C-and-C++/C2/Increment-And-Decrement-Operators/Gujarati
From Script | Spoken-Tutorial
Time' | Narration
|
00.02 | C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00.11 | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર
++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું. |
00.36 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 , |
00.41 | gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.49 | ++ ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે. |
00.54 | a++ અને ++a એ a = a + 1 સમાન છે. |
01.01 | -- ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે. |
01.07 | a-- અને --a એ a = a - 1 સમાન છે. |
01.14 | હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ. |
01.20 | મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ. |
01.26 | અહીં આપણી પાસે C માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે. |
01.30 | અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે 1 વેલ્યુ ધરાવે છે. |
01.36 | આ રીતે આપણે a ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું. |
01.40 | આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે. |
01.48 | ચાલો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ. |
01.52 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે. |
01.56 | વેલ્યુ બદલાશે. |
01.58 | કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે. |
02.05 | જો ઓપરેશન a++ પર થાય છે તો તે a ની વર્તમાન વેલ્યુ પર થાય છે. |
02.11 | ત્યાર પછી a ની વેલ્યુ વધે છે. |
02.18 | હવે જો આપણે અહીં a ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે. |
02.28 | આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય. |
02.36 | હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું. |
02.39 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે. |
02.43 | કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે. |
02.50 | તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે. |
02.59 | આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે. |
03.04 | હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ. |
03.08 | હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * / |
03.19 | Save ઉપર ક્લિક કરો. |
03.23 | મેં મારી ફાઈલ incrdecr.c તરીકે સંગ્રહ કરી છે. |
03.30 | Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
03.36 | કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. |
03.52 | કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./incr'. એન્ટર ડબાઓ. |
03.59 | આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. |
04.02 | તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. |
04.06 | તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. |
04.10 | આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.
|
04.13 | હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ. |
04.17 | હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ. |
04.22 | અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.
|
04.29 | આપણે હવે ફરીથી 1 વેલ્યુ ને a માં અસાઇન કરીએ. |
04.36 | printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે. |
04.42 | a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે. |
04.51 | printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે. |
04.57 | a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ૧ દ્વારા ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે. |
05.03 | આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
05.07 | a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે. |
05.10 | હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
05.14 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે. |
05.17 | કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે. |
05.21 | ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે. |
05.25 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે. |
05.28 | a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી. |
05.31 | ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો. |
05.37 | Save ઉપર ક્લિક કરો. |
05.40 | ફરીથી ટર્મિનલ ઉપર જાઓ. |
05.43 | કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. |
05.58 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ. |
06.08 | a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. |
06.12 | |
06.15 | તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું. |
06.21 | જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો, |
06.23 | હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું. |
06.26 | ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં. |
06.29 | અહીં જરૂરી કોડ સાથે C ++ ફાઈલ છે.
|
06.33 | નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે. |
06.37 | આપણી પાસે અહીં using namespace ' સ્ટેટમેન્ટ છે. |
06.40 | એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે. |
06.45 | તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે. |
06.49 | ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે. |
06.56 | ચાલો કોડ કમ્પાઈલ કરીએ. |
06.58 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, g++ incrdecr.cpp -o incr. એન્ટર ડબાઓ. |
07.16 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ incr. એન્ટર ડબાઓ. |
07.23 | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે. |
07.27 | તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. |
07.31 | હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે. |
07.33 | તે C અને C++ બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે. |
07.38 | ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે. |
07.43 | ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે. |
07.49 | આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે. |
07.54 | આટાઇપકાસ્ટ્સ એક જ ઓપરેશન માટે માન્ય છે. |
07.58 | હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વેરિયેબલ તરીકે વર્તશે. |
08.03 | અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે. |
08.06 | હું હવે કોડ સમજાવીશ. |
08.11 | આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે a અને b અને ફ્લોટ તરીકે cવેરિયેબલ જાહેર કરીશું. |
08.16 | a ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે. b ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે. |
08.22 | આપણે a અને b ઉપર ઓપરેશન કરીશું. |
08.26 | આપણે a ને b વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ c માં સંગ્રહ થશે. |
08.30 | આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '%.2f નો ઉપયોગ કર્યો છે. |
08.35 | પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે.... |
08.41 | ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે બંને ઓપરેન્ડ a અને b ઈન્ટીજર છે. |
08.47 | રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે. |
08.51 | અહીં આપણે a ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. c હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે. |
08.57 | હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે |
09.03 | ટાઇપ કરો, return 0; અને અંતિમ કર્લી કૌસ બંધ કરો. |
09.07 | Save ઉપર ક્લિક કરો. .c એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો. |
09.11 | મેં મારી ફાઈલ typecast.c તરીકે સંગ્રહ કરી છે. |
09.15 | ટર્મિનલ ખોલો. |
09.17 | કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, gcc typecast.c -o type. એન્ટર ડબાઓ. |
09.33 | એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./type. એન્ટર ડબાઓ. |
09.41 | આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે.
|
09.44 | બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ. |
09.48 | હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું. |
09.50 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09.52 | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો. |
09.56 | આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા.
|
10.00 | આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા. |
10.04 | એસાઈનમેન્ટ માટે, |
10.05 | આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, (a\b) + (c\d) |
10.12 | a, b, c અને d ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે. |
10.17 | રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો. |
10.21 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10.24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10.27 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10.321 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10.34 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10.36 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10.410 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10.49 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10.53 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11.00 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11.11 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |