Health-and-Nutrition/C2/Football-hold-for-breastfeeding/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ધાવણ માટે Football પકડ ની રીત પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- માતા અને તેનાં બાળક માટે ધાવણની યોગ્ય પકડની પસંદગી. |
00:15 | ધાવણ પહેલાની માતાની તૈયારી અને Football પકડ માટે પગલા-દર-પગલા પ્રક્રિયા. |
00:23 | ચાલો શરુ કરીએ. |
00:24 | દુનિયાભરમાં, માતાઓ તેમનાં બાળકોને વિભિન્ન પ્રકારની પકડ વાપરીને ધાવણ કરાવે છે. |
00:31 | પહેલાના ટ્યુટોરીયલમાં સમજાવ્યા પ્રમાણે, માતા અને તેનાં બાળક માટે ધાવણની સૌથી ઉત્તમ સ્થિતી એ હોય છે કે- |
00:41 | માં અને બાળક બંને માટે ધાવણ પ્રક્રિયા એ સંપૂર્ણ ધાવણ દરમ્યાન આરામદાયક રહે. |
00:48 | બાળકે માતાની છાતીથી ઉડાણથી જોડાવું જોઈએ. અને તેથી તે પુરતું દૂધ મેળવી શકે . |
00:56 | ચાલો એખાદ પકડ જે કે Football પકડ કહેવાય છે તે વિશે શીખીએ. |
01:01 | Football પકડ ખાસ કરીને આપેલ માટે ઉપયોગી છે જો માતા: ની પ્રસુતિ સીઝીરીયન થી થયી હોય |
01:08 | તે મોટી છાતી ધરાવતી હોય , |
01:10 | નાનું અથવા અવિકસિત બાળક ધરાવતી હોય અથવા |
01:14 | જોડિયા બાળકો ધરાવતી હોય . |
01:15 | હમેશા યાદ રાખો- બાળકને ધવડાવતા પહેલા, માતાએ તેનાં હાથ યોગ્ય રીતે ધોઈને સૂકવવા . |
01:22 | ત્યારબાદ તેણે ઉકાળીને ઠંડુ કરેલ એક ગ્લાસ ચોખ્ખું પાણી પીવું . |
01:27 | ધવડાવનાર માતા દિવસમાં આશરે ૭૫૦ થી ૮૫૦ મીલીલીટર દૂધ ઉત્પન્ન કરે છે. |
01:34 | તેથી, તેમણે તેમની રોજની પાણી લેવાની માત્રા વધારવી . |
01:38 | આગળ, ચાલો માતાની બેસવાની સ્થિતીની ચર્ચા કરીએ. |
01:43 | માતાએ જમીન પર અથવા પલંગ પર પગને વાળીને બેસવું . |
01:48 | અથવા ખુરસી પર પગ જમીન પર અડે એ રીતે બેસવું . |
01:51 | ખુરસી જો ખુબ ઉંચી હોય અને તેનો પગ જમીન પર અડતો ના હોય તો, તે તેનો પગ નાના સ્ટુલ પર અથવા તકિયાને જમીન પર રાખી તેનાં પર મુકવો. |
02:02 | બેસતી વખતે, તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને કમરના દુખાવાને ટાળી શકાય. |
02:09 | તેનાં ખભા આરામદાયક સ્થિતીમાં હોવા જોઈએ અને ઉંચા કે વળાંકમાં ન હોવા જોઈએ. |
02:13 | અને આ આરામદાયક સ્થિતીને સંપૂર્ણ ધવડાવતાં દરમ્યાન જાળવી રાખવી . |
02:19 | માતા જે છાતીથી બાળકને ધવડાવે તે બાજુ 2 થી 3 તકિયા રાખવા. |
02:26 | સૌથી ઉપરના તકિયાને માતાના ખોળામાં ત્રાસી રીતે મૂકવું. |
02:32 | ત્યારબાદ, માતાએ જે છાતીથી બાળકને ધવડાવવું હોય તે પરથી વસ્ત્ર નીકાળવું . |
02:38 | તેણે એ વાતની ખાતરી કરવી કે તેની બ્રા અથવા કબ્જાનું દબાણ છાતી પર ન પડે. |
02:45 | આરામદાયક સ્થિતીમાં બેસ્યા બાદ, બાળકને માતાની પાસે લાવવું. |
02:49 | માતાએ તેનાં બાળકની પીઠ તકિયા પર ગોઠવવી . |
02:53 | માતા જે છાતીથી તેનાં બાળકને ધવડાવે તે બાજુના હાથ વડે તેણે બાળકનું માથું પકડવું . |
03:01 | બાળકના પગ માતાનાં તેજ હાથનાં બગલમાંથી પસાર થઇને તકિયા પર આવવા જોઈએ. |
03:08 | માતાએ આ હાથને અને તેનાં બાળકનાં પગને તકિયા પર મુકવા. |
03:13 | આ દૃશ્યમાં દર્શાવેલ માતા, તેની જમણી છાતીથી બાળકને ધવડાવે છે. |
03:18 | તેથી, બાળકના પગ માતાની જમણી બાજુની બગલમાંથી પસાર થયા છે. |
03:23 | તેનાં બાળકના માથાનાં નીચેનાં ભાગને પકડી રાખવા માટે તે તેનાં જમણા હાથનો અંગુઠો અને આંગળીઓને વાપરી રહ્યી છે. |
03:31 | યાદ રાખો, માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળક નજીક લાવવું નહીં |
03:37 | આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે. |
03:42 | તેણે હમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી અને બાળકને તેની છાતી સુધી પહોંચાડવા માટે ઉચકવું. |
03:48 | આગળ, બાળકનું માથું પકડવા માટે ચાલો માતાનો અંગુઠો અને આંગળીઓની યોગ્ય સ્થિતી જોઈએ. |
03:56 | માતાનો અંગુઠો બાળકનાં એક કાનની પાછળ હોવો જોઈએ, અને બાકીની આંગળીઓ બાળકનાં બીજા કાનની પાછળ હોવી જોઈએ. |
04:03 | તેણે તેની આંગળીઓ અથવા અંગુઠાને બાળકનાં કાનનાં પાછળથી બાળકનાં ગળા પર ન રાખવી . |
04:09 | તેનું કાંડું બાળકનાં ખભાના જોડાણ પર રહેવું જોઈએ. |
04:13 | તેણે તેનાં હાથ વડે બાળકનાં માથાની પાછળ દબાણ આપવું નહીં. આનાથી બાળકને ધાવણ દરમ્યાન આરામ રહેશે. |
04:23 | આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતીમાં રાખવાનું શીખીએ. |
04:27 | બાળકનો ચહેરો માતાની સામે હોવો જોઈએ. |
04:31 | બાળકનું શરીર હળવેથી માતાના શરીર સાથે દબાવેલુ હોવું જોઈએ. |
04:36 | તેમનાં શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને છાતી સુધી પહોચવામાં વધારે મહેનત કરવી પડશે નહી. |
04:41 | અને છાતીથી ઉંડાણપૂર્વક જોડાવામાં બાળકને સરળતા રહેશે. |
04:47 | સ્થિતીમાં બીજો પોઈન્ટ એ છે કે બાળકના શરીરની ગોઠવણી. |
04:51 | આપણે જ્યારે ખાવા ખાઈએ છીએ ત્યારે, આપણું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં રહે છે. |
04:57 | એજ પ્રમાણે- ધવડાવતાં દરમ્યાન બાળકનું માથું, ગળું અને શરીર હમેશા સીધી દિશામાં હોવું જોઈએ. |
05:06 | આનાથી બાળક માટે દૂધ ગળવામાં સરળતા રહેશે. |
05:10 | હવે આપણે બાળકની શરીર સ્થિતીna ત્રીજા પોઈન્ટ પર આવ્યા. |
05:16 | માતાએ તેનાં બાળકનાં પૂર્ણ શરીરને આધાર આપવો. |
05:22 | નહી તો બાળકને છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં ઘણી મહેનત કરવી પડશે. |
05:30 | આગળ, ચાલો બાળકનાં નાક અને (દાઢી) સ્થિતી trf જોઈએ. |
05:34 | બાળકનું નાક હમેશા ડીંટડીની રેખામાં હોવું જોઈએ. |
05:39 | અને તેની (દાઢી)આગળ પડતી અને છાતીથી અત્યંત નજીક હોવી જોઈએ. |
05:44 | આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે એરીઓલાનાં નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લે.
અને તેથી, અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જડબાનો ઉપયોગ કરે. |
05:55 | કૃપા કરી નોંધ લો- Areola એ ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે. |
06:00 | હવે જો કે બાળકની સ્થિતી યોગ્ય છે તો, ચાલો છાતીને પકડવાનું શીખીએ. |
06:07 | માતાએ તેનાં બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને, તેની છાતીને બાજુથી C આકારની પકડમાં પકડવું. |
06:15 | આ ચિત્રમાં બતાવેલ માતા તેની જમણી છાતીને પકડવા માટે તેનાં ડાબા હાથનો ઉપયોગ કરે છે. |
06:21 | અંગુઠા અને આંગળીઓની યોગ્ય સ્થિતી સમજવા માટે- માતાની જમણી છાતી પર ડીંટડીને ચાલો ઘડિયાળનું કેન્દ્ર માનીએ. |
06:30 | માતાએ આ ઘડિયાળ પર ડાબા અંગુઠાને ઘડિયાળનાં ૧૨ વાગવાની સ્થિતીમાં મૂકવું. |
06:35 | જ્યારે કે તેની ડબા હાથ ની પહેલી આંગળી અને મધ્ય આંગળી ઘડિયાળનાં ૬ વાગવાની સ્થિતીમાં હોવી જોઈએ. |
06:42 | આંગળીઓ હમેશા બાળકનાં હોઠની દિશામાં હોવી જોઈએ. |
06:47 | કેમ? ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ. |
06:52 | આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે, આપણા હોંઠ આડી રીતે ખુલે છે. |
06:58 | મોટુ બચકું લેવા માટે આપણે વડા પાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ. |
07:03 | અહીં, અંગુઠો અને આંગળીઓ હોંઠની દિશામાં મુકાય છે. |
07:10 | આપણે જો વડા પાવ કે બર્ગરને ઉભી રીતે પકડીએ તો, આપણે મોટુ બચકું લઇ શકીશું નહી. |
07:16 | એજ પ્રમાણે, બાળકનાં હોઠની દિશાનું અવલોકન કરો. |
07:21 | હોઠ અહીં આડી દિશામાં છે. |
07:24 | તેથી, આંગળીઓ અને અંગુઠો પણ છાતી પર આડી દિશામાં મુકાવા જોઈએ. |
07:32 | આનાથી બાળકને areola નો મોટો ભાગ તેનાં મોઢામાં લેવામાં મદદ મળશે. |
07:39 | બાળકનાં હોઠની દિશામાં માતાએ તેનો અંગુઠો અને આંગળીઓ હમેશા ડીંટડીથી 3 આંગળીઓનાં અંતરે
રાખવી. |
07:50 | ફરીથી, વડા પાવ કે બર્ગર ખાતી વખતે, જો આપણે ખુબ નજીકથી પકડીએ તો, આપણને આપણી આંગળીયો મોટું બચકું લેવા માં નડશે. |
08:00 | આપણે જો ખુબ દુરથી પકડીએ તો, આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહી. |
08:07 | તેથી, આપણે મોટુ બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ. |
08:13 | એજ પ્રમાણે બાળક માટે, યોગ્ય અંતર છે ડીંટડીથી 3 આંગળીઓનું અંતર, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે. |
08:21 | આ અંતર એ વાતની ખાતરી કરે છે કે માતાની આંગળીઓ બાળકને તેનાં મોઢામાં areola નો નીચેનો ભાગ લેવામાં અટકાવતી નથી. |
08:31 | માતા જો ફક્ત ડીંટડીને દબાવે તો ખુબ ઓછા પ્રમાણમાં દૂધ આવશે. |
08:36 | માતા areola નાં નીચે આવેલી મોટી દૂધની નસો દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે. |
08:42 | અને છાતીનો આકાર યોગ્ય રહે જેથી બાળકને ઉંડાણપૂર્વક જોડાવામાં મદદ મળે. |
08:50 | યાદ રાખો- માતાનો અંગુઠો છાતીની ઉપરની બાજુએ હોવો જોઈએ. |
08:55 | અને તેની ૨ આંગળીઓ છાતીની નીચેની બાજુએ હોવી જોઈએ, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે. |
09:01 | ચાલો વડા પાવ કે બર્ગરનાં ઉદાહરણ પર પાછા આવીએ. |
09:06 | વડા પાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ, આપણે મોટુ બચકું લેવા માટે હમેશા તેને દબાવીએ છીએ. |
09:12 | એજ પ્રમાણે, માતાએ બાજુએથી C આકારમાં તેની છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું. |
09:18 | આનાથી બાળકને તેનાં મોઢામાં છાતીનો મોટો ભાગ લેવામાં મદદ મળશે. |
09:23 | પરંતુ યાદ રાખો, માતાએ કાતર આકારની પકડમાં તેની છાતીને દબાવવું નહીં. |
09:30 | કાતર આકારમાં દબાવવાથી છાતીને ચિમટી ભરાશે અને તેથી ડીંટડી દ્વારા ધાવણ થશે. |
09:36 | સાથે જ ખ્યાલ રાખો કે અંગુઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય. |
09:43 | નહી તો, ડીંટડી કાં તો ઉપરની તરફ ખસી જશે અથવા તો નીચેની તરફ અને એનાથી જોડાણ પ્રક્રિયા અપેક્ષા મુજબ રહેશે નહી. |
09:51 | કેટલીકવાર, માતા તેનાં બાળકને જુદી સ્થિતીમાં પકડવાનું પસંદ કરે છે. |
09:56 | આ દૃશ્યમાં, બાળકનો ચહેરો માતા સામે નથી. |
10:00 | બાળકનું માથું છાતીની પાસે છાતીની બાજુથી લાવવામાં આવે છે ન કે નીચેથી. |
10:07 | બાળકનાં હોઠ અહીં ઉભી રીતે છે. તેથી, માતાએ તેની આંગળીઓને ઉભી રીતે U આકારના પકડમાં તેની છાતી પર મુકવી. |
10:17 | યાદ રાખો, કોઈપણ ધવડાવવાની સ્થિતીમાં માતાએ છાતીને બાળક ના હોઠ ની દિશા માં તેની આંગળીઓ અને અગુંઠથી પકડવું. |
10:28 | હવે, બાળક Football ની પકડમાં છે અને ધાવણ માટે તૈયાર છે. |
10:34 | યોગ્ય ધવડાવવાની તકનીક સમાન શ્રેણીમાંનાં બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે. |
10:41 | બાળક એકવાર બરાબરથી જોડાય અને છાતી જો ખુબ ભારી તથા વજનદાર ન હોય તો-
માતાએ તેનાં હાથને તેની છાતીથી મુક્ત કરવો. |
10:53 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:56 | IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |