.cpp છે.
06:55 અહીં લોજીક અને અમલીકરણ સમાન છે.
06:59 અહીં કેટલાક ફેરફાર છે, જેવા કે:
07:03 stdio.h ના બદલે હેડર ફાઈલ iostream છે.
07:08 અહીં આપણે using સ્ટેટમેન્ટ ઉમેર્યું છે.
07:11 Using namespace std
07:14 અને printf અને scanf ના બદલે cout અને cin ફન્કશન છે.
07:23 તમે જોઈ શકો છો કે બાકીનો કોડ આપણા C પ્રોગ્રામ સમાન જ છે.
07:29 ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ.
07:31 ટર્મિનલ પેર ફરીથી આવો.
07:34 ટાઇપ કરો: g++ nested-if.cpp -o nested1. એન્ટર ડબાઓ.
07:45 ટાઇપ કરો: ./nested1. એન્ટર ડબાઓ.
07:50 enter a number between 0 and 39. હું 40 દાખલ કરીશ.
07:53 આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે : “number not in range”
08:06 હવે ચાલો સ્વીચ પ્રોગ્રામ C++ માં જોઈએ.
08:10 ટેક્સ્ટ એડિટર પર પાછા આવો.
08:14 અહીં પણ લોજીક અને અમલીકરણ સમાન છે.
08:19 તમે જોઈ શકો છો કે હેડર ફાઈલ iostream છે.
08:23 અહીં using સ્ટેટમેન્ટ છે.
08:25 અને આપણે cout અને cin ફન્કશન બદલ્યું છે

.

08:33 બાકીનો કોડ આપણો switch.c પ્રોગ્રામ સમાન જ છે.
08:38 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
08:40 ટર્મિનલ પર પાછા આવો.
08:42 ટાઇપ કરો :g++ switch.cpp -o switch1 , એન્ટર ડબાઓ.
08:52 ટાઇપ કરો ./switch1. એન્ટર ડબાઓ.
08:57 Enter a number between 0 and 39.
09:00 હું 25 એન્ટર કરીશ.
09:04 આઉટપુટ આ પ્રમાણે દર્શાવે છે:
09:06 “you have entered the number in the range of 20-29”
09:11 હવે ચાલો આપણી સ્લાઈડ પર ફરીથી જઈએ.
09:16 આપણે સ્વીચ અને નેસ્ટેડ ઇફ વચ્ચેનો તફાવત જોઈશું.
09:21 સ્વિચ સ્ટેટમેન્ટ એક્ષપ્રેશનના પરિણામ અનુસાર મૂલ્યાકંન કરવામાં આવ્યું છે.
09:28 નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ એક્ષપ્રેશનનું પરિણામ સાચું હોય તો જ રન થાય છે.
09:35 સ્વીચમાં આપણે વેરિયેબલની વિવિધ વેલ્યુઝને કેસીસ તરીકે લઈએ છીએ.
09:41 નેસ્ટેડ ઇફમાં વેરિયેબલની દરેક વેલ્યુ માટે આપણે કન્ડીશનલ સ્ટેટમેન્ટ લખવું પડે છે.
09:49 સ્વીચ સ્ટેટમેન્ટ માત્ર ઈન્ટીજર વેલ્યુ ચેક કરે છે.
09:54 નેસ્ટેડ ઇફ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને વેલ્યુ માટે ચકાસણી કરી શકે છે.
10:00 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:03 સારાંશ માટે,
10:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા , નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ.
ઉદાહરણ તરીકે : else if( y/10==0) 
10:13 સ્વીચ સ્ટેટમેન્ટ.
ઉદાહરણ તરીકે: Switch(x)
10:16 અને નેસ્ટેડ ઇફ અને સ્વીચ સ્ટેટમેન્ટ વચ્ચેનો તફાવત.
10:22 એસાઈનમેન્ટ તરીકે,
10:23 કર્મચારીઓની ઉંમર 20 થી 60 વર્ષની અંદર છે કે નહી તે તપાસ કરવા માટેનો પ્રોગ્રામ લખો.
10:30 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
10:33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
10:42 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:45 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:49 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:56 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:08 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : : http://spoken-tutorial.org\NMEICT-Intro
11:13 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble