Java/C2/Instance-fields/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:02, 20 August 2013 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration |
00:02 | જાવામાં Instance Fields પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:08 | Instance Fields વિશે |
00:10 | class નાં Instance Fields ને એક્સેસ કરતા |
00:13 | Instance Fields માટે Modifiers |
00:15 | અને Instance Fields ને આવું શા માટે બોલવામાં આવે છે? |
00:18 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00:20 | ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦
|
00:22 | jdk 1.૬ |
00:24 | અને Eclipse IDE 3.7.0
|
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ |
00:30 | કે જાવા માં એક્લીપ્સની મદદથી કેવી રીતે ક્લાસ બનાવવું.
|
00:33 | તમને એ પણ જાણ હોવી જોઈએ કે ક્લાસ માટે object કેવી રીતે બનાવવું. |
00:38 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો,
(http://www.spoken-tutorial.org) |
00:43 | આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત સ્થિતિને fields માં સંગ્રહીત કરે છે. |
00:48 | આ ફીલ્ડોને static કીવર્ડ વિના જ જાહેર કરાય છે.
|
00:51 | આપણે static fields વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
00:55 | Non-static fields ને instance variables અથવા instance fields તરીકે પણ ઓળખવામાં આવે છે. |
01:01 | ચાલો Student class પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.
|
01:09 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં roll_no અને name એ આ ક્લાસ નાં instance fields છે.
|
01:15 | હવે, આપણે શીખીશું કે આ fields ને કેવી રીતે એક્સેસ કરવું. |
01:18 | આ માટે, ચાલો TestStudent class ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.
|
01:27 | આપણે બીજું ઓબજેક્ટ બનાવવા માટે સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ.
|
01:33 | આપણે println સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું.
|
01:41 | હવે આપણે stud1 અને dot operator ની મદદથી student ક્લાસનાં ફીલ્ડો roll_no અને name ને એક્સેસ કરીશું.
|
01:49 | તો તે માટે ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll number is, ત્યારબાદ પ્લસ stud1 dot આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો roll_no એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ.
|
02:15 | પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ stud1 dot name પસંદ કરો એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ.
|
02:39 | હવે TestStudent.java ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો. |
02:48 | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે |
02:51 | The roll number is 0. |
02:53 | The name is null. |
03:00 | આ એટલા માટે કારણ કે, આપણે વેરીએબલો ને કોઈપણ વેલ્યુ પર આરંભીત કર્યા નથી.
|
03:05 | જાવા' માં, ફીલ્ડો અવ્યવસ્થિત વેલ્યુઓ ધરાવી શકતા નથી. |
03:09 | ઓબજેક્ટ માટે મેમરી ફાળવ્યા બાદ fields નલ અથવા શૂન્ય પર આરંભીત થાય છે. |
03:15 | આ કાર્ય constructor દ્વારા થાય છે.
|
03:18 | આપણે constructor વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
03:21 | હવે, આપણે fields ને નિશ્ચિતપણે આરંભીત કરીશું અને આઉટપુટ જોઈશું. |
03:27 | તો ટાઈપ કરો, int roll_no બરાબર 50 પછીની લાઈનમાં string name બરાબર બે અવતરણમાં Raju. |
03:42 | હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,S અને Ctrl F11 દબાવો
|
03:50 | આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે The roll number is 50.
|
03:54 | The name is Raju. |
03:56 | આ એટલા માટે કારણ કે આપણે Student ક્લાસમાં વેરીએબલોને નિશ્ચિતપણે આરંભીત કર્યા છે. |
04:04 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં fields પાસે કોઈપણ modifier અથવા મૂળભૂત modifier નથી. |
04:10 | modifiers યાદ કરો જેની ચર્ચા આપણે Creating Classes માં કરી હતી. |
04:14 | આપણે fields ને એક્સેસ કરી શકીએ છીએ કારણ કે Student.java અને TestStudent.java બંને સમાન પેકેજ માં છે. |
04:22 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન મૂળભૂત પેકેજ માં છે.
|
04:30 | આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. |
04:34 | આપણે હવે મોડીફાયરને private માં બદલીશું. |
04:37 | તો ફીલ્ડ જાહેરાતો પહેલા private ટાઈપ કરો. તો ટાઈપ કરો private int roll no=50.
|
04:48 | પછીની લાઈનમાં private string name =Raju. |
04:53 | હવે Student.java ફાઈલને સંગ્રહીત કરો. |
05:00 | આપણે જોઈ શકીએ છીએ કે TestStudent.java માં આપણને એરરો મળે છે.
|
05:05 | એરર ચિન્હ પર માઉસ ફેરવો. |
05:08 | તે દર્શાવે છે The field Student dot roll number is not visible.
|
05:12 | અને The field Student dot name is not visible.
|
05:16 | આ એટલા માટે કારણ કે private fields તેના પોતાના ક્લાસ અંતર્ગત જ એક્સેસ થઇ શકે છે.
|
05:23 | તમે પોતે Student ક્લાસ માંથી roll_no અને name ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો. |
05:27 | તમને જાણ થશે કે તમે તેને વિના કોઈ એરરે એક્સેસ કરી શકો છો.
