Java/C2/Using-this-keyword/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:13, 4 September 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:02 | જાવામાં this કીવર્ડ વાપરવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:09 | this કીવર્ડ વાપરવાં વિશે |
00:11 | this કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું |
00:14 | this કીવર્ડને constructors ની શૃંખલા બનાવવા માટે વાપરવું. |
00:17 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
|
00:28 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે |
00:30 | એક્લીપ્સ ની મદદથી જાવા માં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:34 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, |
00:40 | હવે આપણે જોઈશું this કીવર્ડનો ઉપયોગ કરવાનું |
00:44 | કન્સ્ટ્રકટર ની અંદર, this એ ચાલુ ઓબ્જેક્ટ માટે સંદર્ભ છે. |
00:48 | કન્સ્ટ્રકટર માં this ની મદદથી આપણે ચાલુ ઓબ્જેક્ટ નાં કોઈપણ સભ્યનો સંદર્ભ આપી શકીએ છીએ. |
00:55 | હવે આપણે this કીવર્ડનો ઉપયોગ ફીલ્ડો ની સાથે થતા જોઈશું. |
01:00 | this કીવર્ડ આપણને નામ અથડામણ ટાળવા માટે મદદ કરે છે. |
01:07 | આપણે આવું એક ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ. |
01:10 | તે માટે ચાલો એક્લીપ્સ ખોલીએ. |
01:17 | પહેલાનાં ટ્યુટોરીયલમાં બનાવેલ Student ક્લાસ ખોલો. |
01:23 | default constructor ને કમેંટ કરો constructor ને ૧ પેરામીટર સાથે કમેંટ કરો. |
01:40 | એ સાથે જ પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટે કોડને પણ કમેંટ કરો. |
02:03 | હવે, parameterized constructor ની નોંધ લો. |
02:11 | the_roll_number અને the_name કન્સ્ટ્રકટર માં પસાર થયેલ આર્ગ્યુંમેંટો છે. |
02:20 | roll_number અને name ઇન્સ્ટંસ વેરીએબલો છે. |
02:26 | હવે, ચાલો આર્ગ્યુંમેંટોને roll_number અને name માં પોતે બદલી કરીએ. |
02:39 | તો કન્સ્ટ્રકટર માં આપણી પાસે છે: |
02:42 | roll_number બરાબર roll_number અને name બરાબર name. |
02:55 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl,S અને Ctrl, F11 દબાવો |
03:04 | આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે: |
03:07 | I am a Parameterized Constructor
0 null |
03:12 | હવે કોડ પર આવીએ. |
03:17 | કોડમાં આપણને ૨ ચેતવણીઓ દેખાય છે. |
03:20 | ચેતવણી સંકેત પર તમારું માઉસ ફેરવો. |
03:23 | આપણે જોઈ શકીએ છીએ The assignment to the variable roll_number has no effect. |
03:29 | અને The assignment to the variable name has no effect. |
03:33 | આ એટલા માટે કારણ કે કન્સ્ટ્રકટર માં roll_number અને name એ સ્થાનિક વેરીએબલો છે. |
03:40 | Local variables એ વેરીએબલો છે જે ફક્ત મેથડ અથવા બ્લોક દરમ્યાન જ એક્સેસ થાય છે. |
03:47 | અહીં, roll_number અને name એ ૧૧ અને Raju પર ઇનીશલાઈઝ થશે. |
03:54 | કારણ કે આપણે કન્સ્ટ્રકટર માં વેલ્યું ૧૧ અને Raju પસાર કરી છે. |
04:01 | પરંતુ જેમ તે કન્સ્ટ્રકટર ની બહાર આવે છે, તે એક્સેસ થશે નહી. |
04:06 | ત્યારબાદ માત્ર roll_number અને name જે આપણે જાણીએ છીએ તે ઇન્સ્ટંસ વેરીએબલો છે. |
04:13 | તે ૦ અને null પર પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જેમ ઓબ્જેક્ટ બને છે. |
04:18 | તો આપણને આઉટપુટ ૦ અને null તરીકે મળ્યું છે. |
04:21 | હવે, ચાલો કન્સ્ટ્રકટર ની અંદર નાનો ફેરફાર કરીએ. |
04:29 | તો ટાઈપ કરો this dot roll_number બરાબર roll_number. |
04:37 | અને this dot name બરાબર name. |
04:44 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો ctrl, S અને Ctrl, F11 કી દબાવો. |
04:51 | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે |
04:53 | I am Parameterized Constructor
૧૧ અને Raju |
04:58 | આ એટલા માટે કારણ કે this dot roll_number અને this dot name એ ઇન્સ્ટંસ વેરીએબલો roll_number અને name ને સંદર્ભ કરે છે. |
05:12 | અને અહીં roll_number અને name એ મેથડમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટો છે. |
05:20 | લોકલ અને ઇન્સ્ટંસ વેરીએબલો વચ્ચે અથડામણ ટાળવા માટે આપણે this કીવર્ડ વાપરીએ છીએ. |
05:29 | હવે આપણે કન્સ્ટ્રકટર ની શૃંખલા બનાવવા માટે this કીવર્ડનો ઉપયોગ જોઈશું. |
05:34 | આપણે this કીવર્ડનો ઉપયોગ કન્સ્ટ્રકટર માં બીજા એકને કોલ કરવાં માટે કરી શકીએ છીએ. |
05:39 | કન્સ્ટ્રકટર એજ ક્લાસમાં હોવું હોઈએ. |
05:43 | આને explicit constructor invocation કહેવાય છે. |
05:46 | તો ચાલો પાછા Student ક્લાસ પર આવીએ જે આપણે બનાવ્યો હતો. |
05:54 | હવે કમેંટને રદ્દ કરો. |
06:28 | હવે પહેલા બે કન્સ્ટ્રકટરો માં ઇન્સ્ટંસ વેરીએબલો ને તેમની વેલ્યુઓ સોંપવા માટે એ ભાગને કમેંટ કરો. |
06:52 | ત્યારબાદ એ ભાગને કમેંટ કરો જે બીજું અને ત્રીજું ઓબ્જેક્ટ બનાવે છે. |
07:08 | હવે પહેલાં ચાલો પેરામીટર વગરનાં કન્સ્ટ્રકટર પર આવીએ. |
07:16 | છગડીયા કૌંસ પછી ટાઈપ કરો this કૌંસમાં 11 અને અર્ધવિરામ. |
07:28 | બીજા કન્સ્ટ્રકટર માં ટાઈપ કરો this કૌંસમાં 11 અલ્પવિરામ બે અવતરણમાં Raju અર્ધવિરામ. |
07:42 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો દબાવો Ctrl,S અને Ctrl, F11. |
07:49 | આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે |
07:51 | I am a Parameterized Constructor |
07:54 | I am a constructor with a single parameter |
07:57 | I am Default Constructor
11 અને Raju |
08:02 | હવે, હું આઉટપુટ સમજાવીશ. |
08:08 | જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત કન્સ્ટ્રકટર ને કોલ કરાવાય છે. |
08:13 | અહીં આવેલ કન્સ્ટ્રકટર એ no argument constructor છે. |
08:20 | નિયંત્રણ કન્સ્ટ્રકટર માં પહેલી લાઈન પર આવે છે. |
08:24 | તેનો સામનો this કૌંસમાં 11 સ્ટેટમેંટથી થાય છે. |
08:26 | આ કારણે તે કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે એકલ ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે. |
08:36 | ત્યારબાદ નિયંત્રણ this કૌંસમાં 11 અલ્પવિરામ Raju પર આવે છે. |
08:44 | આ કારણે તે કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે ૧ ઇન્ટીજર અને ૧ સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ ને સ્વીકારે છે. |
08:53 | તો આ કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે અને આપણને આઉટપુટ મળે છે I am Parameterized Constructor. |
09:02 | હવે ઇન્સ્ટંસ વેરીએબલ 11 અને Raju પર ઇનીશલાઈઝ થશે. જેમ કે આપણે પસાર કર્યું છે. |
09:11 | હવે, નિયંત્રણ calling કન્સ્ટ્રકટર પર પાછું જશે. |
09:16 | આમ બીજું કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે. |
09:19 | આપણને આઉટપુટ મળે છે I am constructor with a single parameter. |
09:25 | ત્યારબાદ, નિયંત્રણ પહેલાં કન્સ્ટ્રકટર પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે. |
09:30 | તો આપણને આઉટપુટ મળે છે I am a default constructor. |
09:37 | ત્યારબાદ studentDetail મેથડ એક્ઝેક્યુટ થાય છે. |
09:42 | તો, આપણને મળે છે 11 અને Raju. |
09:45 | હવે, ચાલો એક નાનો ફેરફાર કરીએ. |
09:47 | કન્સ્ટ્રકટર માં this સ્ટેટમેંટને છેલ્લું બનાવીએ. |
10:01 | આપણને કમ્પાઈલર એરર મળે છે. |
10:03 | એરર સંકેત પર માઉસ ફેરવો. |
10:06 | આપણને એરર આપેલ રીતે મળે છે: |
10:07 | Constructor call must be the first statement in the constructor. |
10:12 | તેથી આપણે તેને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવવી જોઈએ. |
10:16 | તો આને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવો. |
10:27 | હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતું રહ્યું છે. |
10:31 | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
10:35 | this કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું |
10:38 | this કીવર્ડને constructors ની શૃંખલા બનાવવા માટે વાપરવું. |
10:41 | this કીવર્ડને કેવી રીતે કન્સ્ટ્રકટર માં વાપરવું જોઈએ. |
10:45 | સ્વ:આકારણી માટે, પહેલાં બનાવેલ Employee ક્લાસમાં: |
10:49 | બે પેરામીટર સાથે એક કન્સ્ટ્રકટર બનાવો |
10:52 | ઇન્સ્ટંસ વેરીએબલો ને ઇનીશલાઈઝ કરવાં માટે this કીવર્ડ વાપરો. |
10:57 | એ સાથે જ કન્સ્ટ્રકટર ને ૧ પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો. |
11:01 | ટ્યુટોરીયલમાં સમજાવ્યાં મુજબ this નાં મદદથી કન્સ્ટ્રકટર ની શ્રુંખલા બનાવવાનો પ્રયાસ કરો. |
11:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
11:09 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ : |
11:12 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:16 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:23 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:26 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:30 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:40 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:46 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
11:55 | આમ આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
11:58 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |