Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati
From Script | Spoken-Tutorial
'Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે. |
00.38 | પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00.45 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00.58 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01.04 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01.11 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. |
01.21 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01.29 | આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01.34 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ |
01.45 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01:48 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01.55 | આ Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે. |
02.04 | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex. |
02.14 | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. |
02.23 | Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. |
02.32 | Material Textures. World Textures. અને Brush Textures. |
02.38 | આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું. |
02.42 | World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
02.49 | આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે . |
03.00 | પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
03.11 | check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
03.25 | vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. |
03.32 | વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો. |
03.38 | દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે. |
03.44 | સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. |
03.48 | up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
03.56 | down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04.06 | 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04.15 | up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે. |
04.20 | black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. |
04.26 | Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04.31 | બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે. |
04.40 | black down arrow પર ફરી ડાબું ક્લિક કરો. |
04.45 | Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04.49 | પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
04.57 | ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
05.07 | બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. |
05.15 | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. |
05.20 | નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
05.29 | તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. |
05.34 | નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
05.42 | પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
05.49 | ચાલો ટેક્સચરનું નામ બદલીએ. |
05.53 | સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો. |
05.57 | તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો. |
06.05 | નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે. |
06.12 | સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
06.18 | નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે. |
06.28 | Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે. |
06.35 | અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે. |
06.48 | કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ. |
06.58 | આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
07.05 | મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
07.10 | Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. |
07.19 | Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. |
07.30 | Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. |
07.38 | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. |
07.44 | Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો. |
07.51 | આગળની સેટિંગ Influence છે. |
07.53 | અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. |
08.01 | Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે. |
08.22 | color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે. |
08.30 | ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. |
08.38 | Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો. |
08.45 | હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
08.50 | તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
08.57 | પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. |
09.06 | બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે. |
09.15 | Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
09.25 | શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
09.33 | હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. |
09.44 | ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
09.48 | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
09.53 | હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. |
10.00 | Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
10.09 | Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. |
10.12 | Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
10.19 | Best quality, default, compatible અને original. |
10.34 | compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
10.46 | આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
10.54 | Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
10.59 | color પર ડાબું ક્લિક કરો. |
11.09 | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
11.12 | પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. |
11.16 | Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે. |
11.21 | Soft noise એ મૂળભૂત વિકૃતિ છે. |
11.25 | Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
11.36 | એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
11.47 | ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
11.53 | Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે. |
12.00 | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
12.05 | Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
12.14 | તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે. |
12.21 | Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
12.33 | પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે |
12.42 | આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. |
12.50 | 3D વ્યુ પર જાઓ |
12.53 | Lamp પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. |
12.59 | નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13.05 | કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. |
13.10 | 3D વ્યુ માંCameraપર જમણું ક્લિક કરો. |
13.13 | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13.19 | આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
13.29 | પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
13.34 | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો |
13.39 | ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો. |
13.49 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13.58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
14.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
14.21 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
14. 25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
14.31 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
14.36 | જોડાવા બદ્દલ આભાર |
14.38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |