Java/C2/Instance-fields/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:02, 20 August 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00:02 જાવામાં Instance Fields પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 Instance Fields વિશે
00:10 class નાં Instance Fields ને એક્સેસ કરતા
00:13 Instance Fields માટે Modifiers
00:15 અને Instance Fields ને આવું શા માટે બોલવામાં આવે છે?
00:18 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:20 ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦


00:22 jdk 1.૬
00:24 અને Eclipse IDE 3.7.0


00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ
00:30 કે જાવા માં એક્લીપ્સની મદદથી કેવી રીતે ક્લાસ બનાવવું.


00:33 તમને એ પણ જાણ હોવી જોઈએ કે ક્લાસ માટે object કેવી રીતે બનાવવું.
00:38 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:43 આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત સ્થિતિને fields માં સંગ્રહીત કરે છે.
00:48 આ ફીલ્ડોને static કીવર્ડ વિના જ જાહેર કરાય છે.


00:51 આપણે static fields વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
00:55 Non-static fields ને instance variables અથવા instance fields તરીકે પણ ઓળખવામાં આવે છે.
01:01 ચાલો Student class પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.


01:09 આપણે જોઈ શકીએ છીએ કે અહીં roll_no અને name એ આ ક્લાસ નાં instance fields છે.


01:15 હવે, આપણે શીખીશું કે આ fields ને કેવી રીતે એક્સેસ કરવું.
01:18 આ માટે, ચાલો TestStudent class ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.


01:27 આપણે બીજું ઓબજેક્ટ બનાવવા માટે સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ.


01:33 આપણે println સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું.


01:41 હવે આપણે stud1 અને dot operator ની મદદથી student ક્લાસનાં ફીલ્ડો roll_no અને name ને એક્સેસ કરીશું.


01:49 તો તે માટે ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll number is, ત્યારબાદ પ્લસ stud1 dot આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો roll_no એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ.


02:15 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ stud1 dot name પસંદ કરો એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ.


02:39 હવે TestStudent.java ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો.
02:48 આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે
02:51 The roll number is 0.
02:53 The name is null.
03:00 આ એટલા માટે કારણ કે, આપણે વેરીએબલો ને કોઈપણ વેલ્યુ પર આરંભીત કર્યા નથી.


03:05 જાવા' માં, ફીલ્ડો અવ્યવસ્થિત વેલ્યુઓ ધરાવી શકતા નથી.
03:09 ઓબજેક્ટ માટે મેમરી ફાળવ્યા બાદ fields નલ અથવા શૂન્ય પર આરંભીત થાય છે.
03:15 આ કાર્ય constructor દ્વારા થાય છે.


03:18 આપણે constructor વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
03:21 હવે, આપણે fields ને નિશ્ચિતપણે આરંભીત કરીશું અને આઉટપુટ જોઈશું.
03:27 તો ટાઈપ કરો, int roll_no બરાબર 50 પછીની લાઈનમાં string name બરાબર બે અવતરણમાં Raju.
03:42 હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,S અને Ctrl F11 દબાવો


03:50 આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે The roll number is 50.


03:54 The name is Raju.
03:56 આ એટલા માટે કારણ કે આપણે Student ક્લાસમાં વેરીએબલોને નિશ્ચિતપણે આરંભીત કર્યા છે.
04:04 આપણે જોઈ શકીએ છીએ કે અહીં fields પાસે કોઈપણ modifier અથવા મૂળભૂત modifier નથી.
04:10 modifiers યાદ કરો જેની ચર્ચા આપણે Creating Classes માં કરી હતી.
04:14 આપણે fields ને એક્સેસ કરી શકીએ છીએ કારણ કે Student.java અને TestStudent.java બંને સમાન પેકેજ માં છે.
04:22 આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન મૂળભૂત પેકેજ માં છે.


04:30 આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
04:34 આપણે હવે મોડીફાયરને private માં બદલીશું.
04:37 તો ફીલ્ડ જાહેરાતો પહેલા private ટાઈપ કરો. તો ટાઈપ કરો private int roll no=50.


04:48 પછીની લાઈનમાં private string name =Raju.
04:53 હવે Student.java ફાઈલને સંગ્રહીત કરો.
05:00 આપણે જોઈ શકીએ છીએ કે TestStudent.java માં આપણને એરરો મળે છે.


05:05 એરર ચિન્હ પર માઉસ ફેરવો.
05:08 તે દર્શાવે છે The field Student dot roll number is not visible.


05:12 અને The field Student dot name is not visible.


05:16 આ એટલા માટે કારણ કે private fields તેના પોતાના ક્લાસ અંતર્ગત જ એક્સેસ થઇ શકે છે.


05:23 તમે પોતે Student ક્લાસ માંથી roll_no અને name ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો.
05:27 તમને જાણ થશે કે તમે તેને વિના કોઈ એરરે એક્સેસ કરી શકો છો.


05:32 હવે ચાલો મોડીફાયર ને protected માં બદલો.
05:52 હવે ફાઈલને સંગ્રહીત કરો અને પ્રોગ્રામને રન કરો
06:00 આપણે કંસોલ પર આઉટપુટ જોઈએ છીએ. The Roll no is 50 the name is Raju.
06:07 આ એટલા માટે કારણ કે protected fields ને સમાન પેકેજ અંતર્ગત એક્સેસ કરી શકાય છે.
06:17 હવે ચાલો જોઈએ કે શા માટે instance fields ને આવું બોલાવાય છે?
06:22 instance fields ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક તબક્કા માટે અનન્ય છે.
06:29 બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસનાં દરેક ઓબજેક્ટ પાસે અનન્ય વેલ્યુઓ રહેશે.
06:34 ચાલો TestStudent ક્લાસ પર જઈએ.
06:43 અહીં, આપણે TestStudent class નો વધુ એક ઓબજેક્ટ બનાવીશું.


06:50 તો પછીની લાઈનમાં ટાઈપ કરો Student સ્પેસ stud2 બરાબર new સ્પેસ Student, ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ.
07:06 આપણે હવે બંને ઓબજેક્ટોને Student ક્લાસમાં આરંભીત કરીશું.


07:18 પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot roll_no પસંદ કરો enter દબાવો બરાબર ૨૦ અર્ધવિરામ.


07:32 પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot name પસંદ કરો enter દબાવો બરાબર બે અવતરણમાં Ramu અર્ધવિરામ enter દબાવો.


07:54 આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે fields ને આરંભીત કરી લીધા છે.
07:58 હવે આપણે બીજા ઓબજેક્ટ માટે fields ને આરંભીત કરીશું.


08:02 તો ટાઈપ કરો stud2 dot roll_no પસંદ કરો બરાબર ૩૦ અર્ધવિરામ.
08:15 પછીની લાઈનમાં stud2 dot name પસંદ કરો બરાબર બે અવતરણમાં Shyamu અર્ધવિરામ enter દબાવો.


08:32 હવે println સ્ટેટમેંટ પછીથી, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll number is, પ્લસ stud2 dot roll_no પસંદ કરો અને અર્ધવિરામ.


09:03 System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is, પ્લસ stud2 dot name પસંદ કરો અને અર્ધવિરામ.


09:28 હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,s અને Ctrl, F11 દબાવો
09:38 આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. The roll_no is 20, The name is' Ramu roll_no is 30, name is shyamu.


09:47 અહીં stud1 અને stud2 આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે.


09:52 આનો અર્થ એ કે બે ઓબજેક્ટો અનન્ય વેલ્યુઓ ધરાવે છે.
09:56 આપણે જોઈ શકીએ છીએ કે અહીં.


09:57 પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ ૨૦ અને Ramu ધરાવે છે.


10:02 બીજો ઓબજેક્ટ વેલ્યુ ૩૦ અને Shyamu ધરાવે છે.
10:09 હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ.


10:13 તો ટાઈપ કરો Student સ્પેસ stud3 બરાબર new સ્પેસ Student બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ.
10:36 આપણે હવે, ત્રીજા ઓબજેક્ટ ની વેલ્યુઓને પ્રીંટ કરીશું
10:44 તો ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The roll_no is, પ્લસ stud3 dot roll_no પસંદ કરો અર્ધવિરામ.
11:09 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is, પ્લસ stud3 dot name અર્ધવિરામ.
11:29 હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો.
11:36 આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ ૫૦ અને Raju ધરાવે છે.
11:46 આ એટલા માટે કારણ કે આપણે Student ક્લાસ નાં ફીલ્ડોને ૫૦ અને Raju સાથે નિશ્ચિતપણે આરંભીત કર્યા હતા.


11:54 હવે, ફીલ્ડોને ડી-ઈનીશલાઈઝ કરવાનો પ્રયાસ કરો અને ત્રીજા ઓબજેક્ટ માટે આઉટપુટ જુઓ.
12:02 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
12:05 instance fields વિશે.
12:07 dot operator ની મદદથી fields એક્સેસ કરવાનું.
12:11 સ્વ: આકારણી માટે,


12:13 પહેલાથી બનાવેલ Test Employee ક્લાસમાં emp2 ઓબજેક્ટ બનાવો.


12:18 ત્યારબાદ dot operator ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને આરંભીત કરો.
12:23 પ્રથમ ઓબજેક્ટ માટે ૫૫ અને Priya ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.


12:27 ૪૫ અને Sandeep ને બીજા ઓબજેક્ટ માટે વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.
12:31 આઉટપુટમાં બંને ઓબજેક્ટો માટે વેલ્યુઓ દર્શાવો.
12:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
12:37 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
12:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
12:43 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


12:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:49 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
12:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12:56 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.


13:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
13:11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે

http://spoken-tutorial.org/NMEICT-Intro


13:09 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
13:22 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble