STEMI-2017/C2/Search,-select-and-edit-a-patient-file/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 22 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
NARRATION
00:00 નમસ્તે મિત્રો દર્દીની ફાઈલ કેવી રીતે શોધવી, પસંદ કરવી અને એડીટ (સંપાદિત) કરવી તે વિશેનાં આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું - ઉપકરણમાં પહેલાથી જ સંગ્રહિત થયેલી દર્દીની ફાઈલને શોધવી અને પસંદ કરવી.
00:17 પહેલેથી જ સચવાયેલ દર્દીની વિગતોને એડીટ (સંપાદિત) કરવી.
00:22 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમને જરૂર પડશે - STEMI App' સંસ્થાપિત થયેલ એક Android tablet અને
00:30 ચાલુ Internet જોડાણ.
00:34 અત્યારે આપણે STEMI Homepage માં છીએ.
00:38 કૃપા કરી નોંધ લો અહીં તે D Hospital user બતાવે છે.
00:43 તમારું લોગ-ઈન user ID તમે કયા હોસ્પિટલમાં છો તેના આધારે અલગ હોઈ શકે છે.
00:50 Search Page પર જવા માટે Search tab પસંદ કરો.
00:54 પૃષ્ઠમાં ઉપર ડાબા હાથની બાજુએ Search Page માં Menu tab આવેલ છે.
01:00 તે છ Search Criteria ધરાવે છે - Patient ID, Patient Name, Admission From to End Date, STEMI Status, Type of Hospital, Hospital Cluster.
01:17 આ સમગ્ર પૃષ્ઠ પર, ટોચ પર દેખાય છે.
01:22 14 તાજેતરની એન્ટ્રીઓ (નોંધણીઓ કે પ્રવેશો) પણ અહીં નીચે પ્રદર્શિત થાય છે.
01:27 કારણ કે મારી પાસે STEMI device પર પહેલાથી જ 14 કરતા વધુ એન્ટ્રીઓ છે.
01:33 તમે નાની સૂચિ જોઈ શકો છો, જો તમારી પાસે તમારા STEMI device પર 14 કરતા ઓછી એન્ટ્રીઓ છે.
01:41 પરંતુ જો તમારી પાસે 14 કરતા વધુ એન્ટ્રીઓ હોય, તો તાજેતરની આવેલ 14 એન્ટ્રીઓ પ્રદર્શિત થશે.
01:49 પૃષ્ઠનાં તળિયે જમણી બાજુએ એક Search button આવેલ છે.
01:54 પહેલાથી સાચવવામાં આવેલ એક દર્દીની ફાઈલને શોધવા માટે, આપણે આપણું પ્રયોજિત search criteria દાખલ કરવું પડશે.
02:03 ત્યારબાદ પૃષ્ઠનાં તળિયે આવેલ Search button પસંદ કરો.
02:08 આપણે એકસમયે ઘણીબધી search criteria દાખલ કરીને પણ એક દર્દીની ફાઈલને શોધી શકીએ છીએ.

આ શોધને ટૂંકાવશે.

02:19 કૃપા કરી નોંધ લો કે Search tab હેઠળ, આપણે ફક્ત તે ફાઇલોને જ શોધી શકીએ છીએ જે પહેલાં સાચવવામાં આવી હતી.
02:26 મતલબ કે- જો દર્દીની વિગતો દાખલ કર્યા પછી આપણે Save and Continue બટન પસંદ ન કર્યું હોય તો,

પૃષ્ઠ સાચવવામાં આવતું નથી અને આપણે તે પૃષ્ઠને પછીથી જોઈ શકતા નથી.

02:40 ચાલો કેટલાક માપદંડ ધારીએ અને કેટલીક સાચવેલી ફાઇલોને શોધીએ.
02:46 પ્રથમ, ચાલો કોઈ એક દર્દીની ફાઇલને ચોક્કસ Patient ID થી શોધીએ.
02:51 પ્રદર્શિત સૂચિમાંથી કોઈપણ એક દર્દીની ફાઇલ પસંદ કરો.
02:56 ફાઇલ હવે આપણા ઉપકરણ પર ખોલવામાં આવી છે.
02:59 પૃષ્ઠની ટોચ પર પ્રદર્શિત થયેલ Patient Id ની નોંધ લો.
03:05 મારા ઉપકરણમાં, તે મેં પસંદ કરેલ દર્દી માટે આ નંબર બતાવે છે.
03:12 તમે તમારા પસંદ કરેલા દર્દી માટે તમારા ઉપકરણ પર એક અલગ નંબર જોઈ શકો છો.
03:17 આ નંબરની નોંધ લો. આપણે તેને પછીથી વાપરીશું.
03:22 આપણે દર્દીનાં ફાઇલ કવરમાંથી પણ Patient Id મેળવી શકીએ છીએ.
03:28 ડેટા એન્ટ્રી (નોંધણી કે પ્રવેશ) નાં સમયે આ નંબર STEMI device દ્વારા સ્વ:નિર્માણ થાય છે.
03:35 હવે પૃષ્ઠની ઉપર ડાબા ખૂણે આવેલ Menu ટેબ પસંદ કરો.
03:42 પછી Home ટેબ પસંદ કરો.
03:44 હવે ફરીથી Homepage માં Search ટેબ પસંદ કરો.
03:49 આપણે ફરી પાછા Search Page માં આવ્યા છીએ.
03:52 અહીં, આપણે Patient Id search criteria માં Patient Id દાખલ કરવી પડશે.
03:59 હું Patient Id search criteria માં આ ક્રમાંક ટાઈપ કરીશ. આ એ ફાઇલની સંખ્યા હતી જે મેં અગાઉ નોંધી હતી.
04:09 તમારે તમારા ઉપકરણ પર પોતે નોંધેલી સંખ્યાને ટાઈપ કરવી પડશે.
04:14 હવે, પુષ્ઠની નીચે જમણી બાજુએ આવેલ Search button ને પસંદ કરો.
04:19 ટાઇપ થયેલ Patient Id સાથેની દર્દીની ફાઇલ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે.
04:26 ફાઇલનાં કન્ટેન્ટ (ઘટકો) ને જોવા માટે તેને પસંદ કરો.
04:30 આગળ, ચાલો દર્દી ફાઈલ W પસંદ કરીએ.
04:35 દર્દી નામ રમેશ ધરાવતી દર્દીની ફાઈલ પુષ્ઠ પર પ્રદર્શિત થાય છે ..
04:40 હવે કન્ટેન્ટો ખોલવા અને જોવા માટે ફાઇલને પસંદ કરો.
04:45 આ પૃષ્ઠની ટોચની જમણી બાજુએ આવેલ EDIT આઇકોનની નોંધ લો.
04:50 દર્દીની વિગત એડીટ (સંપાદિત) કરવા માટે આ આયકનને પસંદ કરો.
04:55 બધા ફેરફારો સાચવવાનું યાદ રાખો.
04:59 હવે આપણે કોઈ ચોક્કસ તારીખ શ્રેણી વચ્ચે સાચવવામાં આવેલી બધી દર્દી ફાઇલોને શોધીશું.
05:05 હું From Date માં 1 જાન્યુઆરી 2016 અને End Date માં 9 ફેબ્રુઆરી 2016 પસંદ કરીશ.
05:14 કૃપા કરીને તારીખ શ્રેણી પસંદ કરો, એ તારીખો જેના પર તમે તમારા ઉપકરણ પર ડેટા એન્ટ્રી કરી હતી.
05:22 પછી, પૃષ્ઠનાં તળિયે જમણી બાજુએ આવેલ Search button પસંદ કરો.
05:27 1 લી જાન્યુઆરી અને 9 મી ફેબ્રુઆરી, 2016 વચ્ચે સાચવવામાં આવેલી, તમામ દર્દીઓની ફાઇલો મારા પૃષ્ઠ પર પ્રદર્શિત થાય છે.
05:38 તમને તમારા ઉપકરણ પર પોતે આપેલ તારીખ શ્રેણી વચ્ચે સાચવવામાં આવેલ દર્દીની ફાઇલો દેખાશે.
05:44 હવે કન્ટેન્ટો ખોલવા અને જોવા માટે તમારી પસંદગી મુજબ કોઈપણ ફાઇલ પસંદ કરો.
05:50 આગળ, આપણે STEMI status confirmed હોય એવી ફાઇલોની શોધ કરીશું.
05:55 STEMI status search criteria અંતર્ગત, આપણી પાસે નીચે આપેલ વિકલ્પો છે-

ALL , STEMI Confirmed,STEMI Inconclusive,STEMI not Confirmed , Non STEMI

06:11 હું STEMI Confirmed પસંદ કરીશ અને પછી પૃષ્ઠનાં તળિયે જમણી બાજુએ Search button પસંદ કરીશ.
06:18 STEMI Confirmed તરીકેની સ્થિતિ સાથે પુષ્ઠ તમામ સાચવેલા દર્દીઓની ફાઇલો બતાવે છે.
06:24 મારા STEMI device પર, આપણે 14 દર્દીઓ જોઈ શકીએ છીએ.
06:28 તમારા STEMI device પર સૂચિ લાંબી અથવા ટૂંકી હોઈ શકે છે.
06:33 આ વાસ્તવમાં આનાં પર આધાર રાખે છે કે STEMI status Confirmed તરીકે હોય એ સાથે કેટલા દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી.
06:42 એ જ પ્રમાણે, Hospital Type search criteria માટે આપણી પાસે આપેલ વિકલ્પો છે-

ALL , EMRI, A Hospital, C Hospital,D Hospital

06:55 આ શોધ આના પર નિર્ધારિત છે કે ઉપકરણમાં કોઈ વિશેષ દર્દી ફાઇલ પહેલા ક્યાં નિર્માણ થયી હતી.
07:02 હું D Hospital પસંદ કરીશ અને પછી Search button પસંદ કરીશ.
07:07 તમને દર્દીની ફાઇલ કે જે તમે શોધી રહ્યા છો તેના આધારે hospital type પસંદ કરવો પડશે.
07:14 મારા ઉપકરણ પર પસંદ કરાયેલ પુષ્ઠ મારા D Hospital માંની તમામ દર્દી ફાઈલો બતાવે છે.
07:21 તમે તમારા હોસ્પિટલમાંથી સ્થાનાંતરિત કરેલી દર્દી ફાઈલોને જોવા માટે પણ આ શોધ માપદંડનો ઉપયોગ કરી શકો છો.
07:29 તમારા કિસ્સામાં, તે તમારા ઉપકરણ પર user id પ્રમાણે હશે.
07:34 એજ પ્રમાણે, Type of Hospital Cluster હેઠળ, આપણે આપણી પસંદનું cluster પસંદ કરી શકીએ છીએ.
07:41 હું Kovai Medical Centre and Hospital પસંદ કરીશ.
07:45 તમારા કિસ્સામાં, તમારે તમારી પસંદનાં ક્લસ્ટરને પસંદ કરવો પડશે.
07:49 ક્લસ્ટરોનું નામ ચોક્કસ ક્લસ્ટરમાં Hub Hospital (ie. A B Hospital) નાં નામ પછીથી રાખવામાં આવ્યું છે.
07:58 અને પછી પૃષ્ઠની નીચે જમણી બાજુએ Search button પસંદ કરો.
08:02 હવે, આપણે તે ચોક્કસ cluster હેઠળ આવેલ સંગ્રહિત ફાઇલોને જોવામાં સક્ષમ છીએ.
08:08 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા - વિવિધ search criteria નો ઉપયોગ કરીને એક દર્દીની ફાઈલ શોધવી અને પસંદ કરવી.
08:17 અને સાથે જ પહેલાથી જ સાચવવામાં આવેલ દર્દીની વિગતોને એડીટ (સંપાદિત) કરવી.
08:21 STEMI INDIA નું સુયોજન ‘not for profit’ (બિનનફાકારી) સંસ્થા તરીકે થયું હતું,

મુખ્યત્વે હૃદયરોગના હુમલાનાં દર્દીઓ માટે યોગ્ય કાળજી રાખવામાં થતા વિલંબને ઘટાડવા માટે અને હૃદયરોગનાં હુમલાથી થતી મૃત્યુને ટાળવા માટે.

08:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઇઆઇટી બોમ્બેને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે, કૃપા કરી http://spoken-tutorial.org ની મુલાકાત લો.

08:48 આ ટ્યુટોરીયલને યોગદાન STEMI INDIA અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા અપાયું છે.

આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

PoojaMoolya