|
05:32 | હવે ચાલો મોડીફાયર ને protected માં બદલો. |
05:52 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને પ્રોગ્રામને રન કરો |
06:00 | આપણે કંસોલ પર આઉટપુટ જોઈએ છીએ. The Roll no is 50 the name is Raju. |
06:07 | આ એટલા માટે કારણ કે protected fields ને સમાન પેકેજ અંતર્ગત એક્સેસ કરી શકાય છે. |
06:17 | હવે ચાલો જોઈએ કે શા માટે instance fields ને આવું બોલાવાય છે? |
06:22 | instance fields ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક તબક્કા માટે અનન્ય છે. |
06:29 | બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસનાં દરેક ઓબજેક્ટ પાસે અનન્ય વેલ્યુઓ રહેશે. |
06:34 | ચાલો TestStudent ક્લાસ પર જઈએ. |
06:43 | અહીં, આપણે TestStudent class નો વધુ એક ઓબજેક્ટ બનાવીશું.
|
06:50 | તો પછીની લાઈનમાં ટાઈપ કરો Student સ્પેસ stud2 બરાબર new સ્પેસ Student, ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. |
07:06 | આપણે હવે બંને ઓબજેક્ટોને Student ક્લાસમાં આરંભીત કરીશું.
|
07:18 | પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot roll_no પસંદ કરો enter દબાવો બરાબર ૨૦ અર્ધવિરામ.
|
07:32 | પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot name પસંદ કરો enter દબાવો બરાબર બે અવતરણમાં Ramu અર્ધવિરામ enter દબાવો.
|
07:54 | આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે fields ને આરંભીત કરી લીધા છે. |
07:58 | હવે આપણે બીજા ઓબજેક્ટ માટે fields ને આરંભીત કરીશું.
|
08:02 | તો ટાઈપ કરો stud2 dot roll_no પસંદ કરો બરાબર ૩૦ અર્ધવિરામ. |
08:15 | પછીની લાઈનમાં stud2 dot name પસંદ કરો બરાબર બે અવતરણમાં Shyamu અર્ધવિરામ enter દબાવો.
|
08:32 | હવે println સ્ટેટમેંટ પછીથી, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll number is, પ્લસ stud2 dot roll_no પસંદ કરો અને અર્ધવિરામ.
|
09:03 | System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is, પ્લસ stud2 dot name પસંદ કરો અને અર્ધવિરામ.
|
09:28 | હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,s અને Ctrl, F11 દબાવો |
09:38 | આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. The roll_no is 20, The name is' Ramu roll_no is 30, name is shyamu.
|
09:47 | અહીં stud1 અને stud2 આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે.
|
09:52 | આનો અર્થ એ કે બે ઓબજેક્ટો અનન્ય વેલ્યુઓ ધરાવે છે. |
09:56 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં.
|
09:57 | પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ ૨૦ અને Ramu ધરાવે છે.
|
10:02 | બીજો ઓબજેક્ટ વેલ્યુ ૩૦ અને Shyamu ધરાવે છે. |
10:09 | હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ.
|
10:13 | તો ટાઈપ કરો Student સ્પેસ stud3 બરાબર new સ્પેસ Student બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ. |
10:36 | આપણે હવે, ત્રીજા ઓબજેક્ટ ની વેલ્યુઓને પ્રીંટ કરીશું |
10:44 | તો ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll_no is, પ્લસ stud3 dot roll_no પસંદ કરો અર્ધવિરામ. |
11:09 | પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is, પ્લસ stud3 dot name અર્ધવિરામ. |
11:29 | હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો. |
11:36 | આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ ૫૦ અને Raju ધરાવે છે. |
11:46 | આ એટલા માટે કારણ કે આપણે Student ક્લાસ નાં ફીલ્ડોને ૫૦ અને Raju સાથે નિશ્ચિતપણે આરંભીત કર્યા હતા.
|
11:54 | હવે, ફીલ્ડોને ડી-ઈનીશલાઈઝ કરવાનો પ્રયાસ કરો અને ત્રીજા ઓબજેક્ટ માટે આઉટપુટ જુઓ. |
12:02 | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
12:05 | instance fields વિશે. |
12:07 | dot operator ની મદદથી fields એક્સેસ કરવાનું. |
12:11 | સ્વ: આકારણી માટે,
|
12:13 | પહેલાથી બનાવેલ Test Employee ક્લાસમાં emp2 ઓબજેક્ટ બનાવો.
|
12:18 | ત્યારબાદ dot operator ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને આરંભીત કરો. |
12:23 | પ્રથમ ઓબજેક્ટ માટે ૫૫ અને Priya ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.
|
12:27 | ૪૫ અને Sandeep ને બીજા ઓબજેક્ટ માટે વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો. |
12:31 | આઉટપુટમાં બંને ઓબજેક્ટો માટે વેલ્યુઓ દર્શાવો. |
12:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
12:37 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
12:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
12:43 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
|
12:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:49 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
12:52 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
12:56 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
|
13:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13:11 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
http://spoken-tutorial.org/NMEICT-Intro
|
13:09 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
13:22 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |